1 UDB "હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે. BSB BSB: “I am the true vine, and My Father is the keeper of the vineyard.
2 UDB મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને મારા પિતા કાપીને નાખી દે છે. જે દરેક ડાળી સારું ફળ આપે છે, તેની તેઓ કાટ-છાંટ કરે છે કે જેથી તેને હજુ વધારે ફળ આવે. BSB BSB: He cuts off every branch in Me that bears no fruit, and every branch that does bear fruit, He prunes to make it even more fruitful.
3 UDB મેં તમને જે સંદેશ કહ્યો છે તેના કારણે તમે શુદ્ધ થઈ ચૂક્યા છો. BSB BSB: You are already clean because of the word I have spoken to you.
4 UDB મારી સાથે જોડાયેલા રહો, અને હું તમારી સાથે જોડાયેલો રહીશ. જેમ ડાળી પોતાની જાતે ફળ ઉત્પન્ન કરતી નથી, તેવી જ રીતે તમે પણ મારી સાથે જોડાયેલા રહ્યા વગર અને સર્વ બાબતો માટે મારા પર આધાર રાખ્યા વગર ફળ આપી શકતા નથી. BSB BSB: Remain in Me, and I will remain in you. Just as no branch can bear fruit by itself unless it remains in the vine, neither can you bear fruit unless you remain in Me.
5 UDB હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો. જો તમે મારી સાથે જોડાયેલા રહેશો અને હું તમારી સાથે જોડાયેલો રહીશ, તો તમે ઘણાં ફળ આપશો, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. BSB BSB: I am the vine and you are the branches. The one who remains in Me, and I in him, will bear much fruit. For apart from Me you can do nothing.
6 UDB જે બધા લોકો મારી સાથે જોડાયેલા રહેતા નથી અને પોતાનું જીવન મારાથી દૂર જીવે છે તેઓને મરેલી ડાળીની માફક નાંખી દેવામાં આવશે. તેવી ડાળીઓને ભેગી કરીને તેઓને સળગાવી નાખવા અગ્નિમાં નંખાય છે. BSB BSB: If anyone does not remain in Me, he is like a branch that is thrown away and withers. Such branches are gathered up, thrown into the fire, and burned.
7 UDB જો તમે મારી સાથે જોડાયેલા રહો અને મારા સંદેશ પ્રમાણે જીવો, તો તમે ઈશ્વર પાસે કંઈ પણ માગી શકો, અને તેઓ તે કરશે. BSB BSB: If you remain in Me and My words remain in you, ask whatever you wish, and it will be done for you.
8 UDB જ્યારે તમે ઘણાં ફળ આપો છો, ત્યારે તેનાથી લોકો પિતાને મહિમા આપે છે. ત્યારે તમે મારા શિષ્યો છો. BSB BSB: This is to My Father’s glory, that you bear much fruit, proving yourselves to be My disciples.
9 UDB જેમ પિતાએ મને પ્રેમ કર્યો, તેમ મેં તમને પ્રેમ કર્યો છે. તમને પ્રેમ કરવાનું મને જારી રાખવા દો. BSB BSB: As the Father has loved Me, so have I loved you. Remain in My love.
10 UDB હું તમને જે કરવાનું કહું છું તે જો તમે કરો, તો તમે મને પ્રેમ કરવાનું જારી રાખવા દેશો. તમે આ રીતે મારા જેવા થશો: મારા પિતાએ હું કરું તે માટે જે ચાહ્યું તેને હું આધીન થયો, અને મારા આજ્ઞાપાલનના કારણે, હું તેમના પ્રેમમાં રહ્યો છું. તમારા સંબંધમાં પણ તે એટલું જ સાચું રહેશે. BSB BSB: If you keep My commandments, you will remain in My love, just as I have kept My Father’s commandments and remain in His love.
11 UDB મેં તમને આ બાબતો કહી કે જેથી મારો આનંદ તમારામાં રહે, અને જેથી તમે પૂરેપૂરી રીતે આનંદ કરી શકો. BSB BSB: I have told you these things so that My joy may be in you and your joy may be complete.
12 UDB મેં તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે: જેમ મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજાને પ્રેમ કરો. BSB BSB: This is My commandment, that you love one another as I have loved you.
13 UDB માણસ પોતાના મિત્રો માટે પોતાનો જીવ આપે તેનાથી મહાન પ્રેમ કોઈનો નથી. BSB BSB: Greater love has no one than this, that he lay down his life for his friends.
14 UDB જો તમે મારી આજ્ઞાઓ માત્ર સાંભળો જ નહીં પણ તે પ્રમાણે જીવો તો તમે મારા મિત્રો છો. BSB BSB: You are My friends if you do what I command you.
15 UDB હવે પછી હું તમને મારા ચાકરો કહેતો નથી, કેમ કે માલિક શું કરે છે તે ચાકર સમજતો નથી. હવે હું તમને મિત્રો કહું છું, કેમ કે જે કંઈ મેં મારા પિતા પાસેથી સાંભળ્યું તે બધું મેં તમને કહ્યું છે કે જેથી તમે તે સમજી શકો. BSB BSB: No longer do I call you servants, for a servant does not understand what his master is doing. But I have called you friends, because everything I have learned from My Father I have made known to you.
