1 UDB ઈશ્વર આપણને જે સારી બાબતો આપવાના છે તે સંબંધી નિયમશાસ્ત્ર બહુ સારી રીતે જણાવતું નથી. નિયમ તો કંઈક બીજી બાબતોની પ્રતિછાયા છે. જો લોકો દરેક વર્ષે એક જ પ્રકારનાં બલિદાનો લઈને ઈશ્વરનું ભજન કરવા આવે તો તેઓ ક્યારેય સંપૂર્ણ થઇ શકે નહીં. BSB BSB: For the law is only a shadow of the good things to come, not the realities themselves. It can never, by the same sacrifices offered year after year, make perfect those who draw near to worship.
2 UDB જેઓ તે બલિદાનો લાવ્યા તેઓના દોષને જો ઈશ્વરે દૂર કરી દીધો હોત તો, તેઓ હજી દોષિત છે એમ તેમને લાગ્યું ન હોત. અને તેઓએ જરૂર એ બલિદાનો ચઢાવવાનું બંધ કર્યું હોત! BSB BSB: If it could, would not the offerings have ceased? For the worshipers would have been cleansed once for all, and would no longer have felt the guilt of their sins.
3 UDB પણ તેને બદલે, જ્યારે તેઓ દર વર્ષે એ બલિદાનો અર્પણ કરે છે ત્યારે તે તેમને યાદ અપાવે છે કે તેઓ હજી તેમનાં પાપોને માટે દોષિત છે. BSB BSB: Instead, those sacrifices are an annual reminder of sins,
4 UDB તેથી આપણે જાણીએ છીએ કે જો કે આપણે બળદો અને બકરાઓનું બલિદાન ઈશ્વરને ચઢાવીએ, અને તેઓ તે રક્તને વહેતું જુએ, તોપણ તે આપણને દોષિત હોવાની લાગણીમાંથી રોકી શકે નહીં. BSB BSB: because it is impossible for the blood of bulls and goats to take away sins.
5 UDB તેથી જ, જ્યારે ખ્રિસ્ત આ જગતમાં આવી રહ્યા હતા ત્યારે તેમણે તેમના પિતાને કહ્યું, "તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહીં, પણ તમે મારે માટે એક શરીર અર્પણને માટે તૈયાર કર્યું છે. BSB BSB: Therefore, when Christ came into the world, He said: “Sacrifice and offering You did not desire, but a body You prepared for Me.
6 UDB લોકો જે પ્રાણીઓ તમને અર્પણ કરતા હતા, તેમનું સંપૂર્ણ દહન કરવામાં આવતું હતું, એ પ્રાણીઓથી પણ તમે પ્રસન્ન થયા નહીં, કે બીજાં બલિદાનોથી પણ તમે પ્રસન્ન થયા નહીં. BSB BSB: In burnt offerings and sin offerings You took no delight.
7 UDB તેથી, મેં કહ્યું, "મારા ઈશ્વર, સાંભળો! જેમ તેઓએ મારા વિષે શાસ્ત્રમાં લખ્યું છે તેમ, તમે મારી પાસે જે કરાવવા ઇચ્છો છો તે પ્રમાણે કરવા હું અહીં આવ્યો છું.'" BSB BSB: Then I said, ‘Here I am, it is written about Me in the scroll: I have come to do Your will, O God.’”
8 UDB ખ્રિસ્તે પ્રથમ કહ્યું, "જેઓએ પાપ કર્યું તેઓના પ્રાયશ્ચિત માટે યાજકોએ જે બલિદાનો, અર્પણો, પ્રાણીઓનું સંપૂર્ણ દહનીયાર્પણ તથા બીજા અર્પણો ચડાવ્યાં તેની ઈશ્વર તમારે ખરેખર જરૂર ન હતી. તેઓએ તમને પ્રસન્નતા આપી નથી." જો કે એ વસ્તુઓ ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે અનુસાર ચઢાવવામાં આવી હતી તો પણ ઈસુએ એવું કહ્યું! BSB BSB: In the passage above He says, “Sacrifices and offerings, burnt offerings and sin offerings You did not desire, nor did You delight in them” (although they are offered according to the law).
