1 UDB મારા ભાઈઓ તથા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બીજી કોઈ પણ બાબત કરતાં મહાન છે તેમના પર વિશ્વાસ કરો છો ત્યારે કેટલાક લોકોને બીજાઓ કરતાં વધારે માન આપવાનો વિચાર ન કરો. BSB BSB: My brothers, as you hold out your faith in our glorious Lord Jesus Christ, do not show favoritism.
2 UDB ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ એક માણસ જે સોનાની વીંટી તથા સારાં વસ્ત્રો પહેરીને તમારી સંગતના સ્થળે પ્રવેશ કરે છે. પછી ધારો કે એક ગરીબ માણસ પણ ગંદાં વસ્ત્રો પહેરીને અંદર આવે છે. BSB BSB: Suppose a man comes into your meeting wearing a gold ring and fine clothes, and a poor man in shabby clothes also comes in.
3 UDB અને ધારો કે તમે સારા વસ્ત્રો પહેરેલા તરફ ખાસ ધ્યાન આપતા એમ કહો કે, "મહેરબાની કરીને આ સારા આસન પર બેસો!" અને તે ગરીબને તમે કહો કે, "તું ત્યાં ઊભો રહે અથવા નીચે બેસ!" BSB BSB: If you lavish attention on the man in fine clothes and say, “Here is a seat of honor,” but say to the poor man, “You must stand” or “Sit at my feet,”
4 UDB તો પછી તમે ખોટાં કારણો આધારિત એકબીજાનું મૂલ્યાંકન કર્યું છે. BSB BSB: have you not discriminated among yourselves and become judges with evil thoughts?
5 UDB મારા ભાઈઓ તથા બહેનો કે જેઓને હું પ્રેમ કરું છું તેઓ તમે મને સાંભળો, ઈશ્વરે નકામા લાગતા એવા ગરીબ લોકોને, તેમનામાં પુષ્કળ વિશ્વાસ કરવા પસંદ કર્યા છે. તેથી ઈશ્વર જ્યારે બધા ઉપર દરેક જગ્યામાં રાજ કરશે ત્યારે તેઓને મોટી બાબતો આપશે. જેઓ ઈશ્વર પર પ્રેમ કરે છે તે દરેક માટે તેમણે આ પ્રમાણે કરવાનું વચન આપ્યું છે. BSB BSB: Listen, my beloved brothers: Has not God chosen the poor of this world to be rich in faith and to inherit the kingdom He promised those who love Him?
6 UDB પણ તમે ગરીબ લોકોનું અપમાન કરો છો. આ વિષે વિચારો! એ તો ધનવાન લોકો છે અને ગરીબ લોકો નહિ, કે જેઓ તમને સતાવે છે! એ તો ધનવાન લોકો છે કે જેઓ તમારા પર આરોપ મૂકવા ન્યાયાધીશોની સામે તમને બળજબરીથી ન્યાયાલયમાં લઈ જાય છે! BSB BSB: But you have dishonored the poor. Is it not the rich who oppress you and drag you into court?
7 UDB અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેઓ એકલા જ સ્તુતિને યોગ્ય છે તથા આપણે જેમનાં છીએ તેમની વિરુદ્ધ દુષ્ટ વાતો કરનારા તેઓ જ છે. BSB BSB: Are they not the ones who blaspheme the noble name by which you have been called?
8 UDB જો તમે રાજવી નિયમને, કે જે શાસ્ત્રોમાં લખેલા છે તેને અનુસરો, તો તમને "જેમ તું પોતાને પ્રેમ કરે છે તેમ તારા પડોશીને પ્રેમ કર" તે આજ્ઞા જોવા મળશે. જો તમે બીજાઓને પ્રેમ કરો છો તો તમે જે સાચું છે તે કરી રહ્યા છો. BSB BSB: If you really fulfill the royal law stated in Scripture, “Love your neighbor as yourself,” you are doing well.
