1 UDB તેથી, આપણે અગાઉ ખ્રિસ્ત સંબંધી શું શીખ્યા હતા, તે બાબતો જે બધા વિશ્વાસીઓએ શરૂઆતમાં શીખવી જ જોઈએ તેની ચર્ચા કરવાનું જારી રાખવું ન જોઈએ. તેઓમાંની કેટલીક બાબતો એ છે કે કેવી રીતે દુષ્ટ કાર્યો જે મરણ તરફ દોરી જાય છે તે કરવાનું બંધ કરવું અને કેવી રીતે ઈશ્વર પર વિશ્વાસ કરવાની શરૂઆત કરવી. કેટલીક અગત્યની બાબતો પણ છે જે અમે શીખવીએ છીએ: વિવિધ પ્રકારનાં બાપ્તિસ્મા, શા માટે આપણે ઘણી વાર એકબીજાના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરીએ છીએ; અને કેવી રીતે ઈશ્વર આપણ સર્વને મૂએલામાંથી ઉઠાડશે અને કેવી રીતે અનંતકાળને માટે દરેકનો ન્યાય કરશે. ખરેખર, જો ઈશ્વર આપણને તક આપશે તો, ફરીથી આ બધી બાબતોની ચર્ચા આપણે બાદમાં કરીશું. પરંતુ હાલ આપણે એ બાબતો વિષે ચર્ચા કરવી જોઈએ કે જે સમજવા માટે ઘણી અઘરી છે; આ એ બાબતો છે કે જે ગમે તે થાય તો પણ, આપણને દરેક સમયે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં મદદ કરશે. BSB BSB: Therefore let us leave the elementary teachings about Christ and go on to maturity, not laying again the foundation of repentance from dead works, and of faith in God,
5 UDB ઈશ્વરનો સંદેશ તેઓને પોતાને માટે સારો છે તેવું તેમણે શોધી કાઢ્યું છે, અને ઈશ્વર ભવિષ્યમાં કેવી પરાક્રમી રીતે કાર્ય કરશે તે તેઓ શીખ્યા છે. BSB BSB: who have tasted the goodness of the word of God and the powers of the coming age—
6 UDB પરંતુ હવે, જો આ લોકો ખ્રિસ્તનો નકાર કરે તો, કોઈ તેઓને પાપ કરતા અટકાવી તથા ખ્રિસ્ત પર ફરીથી વિશ્વાસ કરવા સમજાવી શકશે નહીં! કારણ કે આ તો જાણે આ લોકોએ ઈશ્વરના દીકરાને ફરીથી વધસ્તંભે જડ્યા હોય તેવું છે! બીજાઓની સામે લોકો ખ્રિસ્તનું અપમાન કરે માટે તેઓ કારણરૂપ બને છે. BSB BSB: and then have fallen away—to be restored to repentance, because they themselves are crucifying the Son of God all over again and subjecting Him to open shame.
7 UDB આના સંબંધી વિચારો: જેના પર વારંવાર વરસાદ વરસે છે અને જેના પર ખેડૂતોને માટે પાક ઊગે છે તે ભૂમિને ઈશ્વરે આશીર્વાદિત કરી છે. BSB BSB: For land that drinks in the rain often falling on it and that produces a crop useful to those for whom it is tended receives the blessing of God.
8 UDB પરંતુ જે વિશ્વાસીઓ ઈશ્વરને આધીન થતા નથી તેઓની હાલત જેમાં માત્ર કાંટા અને ઝાંખરા ઉત્પન્ન થાય છે તે જમીનના જેવી થશે. આવી જમીન કંઈ કામની નથી. તે એવી ભૂમિ બની છે કે જેને ખેડૂત શાપ આપે છે અને જેના છોડને તે બાળી નાખશે. BSB BSB: But land that produces thorns and thistles is worthless, and its curse is imminent. In the end it will be burned.
9 UDB વહાલા મિત્રો, તમે જોઈ શકો છો કે ખ્રિસ્તનો નકાર ન કરવા હું તમને ચેતવણી આપું છું. તે સાથે, મને ખાતરી છે કે તમે તેના કરતાં પણ વિશેષ સારું કરી રહ્યા છો. તમે જે બાબતો કરી રહ્યા છો તે એ સત્યની સાબિતી છે કે ઈશ્વર તમને બચાવી રહ્યા છે. BSB BSB: Even though we speak like this, beloved, we are convinced of better things in your case—things that accompany salvation.
10 UDB ઈશ્વર હંમેશાં ન્યાયી રીતે વર્તે છે તેથી, તમે તેમના માટે જે કર્યું છે તેના તરફ તેઓ બેધ્યાન રહેશે નહીં; તમે સાથી વિશ્વાસીઓને કેવી રીતે પ્રેમ કર્યો છે અને મદદ કરી છે તેમ જ કેવી રીતે હજુ પણ મદદ કરી રહ્યા છો તેની તરફ તેઓ બેધ્યાન રહેશે નહીં. BSB BSB: For God is not unjust. He will not forget your work and the love you have shown for His name as you have ministered to the saints and continue to do so.
11 UDB અમે મોટી અપેક્ષા રાખીએ છીએ કે તમે હાલ જે પ્રયત્ન કરી રહ્યા છો તે જ રીતનો પ્રયત્ન દર્શાવવાનું ચાલુ રાખો, કે જેથી તમારાં જીવનોના અંતે, તમને ખાતરી હોય કે ઈશ્વરે તમને જે આપવાનું વચન આપ્યું છે તે તમને પ્રાપ્ત થશે. BSB BSB: We want each of you to show this same diligence to the very end, in order to make your hope sure.
