2 UDB આપણા પૂર્વજોએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેથી, તેમણે તેઓને માન્ય કર્યા. BSB BSB: This is why the ancients were commended.
3 UDB આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તેથી, આપણે જાણીએ છીએ કે ઈશ્વરે જે વિશ્વ અસ્તિત્વમાં છે તેને આજ્ઞા આપવા દ્વારા ઉત્પન્ન કર્યું હતું. તેથી જે બાબતો આપણે જોઈએ છીએ તેઓને જે બાબતો પહેલેથી અસ્તિત્વ ધરાવતી હતી તેઓ વડે નથી બનાવાઇ. BSB BSB: By faith we understand that the universe was formed at God’s command, so that what is seen was not made out of what was visible.
4 UDB આદમના દીકરા હાબેલે ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેથી, તેના મોટા ભાઈ કાઈને ઈશ્વરને જે અર્પણ કર્યું તેના કરતાં વધારે સારું અર્પણ તેણે કર્યું. તેથી હાબેલે જે અર્પણ કર્યું તેના વિષે ઈશ્વરે સારી સાક્ષી આપી, અને ઈશ્વરે જાહેર કર્યું કે હાબેલ ન્યાયી હતો. અને હાબેલ મરણ પામ્યો તેમ છતાં, આપણે તેની પાસેથી ઈશ્વર પર વિશ્વાસ રાખવા સંબંધી શીખીએ છીએ. BSB BSB: By faith Abel offered God a better sacrifice than Cain did. By faith he was commended as righteous when God gave approval to his gifts. And by faith he still speaks, even though he is dead.
7 UDB ઈશ્વરે નૂહને ચેતવણી આપી કે તેઓ પૂર મોકલશે, અને નૂહે તેમના પર વિશ્વાસ કર્યો. પોતાના કુટુંબને બચાવવા માટે વહાણ તૈયાર કરવા દ્વારા તેણે ઈશ્વરને માન આપ્યું. આ રીતે તેણે દર્શાવ્યું કે ઈશ્વર બાકીના લોકોને શિક્ષા કરે તેને માટે તેઓ યોગ્ય છે. નૂહે વિશ્વાસ કર્યો તેથી તે એ વ્યક્તિ બન્યો જેને ઈશ્વરે પોતાની સાથે યોગ્ય ઠરાવ્યો. BSB BSB: By faith Noah, when warned about things not yet seen, in godly fear built an ark to save his family. By faith he condemned the world and became heir of the righteousness that comes by faith.
8 UDB જે ભૂમિ ઈશ્વર ઇબ્રાહિમના વંશજોને આપવાના હતાં તેમાં જવા માટે તેમણે તેને બોલાવ્યો. ઇબ્રાહિમે તેમના પર વિશ્વાસ કર્યો તેથી, તે ઈશ્વરને આધીન થયો અને તે ક્યાં જઈ રહ્યો છે તે જાણતો ન હોવા છતાં, તેણે પોતાનો દેશ છોડી દીધો. BSB BSB: By faith Abraham, when called to go to a place he would later receive as his inheritance, obeyed and went, without knowing where he was going.
9 UDB ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેથી, ઈશ્વરે જે ભૂમિ તેના વંશજોને આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી હોય તેવી રીતે રહ્યો. ઇબ્રાહિમ તંબુઓમાં રહ્યો, અને તેના દીકરા ઇસહાક અને તેનો પૌત્ર તેની જેમ જ તંબુઓમાં રહ્યા. ઈશ્વરે ઇબ્રાહિમને જે બાબતો આપવાનું વચન આપ્યું હતું તે જ બાબતો ઇસહાક અને યાકૂબને આપવાનું વચન આપ્યું. BSB BSB: By faith he dwelt in the promised land as a stranger in a foreign country. He lived in tents, as did Isaac and Jacob, who were heirs with him of the same promise.
