2 UDB અને આપણે ઈસુ વિષે જ વિચારવાનું ચાલુ રાખીએ અને તેમના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. તેઓ જ આપણા દોરનાર અને આપણા વિશ્વાસને પરિપૂર્ણ કરનાર છે. તેમણે વધસ્તંભ ઉપર ભયંકર દુઃખ સહન કર્યું અને તેમને શરમાવવાનો પ્રયત્ન કરનાર લોકો પર તેમણે ધ્યાન આપ્યું નહીં. તેમણે તે કર્યું કારણ કે તેઓ જાણતા હતા કે ઈશ્વર બાદમાં તેમને કેટલા આનંદિત બનાવશે. તેઓ હાલ સ્વર્ગમાં ઈશ્વર જ્યાં રાજ કરે છે ત્યાં તેમના રાજ્યાસનની બાજુમાં સર્વોચ્ચ માનની જગ્યાએ બિરાજમાન છે. BSB BSB: Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith, who for the joy set before Him endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God.
3 UDB જ્યારે પાપી લોકો તેમની વિરુદ્ધ તિરસ્કારથી વર્ત્યા ત્યારે તેમણે તે ધીરજથી સહન કર્યું. ઈસુના ઉદાહરણ દ્વારા તમારાં હૃદયોને દ્રઢ કરો કે જેથી તમે ઈશ્વર પર વિશ્વાસ કરવાનું બંધ ન કરો કે નિરાશ ન થાઓ. BSB BSB: Consider Him who endured such hostility from sinners, so that you will not grow weary and lose heart.
4 UDB જો કે તમે પાપ કરવાના પરીક્ષણ વિરુદ્ધ સંઘર્ષ કર્યો છે, પણ દુષ્ટતાનો પ્રતિકાર કરવા તમે હજી સુધી ઈસુની માફક રક્ત નથી વહેવડાવ્યું અને મરણનો અનુભવ કર્યો નથી. BSB BSB: In your struggle against sin, you have not yet resisted to the point of shedding your blood.
5 UDB સુલેમાને તેના પુત્રને જે શબ્દો કહ્યા તે ભૂલી જશો નહીં, એના દ્વારા જ ઈશ્વર તમને પોતાનાં બાળકો તરીકે ઉત્તેજન આપે છે: "મારા દીકરા, જ્યારે ઈશ્વર તને કેળવી રહ્યા હોય ત્યારે તે પર તું ધ્યાન આપ, અને જ્યારે ઈશ્વર તને શિક્ષા કરે ત્યારે નિરાશ થઈશ નહીં, BSB BSB: And you have forgotten the exhortation that addresses you as sons: “My son, do not take lightly the discipline of the Lord, and do not lose heart when He rebukes you.
6 UDB કારણ કે દરેક જેને ઈશ્વર પ્રેમ કરે છે તેને તેઓ શિસ્તપાલનમાં લાવે છે, અને દરેક જેમને તેઓ પોતાના ગણે છે તેમને કડક રીતે સુધારે છે." BSB BSB: For the Lord disciplines the one He loves, and He chastises every son He receives.”
7 UDB જે મુશ્કેલ બાબતો તમારી સાથે બને છે તેને સહન કરવા દ્વારા ઈશ્વર તમને શિસ્તબદ્ધ બનાવી શકે છે. જ્યારે ઈશ્વર તમને કેળવે છે ત્યારે જેમ એક પિતા તેનાં બાળકોની સાથે વર્તે તેમ તેઓ તમારી સાથે વર્તે છે. BSB BSB: Endure suffering as discipline; God is treating you as sons. For what son is not disciplined by his father?
8 UDB જેમ ઈશ્વર પોતાનાં બધાં બાળકોને કેળવે છે તેમ જો તમે ઈશ્વરની શિક્ષાનો અનુભવ કર્યો નથી તો તમે ઈશ્વરના ખરાં બાળકો નથી. તમે અનૈતિક રીતે જન્મેલ બાળકો જેવાં છો જેમની પાસે તેમને સુધારવા માટે પિતા નથી. BSB BSB: If you do not experience discipline like everyone else, then you are illegitimate children and not true sons.