12 UDB તમે આળસુ થાઓ તેવું હું ઇચ્છતો નથી. તેના બદલે, હું ઇચ્છું છું કે બીજા વિશ્વાસીઓએ જે પ્રમાણે કર્યું છે તેમ તમે કરો, ઈશ્વરે તેઓને જે વચન આપ્યું તેને તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે, કારણ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો અને ધીરજ રાખી. BSB BSB: Then you will not be sluggish, but will imitate those who through faith and patience inherit what has been promised.
13 UDB જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમ માટે મહાન બાબતો કરવાનું વચન આપ્યું હતું ત્યારે, ઈશ્વર કરતાં વધારે મહાન બીજું કોઈ ન હતું કે જેને ઈશ્વર તે બાબતો કરવા ફરજ પાડી શકે. તેથી તેમણે પોતાને કહ્યું. BSB BSB: When God made His promise to Abraham, since He had no one greater to swear by, He swore by Himself,
14 UDB પછી તેમણે ઇબ્રાહિમને કહ્યું, "હું તને ચોક્કસ આશીર્વાદ દઈશ અને તારા વંશજોને ચોક્કસ વધારીશ". BSB BSB: saying, “I will surely bless you and multiply your descendants.”
15 UDB તેથી ઇબ્રાહિમે ઈશ્વરે આપેલા વચનની ધીરજથી રાહ જોયા પછી, ઈશ્વરે તેને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેને માટે કર્યું. BSB BSB: And so Abraham, after waiting patiently, obtained the promise.
16 UDB ધ્યાનમાં રાખો કે જ્યારે લોકો કોઈ બાબત વિષે વચન આપે છે ત્યારે, જો તેઓ પોતાનું વચન ન પાળે તો તેઓ પોતાને શિક્ષા કરવા કોઈક વધારે મહત્વની વ્યક્તિને કહે છે. ઘણીવાર આ પ્રમાણે વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે. BSB BSB: Men swear by someone greater than themselves, and their oath serves as a confirmation to end all argument.
17 UDB તેથી જ્યારે ઈશ્વર આપણને એટલે કે જે પ્રાપ્ત કરવાનું વચન જેઓને તેમણે આપ્યું છે, તેઓને સ્પષ્ટપણે દર્શાવવા ચાહતા હતા કે, તેમણે જે કરવાની યોજના કરી છે તેને તેઓ બદલશે નહિ, તેમણે કહ્યું કે જે વચન તેમણે આપ્યું છે તે પ્રમાણે જો તેઓ ન કરે તો તેઓ પોતાને દોષિત જાહેર કરશે. BSB BSB: So when God wanted to make the unchanging nature of His purpose very clear to the heirs of the promise, He guaranteed it with an oath.
18 UDB તેમણે દ્રઢતાથી આપણને ઉત્તેજન આપવા માટે તે કર્યું, કારણ કે તેમણે બે બાબતો કરી કે જેને બદલી શકાય નહીં: તેમણે આપણને મદદ કરવાનું વચન આપ્યું છે, અને તેમણે આપણને કહ્યું છે કે જો તેઓ આપણને મદદ ન કરે તો તે માટે તેઓ પોતાને દોષિત ઠરાવશે. હવે, ઈશ્વર જૂઠ્ઠું બોલી શકતા નથી. તેથી જ આપણે, જેમ તેમણે આપણને વિશ્વાસ રાખવા માટે ઉત્તેજન આપ્યું છે તેમ તેમનામાં વિશ્વાસ રાખ્યો છે. BSB BSB: Thus by two unchangeable things in which it is impossible for God to lie, we who have fled to take hold of the hope set before us may be strongly encouraged.
19 UDB હા, ઈશ્વરે આપણે માટે જે કરવાનું વચન આપ્યું છે તેને પ્રાપ્ત કરવાની અપેક્ષા આપણે દ્રઢતાથી રાખીએ છીએ. આપણે જાણે કે એક વહાણ જેવા છીએ જેનું લંગર તેને એક જ જગ્યાએ દ્રઢતાથી સ્થિર રાખે છે. આપણને દ્રઢ રાખવાની અપેક્ષા આપણે જેમના પર રાખીએ છીએ તે તો ઈસુ છે, કારણ કે તેઓ ઈશ્વરની હજૂરમાં ગયા છે. તે માટે તેઓ પ્રમુખ યાજકોના જેવા જ છે જેઓ ભક્તિસ્થાનના સૌથી અંદરના સ્થાનના પડદા પાછળ જાય છે જ્યાં ઈશ્વરની હાજરી છે. BSB BSB: We have this hope as an anchor for the soul, firm and secure. It enters the inner sanctuary behind the curtain,
20 UDB ઈસુ ઈશ્વરની સમક્ષતામાં આપણી અગાઉ ગયા છે જેથી તેઓ આપણને પણ તે સ્થાનમાં ઈશ્વરની હજૂરમાં પ્રવેશ કરવા દે. જે રીતે મલ્ખીસદેક પ્રમુખ યાજક હતો તે રીતે, ઈસુ સદાકાળને માટે પ્રમુખ યાજક બન્યા છે. BSB BSB: where Jesus our forerunner has entered on our behalf. He has become a high priest forever in the order of Melchizedek.
Select verses for actions: Enter goes to them and Escape comes back.