10 UDB ઈશ્વર પોતે જે શહેરને તૈયાર કરવાના હતા અને બાંધવાના હતા તે કાયમી શહેરમાં રહેવાને માટે ઇબ્રાહિમ રાહ જોતો હતો. BSB BSB: For he was looking forward to the city with foundations, whose architect and builder is God.
11 UDB અને જો કે સારા પણ તેની વૃદ્ધાવસ્થામાં બાળકોને જન્મ આપવા અસમર્થ હતી, ત્યારે ઇબ્રાહિમ બાળકનો પિતા બનવા સમર્થ બન્યો, કારણ કે તેણે યહોવાને વિશ્વાસપાત્ર ગણ્યા, કારણ કે તેમણે તેને પુત્રનું વચન આપ્યું હતું. BSB BSB: By faith Sarah, even though she was barren and beyond the proper age, was enabled to conceive a child, because she considered Him faithful who had promised.
12 UDB તેથી, જેમ ઈશ્વરે વચન આપ્યું હતું તેમ, ઇબ્રાહિમ પણ બાળક પ્રાપ્ત કરવા ઘણો વૃદ્ધ હોવા છતાં, એ એક જ માણસથી આકાશના તારા જેટલાં અને સમુદ્રના કાંઠાની રેતીના કણ જેટલાં લોકો ઉત્પન્ન થયા. BSB BSB: And so from one man, and he as good as dead, came descendants as numerous as the stars in the sky and as countless as the sand on the seashore.
13 UDB જો કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ ધરાવતાં તો પણ એ સર્વ લોકો મરણ પામ્યા. જો કે ઈશ્વરે તેમને જે આપવાનું વચન આપ્યું હતું તે તેઓને પ્રાપ્ત થયું ન હતું, છતાં તેઓએ દૂરથી એ બાબતોને નિહાળીને તેમાં આનંદ પામ્યા. તેઓ જાણે કે એ કબૂલ કરતા હતા કે તેઓ આ પૃથ્વીના ન હતા, પણ તેઓ અહીં થોડાક સમયને માટે હતા. BSB BSB: All these people died in faith, without having received the things they were promised. However, they saw them and welcomed them from afar. And they acknowledged that they were strangers and exiles on the earth.
14 UDB જે લોકો આવી વાતો કરે છે તેઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ પોતાના વતનના દેશની રાહ જુએ છે. BSB BSB: Now those who say such things show that they are seeking a country of their own.
15 UDB જો તેઓ એવું વિચારતા હોત કે જે દેશમાંથી તેઓ નીકળી આવ્યા તે જ તેમનું મૂળ વતન હતું તો તેઓ ત્યાં પાછા જઈ શક્યા હોત. BSB BSB: If they had been thinking of the country they had left, they would have had opportunity to return.
16 UDB પરંતુ, તેને બદલે તેઓએ વધુ સારા દેશની ઈચ્છા રાખી. તેથી ઈશ્વરે તેઓને રહેવા માટે એક શહેર તૈયાર કર્યું છે, અને તેઓ તેમના ઈશ્વર કહેવડાવવામાં આનંદ માને છે. BSB BSB: Instead, they were longing for a better country, a heavenly one. Therefore God is not ashamed to be called their God, for He has prepared a city for them.
18 UDB આ તેના પુત્ર વિષે ઈશ્વરે કહ્યું હતું કે, "ઇસહાકથી તારો વંશ ગણાશે." BSB BSB: even though God had said to him, “Through Isaac your offspring will be reckoned.”
19 UDB ઇબ્રાહિમ એવું માનતો હતો કે તે વચનને પરિપૂર્ણ કરવા માટે ઈશ્વર ઇસહાકને જો કે તે ઈબ્રાહિમના બલિદાન થકી મરી ગયો હોત તોપણ તેને સજીવન કરી શકે છે! પરિણામ એ આવ્યું કે, ઈશ્વરે ઇસહાકને નુકસાન ન કરવાનું કહ્યું પછી જ્યારે ઇબ્રાહિમને ઇસહાક પાછો મળ્યો, ત્યારે એવું થયું કે જાણે કે તે મૃત્યુ પામ્યા પછી તેને પાછો મળ્યો. BSB BSB: Abraham reasoned that God could raise the dead, and in a sense, he did receive Isaac back from death.
