1 UDB લાજરસ નામનો એક માણસ ઘણો જ બીમાર પડ્યો. તે બેથાનિયા ગામમાં જ્યાં મરિયમ અને માર્થા રહેતાં હતાં ત્યાં રહેતો હતો. BSB BSB: At this time a man named Lazarus was sick. He lived in Bethany, the village of Mary and her sister Martha.
2 UDB આ તે જ મરિયમ હતી કે જેણે પાછળથી પ્રભુ પર પોતાનો પ્રેમ અને તેમના પ્રત્યે માન દર્શાવવા માટે તેમના પર અત્તર રેડ્યું હતું, અને તેમના પગ પોતાના વાળ વડે લૂછ્યા હતા. જે બીમાર હતો એ તેનો ભાઈ લાજરસ જ હતો. BSB BSB: (Mary, whose brother Lazarus was sick, was to anoint the Lord with perfume and wipe His feet with her hair.)
3 UDB તેથી આ બંને બહેનોએ કોઈકને મોકલ્યો કે તે ઈસુને લાજરસ વિષે કહે; તેઓએ કહ્યું, "પ્રભુ, જેના પર તમે પ્રેમ કરો છો તે બીમાર છે." BSB BSB: So the sisters sent word to Jesus, “Lord, the one You love is sick.”
4 UDB જ્યારે ઈસુએ લાજરસની બીમારી વિષે સાંભળ્યું, ત્યારે તેમણે કહ્યું, "આ બીમારીથી લાજરસનું મરણ નહીં થાય. આ બીમારીનો હેતુ એ છે કે જ્યારે ઈશ્વર આશ્ચર્યકારક બાબતો કરે ત્યારે લોકો જુએ અને જાણે કે ઈશ્વર કેટલા મહાન છે અને તેથી હું, ઈશ્વર પુત્ર, પણ તેમનું મહાન સામર્થ્ય દર્શાવું." BSB BSB: When Jesus heard this, He said, “This sickness will not end in death. No, it is for the glory of God, so that the Son of God may be glorified through it.”
5 UDB હવે ઈસુ માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર પ્રેમ રાખતા હતા. BSB BSB: Now Jesus loved Martha and her sister and Lazarus.
6 UDB તેમ છતાં, જ્યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ બીમાર છે, ત્યારે તેમણે તેને મળવા જવામાં વિલંબ કર્યો. તેઓ જ્યાં હતા ત્યાં તેઓ બીજા બે દિવસ વધુ રોકાયા. BSB BSB: So on hearing that Lazarus was sick, He stayed where He was for two days,
7 UDB પછી તેમણે શિષ્યોને કહ્યું, "ચાલો ફરી યહૂદિયા જઈએ." BSB BSB: and then He said to the disciples, “Let us go back to Judea.”
8 UDB શિષ્યોએ કહ્યું, "ગુરુજી, થોડા સમય અગાઉ જે યહૂદીઓ તમારો વિરોધ કરતા હતા તેઓ તમને પથ્થરે મારી નાખવા ઇચ્છતા હતા, અને હવે તમારે ફરી ત્યાં જવું છે!" BSB BSB: “Rabbi,” they replied, “the Jews just tried to stone You, and You are going back there?”
9 UDB ઈસુએ તેઓને જવાબ આપ્યો, "તમે જાણો છો કે દિવસના બાર કલાક હોય છે, શું તે સત્ય નથી? જે દિવસે ચાલે છે તે સાચવીને ચાલશે કારણ કે રસ્તામાં શું છે તેને તે જોઈ શકે છે. BSB BSB: Jesus answered, “Are there not twelve hours of daylight? If anyone walks in the daytime, he will not stumble, because he sees by the light of this world.
10 UDB તો પણ, જ્યારે માણસ રાત્રે ચાલે છે, ત્યારે તે સહેલાઇથી ઠોકર ખાય છે કારણ કે તે જોઈ શકતો નથી." BSB BSB: But if anyone walks at night, he will stumble, because he has no light.”
11 UDB આ બાબતો કહ્યા પછી, તેમણે તેઓને કહ્યું, "આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પરંતુ હું તેને ઉઠાડવા ત્યાં જઈશ." BSB BSB: After He had said this, He told them, “Our friend Lazarus has fallen asleep, but I am going there to wake him up.”
