1 UDB મારા ભાઈઓ તથા બહેનો, તમારામાંના ઘણાએ ઈશ્વરના વચનના શિક્ષકો બનવાની ઇચ્છા રાખવી જોઈએ નહિ, કારણ કે તમે જાણો જ છો કે ઈશ્વર આપણ શિક્ષકોનો ન્યાય, અન્ય લોકોના ન્યાય કરતાં, વધુ સખતાઈથી કરશે. BSB BSB: Not many of you should become teachers, my brothers, because you know that we who teach will be judged more strictly.
2 UDB આપણે ઘણી બધી રીતે ખોટું છે તે કરીએ છીએ. પરંતુ જેઓ પોતે જે બોલે છે તે પર કાબૂ રાખે છે, તો તેઓ ઈશ્વર તેઓને જે બનાવવા ચાહે છે તેવા બનશે. તેઓ પોતાના સર્વ કાર્યો કાબૂમાં રાખી શકશે. BSB BSB: We all stumble in many ways. If anyone is never at fault in what he says, he is a perfect man, able to control his whole body.
3 UDB ઉદાહરણ તરીકે, ઘોડો આપણને આધીન થાય માટે, જો આપણે ઘોડાના મોંમાં, નાનું ધાતુનું ચોકડું મૂકીએ તો આપણે ઘોડાના મોટા શરીરને દોરી શકીએ છીએ, અને જ્યાં કઈ આપણને જવાની ઇચ્છા હોય ત્યાં તેને લઇ જઈ શકીએ છીએ. BSB BSB: When we put bits into the mouths of horses to make them obey us, we can guide the whole animal.
4 UDB વહાણો વિષે પણ વિચાર કરો. જો કે વહાણ ઘણું મોટું હોય છે અને જોકે તેને ભારે પવન વડે હંકારવામાં આવે છે તોપણ એક નાનું સુકાન ફેરવીને લોકો તે વહાણને પોતે ઇચ્છે છે ત્યાં લઇ જવા નિર્દેશિત કરી શકે છે. BSB BSB: Consider ships as well. Although they are so large and are driven by strong winds, they are steered by a very small rudder wherever the pilot is inclined.
5 UDB એ જ પ્રમાણે જો કે આપણી જીભો ઘણી નાની છે તોપણ જો આપણે તેમને કાબૂમાં ન રાખીએ તો આપણે મોટી મોટી વાતો કરીને લોકોને નુકસાન પહોંચાડી શકીએ છીએ. અગ્નિની એક નાની જ્વાળા કેવી રીતે મોટા જંગલને સળગાવે છે તે વિષે પણ વિચાર કરો. BSB BSB: In the same way, the tongue is a small part of the body, but it boasts of great things. Consider how small a spark sets a great forest ablaze.
6 UDB જેવી રીતે અગ્નિ જંગલને સળગાવે છે તેમ જ આપણે ખરાબ બોલીએ છીએ ત્યારે આપણે ઘણા લોકોનો નાશ કરી શકીએ છીએ. આપણે જે બોલીએ છીએ તે પ્રગટ કરે છે કે આપણામાં ઘણી દુષ્ટતા રહેલી છે. આપણે જે કહીએ છીએ તે આપણા વિચારોને તથા કાર્યોને દૂષિત કરે છે. જેમ અગ્નિની એક જ્વાળા બહુ સહેલાઈથી આસપાસના વિસ્તારને સળગાવે છે તેમ આપણે જે કહીએ છીએ તે પુત્રો તથા પુત્રીઓ અને તેઓના વંશજોને તેઓના બાકીનાં જીવનોમાં દુષ્કૃત્ય કરવાની ઇચ્છા જન્માવી શકે છે. તે તો શેતાન પોતે છે કે જે ખરાબ બાબતો બોલવા માટે આપણા પર પ્રભાવ પાડે છે. BSB BSB: The tongue also is a fire, a world of wickedness among the parts of the body. It pollutes the whole person, sets the course of his life on fire, and is itself set on fire by hell.
7 UDB જો કે લોકો સર્વ પ્રકારનાં જંગલી પશુઓને, પક્ષીઓને, પેટે ચાલનારાં અને પાણીમાં વસનારાં જળચરોને વશ કરવા શક્તિમાન છે અને લોકોએ તેઓને વશ કર્યા છે તોપણ, BSB BSB: All kinds of animals, birds, reptiles, and creatures of the sea are being tamed and have been tamed by man,
8 UDB કોઈ પણ પોતે જે કહે છે તેના પર નિયંત્રણ કરવા સમર્થ નથી. જે શબ્દો આપણે બોલીએ છીએ તે અનિયંત્રિત દુષ્ટતા છે. જેમ ઝેર લોકોને મારી નાખે છે તેમ આપણા શબ્દો બહુ મોટી હાનિ કરી શકે છે. BSB BSB: but no man can tame the tongue. It is a restless evil, full of deadly poison.
9 UDB આપણે આપણી જીભનો ઉપયોગ ઈશ્વર કે જેઓ આપણા પ્રભુ અને પિતા છે, તેમની સ્તુતિ કરવા કરીએ છીએ, પરંતુ આપણે આપણી એ જ જીભનો ઉપયોગ લોકોનું ખરાબ થાય એવું ઈશ્વર પાસે માગવા પણ કરીએ છીએ. આ બહુ ખોટી બાબત છે કારણ કે ઈશ્વરે લોકોને પોતાના જેવા બનાવ્યા છે. BSB BSB: With the tongue we bless our Lord and Father, and with it we curse men, who have been made in God’s likeness.