9 UDB વળી, આપણા દૈહિક પિતાઓ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને કેળવતા હતા, અને આપણે તે વખતે તેઓનું સન્માન જાળવતા હતા. તો આપણા આત્મિક પિતા ઈશ્વર આપણે અનંતજીવન પ્રાપ્ત કરીએ માટે આપણને કેળવે છે તો ચોક્કસ આપણે તેમને વિશેષ માન આપવું જોઈએ! BSB BSB: Furthermore, we have all had earthly fathers who disciplined us, and we respected them. Should we not much more submit to the Father of our spirits and live?
10 UDB આપણા દૈહિક પિતાઓએ જેમ તેઓને યોગ્ય લાગ્યું તેમ થોડા સમય માટે આપણને શિક્ષા કરી, પણ ઈશ્વર તો હંમેશા આપણે તેમના પવિત્ર સ્વભાવના ભાગીદાર થઈએ માટે શિક્ષા કરે છે. BSB BSB: Our fathers disciplined us for a short time as they thought best, but God disciplines us for our good, so that we may share in His holiness.
11 UDB આપણને કેળવવાના સમય દરમ્યાન ઈશ્વર આપણને શિક્ષા કરે છે તે આનંદકારક લાગતી નથી પણ પીડાકારક લાગે છે. પણ પાછળથી આપણે જેઓ તે દ્વારા ન્યાયીપણે જીવવાનું શીખ્યા છીએ, તેઓમાં તે શાંતિ ઉપજાવે છે. BSB BSB: No discipline seems enjoyable at the time, but painful. Later on, however, it yields a harvest of righteousness and peace to those who have been trained by it.
12 UDB તેથી, જાણે તમે આત્મિક રીતે થાકી ગયા હો તેવી રીતે વર્તવાને બદલે, તમારા નવીનીકરણને માટે ઈશ્વર પર વિશ્વાસ રાખો. BSB BSB: Therefore strengthen your limp hands and weak knees.
13 UDB ખ્રિસ્તને દ્રઢ રીતે અનુસરતા આગળ વધો કે જેથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં જે વિશ્વાસીઓ નબળા છે તેઓ તમારાથી શક્તિ પ્રાપ્ત કરે અને અશક્ત ન થઇ જાય. તેને બદલે, જેમ ઘાયલ અને નકામું થયેલું અંગ ફરીથી સાજું થાય છે તેમ તેઓ પણ આત્મિક રીતે પુનઃસ્થાપિત થાય. BSB BSB: Make straight paths for your feet, so that the lame may not be disabled, but rather healed.
14 UDB સર્વ લોકોની સાથે શાંતિપૂર્વક જીવવા પ્રયત્ન કરો. પવિત્ર બનવા તમારાથી બની શકે તેટલું કરો, કેમ કે જે દરેક પવિત્ર નથી તે ઈશ્વરને જોશે નહીં. BSB BSB: Pursue peace with everyone, as well as holiness, without which no one will see the Lord.
15 UDB સાવધ રહો કે, જે ઈશ્વરે આપણે જેને માટે યોગ્ય ન હતા તેવી સારી બાબતો આપણે માટે કરી છે તેમના પર વિશ્વાસ કરવાનું તમારામાંનું કોઈ ત્યજી ન દે. કાળજી રાખો કે તમારામાંના કોઈ બીજાઓ પ્રત્યે દુષ્ટતાથી ન વર્તે, કારણ જેમ એક મૂળ મોટા વૃક્ષમાં પરિણમે છે તેમ તે ઘણાઓને પાપ કરાવનાર બનશે. BSB BSB: See to it that no one falls short of the grace of God, and that no root of bitterness springs up to cause trouble and defile many.