12 UDB શિષ્યોએ તેમને કહ્યું, "પ્રભુ, જો તે ઊંઘી ગયો છે, તો તેને સારું થઈ જશે." BSB BSB: His disciples replied, “Lord, if he is sleeping, he will get better.”
13 UDB ઈસુ તો લાજરસના મરણ સંબંધી કહી રહ્યા હતા, પરંતુ શિષ્યોને લાગ્યું કે તેઓ ઊંઘ કે જેના વિષે આપણે જાણીએ છીએ કે તે આપણને આરામ આપે છે તેના વિષે કહી રહ્યા છે. BSB BSB: They thought that Jesus was talking about actual sleep, but He was speaking about the death of Lazarus.
14 UDB પછી તેમણે તેઓને સ્પષ્ટપણે કહ્યું, "લાજરસ મરણ પામ્યો છે." BSB BSB: So Jesus told them plainly, “Lazarus is dead,
15 UDB ઈસુએ બોલવાનું જારી રાખતાં કહ્યું, "પરંતુ તમારા માટે, હું આનંદ અનુભવું છું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે હું ત્યાં ન હતો જેથી તમે મારા પર કયા કારણથી વિશ્વાસ કરી શકો છો તે તમે જાણો. હવે સમય છે; ચાલો આપણે તેની પાસે જઈએ." BSB BSB: and for your sake I am glad I was not there, so that you may believe. But let us go to him.”
16 UDB પછી થોમા, જે 'દીદીમસ (જોડિયો)' કહેવાય છે, તેણે બીજા શિષ્યોને કહ્યું, "ચાલો આપણે ઈસુ સાથે જઈએ કે જેથી આપણે પણ તેમની સાથે મરણ પામીએ." BSB BSB: Then Thomas called Didymus said to his fellow disciples, “Let us also go, so that we may die with Him.”
17 UDB જ્યારે ઈસુ બેથાનિયા આવ્યા, ત્યારે તેઓએ જોયું કે લાજરસ તો મરણ પામ્યો છે અને તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઇ ગયા છે. BSB BSB: When Jesus arrived, He found that Lazarus had already spent four days in the tomb.
18 UDB હવે યરુશાલેમ બેથાનિયાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર હતું. BSB BSB: Now Bethany was near Jerusalem, a little less than two miles away,
19 UDB ઘણા યહૂદીઓ લાજરસ અને તેના કુટુંબને ઓળખતા હતા, અને તેઓ યરુશાલેમથી માર્થા અને મરિયમને તેમના ભાઈના મરણ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા. BSB BSB: and many of the Jews had come to Martha and Mary to console them in the loss of their brother.
20 UDB જ્યારે માર્થાએ કોઈને એમ બોલતા સાંભળ્યા કે ઈસુ નજીકમાં જ છે, ત્યારે તે તેમને મળવા રસ્તા પર બહાર ગઈ. મરિયમ ઊઠી નહિ પણ ઘરમાં જ રહી. BSB BSB: So when Martha heard that Jesus was coming, she went out to meet Him, but Mary stayed at home.
21 UDB જ્યારે માર્થાએ ઈસુને જોયા, ત્યારે તેણે તેમને કહ્યું, "પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. BSB BSB: Martha said to Jesus, “Lord, if You had been here, my brother would not have died.
22 UDB તો પણ, હું જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે ઈશ્વર તમને આપશે." BSB BSB: But even now I know that God will give You whatever You ask of Him.”
23 UDB ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરી જીવિત થશે." BSB BSB: “Your brother will rise again,” Jesus told her.
24 UDB માર્થાએ તેમને કહ્યું, "હું જાણું છું કે જ્યારે છેલ્લા દિવસે ઈશ્વર સર્વ મરણ પામેલાને ઊઠાડશે ત્યારે તે ફરી જીવિત થશે." BSB BSB: Martha replied, “I know that he will rise again in the resurrection at the last day.”
