1 UDB ત્યારબાદ, ઈસુ તિબેરિયસના સમુદ્રકિનારે (જે ગાલીલના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે) ત્યાં પ્રગટ થયા. તેમણે પોતાને આ રીતે ઓળખાવ્યા: BSB BSB: Later, by the Sea of Tiberias, Jesus again revealed Himself to the disciples. He made Himself known in this way:
2 UDB સિમોન પિતર, થોમા (જે દીદીમસ (જોડિયો) કહેવાતો હતો), ગાલીલના કાનાનો નાથાનાયેલ, ઝબદીના દીકરા (યાકૂબ અને યોહાન), અને બીજા બે શિષ્યો, સર્વ સાથે હતા. BSB BSB: Simon Peter, Thomas called Didymus, Nathanael from Cana in Galilee, the sons of Zebedee, and two other disciples were together.
3 UDB સિમોન પિતરે બીજાઓને કહ્યું, "હું માછલાં પકડવાં જાઉં છું." તેઓએ કહ્યું, "અમે પણ તારી સાથે આવીએ છીએ." તેઓ બહાર જઈ હોડીમાં ચઢ્યા, પરંતુ તે રાત્રે તેઓને કંઈ પ્રાપ્ત થયું નહીં. BSB BSB: Simon Peter told them, “I am going fishing.” “We will go with you,” they said. So they went out and got into the boat, but caught nothing that night.
4 UDB વહેલી સવારે, ઈસુ કિનારે ઊભા રહ્યા, પરંતુ શિષ્યો જાણતા ન હતા કે તેઓ ઈસુ છે. BSB BSB: Early in the morning, Jesus stood on the shore, but the disciples did not recognize that it was Jesus.
5 UDB ઈસુએ તેઓને કહ્યું, "મારા મિત્રો, શું તમારા કોઈની પાસે માછલી છે?" તેઓએ કહ્યું, "ના." BSB BSB: So He called out to them, “Children, do you have any fish?” “No,” they answered.
6 UDB તેમણે તેઓને કહ્યું, "હોડીની જમણી તરફ તમારી જાળ નાખો અને તમને મળશે." જેમ તેમણે કહ્યું હતું તેમ તેઓએ જાળ નાખી, અને તેઓએ જાળમાં એટલી બધી માછલીઓ પકડી કે તેઓ તે જાળને હોડીમાં ખેંચી શક્યા નહીં! BSB BSB: He told them, “Cast the net on the right side of the boat, and you will find some.” So they cast it there, and they were unable to haul it in because of the great number of fish.
7 UDB ઈસુનો શિષ્ય યોહાન, કે જેને તેઓ બહુ પ્રેમ કરતા હતા, તેણે પિતરને કહ્યું, "તેઓ તો પ્રભુ છે!" જ્યારે સિમોન પિતરે તેને આમ કહેતાં સાંભળ્યો, ત્યારે તેણે પોતાનું ઉપવસ્ત્ર શરીર પર લપેટ્યું (કેમ કે કામ કરતાં સમયે તેણે નાનું જ વસ્ત્ર પહેર્યું હતું), અને તે પાણીમાં કૂદી પડ્યો. BSB BSB: Then the disciple whom Jesus loved said to Peter, “It is the Lord!” As soon as Simon Peter heard that it was the Lord, he put on his outer garment (for he had removed it) and jumped into the sea.
8 UDB તેઓ કિનારેથી બહુ દૂર નહીં પરંતુ ૯૦ મીટર દૂર હતા તેથી બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા કિનારે આવ્યા. BSB BSB: The other disciples came ashore in the boat. They dragged in the net full of fish, for they were not far from land, only about a hundred yards.
9 UDB જ્યારે તેઓ કિનારે આવ્યા, ત્યારે તેઓએ સળગતો દેવતા અને તેના પર માછલી શેકાતી જોઈ, અને ત્યાં થોડી રોટલીઓ પણ હતી. BSB BSB: When they landed, they saw a charcoal fire there with fish on it, and some bread.
10 UDB ઈસુએ તેઓને કહ્યું, "તમે હમણાં જે માછલીઓ પકડી તેમાંથી કેટલીક લાવો!" BSB BSB: Jesus told them, “Bring some of the fish you have just caught.”
11 UDB સિમોન પિતર હોડીમાં પાછો ચઢ્યો અને મોટી માછલીઓથી ભરેલી જાળને કિનારે લઈ આવ્યો. તેમાં કુલ ૧૫૩ માછલીઓ હતી. તો પણ જાળ ફાટી નહીં. BSB BSB: So Simon Peter went aboard and dragged the net ashore. It was full of large fish, 153, but even with so many, the net was not torn.