20 UDB ઇસહાકે પણ ઈશ્વર પર વિશ્વાસ કરતા પ્રાર્થના કરી કે તેના મરણ પછી ઈશ્વર યાકૂબ અને એસાવને આશીર્વાદ આપશે. BSB BSB: By faith Isaac blessed Jacob and Esau concerning the future.
21 UDB યાકૂબ ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો માટે, જ્યારે તે મરણ પામવાનો હતો ત્યારે ઈશ્વર તેના પોતાના પુત્ર યૂસફના બંને દીકરાઓને આશીર્વાદ આપે માટે પ્રાર્થના કરી. તેના મરણ અગાઉ પોતાની લાકડી પર ટેકીને તેણે ઈશ્વરનું ભજન કર્યું. BSB BSB: By faith Jacob, when he was dying, blessed each of Joseph’s sons and worshiped as he leaned on the top of his staff.
22 UDB યૂસફ ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો માટે, જ્યારે તે ઈજિપ્તમાં મૃત્યુ પામવાનો હતો ત્યારે તેણે પછીના સમય વિષે વિચારીને પોતાના લોકોને સૂચના આપી કે, જ્યારે ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર આવે ત્યારે તેઓ તેના હાડકાં ત્યાંથી લઇ જાય. BSB BSB: By faith Joseph, when his end was near, spoke about the exodus of the Israelites and gave instructions about his bones.
23 UDB મૂસાનાં માતાપિતા ઈશ્વર પર વિશ્વાસ કરતાં હતાં માટે, તેનો જન્મ થયા પછી ત્રણ માસ સુધી તેમણે તેમના પુત્રને સંતાડી રાખ્યો, કારણ કે તેમણે જોયું કે બાળક સુંદર હતો. ઈજિપ્તના રાજાએ જે આજ્ઞા આપી હતી કે બધા યહૂદી નર બાળકોને મારી નાખવામાં આવે, તેનો અનાદર કરતા તેઓ બીધા નહીં. BSB BSB: By faith Moses’ parents hid him for three months after his birth, because they saw that he was a beautiful child, and they were unafraid of the king’s edict.
24 UDB તેઓ જેને ફારુન તરીકે ઓળખતા હતા તે રાજાની પુત્રીએ મૂસાનો ઉછેર કર્યો, પણ મોટો થયા પછી, તે ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો તે કારણે તેણે શાહી અધિકારો સ્વીકારવાનો નકાર કર્યો. જો લોકો તેને "ફારુનની દીકરીનો પુત્ર" ગણે તો તે અધિકારો તેના હતા. BSB BSB: By faith Moses, when he was grown, refused to be called the son of Pharaoh’s daughter.
25 UDB તેણે નક્કી કર્યું કે, રાજાના મહેલમાં પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકો સાથે બીજાઓ દ્વારા દુઃખ ભોગવવું વધારે સારું છે. BSB BSB: He chose to suffer oppression with God’s people rather than to experience the fleeting enjoyment of sin.
26 UDB તેણે નિર્ણય કર્યો કે, ફારુનના કુટુંબના એક સભ્ય તરીકે ઇજિપ્તના દ્રવ્ય ભંડારો પ્રાપ્ત કરવા કરતાં ખ્રિસ્તને માટે દુઃખ સહન કરવું તે ઈશ્વરની દ્રષ્ટિમાં વધુ યોગ્ય છે. ઈશ્વર જે અનંત બદલો આપવાના છે તેના તરફ તેણે વધારે ધ્યાન આપ્યું. BSB BSB: He valued disgrace for Christ above the treasures of Egypt, for he was looking ahead to his reward.