9 UDB પણ જો તમે કેટલાકને બીજાઓ કરતાં વધુ માન આપો છો, તો તમે ખોટું કરી રહ્યા છો. અને ઈશ્વરે આપણને જે કરવા આજ્ઞા કરી છે તે તમે નથી કરતા તેને લીધે તેઓ તમને દોષિત ઠરાવે છે કારણ કે તમે તેમના નિયમોને આધીન થતા નથી. BSB BSB: But if you show favoritism, you sin and are convicted by the law as transgressors.
10 UDB જેઓ ઈશ્વરના નિયમોમાંના માત્ર એકનો અનાદર કરે છે તો, જો કે તેઓ અન્ય સર્વ નિયમોને આધીન થાય તોપણ, ઈશ્વર તેમને પોતાના બધા જ નિયમોનો ભંગ કરનારની જેમ દોષિત ગણે છે. BSB BSB: Whoever keeps the whole law but stumbles at just one point is guilty of breaking all of it.
11 UDB ઉદાહરણ તરીકે, ઈશ્વરે કહ્યું, "વ્યભિચાર ન કરો," પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, "કોઈની હત્યા ન કરો." માટે જો તમે વ્યભિચાર નથી કરતા પણ કોઈકની હત્યા કરો છો, તો તમે ઈશ્વરના નિયમોને આધીન ન થનાર વ્યક્તિ બનો છો. BSB BSB: For He who said, “Do not commit adultery,” also said, “Do not murder.” If you do not commit adultery, but do commit murder, you have become a lawbreaker.
12 UDB બીજા લોકો પ્રત્યે હંમેશાં એવા લોકો જેવું બોલો તથા વર્તો કે જેઓનો ન્યાય ઈશ્વર, આપણને આપણાં પાપોને લીધે શિક્ષા ભોગવવામાંથી મુક્ત કરતા નિયમને વાપરીને કરવાના છે. BSB BSB: Speak and act as those who are going to be judged by the law that gives freedom.
13 UDB કારણ કે જ્યારે ઈશ્વર આપણો ન્યાય કરે છે, ત્યારે જેઓ બીજાઓ પ્રત્યે દયાભાવથી વર્તતા નથી તેઓ પ્રત્યે ઈશ્વર દયાભાવથી વર્તશે નહિ. પરંતુ જો આપણે બીજાઓ પ્રત્યે દયાભાવથી વર્ત્યા હોઈશું, તો ઈશ્વર જ્યારે આપણો ન્યાય કરે ત્યારે આપણે ઈશ્વરથી ડરીશું નહિ. BSB BSB: For judgment without mercy will be shown to anyone who has not been merciful. Mercy triumphs over judgment.
15 UDB ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ ભાઈ કે બહેનને વસ્ત્રો કે દરરોજના ખોરાકની સતત અછત છે. BSB BSB: Suppose a brother or sister is without clothes and daily food.
16 UDB અને ધારો કે તમારામાંથી કોઈક તેઓને કહે છે કે, "ચિંતા ન કરો, જાઓ, તાપો, અને જે ખોરાકની તમને જરૂર છે તેને શોધો!" પરંતુ જો તમે તેમને તેમના શરીરોને માટે જે જરૂરી છે તે તેઓને નહિ આપો, તો પછી તે તેઓને કશી મદદ નહિ કરે! BSB BSB: If one of you tells him, “Go in peace; stay warm and well fed,” but does not provide for his physical needs, what good is that?
17 UDB એવી જ રીતે, જો તમે બીજાઓને મદદ કરવા સારાં કૃત્યો ન કરો, તો ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા બાબતે તમે જે દાવો કરો છો તે મૃત્યુ પામેલા માણસની જેમ બિનઉપયોગી છે! તમે ખ્રિસ્તમાં ખરેખર વિશ્વાસ કરતા નથી. BSB BSB: So too, faith by itself, if it does not result in action, is dead.
