1 UDB "હું તમને સત્ય કહું છું: જે ઘેટાંના વાડામાં પ્રવેશે, તેણે બારણાંમાંથી જ પ્રવેશવું જોઈએ. જો તે બીજી કોઈ રીતે અંદર પ્રવેશે, તો તે ઘેટાંની કાળજી રાખનાર નહીં, પરંતુ ઘેટાંને ચોરી જનાર ચોર કે લૂંટારો છે. BSB BSB: “Truly, truly, I tell you, whoever does not enter the sheepfold by the gate, but climbs in some other way, is a thief and a robber.
2 UDB જે બારણાંમાંથી ઘેટાંના વાડામાં પ્રવેશે છે તે જ ખરો ઘેટાંપાળક છે, કારણ કે તે ઘેટાંની કાળજી રાખે છે. BSB BSB: But the one who enters by the gate is the shepherd of the sheep.
3 UDB ઘેટાંપાળક દૂર હોય ત્યારે બારણાંની રક્ષા કરનાર ભાડુતી માણસ જ્યારે ઘેટાંપાળક આવે છે ત્યારે તેના માટે બારણું ખોલશે. વળી, જ્યારે ઘેટાંપાળક ઘેટાંને નામ લઈને બોલાવે છે ત્યારે ઘેટાં માત્ર તેનો જ અવાજ ઓળખે છે. ત્યારબાદ તે ઘેટાંને ચરાવવા અને પાણી પીવડાવવા વાડાની બહાર લઇ જાય છે. BSB BSB: The gatekeeper opens the gate for him, and the sheep listen for his voice. He calls his own sheep by name and leads them out.
4 UDB પોતાનાં બધાં ઘેટાંને વાડાની બહાર લાવ્યા પછી તે ઘેટાંઓની આગળ ચાલે છે. તેનાં ઘેટાં તેની પાછળ ચાલવા આતુર હોય છે કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે. BSB BSB: When he has brought out all his own, he goes on ahead of them, and his sheep follow him because they know his voice.
5 UDB કોઈ અજાણ્યો જો ઘેટાંને બોલાવે તો તેઓ તેની પાછળ જશે નહીં. તેઓ તેની પાસેથી નાસી જશે કારણ કે અજાણ્યા માણસનો અવાજ તેઓ ઓળખતાં નથી." BSB BSB: But they will never follow a stranger; in fact, they will flee from him because they do not recognize his voice.”
6 UDB ઘેટાંપાળકના કાર્યનું આ ઉદાહરણ ઈસુએ વાપર્યું. તો પણ, તેઓ તેમને શું કહે છે તે તેમના શિષ્યો સમજ્યા નહીં. BSB BSB: Jesus spoke to them using this illustration, but they did not understand what He was telling them.
7 UDB તેથી ઈસુએ ફરી તેમની સાથે વાત કરી, "હું તમને સત્ય કહું છું: હું બારણું છું કે જેમાંથી સર્વ ઘેટાં વાડામાં પ્રવેશે છે. BSB BSB: So He said to them again, “Truly, truly, I tell you, I am the gate for the sheep.
8 UDB જે સર્વ મારી અગાઉ આવ્યા, તેઓ ઘેટાંને ચોરી જનાર ચોર અને લૂંટારા હતા; પરંતુ ઘેટાંઓએ તેઓનું સાંભળ્યું નહીં, અને તેઓ તેમની પાછળ ગયાં નહીં. BSB BSB: All who came before Me were thieves and robbers, but the sheep did not listen to them.
9 UDB હું પોતે તે બારણા સમાન છું. જો કોઈ બારણામાંથી પ્રવેશે અને જ્યાં ઘેટાં છે તે વાડામાં જાય, તો તે સુરક્ષિત રહેશે, અને તે બહાર જશે અને તેને ચરવાનું મળશે. BSB BSB: I am the gate. If anyone enters through Me, he will be saved. He will come in and go out and find pasture.
10 UDB ચોર માત્ર ચોરી કરવા, મારી નાખવા, અને નાશ કરવા માટે આવે છે. તેમને જીવન મળે માટે હું આવ્યો છું અને તે જીવન ભરપૂર અને ઊભરાતું જીવન હશે. BSB BSB: The thief comes only to steal and kill and destroy. I have come that they may have life, and have it in all its fullness.
