1 UDB હું યાકૂબ, ઈશ્વરની સેવા કરું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે જોડાયેલો છું. હું આ પત્ર આખા જગતમાં વિખેરાઈ ગયેલાં બાર યહૂદી કુળો કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તેઓને લખી રહ્યો છું. હું તમ સર્વને સલામ પાઠવું છું. BSB BSB: James, a servant of God and of the Lord Jesus Christ, To the twelve tribes of the Dispersion: Greetings.
2 UDB મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે તમને વિવિધ પ્રકારની મુસીબતોનો અનુભવ થાય ત્યારે તે પુષ્કળ આનંદ કરવાની બાબત છે તેવું ગણો. BSB BSB: Consider it pure joy, my brothers, when you encounter trials of many kinds,
3 UDB સમજો કે તમે મુશ્કેલીઓમાં ઈશ્વર પર ભરોસો કરતા હોવાથી, તેઓ તમને વધુ મુશ્કેલીઓ સહન કરવા માટે મદદ કરે છે. BSB BSB: because you know that the testing of your faith develops perseverance.
4 UDB મુશ્કેલીઓને અંત સુધી સહન કરો, કે જેથી તમે દરેક રીતે ખ્રિસ્તને અનુસરી શકો. પછી તમે સારું કરવામાં નિષ્ફળ થશો નહિ. BSB BSB: Allow perseverance to finish its work, so that you may be mature and complete, not lacking anything.
6 UDB પણ જ્યારે તમે ઈશ્વર પાસે માગો, ત્યારે વિશ્વાસ રાખો કે તેઓ તમને પ્રત્યુત્તર આપશે. તેઓ પ્રત્યુત્તર આપશે અને હરહંમેશ મદદ કરશે તે વિષે શંકા ન કરો, કારણ કે જે લોકો ઈશ્વર પર સતત શંકા કરે છે તેઓ, જેમ સમુદ્રનું મોજું પવનથી ઊંચેનીચે ઊછળે છે અને તેથી એક જ દિશામાં જઈ શકતું નથી તેમ તેઓ ઈશ્વરને અનુસરી શકતા નથી. BSB BSB: But he must ask in faith, without doubting, because he who doubts is like a wave of the sea, blown and tossed by the wind.
7 UDB ખરેખર તો જે લોકો શંકા કરે છે તેઓએ પ્રભુ ઈશ્વર તેમની વિનંતી પ્રમાણે કશું કરશે તેવું વિચારવું પણ ન જોઈએ. BSB BSB: That man should not expect to receive anything from the Lord.
8 UDB કેમ કે તે એવા લોકો છે કે જેઓ નક્કી કરી શકતા નથી કે તેઓ ઈસુને અનુસરશે કે નહિ. આ લોકો કહે છે કે અમે આ પ્રમાણે કરીશું પણ તે પ્રમાણે તેઓ કરતા નથી. BSB BSB: He is a double-minded man, unstable in all his ways.
9 UDB જે વિશ્વાસીઓ ગરીબ છે તેઓએ આનંદ કરવો જોઈએ કારણ કે ઈશ્વરે તેઓને માન આપ્યું છે. BSB BSB: The brother in humble circumstances should exult in his high position.
10 UDB અને જે વિશ્વાસીઓ ધનવાન છે તેઓએ આનંદ કરવો જોઈએ કારણ કે ઈશ્વરે તેઓને નમ્ર કર્યા છે, કે જે તેમને ખ્રિસ્ત પર ભરોસો રાખવા સહાય કરે છે, કેમ કે જેમ જંગલી ફૂલ કરમાઈ જાય છે તેમ તેઓ તથા તેઓની મિલકત જતાં રહેશે. BSB BSB: But the one who is rich should exult in his low position, because he will pass away like a flower of the field.
11 UDB જ્યારે સૂર્ય ઊગે છે, ત્યારે ગરમ પવન છોડને સૂકવી દે છે અને ફૂલો ખરી જાય છે અને તેઓની સુંદરતા જતી રહે છે. જેમ ફૂલો કરમાઈ જાય છે, તેમ ધનવાનો પણ ધન કમાઈ રહ્યા હશે ત્યારે જ તેઓ મરણ પામશે. BSB BSB: For the sun rises with scorching heat and withers the plant; its flower falls and its beauty is lost. So too, the rich man will fade away in the midst of his pursuits.
