1 UDB હવે હું આ માણસ મલ્ખીસદેક વિષે વધુ કહીશ. તે શાલેમ શહેરનો રાજા અને ઈશ્વર કે જેઓ સમસ્ત વિશ્વ પર રાજ કરે છે તેમનો યાજક પણ હતો. ઇબ્રાહિમ અને તેના માણસો જ્યારે ચાર રાજાઓનાં લશ્કરોને હરાવીને પાછા આવતા હતા ત્યારે તે તેને મળ્યો. મલ્ખીસદેકે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો. BSB BSB: This Melchizedek was king of Salem and priest of God Most High. He met Abraham returning from the slaughter of the kings and blessed him,
2 UDB પછી ઇબ્રાહિમે યુદ્ધ જીત્યા બાદ જે પ્રાપ્ત કર્યું હતું તેમાંથી દસમો ભાગ તેને આપ્યો. હવે મલ્ખીસદેકના નામનો પહેલો અર્થ, "ન્યાયીપણાથી રાજ્ય કરનાર રાજા," અને શાલેમનો અર્થ "શાંતિ" થાય છે માટે તેના નામનો અર્થ "શાંતિપૂર્ણ રીતે રાજ્ય કરનાર રાજા" પણ થાય છે. BSB BSB: and Abraham apportioned to him a tenth of everything. First, his name means “king of righteousness.” Then also, “king of Salem” means “king of peace.”
3 UDB નિયમશાસ્ત્ર મલ્ખીસદેકના પિતા, માતા, કે પૂર્વજોની માહિતી આપતું નથી; કે તે ક્યારે જન્મ્યો અથવા ક્યારે તે મરણ પામ્યો તે વિશેની કોઈ માહિતી પણ શાસ્ત્ર આપતું નથી. જાણે કે તે સદાકાળથી જ યાજક તરીકે છે. આ પ્રમાણે, તે ઈશ્વરના પુત્ર જેવો છે. BSB BSB: Without father or mother or genealogy, without beginning of days or end of life, like the Son of God, he remains a priest for all time.
4 UDB આ માણસ મલ્ખીસદેક જેને આપણા મહાન પૂર્વજ ઇબ્રાહિમે રાજાઓ સાથેના યુધ્ધમાંથી મેળવેલી ઉત્તમ વસ્તુઓમાંથી દસમો ભાગ આપ્યો તે વાસ્તવિકતા પરથી તમે સમજી શકો છો કે તે કેટલો મહાન હશે. BSB BSB: Consider how great Melchizedek was: Even the patriarch Abraham gave him a tenth of the plunder.
5 UDB ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે અનુસાર, ઇબ્રાહિમના પ્રપૌત્ર લેવીના વંશજો કે જેઓ યાજકો હતા તેમણે, ઈશ્વરના લોકો કે જેઓ લેવીઓના સંબંધીઓ હતા અને જો કે તે લોકો પણ ઇબ્રાહિમના વંશજો હતા તોપણ, તેઓ પાસેથી દસમો ભાગ લેવો જોઈએ. BSB BSB: Now the law commands the sons of Levi who become priests to collect a tenth from the people—that is, from their brothers—though they too are descended from Abraham.
6 UDB પણ આ માણસ મલ્ખીસદેક જે લેવીના વંશજોમાંનો ન હતો છતાં તેણે ઇબ્રાહિમ પાસેથી દસમો ભાગ સ્વીકાર્યો. તેણે પણ ઇબ્રાહિમ જેને ઈશ્વરે ઘણા વંશજોનો આશીર્વાદ આપ્યો હતો તેને આશીર્વાદ આપ્યો. BSB BSB: But Melchizedek, who did not trace his descent from Levi, collected a tenth from Abraham and blessed him who had the promises.
7 UDB હવે બધાને ખબર છે કે જેમ મલ્ખીસદેકે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો તેમ વધુ મહત્વ ધરાવતા લોકો ઓછું મહત્વ ધરાવતા લોકોને આશીર્વાદ આપે છે. તેથી આપણે જાણીએ છીએ કે મલ્ખીસેદેક ઇબ્રાહિમ કરતાં મહાન હતો. BSB BSB: And indisputably, the lesser is blessed by the greater.
8 UDB યાજકો કે જેઓ લેવીના વંશજો હતા તેઓના સંબંધમાં તો તેઓ સર્વ મનુષ્યો હતા કે જેઓ એક દિવસ મૃત્યુ પામવાના હતા અને છતાં તેઓ દસમો ભાગ લે છે. તેમ છતાં, મલ્ખીસદેક કે જેણે ઇબ્રાહિમ પાસેથી દસમો ભાગ મેળવ્યો, તેના સબંધમાં, જાણે કે ઈશ્વર એવી સાક્ષી આપે છે કે તે હમેશા જીવંત રહે છે, કારણ કે શાસ્ત્ર તેના મૃત્યુ સંબંધી કંઈ જણાવતું નથી. BSB BSB: In the case of the Levites, mortal men collect the tenth; but in the case of Melchizedek, it is affirmed that he lives on.