12 UDB કોઈ વ્યક્તિ ઘેટાં ઉપર દેખરેખ રાખવા ભાડુતી માણસને નાણાં ચૂકવે છે. તે ઘેટાં પોતાનાં છે તેવી રીતે તે ઘેટાંની કાળજી રાખતો નથી; નોકરી કરનાર કર્મચારીની જેમ તે માટે કામ કરે છે. તેથી જ્યારે ઘેટાંઓને મારી નાખવા તે વરુને આવતું જુએ છે, ત્યારે તે પોતાના જીવને જોખમમાં નાખતો નથી. તે ઘેટાંને પડતાં મૂકીને નાસી જાય છે તેથી વરુ તે ઘેટાંઓ પર હુમલો કરી તેઓમાંના ઘણાંને લઇ જાય છે અને બીજાઓને વિખેરી નાખે છે. BSB BSB: The hired hand is not the shepherd, and the sheep are not his own. When he sees the wolf coming, he abandons the sheep and runs away. Then the wolf pounces on them and scatters the flock.
13 UDB ભાડુતી માણસ નાસી જાય છે કારણ કે તે માત્ર નાણાં માટે કામ કરે છે. ઘેટાંનું શું થાય તેની તેને ચિંતા હોતી નથી. BSB BSB: The man runs away because he is a hired servant and is unconcerned for the sheep.
14 UDB હું, પોતે, ઉત્તમ ઘેટાંપાળક છું. જેમ હું મારા પિતાને ઓળખું છું અને મારા પિતા મને ઓળખે છે તેમ BSB BSB: I am the good shepherd. I know My sheep and My sheep know Me,
15 UDB હું મારાં પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારાં પોતાનાં ઘેટાં મને ઓળખે છે. તેના કારણે, હું મારાં ઘેટાં માટે મરણ પામવા માટે તૈયાર છું. BSB BSB: just as the Father knows Me and I know the Father. And I lay down My life for the sheep.
19 UDB જ્યારે યહૂદીઓએ ઈસુ જે શબ્દો બોલ્યા તે સાંભળ્યું ત્યારે તેઓ મધ્યે ઈસુ વિષેનાં તેમનાં મંતવ્યના લીધે ભાગલા પડ્યા. BSB BSB: Again there was division among the Jews because of Jesus’ message.
20 UDB તેઓમાંના ઘણા એ કહ્યું, "દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે અને તેણે તેને ઘેલો કર્યો છે. તેને સાંભળવામાં સમય બગાડશો નહીં!" BSB BSB: Many of them said, “He is demon-possessed and insane. Why would you listen to Him?”
21 UDB બીજાઓએ કહ્યું, "તેઓ જે કહે છે તે દુષ્ટાત્માથી પીડિત માણસ કદી કહી શકે નહીં. કોઈ દુષ્ટાત્મા અંધ માણસની આંખો ખોલી શકે નહિ!" BSB BSB: But others replied, “These are not the words of a man possessed by a demon. Can a demon open the eyes of the blind?”
23 UDB ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં સુલેમાનની પરસાળમાં ચાલતા હતા. BSB BSB: and Jesus was walking in the temple courts in Solomon’s Colonnade.
24 UDB જેઓ ઈસુના વિરોધી હતા તે યહૂદીઓ ઈસુની આસપાસ ભેગા થયા અને કહ્યું, "તમે કોણ છો તે સંબંધી તમે અમને કેટલો સમય શંકામાં રાખશો? જો તમે મસીહા છો તો અમને સ્પષ્ટપણે કહી દો, કે જેથી અમે જાણી શકીએ." BSB BSB: So the Jews gathered around Him and demanded, “How long will You keep us in suspense? If You are the Christ, tell us plainly.”
25 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "મેં તમને કહ્યું છે, પરંતુ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાના નામ દ્વારા અને તેમના અધિકારથી હું જે ચમત્કારો અને બીજાં કાર્યો કરું છું તેના લીધે તમે જાણો છો કે હું કોણ છું. મારાં વિષે જે સર્વ તમારે જાણવું જોઈએ તે એ બાબતો તમને કહે છે. BSB BSB: “I already told you,” Jesus replied, “but you did not believe. The works I do in My Father’s name testify on My behalf.
26 UDB તમે મારા પર વિશ્વાસ કરતા નથી કેમ કે તમે મારા નથી. તમે બીજા ઘેટાપાળકનાં ઘેટાં છો. BSB BSB: But because you are not My sheep, you refuse to believe.
28 UDB હું તેમને અનંતજીવન આપુ છું. કોઈ કદી તેમનો નાશ કરી શકશે નહીં, અને કોઈ તેઓને મારી પાસેથી ચોરવા શક્તિમાન થશે નહીં. BSB BSB: I give them eternal life, and they will never perish. No one can snatch them out of My hand.
29 UDB મારા પિતા સર્વ કરતાં મહાન છે, અને તેમણે તેઓને મને સોંપ્યાં છે; તેથી કોઈ તેઓને મારી પાસેથી ચોરવા શક્તિમાન થશે નહીં. BSB BSB: My Father who has given them to Me is greater than all. No one can snatch them out of My Father’s hand.
31 UDB ઈસુના દુશ્મનોએ ફરી પથ્થર લીધા કે તેઓ પથ્થર મારીને તેઓને મારી નાખે. BSB BSB: At this, the Jews again picked up stones to stone Him.