12 UDB જેઓ કઠણ કસોટીને સહન કરે છે તેઓને ઈશ્વર માન આપે છે, કારણ કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તે સર્વને તેમણે વચન આપ્યું છે તેમ સદાકાળનું જીવન આપીને તેઓને બદલો આપશે. BSB BSB: Blessed is the man who perseveres under trial, because when he has stood the test, he will receive the crown of life that God has promised to those who love Him.
14 UDB પરંતુ દરેક વ્યક્તિ જેમ કોઈ ફાંદામાં પકડાય તેમ ખરાબ કરવા ઇચ્છે છે અને તે કરે પણ છે. BSB BSB: But each one is tempted when by his own evil desires he is lured away and enticed.
15 UDB ત્યાર પછી, તેમના ખરાબ વિચારો તેમને પાપ કરવા તરફ દોરી જાય છે, અને આ પાપ તેઓનો નાશ ન કરે ત્યાં સુધી તેમના મનો પર કાબૂ મેળવે છે. પછી દુષ્ટ ઇચ્છાઓ સાથે મળીને પાપને જન્મ આપે છે, જેનો અર્થ થાય છે કે વ્યક્તિ પાપ કરે છે અને માત્ર ઈસુથી જ માફી પામી શકે છે. અને જ્યારે પાપ પોતાનું અંતિમ પરિણામ લાવે છે, ત્યારે બંને મરણ એટલે શરીરનું મરણ અને આત્માનું મરણ પરિણમે છે, જેનો અર્થ થાય છે કે પાપી હંમેશને માટે ઈશ્વરથી અલગ થઈ ગયો છે. માત્ર ઈસુ જ આ અંતિમ મરણમાંથી આપણને છોડાવી શકે છે. BSB BSB: Then after desire has conceived, it gives birth to sin; and sin, when it is full-grown, gives birth to death.
16 UDB જેઓને હું પ્રેમ કરું છું તે મારા સાથી વિશ્વાસીઓ, પોતાને છેતરવાનું બંધ કરો. BSB BSB: Do not be deceived, my beloved brothers.
17 UDB દરેક ખરેખર સારી અને સંપૂર્ણ ભેટ ઈશ્વર પિતા તરફથી આવે છે, કે જેઓ સ્વર્ગમાં છે. તેઓ એક સાચા ઈશ્વર છે કે જેઓ પ્રકાશ આપે છે. જેમ છાંયડો આવે અને જાય અને સર્જિત વસ્તુઓ બદલાય છે તેમ ઈશ્વર બદલાતા નથી. ઈશ્વર કદી બદલાતા નથી અને તેઓ હંમેશા સારા જ છે! BSB BSB: Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, with whom there is no change or shifting shadow.
18 UDB ઈશ્વરના સાચા સંદેશા પર આપણે જ્યારે વિશ્વાસ કર્યો, ત્યારે તેમણે આપણને આત્મિક જીવન આપવાનું પસંદ કર્યું. માટે હવે વિશ્વાસીઓ ઈસુમાં સાચું આત્મિક જીવન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકો બન્યા છે, જે માત્ર ઈસુ જ આપી શકે છે. BSB BSB: He chose to give us birth through the word of truth, that we would be a kind of firstfruits of His creation.
19 UDB મારા સાથી વિશ્વાસીઓ જેઓને હું પ્રેમ કરું છું, તમે જાણો છો કે તમારામાંના દરેકે ઈશ્વરના સાચા સંદેશા પર ધ્યાન આપવા આતુર હોવું જોઈએ. તમારે પોતાના વિચારો તરત જ ન બોલવા જોઈએ, ન તો તરત જ ગુસ્સે થવું જોઈએ, BSB BSB: My beloved brothers, understand this: Everyone should be quick to listen, slow to speak, and slow to anger,
20 UDB કારણ કે જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે ઈશ્વર ઇચ્છે છે કે આપણે કરીએ તેવી ન્યાયી બાબતો કરી શકતા નથી. BSB BSB: for man’s anger does not bring about the righteousness that God desires.