10 UDB આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ પણ આપણા એ જ મોંથી બીજાઓનું ખરાબ થાય તે માગીએ છીએ. મારા ભાઈઓ અને બહેનો, આવું થવું જ ન જોઈએ! BSB BSB: Out of the same mouth come blessing and cursing. My brothers, this should not be!
11 UDB ચોક્કસપણે એક જ ઝરણામાંથી કડવું પાણી અને મીઠું પાણી આવતું નથી! BSB BSB: Can both fresh water and salt water flow from the same spring?
12 UDB મારા ભાઈઓ તથા બહેનો, અંજીરીનું વૃક્ષ જૈતૂનનું ફળ આપી શકતું નથી કે દ્રાક્ષવેલો અંજીરનું ફળ આપી શકતો નથી. એ જ પ્રમાણે, આપણે જે સારું છે તે જ બોલવું જોઈએ અને જે ખરાબ છે તે ન બોલવું જોઈએ. BSB BSB: My brothers, can a fig tree grow olives, or a grapevine bear figs? Neither can a salt spring produce fresh water.
13 UDB તમારામાંનો કોઈ એવું વિચારે કે તે બુદ્ધિમાન છે અને વધુ જાણકાર છે, તો તેણે લોકોને એ બતાવવા માટે સારી રીતે વર્તવું જોઈએ કે તેનાં સારાં કૃત્યો તો તે સાચે જ બુદ્ધિમાન તેના હોવાના પરિણામ સ્વરૂપે છે. BSB BSB: Who is wise and understanding among you? Let him show it by his good conduct, by deeds done in the humility that comes from wisdom.
14 UDB પરંતુ જો તમે લોકો પ્રત્યે ઈર્ષ્યાળુ હો તથા તેઓની વિરુદ્ધ જૂઠું બોલો અને તેઓનું ખરાબ કરો તો તમારે ઢોંગ કરવો નહિ કે તમે બુદ્ધિમાન છો. એમ ગર્વ કરવાથી જે ખરેખર સાચું છે તેને તમે ખોટું કહી રહ્યા છો. BSB BSB: But if you harbor bitter jealousy and selfish ambition in your hearts, do not boast in it or deny the truth.
15 UDB જેઓ આ પ્રમાણે વિચાર કરે છે તેઓ ઈશ્વર ઇચ્છે છે તેવા બુદ્ધિમાન નથી. તેને બદલે તેઓ, જેઓ ઈશ્વરનું માન રાખતા નથી માત્ર તેઓના જેવા વિચાર કરનાર અને કૃત્ય કરનાર છે. તેઓ પોતાની ખરાબ ઈચ્છાઓ અનુસાર વિચારે છે અને વર્તે છે. તેઓ તે જ કરે છે કે જે દુષ્ટાત્માઓ તેમની પાસે કરાવવા માંગે છે. BSB BSB: Such wisdom does not come from above, but is earthly, unspiritual, demonic.
16 UDB યાદ રાખો કે જે લોકો આ પ્રમાણે વિચારે છે તેઓ પોતાને નિયંત્રિત કરી શકતા નથી. તેઓ બીજા લોકોની ઈર્ષ્યા કરે છે અને એવું વર્તે છે કે તેઓ જે કરી રહ્યા છે તે સાચું છે, પણ તે તો ખોટું છે. BSB BSB: For where jealousy and selfish ambition exist, there will be disorder and every evil practice.
17 UDB સ્વર્ગમાંના ઈશ્વર આપણને બુદ્ધિમાન બનાવે છે. સૌથી પહેલાં, તેઓ આપણને નૈતિક રીતે શુદ્ધ થવાનું શીખવે છે. તેઓ આપણને શીખવે છે કે કેવી રીતે બીજાઓ સાથે શાંતિમાં રહેવું. તેઓ આપણને બીજાઓ પ્રત્યે ભલા થવાનું અને તેઓને મદદ કરવાનું શીખવે છે. તેઓ આપણને જેઓ લાયક નથી તેઓ પ્રત્યે ભલા થવાનું શીખવે છે. તેઓ આપણને સારી બાબતો કરવાનું શીખવે છે કે જેનાં પરિણામો લાંબા ગાળાના હોય. તેઓ આપણને પ્રામાણિક બનવાનું અને જે સારું છે તે કરવાનું કદાપિ બંધ ન કરવાનું શીખવે છે. BSB BSB: But the wisdom from above is first of all pure, then peace-loving, gentle, accommodating, full of mercy and good fruit, impartial, and sincere.
18 UDB જેઓ બીજાઓ પ્રત્યે શાંતિપૂર્વક વર્તે છે તેઓ તેમને પણ શાંતિપૂર્વક વર્તતા કરે છે, જેનું પરિણામ એ આવે છે કે તેઓ સર્વ સાથે રહે છે અને સાચી રીતે વર્તે છે. BSB BSB: Peacemakers who sow in peace reap the fruit of righteousness.
Select verses for actions: Enter goes to them and Escape comes back.