27 UDB ઈશ્વર પરના વિશ્વાસને કારણે મૂસાએ ઇજિપ્તનો ત્યાગ કર્યો. અને રાજાના ક્રોધથી તે બીધો નહીં. ઈશ્વર જેમને કોઈ જોઈ શકતું નથી, તેમને જાણે તે જોતો હોય તેમ તે દ્રઢ રહ્યો. BSB BSB: By faith Moses left Egypt, not fearing the king’s anger; he persevered because he saw Him who is invisible.
28 UDB ઈશ્વર લોકોનો બચાવ કરશે એવો વિશ્વાસ કરતાં મૂસાએ ઈશ્વરે આપેલી પાસ્ખાપર્વની ઉજવણીની આજ્ઞાનું પાલન કર્યું કે જે વાર્ષિક પર્વ બન્યું. તેણે લોકોને હલવાનોનો વધ કરીને તેઓનું રક્ત તેઓની બારસાખો પર છાંટવાની આજ્ઞા આપી કે મરણનો દૂત ઇજિપ્તના દરેક કુટુંબમાંના સૌથી મોટા પુત્રો સાથે ઇઝરાયલના સૌથી મોટા પુરુષોને મારી નાખે નહીં. BSB BSB: By faith he kept the Passover and the sprinkling of blood, so that the destroyer of the firstborn would not touch Israel’s own firstborn.
29 UDB ઈશ્વર પરના વિશ્વાસને લીધે ઇઝરાયલીઓ જ્યારે બરુઓના લાલ સમુદ્રમાં થઈને ગયા ત્યારે જાણે તેઓ કોરી જમીન પર ચાલતા હોય તેમ પાર ગયા! પણ જ્યારે ઈજિપ્તના સૈન્યએ સમુદ્રની એ જગ્યાએ થઈને પસાર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ ડૂબી ગયા, કારણ કે સમુદ્ર તેમના પર ફરી વળ્યો અને તેમને ડુબાડી દીધા! BSB BSB: By faith the people passed through the Red Sea as on dry land; but when the Egyptians tried to follow, they were drowned.
30 UDB ઇઝરાયલીઓના ઈશ્વર પરના વિશ્વાસને લીધે યરીખો શહેરના કોટની દીવાલો સાત વખત કોટની પ્રદક્ષિણા કર્યા પછી તૂટી ગઈ. BSB BSB: By faith the walls of Jericho fell, after the people had marched around them for seven days.
31 UDB રાહાબ એક ગણિકા હતી, પણ ઈશ્વર પર તેણે વિશ્વાસ કર્યો તેથી યરીખોની અંદર જેઓએ ઈશ્વરનો અનાદર કર્યો તેઓની સાથે તેનો નાશ થયો નહીં. યહોશુઆએ શહેરનો નાશ કરવાનો માર્ગ શોધવા જાસૂસો મોકલ્યા હતા, પણ રાહાબે જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તે કારણે ઈશ્વરે તેનો બચાવ કર્યો. BSB BSB: By faith the prostitute Rahab, because she welcomed the spies in peace, did not perish with those who were disobedient.
