1 UDB ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તમે તેમનાં બાળકો છો તે કારણે તેમનું અનુસરણ કરો. BSB BSB: Be imitators of God, therefore, as beloved children,
2 UDB જેમ ખ્રિસ્તે આપણને પ્રેમ કર્યો એટલે કે જ્યારે તેમણે પોતાની જાતને વધસ્તંભ પર આપણા પાપોનાં અર્પણ અને બલિદાન તરીકે ઈશ્વરને આપી દીધી, તે બાબત ઈશ્વરને ખૂબ પ્રસન્ન કરનારી બાબત હતી. તમે બીજાઓને પ્રેમ કરવા દ્વારા જીવો. BSB BSB: and walk in love, just as Christ loved us and gave Himself up for us as a fragrant sacrificial offering to God.
3 UDB કોઇપણ પ્રકારનાં અનૈતિક કાર્ય ન કરો અને બીજાઓ પાસે જે હોય તેની કે બીજાઓ જે ખોટી બાબતો કરતા હોય તેની ઇચ્છા ન રાખો. આવાં પાપો બીજાઓને ઈશ્વરનાં લોકો એટલે કે જેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે તેઓના સંબંધી ખોટી વાતો કરવા માટે કારણ આપે છે., BSB BSB: But among you, as is proper among the saints, there must not be even a hint of sexual immorality, or of any kind of impurity, or of greed.
4 UDB બીજાઓને અશ્લીલ વાર્તાઓ કે મૂર્ખાઈ ભરેલી વાતો ન કહો અથવા પાપ કરવા વિષે મજાક ન કરો. તે એવી બાબતો છે કે જેના વિષે ઈશ્વરનાં લોકો વાત કરતા નથી. તેના બદલે, જ્યારે તમે બીજાઓ સાથે વાત કરો ત્યારે ઈશ્વરના પ્રેમ માટે તેમનો આભાર માનો. BSB BSB: Nor should there be obscenity, foolish talk, or crude joking, which are out of character, but rather thanksgiving.
5 UDB તમે આ વિષે ખાતરી રાખી શકો છો: કોઈ વ્યક્તિ કે જે જાતીય રીતે અનૈતિક કે અસભ્ય, અથવા લોભી (કેમ કે તે મૂર્તિ પૂજા કરવા જેવું છે) હોય તેવી વ્યક્તિ ઈશ્વરના લોકોની મધ્યે નહિ હોય કે જેમની પર ખ્રિસ્ત રાજા તરીકે રાજ કરશે. BSB BSB: For of this you can be sure: No immoral, impure, or greedy person (that is, an idolater) has any inheritance in the kingdom of Christ and of God.
6 UDB કોઈ તમને ખોટી દલીલોથી છેતરે નહીં. કેમ કે તેઓ આવી પાપી બાબતો કરે છે, માટે ઈશ્વર તેમની આજ્ઞા ન પાળનારા લોકોથી ગુસ્સે થશે. BSB BSB: Let no one deceive you with empty words, for because of such things the wrath of God is coming on the sons of disobedience.
7 UDB તેથી આ પ્રકારનાં પાપ કરનારાઓના સહભાગી થશો નહિ. BSB BSB: Therefore do not be partakers with them.
8 UDB તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો તે અગાઉ, જાણે તમને અંધારી રાત ચોતરફથી ઘેરી વળી હોય તેમ તમે પાપમય અનાજ્ઞાંકિતપણામાં જીવતા હતા. પરંતુ હવે તમે પ્રભુના પ્રકાશમાં જીવો છો. BSB BSB: For you were once darkness, but now you are light in the Lord. Walk as children of light,
9 UDB જેમ પ્રકાશ સારી બાબતો ઉત્પન્ન કરે છે, તેમ જ જેઓ ઈસુના પ્રકાશમાં રહે છે તેઓ સારું, યોગ્ય અને ખરું શું છે તે જાણે છે અને કરે છે. BSB BSB: for the fruit of the light consists in all goodness, righteousness, and truth.
10 UDB તપાસ કરો અને શોધી કાઢો કે પ્રભુને શું પ્રસન્ન કરે છે. BSB BSB: Test and prove what pleases the Lord.
11 UDB જેઓ આત્મિક અંધકારમાં થનાર વ્યર્થ કાર્યો કરનારા છે તેઓના સહભાગી ન થાઓ. તેના બદલે, કહો, "તે પાપી કાર્યો વ્યર્થ છે," BSB BSB: Have no fellowship with the fruitless deeds of darkness, but rather expose them.