16 UDB કોઈ અનૈતિક ન બને અથવા એસાવની જેમ ઈશ્વરનો અનાદર કરનાર ન થાય. તેણે કેવળ એક વખતના ભોજનને માટે પ્રથમજનિત પુત્ર તરીકેના પોતાના અધિકારોની અદલાબદલી કરી. BSB BSB: See to it that no one is sexually immoral, or is godless like Esau, who for a single meal sold his birthright.
17 UDB પાછળથી એસાવ તેના જન્મસિદ્ધ અધિકારો અને તેના પિતા ઇસહાક જે સર્વ આશીર્વાદો આપવાના હતા તે પાછા મેળવવા ચાહતો હતો. પણ ઇસહાકે એસાવની વિનંતીનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. તેથી, જો કે એસાવે આંસુઓ વહેવડાવીને પ્રયત્ન કર્યો છતાં તેના જન્મસિદ્ધ અધિકારો તેને કોઈ રીતે પ્રાપ્ત થયા નહીં. BSB BSB: For you know that afterward, when he wanted to inherit the blessing, he was rejected. He could find no ground for repentance, though he sought the blessing with tears.
18 UDB ઈશ્વરની પાસે આવવામાં, ઇઝરાયલીઓને સિનાઈ પહાડ આગળ જે અનુભવ થયો તેવો અનુભવ તમને થયો નથી. તેઓ એવા પહાડની નજીક આવ્યા જેને સ્પર્શ ન કરવાની આજ્ઞા ઈશ્વરે તેઓને આપી હતી, કારણ કે ઈશ્વર પોતે તે પહાડ પર ઊતરી આવ્યા હતા. તેઓ બળતા અગ્નિની પાસે, ગાઢ અંધકાર અને ભયંકર તોફાનની પાસે આવ્યા હતા. BSB BSB: For you have not come to a mountain that can be touched and that is burning with fire; to darkness, gloom, and storm;
19 UDB તેઓએ રણશિંગડાનો અવાજ સાંભળ્યો, અને ઈશ્વરને સંદેશ આપતાં સાંભળ્યા. તે એટલો બધો શક્તિશાળી હતો કે તેઓએ વિનંતી કરી કે ફરી તેમની સાથે આ રીતે બોલવામાં ન આવે. BSB BSB: to a trumpet blast or to a voice that made its hearers beg that no further word be spoken.
20 UDB કેમ કે ઈશ્વરે આજ્ઞા આપી હતી કે "જો કોઈ વ્યક્તિ કે પ્રાણી પણ પહાડને અડકે તો તમારે તેને મારી નાખવું." લોકો ડરી ગયા હતા. BSB BSB: For they could not bear what was commanded: “If even an animal touches the mountain, it must be stoned.”
21 UDB ખરેખર, પહાડ પર જે થયું તે જોયા પછી મૂસા પણ ભયભીત થઇ ગયો હતો, તેથી તેણે કહ્યું, "હું બીકથી ધ્રૂજી ગયો છું!" BSB BSB: The sight was so terrifying that even Moses said, “I am trembling with fear.”
