1 UDB નિકોદેમસ નામનો એક માણસ હતો. તે ફરોશીઓમાંનો એક સભ્ય હતો, કે જે તે સમયનું યહૂદી વિશ્વાસ ધરાવતું એક ચુસ્ત જૂથ હતું. તે એક મહત્વનો વ્યક્તિ હતો, તે ઉચ્ચ યહૂદી સંચાલક પરિષદનો સભ્ય હતો. BSB BSB: Now there was a man of the Pharisees named Nicodemus, a leader of the Jews.
2 UDB તે ઈસુને રાત્રે મળવા ગયો. તેણે ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો. અમે આ જાણીએ છીએ કારણ કે તમે જે ચમત્કારો કરી રહ્યા છો તે ઈશ્વરની મદદ વગર કોઈ પણ કરી શકે નહિ." BSB BSB: He came to Jesus at night and said, “Rabbi, we know that You are a teacher who has come from God. For no one could perform the signs You are doing if God were not with him.”
3 UDB નિકોદેમસે જે કહ્યું તે વિષે ઈસુએ ઉત્તર આપતા કહ્યું, "હું તને સત્ય કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી." BSB BSB: Jesus replied, “Truly, truly, I tell you, no one can see the kingdom of God unless he is born again.”
4 UDB પછી નિકોદેમસે તેમને કહ્યું, "જો માણસ વૃદ્ધ હોય તો તે ફરીથી કેવી રીતે જન્મ લઈ શકે? કોઈ પણ તેના માતાના ગર્ભમાં પ્રવેશીને બીજી વાર જન્મ લઇ શકે નહિ!" BSB BSB: “How can a man be born when he is old?” Nicodemus asked. “Can he enter his mother’s womb a second time to be born?”
5 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "હું ખાતરી આપું છું કે આ પણ સત્ય છે, જો કોઈ માણસ પાણી અને પવિત્ર આત્મા બંનેથી જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. BSB BSB: Jesus answered, “Truly, truly, I tell you, no one can enter the kingdom of God unless he is born of water and the Spirit.
6 UDB જો કોઈ મનુષ્યથી જન્મેલો હોય, તો તે માત્ર મનુષ્ય છે. પરંતુ જેઓ ઈશ્વરના આત્માના કાર્યથી જન્મેલા છે તેઓ પાસે નવો આત્મિક સ્વભાવ છે જે ઈશ્વર તેઓમાં ઉત્પન્ન કરે છે. BSB BSB: Flesh is born of flesh, but spirit is born of the Spirit.
7 UDB જ્યારે હું તને કહું કે તારે નવો જન્મ પામવો જ જોઈએ ત્યારે આશ્ચર્ય પામતો નહિ. BSB BSB: Do not be amazed that I said, ‘You must be born again.’
8 UDB તે આના જેવું છે: પવન જ્યાં તે ઇચ્છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે જાણતા નથી. જેઓને પવિત્ર આત્મા દ્વારા જીવિત બનાવાય છે તેઓના માટે પણ તેવું જ છે: પવિત્ર આત્મા જેને પણ ઇચ્છે તેને નવો જન્મ આપે છે. BSB BSB: The wind blows where it wishes. You hear its sound, but you do not know where it comes from or where it is going. So it is with everyone born of the Spirit.”
9 UDB નિકોદેમસે તેમને ઉત્તર આપ્યો, "આ કેવી રીતે સાચું હોઈ શકે?" BSB BSB: “How can this be?” Nicodemus asked.
10 UDB ઈસુએ તેને ઉત્તર આપ્યો, "તું ઇઝરાયલમાં એક મહત્વનો શિક્ષક છે, અને તેમ છતાં હું જે કહું છે તે તું સમજી શકતો નથી? BSB BSB: “You are Israel’s teacher,” said Jesus, “and you do not understand these things?
11 UDB હું તને સત્ય કહું છું, જે સાચી બાબતો અમે જાણીએ છીએ તે કહીએ છીએ, અને અમે જે જોયું છે તે કહીએ છીએ, તેમ છતાં જેઓને અમે આ બાબતો કહીએ છીએ તેઓમાંના તમે કોઈ પણ અમે જે કહીએ છીએ તેના પર વિશ્વાસ કરતા નથી. BSB BSB: Truly, truly, I tell you, we speak of what we know, and we testify to what we have seen, and yet you people do not accept our testimony.
12 UDB પૃથ્વી પરની બાબતો જે મેં તમને કહી તે પર જો તમે વિશ્વાસ ન કરો તો, જ્યારે સ્વર્ગ વિશેની વાતો હું તમને કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો? BSB BSB: If I have told you about earthly things and you do not believe, how will you believe if I tell you about heavenly things?
13 UDB હું માણસનો દીકરો જ સ્વર્ગમાં ગયો છું અને અહીં પૃથ્વી પર ઊતરી આવનાર પણ હું જ છું. BSB BSB: No one has ascended into heaven except the One who descended from heaven—the Son of Man.