12 UDB કેમ કે લોકો અંધકારમાં ગુપ્ત રીતે જે દુષ્ટ બાબતો કરે છે તેનું વર્ણન પ્રકાશમાં કરવું ખૂબ શરમજનક છે. BSB BSB: For it is shameful even to mention what the disobedient do in secret.
13 UDB પ્રકાશ જે બધું ખુલ્લું પાડે છે તે ત્યારબાદ સ્પષ્ટ જોઈ શકાય છે અને સારી રીતે સમજી શકાય છે BSB BSB: But everything exposed by the light becomes visible, for everything that is illuminated becomes a light itself.
14 UDB કારણ કે ખરેખર તે શું છે તે પ્રકાશ બતાવે છે. તે તેના જેવું છે કે જ્યારે ઈશ્વરનાં વચનો પાપ કે જે લોકોનો નાશ કરે છે તે વિષે અને ઈસુ જે માફ કરે છે અને લોકોને નવા બનાવે છે તે વિષે સમજાવે છે. તેથી વિશ્વાસીઓ કહે છે, "તમારી ઊંઘમાંથી જાગૃત થાઓ અને મૃત લોકોની જેમ જીવવાનું બંધ કરો. ખ્રિસ્ત તમને તેમની માફી અને નવું જીવન સમજવા માટે સમર્થ કરશે. BSB BSB: So it is said: “Wake up, O sleeper, rise up from the dead, and Christ will shine on you.”
15 UDB તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ સાવધ રહો. મૂર્ખ લોકો જેમ વર્તે છે તેમ વર્તશો નહીં. તેના બદલે, સમજુ લોકો જેમ વર્તે છે તેમ વર્તો. BSB BSB: Pay careful attention, then, to how you walk, not as unwise but as wise,
16 UDB પૃથ્વી પર તમારી પાસે જે સમય છે તેનો ડહાપણપૂર્વક ઉપયોગ કરો કારણ કે દિવસો દુષ્ટતા ભરેલા છે. BSB BSB: redeeming the time, because the days are evil.
17 UDB તેથી મૂર્ખ ન બનો. તેના બદલે, પ્રભુ ઈસુ જે ઇચ્છે છે કે તમે કરો તેને તમે સમજો અને તે કરો! BSB BSB: Therefore do not be foolish, but understand what the Lord’s will is.
18 UDB દારૂ પીને છાકટા બનશો નહિ, તેનાથી તો તમારું જીવન બરબાદ થાય છે. તેના બદલે, તમે સર્વ સમયે જે કરો છો તેનું નિયંત્રણ ઈશ્વરના આત્માને કરવા દો. BSB BSB: Do not get drunk on wine, which leads to reckless indiscretion. Instead, be filled with the Spirit.
19 UDB એકબીજાને સારુ સ્તોત્રો ગાઓ, અને ખ્રિસ્ત વિષેનાં ગીતો ગાઓ, તથા ઈશ્વરનો આત્મા જે ગીતો આપે છે તે ગાઓ. પ્રભુ ઈસુની સ્તુતિ કરવા આ સ્તોત્રો અને તમારા હૃદયમાંનાં બીજાં ગીતો ગાઓ. BSB BSB: Speak to one another with psalms, hymns, and spiritual songs. Sing and make music in your hearts to the Lord,
20 UDB પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે તેના કારણે સર્વ સમયે સર્વ બાબતો માટે ઈશ્વર પિતાનો આભાર માનો. BSB BSB: always giving thanks to God the Father for everything in the name of our Lord Jesus Christ.
21 UDB નમ્રતાપૂર્વક તમારી જાતને એકબીજાને આધીન કરો કારણ કે તમે ખ્રિસ્તને માન આપો છો. BSB BSB: Submit to one another out of reverence for Christ.
22 UDB પત્નીઓએ જેમ તેઓ પ્રભુ ઈસુને આધીન રહે છે તેમ પોતાના પતિની આગેવાનીને આધીન રહેવું, કારણ કે જેમ ખ્રિસ્ત સમસ્ત દુનિયાના વિશ્વાસીઓની મંડળીના આગેવાન છે તેમ જ પતિ પત્નીનો આગેવાન છે. તેઓ ઉદ્ધારકર્તા છે કે જેઓએ સર્વ વિશ્વાસીઓને તેમનાં પાપોને લીધે દોષિત ઠરવામાંથી બચાવ્યા. BSB BSB: Wives, submit to your husbands as to the Lord.