32 UDB અન્ય જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેઓના સંબંધી વધારે શું કહેવું તે હું જાણતો નથી. ગિદિઓન, બારાક, સામસૂન, યફ્તા, દાઉદ, શમૂએલ તથા બીજા પ્રબોધકો વિષે કહેવામાં ઘણો સમય લાગશે. BSB BSB: And what more shall I say? Time will not allow me to tell of Gideon, Barak, Samson, Jephthah, David, Samuel, and the prophets, 33 UDB કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો, તેઓમાંના કેટલાકે તેમને માટે મહાન કાર્યો કર્યાં. કેટલાકે શક્તિશાળી શાસકોના પ્રદેશો કબજે કર્યા. કેટલાકે ઇઝરાયલ પર રાજ કર્યું અને લોકો અને રાજ્યો સાથે ન્યાયીપણે વ્યવહાર કર્યો. કેટલાંકે ઈશ્વર પાસેથી જેનાં વચન આપવામાં આવ્યાં હતાં તે બાબતો પ્રાપ્ત કરી. કેટલાંકે બળપૂર્વક સિંહોનાં મોં બંધ કરાવ્યાં. BSB BSB: who through faith conquered kingdoms, administered justice, and gained what was promised; who shut the mouths of lions,
34 UDB કેટલાંક બળતા અગ્નિમાંથી બચ્યા. કેટલાંક જેઓ તેમને તરવારથી મારી નાંખવા ચાહતા હતાં તેઓના હાથમાંથી બચ્યા. કેટલાંક બીમારીમાંથી સાજા થયા. કેટલાક યુધ્ધમાં પરાક્રમી થયાં. કેટલાકે વિદેશીઓની ફોજોને નસાડી દીધી. BSB BSB: quenched the raging fire, and escaped the edge of the sword; who gained strength from weakness, became mighty in battle, and put foreign armies to flight.
36 UDB બીજા લોકો જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો તેમની મશ્કરી કરવામાં આવી. કેટલાકની પીઠ કોરડાથી ચીરી નાખવામાં આવી. કેટલાકને સાંકળોથી બાંધીને કેદમાં પૂરવામાં આવ્યા. BSB BSB: Still others endured mocking and flogging, and even chains and imprisonment.
37 UDB તેઓમાંના કેટલાક વિશ્વાસીઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. કેટલાકને કરવતથી વહેરીને બે ભાગ કરવામાં આવ્યા. કેટલાકને તરવારથી મારી નાખવામાં આવ્યા. જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરતા હતા તેઓમાંના બીજા કેટલાક ઘેટાંનાં અને બકરાંનાં ચામડાં પહેરીને દેશમાં આમતેમ ફરતા રહ્યા. તેઓની પાસે કંઈ પૈસા ન હતા. લોકો સતત તેમને હેરાન કરતા અને નુકસાન પહોંચાડતા હતા. BSB BSB: They were stoned, they were sawed in two, they were put to death by the sword. They went around in sheepskins and goatskins, destitute, oppressed, and mistreated.
38 UDB જગતના લોકો જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કરનારાઓને આ રીતે દુઃખ આપ્યું તેઓ એટલા બધા ખરાબ હતા કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરનારા સાથે રહેવા યોગ્ય ન હતા. ઈશ્વર પર વિશ્વાસ કરનારા કેટલાંક અરણ્યમાં અને પહાડોમાં ભટકતા હતા. કેટલાંક ગુફાઓમાં અને જમીનમાંના બાકોરાઓમાં રહેતા હતા. BSB BSB: The world was not worthy of them. They wandered in deserts and mountains, and hid in caves and holes in the ground.
39 UDB જો કે, આ બધા લોકને ઈશ્વરે તેમના વિશ્વાસને લીધે માન્ય કર્યા તો પણ તેમને આપેલાં વચનો પ્રમાણે તેમણે તેઓને આપ્યું નહીં. BSB BSB: These were all commended for their faith, yet they did not receive what was promised.
40 UDB ઈશ્વર અગાઉથી જાણતા હતા કે વચન મુજબ તેઓ આપણને અને તેઓને જે પાછળથી આપવાના હતા તે તેઓને તાત્કાલિક મળે તે કરતાં વધારે સારું રહેશે. ઈશ્વરની ઇચ્છા એવી છે કે માત્ર જ્યારે તેઓ અને આપણે સાથે હોઈશું ત્યારે જ ઈશ્વર જે આપવા ઈચ્છે છે તે બધું આપણને મળે. BSB BSB: God had planned something better for us, so that together with us they would be made perfect.
Select verses for actions: Enter goes to them and Escape comes back.