32 UDB ઈસુએ તેઓને કહ્યું, "જે કામો મારા પિતાએ મને કહ્યાં હતાં તે, ઘણાં સારાં કામ કરતાં તમે મને જોયો છે. તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારવા જઈ રહ્યા છો?" BSB BSB: But Jesus responded, “I have shown you many good works from the Father. For which of these do you stone Me?”
33 UDB યહૂદી વિરોધીઓએ જવાબ આપ્યો, "તમારા સારા કામને કારણે નહીં, પરંતુ તમે, માત્ર માણસ થઈને, ઈશ્વરનું અપમાન કરો છો અને પોતાને ઈશ્વર ઠરાવો છો માટે અમે તમારો જીવ લેવા ઇચ્છીએ છીએ!" BSB BSB: “We are not stoning You for any good work,” said the Jews, “but for blasphemy, because You, who are a man, make Yourself out to be God.”
34 UDB ઈસુએ તેઓને જવાબ આપ્યો, "જે શાસકો ઈશ્વરે નીમ્યા તેઓને તેમણે જે કહ્યું તે શાસ્ત્રમાં લખેલું છે: 'મેં કહ્યું છે કે તમે (ઘણા માનવંત હોઈને તથા ઘણાઓ પર અધિકાર ધરાવતા હોઈને) દેવો જેવા છો.' BSB BSB: Jesus replied, “Is it not written in your Law: ‘I have said you are gods’?
35 UDB જ્યારે ઈશ્વરે તે આગેવાનોને નીમ્યા ત્યારે તેઓએ આ પ્રમાણે કહ્યું. કોઈએ તેનો વિરોધ કર્યો નહીં, અને શાસ્ત્રમાં જે લખેલું છે તેને અસત્ય ઠરાવી શકાતું નથી. BSB BSB: If he called them gods to whom the word of God came—and the Scripture cannot be broken—
36 UDB જેને મારા પિતાએ અહીં આ દુનિયામાં મોકલવા માટે પસંદ કર્યો છે તે હું જ છું. તેથી 'હું ઈશ્વરનો દીકરો છું' એમ કહીને જ્યારે હું કહું છું કે હું ઈશ્વર સમાન છું ત્યારે તમે મારાથી ગુસ્સે કેમ થાઓ છો? BSB BSB: then what about the One whom the Father sanctified and sent into the world? How then can you accuse Me of blasphemy for stating that I am the Son of God?
37 UDB મારા પિતાએ જે કામ મને કરવાનું કહ્યું છે તે જો હું કરું નહીં, તો તમે મારા પર વિશ્વાસ કરો તેવી અપેક્ષા હું રાખું નહીં. BSB BSB: If I am not doing the works of My Father, then do not believe Me.
38 UDB તો પણ, કેમ કે હું આ કામો કરું છું, માટે ભલે તમે મારી વાતો પર વિશ્વાસ ન કરો પણ આ કામો તમને મારા વિષે જે કહે છે તેના પર વિશ્વાસ કરો. જો તમે તેમ કરો, તો તમે જાણશો અને સમજશો કે મારા પિતા મારામાં છે અને હું મારા પિતામાં છું." BSB BSB: But if I am doing them, even though you do not believe Me, believe the works themselves, so that you may know and understand that the Father is in Me, and I am in the Father.”
39 UDB તેઓએ તે સાંભળ્યું પછી, તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફરીથી ઈસુ તેઓથી દૂર ચાલ્યા ગયા. BSB BSB: At this, they tried again to seize Him, but He escaped their grasp.
40 UDB પછી ઈસુ યર્દન નદીની પૂર્વ બાજુ ગયા. યોહાન બાપ્તિસ્મી તેની સેવાની શરૂઆતના સમયમાં લોકોને જ્યાં બાપ્તિસ્મા આપતો હતો ત્યાં તેઓ ગયા. ઈસુ ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા. BSB BSB: Then Jesus went back across the Jordan to the place where John had first been baptizing, and He stayed there.
41 UDB ઘણા લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, "યોહાન બાપ્તિસ્મીએ કદી ચમત્કારો કર્યા નથી, પરંતુ આ માણસે ઘણા ચમત્કારો કર્યા છે! યોહાને આ માણસ માટે જે સર્વ કહ્યું હતું તે સાચું છે!" BSB BSB: Many came to Him and said, “Although John never performed a sign, everything he said about this man was true.”
42 UDB ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો; તેઓ કોણ હતા અને તેઓ તેમને માટે શું કરી શકે છે તેના પર તેઓએ વિશ્વાસ કર્યો. BSB BSB: And many in that place believed in Jesus.
Select verses for actions: Enter goes to them and Escape comes back.