24 UDB જેવી રીતે બધા વિશ્વાસીઓ પોતાની જાતને ખ્રિસ્તના અધિકાર હેઠળ સોંપે છે, તેવી જ રીતે સ્ત્રીઓએ પોતાની જાતને સંપૂર્ણ રીતે તેમના પતિઓના અધિકાર હેઠળ સોંપવી જોઈએ. BSB BSB: Now as the church submits to Christ, so also wives should submit to their husbands in everything.
26 UDB જેથી તેઓ આપણને પોતાને માટે અલગ કરી શકે. જાણે તેમણે આપણને પાણીથી ધોયાં હોય તેમ, તેમના વચનના સામર્થ્ય દ્વારા ઈસુએ આપણા પાપોની શિક્ષા નાબૂદ કરતાં વિશ્વાસીઓને શુદ્ધ કર્યા. BSB BSB: to sanctify her, cleansing her by the washing with water through the word,
27 UDB હવે ખ્રિસ્ત સર્વ વિશ્વાસીઓને પોતાની સમક્ષ સંપૂર્ણ શુદ્ધ, માફી પામેલા, દોષરહિત અને પાપરહિત જૂથ તરીકે પ્રસ્તુત કરી શકે છે. BSB BSB: and to present her to Himself as a glorious church, without stain or wrinkle or any such blemish, but holy and blameless.
28 UDB દરેક પુરુષ જેમ પોતાના શરીરને પ્રેમ કરે છે તેમ તેણે પોતાની પત્નીને પ્રેમ કરવો જોઈએ. જ્યારે પુરુષો પોતાની પત્નીઓને પ્રેમ કરે, ત્યારે તેઓ પોતાને પ્રેમ કરતા હોય તેવું બને છે, BSB BSB: In the same way, husbands ought to love their wives as their own bodies. He who loves his wife loves himself.
29 UDB કેમ કે કોઈએ ક્યારેય પણ પોતાના શરીરનો તિરસ્કાર કર્યો નથી. તેના બદલે, જે રીતે ખ્રિસ્ત પણ સમસ્ત દુનિયાની મંડળીમાંના આપણ સર્વ વિશ્વાસીઓની સંભાળ લે છે તેમ જ તે પોતાના શરીરને ખોરાક આપે છે અને તેની સંભાળ લે છે. આપણે વિશ્વાસીઓનું એક જૂથ બની ગયા છીએ કે જે તેમનું છે. BSB BSB: Indeed, no one ever hated his own body, but he nourishes and cherishes it, just as Christ does the church.
31 UDB જેઓ લગ્ન કરે છે તેના વિષે શાસ્ત્રવચન આ કહે છે, "જ્યારે પુરુષ અને સ્ત્રી લગ્ન કરે છે, ત્યારે તેમણે કાયમ માટે તેમનાં માતા અને પિતાને છોડવા જોઈએ. તેઓએ પતિ અને પત્ની તરીકે જોડાવું જોઈએ, અને તેઓ બંને જાણે એક જ વ્યક્તિ હોય તેવાં થશે. BSB BSB: “For this reason a man will leave his father and mother and be united to his wife, and the two will become one flesh.”
32 UDB ઈશ્વરે હમણાં જે બાબતો પ્રગટ કરી છે તેનો અર્થ સમજવો મુશ્કેલ છે, પરંતુ હું તમને સમસ્ત દુનિયાની મંડળીના વિશ્વાસીઓ માટેનાં ખ્રિસ્તનાં પ્રેમ વિષે કહું છું. BSB BSB: This mystery is profound, but I am speaking about Christ and the church.
33 UDB તેમ છતાં, તમારા માટે, દરેક પુરુષે જેમ તે પોતાની જાતને પ્રેમ કરે છે તેમ તેની પત્નીને પ્રેમ કરવો જ જોઈએ, અને દરેક સ્ત્રીએ તેના પતિને માન આપવું જોઈએ. BSB BSB: Nevertheless, each one of you also must love his wife as he loves himself, and the wife must respect her husband.
Select verses for actions: Enter goes to them and Escape comes back.