9 UDB અને જાણે કે લેવી પોતે અને તેના વંશમાં બનેલા યાજકો કે જેઓએ લોકો પાસેથી દસમો ભાગ પ્રાપ્ત કર્યો, તેઓએ મલ્ખીસદેકને દસમો ભાગ આપ્યો, કારણ કે તેમના પૂર્વજ ઇબ્રાહિમે તેને દસમો ભાગ આપ્યો. જ્યારે ઇબ્રાહિમે મલ્ખીસદેકને દસમો ભાગ આપ્યો તે જાણે કે લેવી અને તેના વંશમાં થઇ ગયેલા સર્વ યાજકોએ કબૂલ કર્યું કે મલ્ખીસેદેક ઇબ્રાહિમ કરતાં મહાન છે તેવું હતું. BSB BSB: And so to speak, Levi, who collects the tenth, paid the tenth through Abraham.
10 UDB આ સત્ય છે કારણ કે આપણે કહી શકીએ કે જ્યારે મલ્ખીસદેક ઇબ્રાહિમને મળ્યો ત્યારે લેવી અને તેના વંશજો ઈબ્રાહિમના શરીરમાં હતા. BSB BSB: For when Melchizedek met Abraham, Levi was still in the loin of his ancestor.
11 UDB ઈશ્વરે તેમના લોકોને નિયમ આપ્યો, તે જ સમયે તેમણે યાજકોને લગતા નિયમો પણ આપ્યા. તેથી, હારુનના અને લેવીના વંશજો યાજકો જો એ નિયમોના ભંગ બદલ લોકોને ઈશ્વર તરફથી માફી આપવાનો માર્ગ પૂરો પાડી શક્યા હોત તો તે યાજકો તે કામ માટે પૂરતા હોત. અને જો તેમ થાત તો મલ્ખીસદેક જેવા બીજા યાજકની આવશ્યકતા ન હોત. BSB BSB: Now if perfection could have been attained through the Levitical priesthood (for on this basis the people received the law), why was there still need for another priest to appear—one in the order of Melchizedek and not in the order of Aaron?
12 UDB પણ આપણે જાણીએ છીએ કે તે યાજકો તે કાર્ય માટે પર્યાપ્ત ન હતા, કારણ કે મલ્ખીસદેક જેવો નવા પ્રકારનો યાજક ઉપસ્થિત થયો હતો. અને જ્યારે ઈશ્વરે નવા પ્રકારનો યાજક નિયુક્ત કર્યો, ત્યારે તેમણે નિયમ પણ બદલવાની જરૂર હતી. BSB BSB: For when the priesthood is changed, the law must be changed as well.
13 UDB ઈસુ, કે જેમના વિષે આ બાબતો હું કહું છું, તેઓ લેવીના વંશજ નથી. તેને બદલે, તેઓ તો યહૂદાના કુળમાંથી આવ્યા, જેમાંથી કોઈએ યાજક તરીકે સેવા કરી નથી. BSB BSB: He of whom these things are said belonged to a different tribe, from which no one has ever served at the altar.
15 UDB વધુમાં, આપણે જાણીએ છીએ કે લેવીના વંશજોમાંથી આવેલા યાજકો પૂરતા ન હતા, અને એ વધુ સ્પષ્ટ છે કે મલ્ખીસદેકના જેવો બીજો એક યાજક ઊભો થયો છે. BSB BSB: And this point is even more clear if another priest like Melchizedek appears,
16 UDB આ યાજક તો ઈસુ છે; તેઓ યાજક બન્યા છે, પણ લેવીના વંશજ હોવાની ઈશ્વરના નિયમની જે માંગણી હતી તેને પૂર્ણ કરી માટે નથી બન્યા. તેને બદલે, તેમની પાસે સામર્થ્ય છે જે અવિનાશી જીવનમાંથી આવે છે. BSB BSB: one who has become a priest not by a law of succession, but by the power of an indestructible life.
17 UDB ઈશ્વરે તેમના શાસ્ત્રવચન દ્વારા ભારપૂર્વક તેમના પુત્રને જે કહ્યું તેથી અમે આ જાણીએ છીએ, "તમે મલ્ખીસદેકની જેમ જ સનાતન યાજક છો." BSB BSB: For it is testified: “You are a priest forever in the order of Melchizedek.”
18 UDB અગાઉ ઈશ્વરે યાજકો સંબંધી જે કહ્યું હતું તે તેમણે રદ્દ કર્યું, કારણ કે તે યાજકો પાપી લોકોને પવિત્ર બનાવવા અસમર્થ છે. BSB BSB: So the former commandment is set aside because it was weak and useless
19 UDB મૂસાને ઈશ્વરે આપેલા નિયમોને આધીન થવા દ્વારા કોઈ સારું બની શકે તેમ ન હતું. બીજી તરફ, ઈશ્વરે તેમનામાં ભરોસો રાખવા માટે આપણને એક વધુ સારું કારણ આપ્યું, કારણ કે ઈશ્વર આપણે તેમની પાસે જઈએ તે શક્ય બનાવે છે. BSB BSB: (for the law made nothing perfect), and a better hope is introduced, by which we draw near to God.