16 UDB તમે મને પસંદ કર્યો નથી, પરંતુ મેં તમને ચોક્કસ ઉદેશ્ય માટે પસંદ કર્યા છે, જેથી તમે બહાર જાઓ અને ઘણાં ફળ આપો અને તમારાં ફળ હંમેશ માટે રહે. જેના પરિણામે, તમે પિતા પાસે મારા નામે જે કંઈ માગો તે, તેઓ તમને આપે. BSB BSB: You did not choose Me, but I chose you. And I appointed you to go and bear fruit—fruit that will remain—so that whatever you ask the Father in My name, He will give you.
17 UDB હું તમને જે કરવાની આજ્ઞા આપું છું તે તો આ છે: એકબીજાને પ્રેમ કરો. BSB BSB: This is My command to you: Love one another.
18 UDB જો જગત તમને ધિક્કારે, તો તમારે સ્પષ્ટપણે જાણવું કે પ્રથમ તેણે મને ધિક્કાર્યો છે. BSB BSB: If the world hates you, understand that it hated Me first.
19 UDB જો તમે આ જગતના અવિશ્વાસીઓમાંના હોત, તો જગત તમને પ્રેમ કરત, અને તેઓ જેને પ્રેમ કરે છે તેને તમે પ્રેમ કરત અને તેઓ જે કરે છે તે તમે કરત. પરંતુ તમે તેઓમાંના નથી; તેના બદલે, મેં તમને તેઓમાંથી અલગ કર્યા છે. તે કારણે આ જગતના અવિશ્વાસીઓ તમને ધિક્કારે છે. BSB BSB: If you were of the world, it would love you as its own. Instead, the world hates you, because you are not of the world, but I have chosen you out of the world.
20 UDB જ્યારે મેં તમને આ શીખવ્યું કે 'ચાકર તેના માલિક કરતાં મોટો નથી' તેને યાદ રાખો. જેમ તેઓએ મને સતાવ્યો છે, તેમ ખાતરી રાખો કે તેઓ તમને પણ સતાવશે. જો તેઓમાંના કોઈએ મારું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને તે પાળતા હોય, તો તમે તેઓને જે શીખવશો તે પણ તેઓ પાળશે. BSB BSB: Remember the word that I spoke to you: ‘No servant is greater than his master.’ If they persecuted Me, they will persecute you as well; if they kept My word, they will keep yours as well.
21 UDB આ જગતના અવિશ્વાસી લોકો તમારી સાથે ભયંકર બાબતો કરશે કારણ કે તમે મારું પ્રતિનિધિત્વ કરો છો અને તેઓ મારા પિતા કે જેમણે મને તમારી પાસે મોકલ્યો છે, તેમને ઓળખતા નથી. BSB BSB: But they will treat you like this because of My name, since they do not know the One who sent Me.
22 UDB જો હું આવ્યો ન હોત અને ઈશ્વરનો સંદેશ તેઓને કહ્યો ન હોત, તો તેઓ મને અને મારા સંદેશને નકારવાના લીધે દોષિત થયા ન હોત. તો પણ, હવે મેં આવીને તેઓને ઈશ્વરનો સંદેશ કહ્યો છે, અને તેઓ પાસે તેઓના પાપ વિષે કંઈ બહાનું નથી. BSB BSB: If I had not come and spoken to them, they would not be guilty of sin. Now, however, they have no excuse for their sin.
23 UDB જેઓ મને ધિક્કારે છે તેઓ મારા પિતાને પણ ધિક્કારે છે. BSB BSB: Whoever hates Me hates My Father as well.
24 UDB જો મેં તે બાબતો કે જેમાં મેં મારું પરાક્રમ દર્શાવ્યું અને એવી બાબતો જેને કોઈએ ક્યારેય કરી નથી તેઓને તેઓ મધ્યે કરી ન હોત, તો તેઓને પાપનો દોષ ન લાગત. હવે તો તેઓએ મને જોયો છે, છતાં તેઓ મને ધિક્કારે છે, અને તેઓ મારા પિતાને પણ ધિક્કારે છે. BSB BSB: If I had not done among them the works that no one else did, they would not be guilty of sin; but now they have seen and hated both Me and My Father.
25 UDB આ શબ્દો તેઓના નિયમમાં લખેલા હતા અને હવે તે સત્ય ઠર્યા છે: 'કોઈ કારણ વગર તેઓએ મને ધિક્કાર્યો.' BSB BSB: But this is to fulfill what is written in their Law: ‘They hated Me without reason.’
27 UDB તમે મારા વિષે જે જાણો છો તે તમારે બધાને કહેવું કારણ કે જ્યારથી મેં લોકોને શીખવવાનું અને ચમત્કારો કરવાનું શરૂ કર્યું તે પ્રથમ દિવસથી જ તમે મારી સાથે સર્વ સમયે હતા." BSB BSB: And you also must testify, because you have been with Me from the beginning.
Select verses for actions: Enter goes to them and Escape comes back.