9 UDB પછી, લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવા, પોતાની જાતને બલિદાન તરીકે આપવા સંબંધી તેમણે કહ્યું, "સાંભળો! તમે મારી પાસે જે કરાવવા ઇચ્છો છો તે કરવા હું આવ્યો છું!" આમ, પાપના પ્રાયશ્ચિત માટેના પ્રથમ માર્ગને ખ્રિસ્તે દૂર કર્યો કે જેથી પાપના પ્રાયશ્ચિત માટેના બીજા માર્ગને તેઓ સ્થાપિત કરે. BSB BSB: Then He adds, “Here I am, I have come to do Your will.” He takes away the first to establish the second.
10 UDB ઈશ્વર જે કરાવવા ઈચ્છતા હતા તે ઈસુ ખ્રિસ્તે કર્યું તેથી, ઈશ્વરે આપણને તેમના પોતાના માટે અલગ કર્યા. જ્યારે ઈસુ ખ્રિસ્તે તેમનું પોતાનું શરીર બલિદાન તરીકે, એવું બલિદાન કે જેનું તેઓ કદાપિ પુનરાવર્તન કરશે નહીં, તે એક જ વાર અર્પણ કર્યું ત્યારે આ બન્યું. BSB BSB: And by that will, we have been sanctified through the sacrifice of the body of Jesus Christ once for all.
12 UDB પરંતુ ખ્રિસ્તે તો એક જ બલિદાન સર્વકાળને માટે આપ્યું! ત્યાર પછી તેઓ સર્વોચ્ચ માનયોગ્ય જગ્યામાં ઈશ્વરની બાજુમાં રાજ કરવા માટે બિરાજ્યા છે. BSB BSB: But when this Priest had offered for all time one sacrifice for sins, He sat down at the right hand of God.
13 UDB હવે પછી, ઈશ્વર તેમના શત્રુઓને સંપૂર્ણ રીતે હરાવે નહીં ત્યાં સુધી તેઓ રાહ જુએ છે. BSB BSB: Since that time, He waits for His enemies to be made a footstool for His feet,
14 UDB એક જ વખત પાપોને માટે તેમનું પોતાનું બલિદાન આપ્યાથી, જેઓનામાં ઈશ્વરે તેમનું શુધ્ધીકરણ અને પવિત્રતાનું કાર્ય કર્યું છે તેઓને સદાકાળને માટે સંપૂર્ણ કર્યા છે. BSB BSB: because by a single offering He has made perfect for all time those who are being sanctified.
15 UDB પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે કે આ સત્ય છે. પ્રથમ તે કહે છે: BSB BSB: The Holy Spirit also testifies to us about this. First He says:
16 UDB "જ્યારે મારા લોકો સાથેના પ્રથમ કરારનો સમય પૂરો થશે, ત્યારે હું તેઓની સાથે નવો કરાર કરીશ. હું તેઓને માટે આ કરીશ: હું તેઓને મારા નિયમો સમજાવીશ અને તે પાળવાનું તેઓને શીખવીશ." BSB BSB: “This is the covenant I will make with them after those days, declares the Lord. I will put My laws in their hearts and inscribe them on their minds.”
17 UDB પછી તે કહે છે: "હું તેઓનાં પાપોની માફી આપીશ, અને પાપ કરવાને લીધે હવે તેઓ દોષિત નથી તેવા ગણીશ." BSB BSB: Then He adds: “Their sins and lawless acts I will remember no more.”
18 UDB જ્યારે ઈશ્વરે કોઈનાં પાપ માફ કર્યાં છે ત્યારે હવે તે વ્યક્તિએ તેનાં પાપોને માટે બીજું અર્પણ કરવાની જરૂર નથી! BSB BSB: And where these have been forgiven, an offering for sin is no longer needed.