22 UDB પણ તેને બદલે, તમે તો ઈશ્વર જેઓ ખરેખર સ્વર્ગમાં રહે છે તેમની હાજરીમાં, તે "નવા યરુશાલેમની" પાસે આવ્યા છો. તે એના જેવું છે જ્યારે તમારા પૂર્વજો ઈશ્વરનું ભજન કરવા માટે ઇઝરાયલમાં સિયોન પહાડ પર આવ્યા હતા, જેના પર પૃથ્વી પરનું જે યરુશાલેમ છે તે બાંધવામાં આવ્યું હતું. તમે તો જ્યાં અગણિત દૂતો આનંદ કરવા માટે એકઠા થયા છે ત્યાં આવ્યા છો. BSB BSB: Instead, you have come to Mount Zion, to the city of the living God, the heavenly Jerusalem. You have come to myriads of angels
23 UDB જેઓને પ્રથમજનિત દીકરાઓ સમાન અધિકારો છે, જેઓનાં નામ ઈશ્વરે સ્વર્ગમાં લખેલા છે, તે બધા જ વિશ્વાસીઓના સમુદાય સાથે તમે જોડાયા છો. જેઓ દરેકનો ન્યાય કરશે તે ઈશ્વરની પાસે તમે આવ્યા છો. જ્યાં ઈશ્વરના લોકો એટલે કે જેઓ મરણ પામ્યા અગાઉ ન્યાયીપણાથી જીવ્યા તેઓના આત્મા છે અને જેઓને હમણાં ઈશ્વરે સ્વર્ગમાં સંપૂર્ણ કર્યા છે, ત્યાં તમે આવ્યા છો. BSB BSB: in joyful assembly, to the congregation of the firstborn, enrolled in heaven. You have come to God the Judge of all, to the spirits of the righteous made perfect,
24 UDB તમે ઈસુની પાસે આવ્યા છો, જેમણે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે જે રક્ત વહેવડાવ્યું તેના દ્વારા આપણી અને ઈશ્વરની વચ્ચે એક નવો કરાર કર્યો છે. ઈસુના રક્તે ઈશ્વરને માટે તે શક્ય બનાવ્યું છે કે તેઓ આપણને માફ કરે, અને આપણા માટે તેમનું રક્ત હાબેલના રક્ત કરતાં વધારે સારું છે. BSB BSB: to Jesus the mediator of a new covenant, and to the sprinkled blood that speaks a better word than the blood of Abel.
25 UDB જે ઈશ્વર તમારી સાથે વાત કરે છે તેમને સાંભળવાનો તમે અનાદર ન કરો માટે સાવધ રહો. જ્યારે મૂસાએ પૃથ્વી પર ઇઝરાયલી લોકોને ચેતવ્યા ત્યારે તેઓ ઈશ્વરની શિક્ષાથી છટકી ન શક્યા. તેથી જ્યારે ઈશ્વર આપણને સ્વર્ગમાંથી ચેતવણી આપે છે ત્યારે આપણે તેનો અનાદર કરીને ઈશ્વરની શિક્ષામાંથી છટકી શકતા નથી! BSB BSB: See to it that you do not refuse Him who speaks. For if the people did not escape when they refused Him who warned them on earth, how much less will we escape if we reject Him who warns us from heaven?
26 UDB જ્યારે તેમણે સિનાઈ પહાડ પરથી વાત કરી ત્યારે પૃથ્વી હાલી. પરંતુ હવે તેમણે વચન આપ્યું છે, "હું ફરીથી એકવાર પૃથ્વી અને સ્વર્ગને હલાવીશ." BSB BSB: At that time His voice shook the earth, but now He has promised, “Once more I will shake not only the earth, but heaven as well.”
27 UDB "ફરીથી એક વાર" શબ્દ એ દર્શાવે છે કે ઈશ્વર પૃથ્વી પર જે બાબતો તેમણે બનાવી છે અને જેઓને હલાવવાના છે તેઓને નાબૂદ કરી નાંખશે. તેઓ આ પ્રમાણે કરશે જેથી સ્વર્ગમાંની જે બાબતો હલાવી શકાય નહીં તે હંમેશા ટકી રહે. BSB BSB: The words “Once more” signify the removal of what can be shaken—that is, created things—so that the unshakable may remain.
28 UDB તેથી આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણે એવા રાજ્યના સભ્યો બની રહ્યા છીએ કે જેને હલાવી શકાય નહીં. આપણે આભારી હૃદયે તેમનો આભાર માનતા અને તેમના મહાન સામર્થ્ય અને પ્રેમના સાદર ભયમાં રહીને ઈશ્વરની સ્તુતિ કરીએ. BSB BSB: Therefore, since we are receiving an unshakable kingdom, let us be filled with gratitude, and so worship God acceptably with reverence and awe.
29 UDB યાદ રાખો કે જે ઈશ્વરની આપણે સ્તુતિ કરીએ છીએ તેઓ અગ્નિ જેવા છે જે દરેક અશુધ્ધ બાબતને બાળી નાંખે છે! BSB BSB: “For our God is a consuming fire.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.