25 UDB ઈસુએ તેને કહ્યું, "મરણ પામેલાઓને ઊઠાડનાર હું છું; તેઓને જીવન આપનાર હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે જો કે મરણ પામે, તોપણ તે ફરી જીવિત થશે. BSB BSB: Jesus said to her, “I am the resurrection and the life. Whoever believes in Me will live, even though he dies.
26 UDB જે સર્વ જીવન પામે છે તેઓ મારી સાથે જોડાય છે અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે કદી મરણ પામશે નહીં. શું તું આ બાબતો પર વિશ્વાસ કરે છે?" BSB BSB: And everyone who lives and believes in Me will never die. Do you believe this?”
27 UDB તેણે તેમને કહ્યું, "હા, પ્રભુ! તમે જે કહો છો તે પર હું વિશ્વાસ કરું છું અને હું વિશ્વાસ કરું છું કે, તમે ઈશ્વરના દીકરા, મસીહ છો, જેમના વિષે ઈશ્વરે વચન આપ્યું હતું કે તેઓ આ દુનિયામાં આવશે. BSB BSB: “Yes, Lord,” she answered, “I believe that You are the Christ, the Son of God, who was to come into the world.”
28 UDB તેણે આ કહ્યું ત્યારબાદ, તે ઘરમાં ગઈ અને તેની બહેન મરિયમને એકબાજુએ લઈ જઈને તેણે તેને ખાનગીમાં કહ્યું, "ગુરુજી અહીં છે, અને તેઓ તને બોલાવે છે." BSB BSB: After Martha had said this, she went back and called her sister Mary aside to tell her, “The Teacher is here and is asking for you.”
29 UDB જ્યારે મરિયમે આ સાંભળ્યું, ત્યારે તે જલદીથી ઊઠી અને તેમની પાસે બહાર ગઈ. BSB BSB: And when Mary heard this, she got up quickly and went to Him.
30 UDB ઈસુ હજુ સુધી ગામમાં પ્રવેશ્યા ન હતા; માર્થા તેમને જ્યાં મળી હતી ત્યાં જ તેઓ હતા. BSB BSB: Now Jesus had not yet entered the village, but was still at the place where Martha had met Him.
31 UDB બહેનોને દિલાસો આપવા જે લોકો તે ઘરમાં આવ્યા હતા તેઓએ મરિયમને ઉતાવળે ઊઠીને બહાર જતાં જોઈ. તેથી તેઓ એમ વિચારતા તેની પાછળ ગયા, કે તે લાજરસને દફનાવ્યો છે ત્યાં તેની કબરે તેના ભાઈને માટે શોક કરવા જઈ રહી છે. BSB BSB: When the Jews who were in the house consoling Mary saw how quickly she got up and went out, they followed her, supposing she was going to the tomb to mourn there.
32 UDB જ્યાં ઈસુ હતા તે જગ્યાએ મરિયમ આવી; જ્યારે તેણે તેમને જોયા, ત્યારે તે તેમના પગે પડી અને તેણે કહ્યું, "પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત." BSB BSB: When Mary came to Jesus and saw Him, she fell at His feet and said, “Lord, if You had been here, my brother would not have died.”
34 UDB તેમણે કહ્યું, "તમે તેના શબને ક્યાં મૂક્યું છે?" તેઓએ તેમને કહ્યું, "પ્રભુ, આવો અને જુઓ." BSB BSB: “Where have you put him?” He asked. “Come and see, Lord,” they answered.
36 UDB તેથી યહૂદીઓએ કહ્યું, "જુઓ તેઓ લાજરસ પર કેટલો પ્રેમ કરતા હતા!" BSB BSB: Then the Jews said, “See how He loved him!”
37 UDB તો પણ, બીજા કેટલાંકે કહ્યું, "શું તેઓએ અંધ માણસની આંખો ઉઘાડી ન હતી? શા માટે તેમણે આ માણસને મરણ પામતા બચાવ્યો નહીં?" BSB BSB: But some of them asked, “Could not this man who opened the eyes of the blind also have kept Lazarus from dying?”