20 UDB તેથી વિશેષ, જ્યારે ઈશ્વરે ખ્રિસ્તને યાજક તરીકે નિયુક્ત કર્યા, ત્યારે ગંભીરતાપૂર્વક તે જાહેર કર્યું. જ્યારે ઈશ્વરે અગાઉ યાજકોને ઠરાવ્યા ત્યારે તેમણે એમ કર્યું ન હતું. BSB BSB: And none of this happened without an oath. For others became priests without an oath,
21 UDB પણ જ્યારે તેમણે ખ્રિસ્તને યાજક તરીકે નિયુક્ત કર્યા ત્યારે ગીતકર્તાએ શાસ્ત્રવચનમાં જે લખ્યું તે દ્વારા જાહેર કર્યું: "પ્રભુએ ગંભીરતાપૂર્વક જાહેર કર્યું છે અને તેઓ પોતાનું મન બદલશે નહીં, 'તમે સર્વકાળ યાજક રહેશો!'" BSB BSB: but Jesus became a priest with an oath by the One who said to Him: “The Lord has sworn and will not change His mind: ‘You are a priest forever.’”
22 UDB આ જ કારણે ઈસુ પોતે ખાતરી આપે છે કે નવો કરાર જૂના કરાર કરતાં વધુ સારો હશે. BSB BSB: Because of this oath, Jesus has become the guarantee of a better covenant.
23 UDB અને અગાઉ, યાજકો તેમની યાજક તરીકેની સેવા હંમેશાં ચાલુ રાખી શકતા ન હતા કેમ કે તેઓ મરણ પામતા હતા. માટે જેઓ મરણ પામતા તેમની જગ્યા લેવા ઘણા યાજકો હતા. BSB BSB: Now there have been many other priests, since death prevented them from continuing in office.
24 UDB પણ, ઈસુ સદાકાળ જીવંત છે, તેથી તેઓ સદાકાળ પ્રમુખ યાજક તરીકે ચાલુ રહેશે. BSB BSB: But because Jesus lives forever, He has a permanent priesthood.
25 UDB તેથી, જેઓ ઈશ્વર પાસે આવે છે તેઓનો ઈસુ સંપૂર્ણ રીતે અને સનાતનકાળને માટે ઉદ્ધાર કરી શકે છે, કેમ કે ઈસુ તેઓને માફ કરવા અને સલામત રાખવા ઈશ્વરને વિનંતી કરવા સદા જીવતા છે. BSB BSB: Therefore He is able to save completely those who draw near to God through Him, since He always lives to intercede for them.
26 UDB આપણને ઈસુના જેવા પ્રમુખ યાજકની જરૂર છે. તેઓ પવિત્ર હતા, તેમણે કશું ખોટું કર્યું ન હતું, અને તેઓ નિર્દોષ હતા. ઈશ્વરે હવે ઈસુને પાપીઓ મધ્યે જીવવાથી અલગ કર્યા છે, અને તેમને સ્વર્ગમાં ઉચ્ચસ્થાને લઇ ગયા છે. BSB BSB: Such a high priest truly befits us—One who is holy, innocent, undefiled, set apart from sinners, and exalted above the heavens.
27 UDB યહૂદી પ્રમુખ યાજકોને દરરોજ અને વર્ષોવર્ષ પશુઓનાં બલિદાનો આપવાની જરૂર હતી. પ્રથમ તો તેઓ પોતાનાં પાપોને ઢાંકવા માટે તેમ કરતા અને પછી બીજા લોકોના પાપને ઢાંકવા માટે તેમ કરતા. પણ ઈસુએ કદી પાપ કર્યું નહીં માટે તેમને એ પ્રમાણે કરવાની અગત્ય નથી. લોકોને બચાવવા માટે તેમણે જે એકમાત્ર બાબત કરવાની જરૂર હતી તે તો એક જ વખત પોતાનું બલિદાન આપવાનું હતું, અને તેમણે એ જ પ્રમાણે કર્યું! BSB BSB: Unlike the other high priests, He does not need to offer daily sacrifices, first for His own sins and then for the sins of the people; He sacrificed for sin once for all when He offered up Himself.
28 UDB આપણને ઈસુ જેવા પ્રમુખ યાજકની જરૂર છે, કારણ કે નિયમ પ્રમાણે ઠરાવાયેલા યાજકો બીજા મનુષ્યોની માફક પાપ કરે છે. પણ ઈશ્વરે મૂસાને તેમના નિયમો આપ્યા પછી ગંભીરતાપૂર્વક જાહેર કર્યું હતું કે, તેઓ પોતાના પુત્રને પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કરશે. હવે તેમના પુત્ર, કે જેઓ ઈશ્વરપુત્ર છે એટલે કે ઈસુ, તેઓ સદાકાળને માટે પ્રમુખ યાજક છે. BSB BSB: For the law appoints as high priests men who are weak; but the oath, which came after the law, appointed the Son, who has been made perfect forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.