14 UDB ઘણા સમય અગાઉ મૂસા, જ્યારે તે નિર્ગમન દરમ્યાન અરણ્યમાં હતો, ત્યારે તેણે થાંભલા પર ઝેરી સાપને ઊંચો કર્યો અને જે સર્વએ તેના તરફ જોયું તેઓને બચાવવામાં આવ્યા. તેવી જ રીતે, માણસના દીકરાને ઊંચો કરવામાં આવવો જોઈએ BSB BSB: Just as Moses lifted up the snake in the wilderness, so the Son of Man must be lifted up,
15 UDB જેથી જે કોઈ જુએ અને તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. BSB BSB: that everyone who believes in Him may have eternal life.
17 UDB ઈશ્વરે તેમના દીકરાને જગત પર સજા ફરમાવવા નહિ, પરંતુ જગતને બચાવવા માટે મોકલ્યા. BSB BSB: For God did not send His Son into the world to condemn the world, but to save the world through Him.
18 UDB જેઓ દીકરા પર વિશ્વાસ કરે છે, તેઓને ઈશ્વર ક્યારેય દોષિત ઠરાવશે નહિ. પરંતુ જેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી તેઓ સર્વને ઈશ્વર દોષિત ઠરાવી ચૂક્યા છે, કારણ કે તેઓએ ઈશ્વરના એકમાત્ર દીકરાના નામ પર વિશ્વાસ કર્યો નહિ. BSB BSB: Whoever believes in Him is not condemned, but whoever does not believe has already been condemned, because he has not believed in the name of God’s one and only Son.
19 UDB ઈશ્વરે તેમણે કરેલો પાપી લોકોનો ન્યાય સર્વ લોકો જુએ તે માટે સ્પષ્ટ કર્યો છે: તેમનું અજવાળું આ જગતમાં આવ્યું, પરંતુ આ જગતના લોકોએ અંધકારને પ્રેમ કર્યો અને તેઓ અજવાળાથી છુપાઈ ગયા. તેઓએ અંધકારને પ્રેમ કર્યો કારણ કે તેઓ જે કરતા હતા તે ગંદુ અને ખરાબ હતું. BSB BSB: And this is the verdict: The Light has come into the world, but men loved the darkness rather than the Light because their deeds were evil.
20 UDB દરેક વ્યક્તિ જે ખરાબ કાર્યો કરે છે તે અજવાળાને ધિક્કારે છે અને તેઓ તેની પાસે ક્યારેય આવશે નહિ કારણ કે તેઓ જે કરે છે તેને અજવાળું ખુલ્લું પાડે છે અને દર્શાવે છે કે તેઓ કેટલા દુષ્ટ છે. BSB BSB: Everyone who does evil hates the Light, and does not come into the Light for fear that his deeds will be exposed.
21 UDB પરંતુ જેઓ સારુ અને સાચું કરે છે તેઓ અજવાળાની પાસે આવે છે કે જેથી તેઓ જે કરે છે તે બધા જ જોઈ શકે અને જેથી સર્વ જાણી શકે કે તેઓએ આ બાબતો કરી ત્યારે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળતા હતા. BSB BSB: But whoever practices the truth comes into the Light, so that it may be seen clearly that what he has done has been accomplished in God.”
22 UDB તે બાબતો બન્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાના પ્રદેશમાં ગયા. તેઓ તેમના શિષ્યો સાથે થોડો સમય રહ્યા અને તેમણે ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું. BSB BSB: After this, Jesus and His disciples went into the Judean countryside, where He spent some time with them and baptized.
23 UDB યોહાન બાપ્તિસ્મી પણ સમરૂનના પ્રદેશમાં સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો. તે જગ્યાએ ઘણું પાણી હતું, અને તેથી ઘણા લોકોએ યોહાનની પાસે આવવાનું ચાલુ રાખ્યું. BSB BSB: Now John was also baptizing at Aenon near Salim, because the water was plentiful there, and people kept coming to be baptized.
24 UDB યોહાનના શત્રુઓએ તેને જેલમાં પૂર્યો તે સમય અગાઉ આ બન્યું. BSB BSB: (For John had not yet been thrown into prison.)
25 UDB ઈશ્વરને સ્વીકાર્ય બનવા શુધ્ધીકરણની જરૂરિયાત સંબંધી યોહાનના શિષ્યોને એક ખાસ યહૂદી માણસ સાથે વાદવિવાદ થયો. BSB BSB: Then a dispute arose between John’s disciples and a certain Jew over the issue of ceremonial washing.