38 UDB જ્યારે ઈસુ કબરે આવ્યા ત્યારે તેઓ શરીરથી ધ્રૂજી ઊઠ્યા અને તેઓ ભાવાત્મક રીતે અસ્વસ્થ થયા. તે તો ગુફા હતી અને તેના પ્રવેશ દ્વારે મોટો પથ્થર મૂકેલો હતો. BSB BSB: Jesus, once again deeply moved, came to the tomb. It was a cave with a stone laid across the entrance.
39 UDB જેઓ ત્યાં ઊભા હતા તેઓને ઈસુએ આજ્ઞા કરી, "પથ્થરને ખસેડો." તો પણ, માર્થાએ કહ્યું, "પ્રભુ, હવે તો તે દુર્ગંધ મારતો હશે, કેમ કે તે ચાર દિવસ અગાઉ મરણ પામ્યો છે." BSB BSB: “Take away the stone,” Jesus said. “Lord, by now he stinks,” said Martha, the sister of the dead man. “It has already been four days.”
40 UDB ઈસુએ તેને કહ્યું, "શું મેં તને સત્ય કહ્યું ન હતું કે જો તું મારા પર વિશ્વાસ કરે, તો ઈશ્વર કોણ છે તે તું જોશે અને તેઓ શું કરી શકે છે તે તું જાણશે?" BSB BSB: Jesus replied, “Did I not tell you that if you believed, you would see the glory of God?”
41 UDB તેથી તેઓએ પથ્થર ખસેડ્યો. ઈસુએ સ્વર્ગ તરફ જોતાં કહ્યું, "પિતા, તમે મારું સાંભળ્યું છે માટે હું તમારો આભાર માનું છું. BSB BSB: So they took away the stone. Then Jesus lifted His eyes upward and said, “Father, I thank You that You have heard Me.
42 UDB હું જાણું છું કે તમે હંમેશાં મારું સાંભળો છો. જે લોકો અહીં ઊભા છે તેઓની ખાતર હું આ કહું છું કે જેથી તેઓ તમારા પર વિશ્વાસ કરે અને ખાતરી પામે કે તમે મને મોકલ્યો છે." BSB BSB: I knew that You always hear Me, but I say this for the benefit of the people standing here, so they may believe that You sent Me.”
43 UDB તેમણે તે કહ્યું પછી જોરથી બૂમ પાડી, "લાજરસ, બહાર આવ!" BSB BSB: After Jesus had said this, He called out in a loud voice, “Lazarus, come out!”
44 UDB જે માણસ મરણ પામ્યો હતો તે બહાર આવ્યો! તેના હાથ હજુ કાપડથી વીંટાળેલા અને તેના પગ શણની પટ્ટીથી બાંધેલા હતા, અને તેનું મુખ પણ કાપડમાં વીંટાળેલું હતું. ઈસુએ તેઓને કહ્યું, "જે કાપડની પટ્ટીઓ દ્વારા તેને બાંધ્યો છે તે કાઢી નાખો અને તેને છોડો. તેને જવા દો." BSB BSB: The man who had been dead came out with his hands and feet bound in strips of linen, and his face wrapped in a cloth. “Unwrap him and let him go,” Jesus told them.
45 UDB તેના પરિણામે, જે ઘણા યહૂદીઓ મરિયમને મળવા આવ્યા હતા અને ઈસુએ જે કર્યું તે જેઓએ જોયું હતું, તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો. BSB BSB: Therefore many of the Jews who had come to Mary, and had seen what Jesus did, believed in Him.
46 UDB તેમ છતાં, કેટલાક ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કર્યું હતું તે તેઓને કહ્યું. BSB BSB: But some of them went to the Pharisees and told them what Jesus had done.
47 UDB તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદી ન્યાયસભાના સર્વ સભ્યોને ભેગા કર્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "આપણે શું કરીશું? આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. BSB BSB: Then the chief priests and Pharisees convened the Sanhedrin and said, “What are we to do? This man is performing many signs.
48 UDB જો આપણે તેમને તે કરવા દઈએ, તો પ્રત્યેક જણ તેમના પર વિશ્વાસ કરશે અને રોમ વિરુદ્ધ બળવો કરશે. પછી રોમનું સૈન્ય આવીને આપણા ભક્તિસ્થાન અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે!" BSB BSB: If we let Him go on like this, everyone will believe in Him, and then the Romans will come and take away both our place and our nation.”