20 UDB તેમણે આપણને ઈશ્વરની હાજરીમાં જવા નવા અને સર્વકાળ જીવંત માર્ગની વ્યવસ્થા કરી છે. આ નવો માર્ગ તો ઈસુ કે જેઓ આપણા માટે મરણ પામ્યા તેઓ છે. BSB BSB: by the new and living way opened for us through the curtain of His body,
21 UDB ખ્રિસ્ત તો મહાન યાજક છે કે જેઓ આપણી પર, ઈશ્વરના લોકો પર રાજ કરે છે. BSB BSB: and since we have a great priest over the house of God,
22 UDB તેથી, આપણે ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખતાં પ્રામાણિકતાથી ઈશ્વરની પાસે આવવું જોઈએ. તેમણે જ આપણા હૃદયોને પાપથી શુદ્ધ કર્યાં છે. જાણે કે તેમણે પોતાનું રક્ત આપણા હૃદયો પર છાંટ્યું છે અને શુદ્ધ પાણીથી આપણા શરીરોને ધોયાં છે. BSB BSB: let us draw near with a sincere heart in full assurance of faith, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and our bodies washed with pure water.
25 UDB જેમ કેટલાક લોકોએ કર્યું છે તેમ ઈશ્વરના ભજન માટે આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. તેને બદલે આપણે દરેકે બીજાઓને ઉત્તેજન આપવું જોઈએ. આપણે એ પ્રમાણે વધુ પ્રમાણમાં કરીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રભુનો પાછા આવવાનો સમય પાસે છે. BSB BSB: Let us not neglect meeting together, as some have made a habit, but let us encourage one another, and all the more as you see the Day approaching.
26 UDB ખ્રિસ્ત સંબંધીના સત્ય સંદેશને આપણે જાણ્યો હોય પછી જો આપણે જાણીજોઈને પાપ કરવાની ટેવ રાખીએ તો, બીજું કોઈ બલિદાન આપણને મદદ કરશે નહીં. BSB BSB: If we deliberately go on sinning after we have received the knowledge of the truth, no further sacrifice for sins remains,
27 UDB તેને બદલે, આપણે ભયસહિત અપેક્ષા રાખીએ કે ઈશ્વર આપણો ન્યાય કરશે, અને પછી ન્યાયીપણાથી તેમના શત્રુઓને કોપના અગ્નિમાં શિક્ષા કરશે. BSB BSB: but only a fearful expectation of judgment and of raging fire that will consume all adversaries.
28 UDB ઈશ્વરે મૂસાને આપેલા નિયમોનો જે કોઈ નકાર કરતો તેને ઓછામાં ઓછા બે કે ત્રણ જણની સાક્ષીથી દયા રાખ્યા વિના મોતની શિક્ષા થતી. BSB BSB: Anyone who rejected the law of Moses died without mercy on the testimony of two or three witnesses.
29 UDB તે ભયંકર શિક્ષા હતી. પણ ખ્રિસ્ત તો ઈશ્વરના પુત્ર છે, અને તેઓ પોતે પણ ઈશ્વર છે. જો કોઈ તેમણે કરેલા કરારનો નકાર કરે અને તેમણે વહેવડાવેલ રક્તને ધિક્કારે, જો તે વ્યક્તિ, જેના બદલામાં ઈશ્વરે તેને માફી આપી તે રક્તનો નકાર કરે, જો તે વ્યક્તિ ઈશ્વરનો આત્મા જે તેના પ્રત્યે ભલાઈથી વર્ત્યો તેનો નકાર કરે, તો ઈશ્વર અતિ ભયંકર શિક્ષા કરશે. BSB BSB: How much more severely do you think one deserves to be punished who has trampled on the Son of God, profaned the blood of the covenant that sanctified him, and insulted the Spirit of grace?
30 UDB ઈશ્વરે કહ્યું કે, "પાપ કરવાને લીધે લોકોને યોગ્ય બદલો આપવાનો હક અને અધિકાર મારાં છે. હું તેઓને ઉચિત શિક્ષા કરીશ" તે આપણે જાણીએ છીએ તેથી આ બાબત વિષે આપણે ખાતરી રાખી શકીએ છીએ. અને મૂસા કહે છે કે, "પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે." BSB BSB: For we know Him who said, “Vengeance is Mine; I will repay,” and again, “The Lord will judge His people.”