21 UDB માટે દરેક પ્રકારની દુષ્ટતા કરવાનું બંધ કરો, અને ઈશ્વરે તમારાં અંતરોમાં વાવેલા સંદેશાને નમ્રતાથી સ્વીકારો, કારણ કે જો તમે તેમનો સંદેશો સ્વીકારો તો ઈશ્વર તમને બચાવવા શક્તિમાન છે. BSB BSB: Therefore, get rid of all moral filth and every expression of evil, and humbly accept the word planted in you, which can save your souls.
22 UDB ઈશ્વર તેમના સંદેશામાં આજ્ઞા આપે છે તે પ્રમાણે કરો. તેને માત્ર સાંભળો જ નહિ, કારણ કે જે લોકો માત્ર તેને સાંભળે છે અને તેને આધીન થતા નથી તેઓની માન્યતા ખોટી છે કે ઈશ્વર તેમને બચાવશે. BSB BSB: Be doers of the word, and not hearers only. Otherwise, you are deceiving yourselves.
23 UDB કેટલાક લોકો ઈશ્વરનો સંદેશો સાંભળે છે પણ તેઓ જે કહે છે તે કરતા નથી. તેઓ એવી વ્યક્તિ જેવા છે કે જે પોતાનો ચહેરો અરીસામાં જુએ છે. BSB BSB: For anyone who hears the word but does not carry it out is like a man who looks at his face in a mirror,
24 UDB જો કે તે પોતાને જુએ છે, પણ તે અરીસા પાસેથી જાય છે અને તરત પોતે કેવો દેખાતો હતો તે ભૂલી જાય છે. BSB BSB: and after observing himself goes away and immediately forgets what he looks like.
25 UDB પણ બીજા લોકો ઈશ્વરના સંદેશાને નજીકથી જુએ છે, કે જે સંદેશો સંપૂર્ણ છે અને લોકોની પાસે ઈશ્વર જે કરાવવા ઇચ્છે છે તે સ્વેચ્છાએ કરવા મુક્ત કરે છે. અને જો તેઓ ઈશ્વરના સંદેશાનું સતત નિરીક્ષણ કરતા રહે અને માત્ર સાંભળીને ભૂલી જતા નથી, પણ ઈશ્વર જે તેમને કરવા કહે છે તે કરે છે, તો ઈશ્વર તેઓ જે કરે છે તેમાં તેમને આશીર્વાદ આપશે. BSB BSB: But the one who looks intently into the perfect law of freedom, and continues to do so—not being a forgetful hearer, but an effective doer—he will be blessed in what he does.
26 UDB કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ સાચી રીતે ઈશ્વરની આરાધના કરે છે, પણ તેઓ આદતવશ ખરાબ બાબતો બોલે છે. તે લોકો પોતે સાચી રીતે ઈશ્વરની આરાધના કરે છે તેવું વિચારવામાં ખોટા છે. હકીકત એ છે કે તેઓ વ્યર્થતામાં ઈશ્વરની આરાધના કરે છે. BSB BSB: If anyone considers himself religious and yet does not bridle his tongue, he deceives his heart and his religion is worthless.
27 UDB ઈશ્વરે આપણને જે બાબતો કરવાની કહી છે તેઓમાંની એક છે અનાથો અને વિધવાઓ, કે જેઓ મુશ્કેલીઓ સહન કરે છે, તેઓની કાળજી લેવી. જેઓ આ કરે છે, તથા જેઓ ઈશ્વરને આધીન ન થનારાઓની જેમ અનૈતિક રીતે વિચારતા કે કરતા નથી, તેઓ જ સાચે ઈશ્વર, આપણા પિતાની આરાધના કરે છે, અને ઈશ્વર તેઓને માન્ય કરે છે. BSB BSB: Pure and undefiled religion before our God and Father is this: to care for orphans and widows in their distress, and to keep oneself from being polluted by the world.
Select verses for actions: Enter goes to them and Escape comes back.