18 UDB પરંતુ કોઈક મને કહી શકે છે કે, "ઈશ્વર અમુક લોકોને માત્ર એટલા માટે બચાવે છે કારણ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો છે, અને તેઓ બીજાઓને એટલા માટે બચાવે છે કારણ કે તેઓ અન્ય લોકો માટે સારાં કૃત્યો કરે છે." હું તે વ્યક્તિને પ્રત્યુત્તર આપીશ કે, "જો લોકો બીજાઓ માટે સારાં કૃત્યો કરતા ન હોય તો તેઓ સાચે જ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેમ તું મને સાબિત કરી શકીશ નહિ! પણ બીજાઓ માટે સારાં કૃત્યો કરીને હું એ સાબિત કરી શકું છું કે હું સાચે જ ઈશ્વર પર વિશ્વાસ કરું છું! BSB BSB: But someone will say, “You have faith and I have deeds.” Show me your faith without deeds, and I will show you my faith by my deeds.
20 UDB અરે મૂર્ખ માણસ, હું પણ તને સાબિતી આપીશ કે જો કોઈ કહે કે, "હું ઈશ્વરમાં વિશ્વાસ કરું છું", પરંતુ સારાં કૃત્યો કરતો નથી, તો તે માણસ જે કહે છે તે તેને કોઈ પણ રીતે મદદ કરતું નથી. BSB BSB: O foolish man, do you want evidence that faith without deeds is worthless?
21 UDB આપણે સર્વ, આપણા પૂર્વજ ઇબ્રાહિમને માન આપીએ છીએ. ઈશ્વરે જે કરવા કહ્યું તેને આધીન થવા તેણે પ્રયત્ન કર્યો; તેણે પોતાના પુત્ર ઇસહાકને વેદી પર ઈશ્વરને આપવા પ્રયત્ન કર્યો. ઈશ્વરે ઇબ્રાહિમને તેમને આધીન થવાના પ્રયત્નને લીધે ન્યાયી વ્યક્તિ ગણ્યો. BSB BSB: Was not our father Abraham justified by what he did when he offered his son Isaac on the altar?
22 UDB આ રીતે, ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમને આધીન થયો. જ્યારે તે તેમને આધીન થયો, ત્યારે તે જેને માટે ઈશ્વર પર વિશ્વાસ કરતો હતો તે કરવાનું પૂર્ણ કર્યું. BSB BSB: You see that his faith was working with his actions, and his faith was perfected by what he did.
23 UDB અને આ એટલા માટે થયું કે જેમ શાસ્ત્રોમાં લખેલું છે કે "ઇબ્રાહિમે સાચે જ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો તે કારણે ઈશ્વરે તેને સાચી બાબત કરનાર વ્યક્તિ તરીકે જોયો." ઈશ્વરે ઇબ્રાહિમ વિષે એમ પણ કહ્યું કે, "તે મારો મિત્ર છે." BSB BSB: And the Scripture was fulfilled that says, “Abraham believed God, and it was credited to him as righteousness,” and he was called a friend of God.
25 UDB એવી જ રીતે, રાહાબે જે કર્યું હતું તે કારણે જ ચોક્કસપણે ઈશ્વરે તેને સારી વ્યક્તિ ગણી. રાહાબ એક ગણિકા હતી, પરંતુ જે સંદેશવાહકો દેશની બાતમી કાઢવા આવ્યા હતા તેઓની તેણે કાળજી લીધી, અને તેઓ જે રસ્તેથી આવ્યા હતા તેનાથી અલગ રસ્તે તેઓને ઘરે મોકલી દઈને તેણે તેઓને નાસી છૂટવામાં સહાય કરી હતી. BSB BSB: In the same way, was not even Rahab the prostitute justified by her actions when she welcomed the spies and sent them off on another route?
26 UDB જેણે શ્વાસ લેવાનું બંધ કર્યું છે તે વ્યક્તિ મૃત છે અને તેનું શરીર નકામું છે, તેવી જ રીતે, કોઈક કહે છે કે હું ઈશ્વરમાં વિશ્વાસ કરું છું પરંતુ કશું સારું કરતો નથી, તો ઈશ્વરમાં તેનો વિશ્વાસ વ્યર્થ છે. BSB BSB: As the body without the spirit is dead, so faith without deeds is dead.
Select verses for actions: Enter goes to them and Escape comes back.