31 UDB સર્વશક્તિમાન ઈશ્વર જેઓ ખરેખર જીવંત છે તેઓ જો તમને પકડે અને શિક્ષા કરે તો તે અતિ ભયંકર હશે! BSB BSB: It is a fearful thing to fall into the hands of the living God.
32 UDB તમે પ્રથમ જ્યારે ખ્રિસ્ત વિશેના સત્યને સમજ્યા તે સમયોને યાદ કરો. તમે ઘણાં દુઃખો સહન કર્યાં, અને જ્યારે તમે તે સહન કર્યું ત્યારે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. BSB BSB: Remember the early days that you were in the light. In those days, you endured a great conflict in the face of suffering.
33 UDB કેટલીક વાર લોકોએ જાહેરમાં તમારું અપમાન કર્યું; કેટલીક વાર તેઓએ તમને દુઃખી કર્યા. કેટલીક વાર અન્ય વિશ્વાસીઓનાં દુઃખોમાં તમે ભાગીદાર થયા. BSB BSB: Sometimes you were publicly exposed to ridicule and persecution; at other times you were partners with those who were so treated.
34 UDB ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને લીધે જેઓ કેદમાં હતા તેઓ પ્રત્યે તમે દયાળુ બન્યા એટલું જ નહિ પણ જ્યારે અવિશ્વાસીઓ તમારી મિલકતો લૂંટી ગયા ત્યારે તમે આનંદથી સ્વીકાર્યું. તમે તે સ્વીકારી લીધું કારણ કે તમે જાણતા હતા કે, તેઓ જે ધન લૂંટી ગયા તેના કરતાં વધારે અને સાર્વકાલિક ધન સ્વર્ગમાં તમારે માટે છે! BSB BSB: You sympathized with those in prison and joyfully accepted the confiscation of your property, knowing that you yourselves had a better and permanent possession.
35 UDB તેથી જ્યારે તેઓ તમને સતાવે ત્યારે તમે નિરાશ ન થશો, કેમ કે જો તમે ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખશો તો, તેઓ તમને મોટો બદલો આપશે. BSB BSB: So do not throw away your confidence; it holds a great reward.
36 UDB તમારે ધીરજથી તેમના પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખવું, કારણ કે ઈશ્વર તમારી પાસે જે કરાવવા ચાહે છે તે કરવાનું તમે ચાલુ રાખો છો તેને લીધે, તેમણે જે આપવાનું વચન આપ્યું છે તે તમને આપશે. BSB BSB: You need to persevere, so that after you have done the will of God, you will receive what He has promised.
37 UDB ઈશ્વરે ખ્રિસ્ત સંબંધી જે કહ્યું તેના વિષે એક પ્રબોધકે શાસ્ત્ર વચનમાં લખ્યું છે: જેના સંબંધી મેં વચન આપ્યું છે તે થોડા જ સમયમાં ચોક્કસ આવશે; તે આવવામાં વિલંબ કરશે નહીં. BSB BSB: For, “In just a little while, He who is coming will come and will not delay.
38 UDB પણ જેઓ મારા છે, જેઓ ન્યાયીપણે વર્તે છે, તેઓ મારાં પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખશે. જો તેઓ ડરપોક બને અને મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરશે તો હું તેઓનાથી ખુશ થઈશ નહિ. BSB BSB: But My righteous one will live by faith; and if he shrinks back, I will take no pleasure in him.”
39 UDB પણ આપણે ડરપોક નથી અને ઈશ્વરથી નાશ પામનાર નથી. પણ તેને બદલે આપણે તેમના પર વિશ્વાસ કરનાર લોકો છીએ કે જેથી તેઓ સર્વકાળને માટે આપણો બચાવ કરે. BSB BSB: But we are not of those who shrink back and are destroyed, but of those who have faith and preserve their souls.
Select verses for actions: Enter goes to them and Escape comes back.