49 UDB કાયાફા સભાનો સભાસદ હતો કે જે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું, "તમે સર્વ કંઈ જાણતા નથી! BSB BSB: But one of them, named Caiaphas, who was high priest that year, said to them, “You know nothing at all!
50 UDB શું તમને નથી લાગતું કે આખા રાષ્ટ્રનો નાશ થાય તેના કરતાં આખા રાષ્ટ્ર માટે એક માણસ મરણ પામે તે વધારે સારું છે?" BSB BSB: You do not realize that it is better for you that one man die for the people than that the whole nation perish.”
51 UDB તેણે જે કહ્યું તે તેના પોતાના વિચારના લીધે કહ્યું ન હતું. પણ, તે વર્ષે તે પ્રમુખ યાજક હતો તેથી, તે પ્રબોધ કરતો હતો કે ઈસુએ આખા રાષ્ટ્ર માટે મરણ પામવું જોઈએ. BSB BSB: Caiaphas did not say this on his own. Instead, as high priest that year, he was prophesying that Jesus would die for the nation,
52 UDB પરંતુ તેણે તો તે પણ પ્રબોધ કર્યો કે માત્ર યહૂદી રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ ઈશ્વરનાં બાળકો, કે જેઓ અન્ય દેશોમાં રહે છે, તેઓને પણ એક રાષ્ટ્ર તરીકે ભેગાં કરવા ઈસુ મરણ પામશે. BSB BSB: and not only for the nation, but also for the scattered children of God, to gather them together into one.
53 UDB તેથી તે દિવસથી, ન્યાયસભા ઈસુની ધરપકડ કરવા અને મારી નાખવા માટે તક શોધવા લાગી. BSB BSB: So from that day on they plotted to kill Him.
54 UDB તેના કારણે, ઈસુએ તેમના યહૂદી વિરોધીઓ સમક્ષ જાહેરમાં ફરવાનું ટાળ્યું. તેના બદલે, તેઓ યરુશાલેમમાંથી, તેમના શિષ્યો સાથે, ઉજ્જડ રણના વિસ્તાર પાસેના એફ્રાઇમ નામના નગરમાં ગયા. ત્યાં થોડા સમય માટે તેઓ તેમના શિષ્યો સાથે રહ્યા. BSB BSB: As a result, Jesus no longer went about publicly among the Jews, but He withdrew to a town called Ephraim in an area near the wilderness. And He stayed there with the disciples.
55 UDB હવે તે લગભગ યહૂદી પાસ્ખાપર્વનો સમય હતો, અને દેશના ઘણા ભજનિકો યરુશાલેમ ગયા. તૈયારી સ્વરૂપે તેઓ પોતાને શુદ્ધ કરતા હતા, કે જેથી યહૂદી નિયમ પ્રમાણે તેઓ પોતાને શુદ્ધ કરે, જેથી તેઓ પાસ્ખાપર્વની ઉજવણી કરી શકે. BSB BSB: Now the Jewish Passover was near, and many people went up from the country to Jerusalem to purify themselves before the Passover.
56 UDB જે ભજનિકો પાસ્ખાપર્વ માટે યરુશાલેમ આવ્યા હતા તેઓ સર્વ ઈસુને શોધતા હતા. જ્યારે તેઓ ભક્તિસ્થાનમાં આવ્યા, ત્યારે તેઓ એકબીજાને પૂછતા હતા, "તમને શું લાગે છે? તેઓ પાસ્ખાપર્વમાં નહીં આવે કે, શું તેઓ આવશે?" BSB BSB: They kept looking for Jesus and asking one another as they stood in the temple courts, “What do you think? Will He come to the feast at all?”
57 UDB યહૂદી મુખ્ય યાજક અને ફરોશીઓએ હુકમ બહાર પાડ્યો હતો કે જો કોઈને તે ખબર પડે કે ઈસુ ક્યાં છે, તો તેણે તેઓને જણાવવું, જેથી તેઓ તેમની ધરપકડ કરી શકે. BSB BSB: But the chief priests and Pharisees had given orders that anyone who knew where He was must report it, so that they could arrest Him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.