26 UDB જેઓ વાદવિવાદ કરતા હતા તેઓ યોહાનની પાસે આવ્યા અને કહ્યું, "ગુરુજી, જ્યારે તું યર્દન નદીને પેલે પાર લોકોને બાપ્તિસ્મા આપતો હતો ત્યારે તારી સાથે એક માણસ હતો. તેં અમને તે માણસ બતાવ્યો હતો અને તે કોણ હતો તે કહ્યું હતું. હવે તે આખા યહૂદિયામાં બાપ્તિસ્મા આપે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે." BSB BSB: So John’s disciples came to him and said, “Look, Rabbi, the One who was with you beyond the Jordan, the One you testified about—He is baptizing, and everyone is going to Him.”
27 UDB યોહાને તેઓને ઉત્તર આપ્યો, "જ્યાં સુધી ઈશ્વર કોઈ માણસને કંઈ આપે નહીં ત્યાં સુધી તે કંઈ પણ પામી શકતો નથી. BSB BSB: John replied, “A man can receive only what is given him from heaven.
28 UDB જ્યારે હું તમને કહેતો હતો કે, 'હું મસીહ નથી, પરંતુ તેમના આવવાની અગાઉ રસ્તો સારો કરવા માટે મને મોકલવામાં આવ્યો છે' ત્યારે હું તમને સત્ય કહેતો હતો તે તમે જાણો છો. BSB BSB: You yourselves can testify that I said, ‘I am not the Christ, but am sent ahead of Him.’
29 UDB હું વરના મિત્ર જેવો છું. હું ત્યાં ઊભો રહીને વરના આવવાની રાહ જોઈ રહ્યો છું. છેવટે જ્યારે વર આવે છે અને તેનો મિત્ર તેના આવવાનો અવાજ સાંભળે છે ત્યારે તે ઘણો ખુશ થાય છે. આ સઘળું બન્યું છે માટે, તથા તેઓ આવ્યા છે તેના લીધે મને ઘણો આનંદ થાય છે. BSB BSB: The bride belongs to the bridegroom. The friend of the bridegroom stands and listens for him, and is overjoyed to hear the bridegroom’s voice. That joy is mine, and it is now complete.
30 UDB સમય જતાં તેઓની પ્રતિષ્ઠા અને મહત્વ વધશે, અને મારું મહત્વ ઘટતું જશે. BSB BSB: He must increase; I must decrease.
31 UDB ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે અને તેઓ બીજા કોઈ પણ કરતાં દરજ્જામાં ઘણા ઊંચા છે. આપણું ઘર પૃથ્વી પર છે અને આપણે માત્ર પૃથ્વી પરની બાબતો વિષે બોલી શકીએ છીએ. જે સ્વર્ગમાંથી આવે છે તે પૃથ્વી પરના સર્વ લોકો અને પૃથ્વી પર જે છે તે સર્વની ઉપર છે. BSB BSB: The One who comes from above is above all. The one who is from the earth belongs to the earth and speaks as one from the earth. The One who comes from heaven is above all.
32 UDB હવે અહીં એક છે કે જેઓ તેમણે જે જોયું અને સાંભળ્યું છે તેના વિષે સાક્ષી આપે છે, પરંતુ તેઓ જે કહે છે તે સાચું છે તેવું કોઈ પણ સ્વીકારતું નથી કે વિશ્વાસ કરતું નથી. BSB BSB: He testifies to what He has seen and heard, yet no one accepts His testimony.
33 UDB તેમ છતાં, તેઓએ જે કહ્યું તેના પર જેઓ વિશ્વાસ કરે છે, તેઓ સાક્ષી આપે છે કે ઈશ્વર સર્વ સત્યના સ્રોત છે, અને જે સાચું છે તેના માપ અને પ્રમાણભૂત ધોરણ માત્ર તેઓ જ છે. BSB BSB: Whoever accepts His testimony has certified that God is truthful.
34 UDB ઈશ્વરે તેમના પ્રવક્તા મોકલ્યા છે, અને તેઓએ જે કહ્યું છે તે સાચું છે, કેમ કે તેઓ ઈશ્વરના શબ્દો બોલે છે. અને તેઓ પોતાનો આત્મા માપીને આપતા નથી. BSB BSB: For the One whom God has sent speaks the words of God, for God gives the Spirit without limit.
35 UDB પિતા દીકરા પર પ્રેમ કરે છે અને તેઓ સઘળું દીકરાના અધિકાર હેઠળ મૂકે છે. BSB BSB: The Father loves the Son and has placed all things in His hands.
36 UDB જે કોઈ પણ ઈશ્વરના દીકરા પર વિશ્વાસ કરે છે તેની પાસે અનંતજીવન છે. જે કોઈ ઈશ્વરના દીકરાની આજ્ઞા પાળતો નથી તે ક્યારેય અનંતજીવન મેળવી શકતો નથી, અને તે માણસે કરેલા દરેક પાપને લીધે ઈશ્વરનો ન્યાયી પ્રકોપ તેના પર સદાકાળ રહેશે." BSB BSB: Whoever believes in the Son has eternal life. Whoever rejects the Son will not see life. Instead, the wrath of God remains on him.”