12 UDB ઈસુએ તેઓને કહ્યું, "આવો અને સવારનો નાસ્તો કરો!" શિષ્યોમાંના કોઈની પણ હિંમત ના ચાલી કે તેઓ તેમને પૂછે, "તમે કોણ છો?" તેઓ જાણતા હતા કે તે તો પ્રભુ હતા. BSB BSB: “Come, have breakfast,” Jesus said to them. None of the disciples dared to ask Him, “Who are You?” They knew it was the Lord.
13 UDB ઈસુએ આવીને તેઓને રોટલી અને માછલી આપી. BSB BSB: Jesus came and took the bread and gave it to them, and He did the same with the fish.
14 UDB ઈશ્વરે તેઓને મરણમાંથી ઉઠાડ્યા પછી આ ત્રીજી વાર ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું. BSB BSB: This was now the third time that Jesus appeared to the disciples after He was raised from the dead.
15 UDB જ્યારે તેઓ નાસ્તો કરી રહ્યા, ત્યારે ઈસુએ સિમોન પિતરને પૂછ્યું, "યોહાનના દીકરા સિમોન, આ બીજાઓ મારા પર પ્રેમ કરે છે તેનાથી શું તું મારા પર વિશેષ પ્રેમ કરે છે?" પિતરે તેમને કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ કહ્યું, "મારાં ઘેટાંનું પોષણ કર." BSB BSB: When they had finished eating, Jesus asked Simon Peter, “Simon son of John, do you love Me more than these?” “Yes, Lord,” he answered, “You know I love You.” Jesus replied, “Feed My lambs.”
16 UDB ઈસુએ તેને બીજીવાર કહ્યું, "યોહાનના પુત્ર સિમોન, શું તું મને પ્રેમ કરે છે?" તેણે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ તેને કહ્યું, "મારા ઘેટાંનો પાળક થા." BSB BSB: Jesus asked a second time, “Simon son of John, do you love Me?” “Yes, Lord,” he answered, “You know I love You.” Jesus told him, “Shepherd My sheep.”
17 UDB ઈસુએ તેને ત્રીજીવાર કહ્યું, "શું તું મને પ્રેમ કરે છે?" પિતરે કહ્યું, "પ્રભુ, તમે સઘળું જાણો છો. તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ કહ્યું, "મારા ઘેટાંનું પોષણ કર." BSB BSB: Jesus asked a third time, “Simon son of John, do you love Me?” Peter was deeply hurt that Jesus had asked him a third time, “Do you love Me?” “Lord, You know all things,” he replied. “You know I love You.” Jesus said to him, “Feed My sheep.
19 UDB પિતર કેવી રીતે ઈશ્વરને માન આપતાં મરણ પામશે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ." BSB BSB: Jesus said this to indicate the kind of death by which Peter would glorify God. And after He had said this, He told him, “Follow Me.”
21 UDB જ્યારે પિતરે તેને જોયો ત્યારે, તેણે ઈસુને પૂછ્યું, "પ્રભુ, આ માણસનું શું થશે?" BSB BSB: When Peter saw him, he asked, “Lord, what about him?”
22 UDB ઈસુએ તેને કહ્યું, "હું પાછો આવું ત્યાં સુધી તે જીવે તેવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે ચિંતા કરવાની જરૂર નથી! તું મારી પાછળ આવ." BSB BSB: Jesus answered, “If I want him to remain until I return, what is that to you? You follow Me!”
23 UDB તેથી તે વાત ભાઈઓ-બહેનોમાં પ્રસરી ગઈ કે તે શિષ્ય મરણ પામવાનો નથી. છતાં ઈસુએ તેમ નહોતું કહ્યું કે તે મરણ નહીં પામે. તેમણે માત્ર એમ કહ્યું હતું કે, "જો હું ઇચ્છું કે હું પાછો આવું ત્યાં સુધી તે મરણ ન પામે તો તેમાં તારે ચિંતા કરવાની જરૂર નથી!" BSB BSB: Because of this, the rumor spread among the brothers that this disciple would not die. However, Jesus did not say that he would not die, but only, “If I want him to remain until I return, what is that to you?”
25 UDB ઈસુએ બીજી ઘણી બાબતો કરી, એટલી બધી કે જો તે સર્વ લખવામાં આવે, તો મને લાગે છે જગતમાં લખવા માટે પુસ્તકો ઓછા પડે. BSB BSB: There are many more things that Jesus did. If all of them were written down, I suppose that not even the world itself would have space for the books that would be written.
Select verses for actions: Enter goes to them and Escape comes back.