2 UDB તેઓએ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્નમાં આમંત્રિત કર્યા હતા. BSB BSB: and Jesus and His disciples had also been invited to the wedding.
3 UDB લગ્નમાં હાજરી આપનારાઓને તેઓએ દ્રાક્ષારસ પીરસ્યો અને તેઓની પાસે જે સર્વ દ્રાક્ષારસ હતો તે તેઓ પી ગયા. ઈસુની માએ તેમને કહ્યું, "તેઓની પાસે દ્રાક્ષારસ નથી." BSB BSB: When the wine ran out, Jesus’ mother said to Him, “They have no more wine.”
4 UDB ઈસુએ તેને કહ્યું, "બાઈ, મારે તેની સાથે શું લેવાદેવા? હજુ સુધી મારું અગત્યનું કાર્ય શરુ કરવાનો પસંદ કરેલો સમય આવ્યો નથી." BSB BSB: “Woman, what is that to you and to Me?” Jesus replied. “My hour has not yet come.”
6 UDB ત્યાં પથ્થરની છ ખાલી કોઠીઓ હતી. તેઓમાં પાણી ભરેલું હતું કે જેથી મહેમાનો અને ચાકરો તેમના હાથપગ ધોઈ શકે અને જેથી શુદ્ધિકરણની અન્ય યહૂદી વિધિઓ થઈ શકે. દરેક કોઠી ૭૫ થી ૧૧૫ લીટર પાણી સમાવી શકે તેમ હતી. BSB BSB: Now six stone water jars had been set there for the Jewish rites of purification. Each could hold from twenty to thirty gallons.
7 UDB ઈસુએ ચાકરોને કહ્યું, "કોઠીઓને પાણીથી ભરો!" તેથી તેઓએ કોઠીઓને કાંઠા સુધી છલોછલ ભરી. BSB BSB: Jesus told the servants, “Fill the jars with water.” So they filled them to the brim.
8 UDB પછી તેમણે તેઓને કહ્યું, "હવે, કોઠીમાંથી થોડું પાણી કાઢો અને તેને જમણના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ." તેથી ચાકરોએ તેમ કર્યું. BSB BSB: “Now draw some out,” He said, “and take it to the master of the banquet.” They did so,
9 UDB જમણના વ્યવસ્થાપકે પાણી ચાખ્યું, કે જે હવે દ્રાક્ષારસ બની ગયું હતું. દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો હતો તે એ જાણતો ન હતો, પણ ચાકરો જાણતા હતા. તેથી તેણે વરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, BSB BSB: and the master of the banquet tasted the water that had been turned into wine. He did not know where it was from, but the servants who had drawn the water knew. Then he called the bridegroom aside
10 UDB "બધા લોકો પ્રથમ શ્રેષ્ઠ દ્રાક્ષારસ પીરસે છે અને જ્યારે મહેમાનોએ ઘણો પીધો હોય અને શ્રેષ્ઠ પૂરો થઈ ગયો હોય, ત્યાર પછી તેઓ સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પરંતુ તેં તો હજુ સુધી શ્રેષ્ઠ દ્રાક્ષારસ મૂકી રાખ્યો છે." BSB BSB: and said, “Everyone serves the fine wine first, and then the cheap wine after the guests are drunk. But you have saved the fine wine until now!”
11 UDB ઈસુએ કરેલો તે પ્રથમ ચમત્કાર હતો, જેણે ઈસુ વિષેના સત્યને જાહેર કર્યુ. તે ચમત્કાર તેમણે ગાલીલ પ્રદેશના કાના ગામમાં કર્યો હતો. ત્યાં તેમણે બતાવ્યું કે તેઓ અદ્દભુત બાબતો કરી શકે છે. તેથી શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. BSB BSB: Jesus performed this, the first of His signs, at Cana in Galilee. He thus revealed His glory, and His disciples believed in Him.
12 UDB ત્યારબાદ ઈસુ અને તેમની માતા તથા ભાઈઓ, તેમના શિષ્યોની સાથે, કપરનાહૂમ શહેરમાં ગયા અને ત્યાં થોડા દિવસ રહ્યા. BSB BSB: After this, He went down to Capernaum with His mother and brothers and His disciples, and they stayed there a few days.
13 UDB હવે લગભગ તે યહૂદી પાસ્ખાપર્વની ઉજવણીનો સમય હતો. ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ ગયા. BSB BSB: When the Jewish Passover was near, Jesus went up to Jerusalem.
14 UDB ત્યાં ભક્તિસ્થાનના આંગણામાં તેમણે માણસોને ઘેટાંઉપરાંત પશુઓ,અને કબૂતરો વેચતા જોયા. જેઓ ભક્તિસ્થાનમાં બલિદાન ચઢાવતા હતા તેઓને પશુઓ વેચવામાં આવતા. તેમણે માણસોને મેજ પર બેસીને ભક્તિસ્થાનના નાણાં વેચતા પણ જોયા. BSB BSB: In the temple courts He found men selling cattle, sheep, and doves, and money changers seated at their tables.
15 UDB તેથી ઈસુએ ચામડાની દોરીઓનો કોરડો બનાવ્યો અને તેનો ઉપયોગ તેમણે ઘેટાં અને પશુઓને ભક્તિસ્થાનમાંથી હાંકી કાઢવા માટે કર્યો. તેમણે નાણાની લેવડદેવડ કરનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં અને તેમના સિક્કાઓ જમીન પર વિખેરી નાખ્યા. BSB BSB: So He made a whip out of cords and drove all from the temple courts, both sheep and cattle. He poured out the coins of the money changers and overturned their tables.
16 UDB જેઓ કબૂતરો વેચતા હતા તેઓને તેમણે હુકમ કર્યો, "આ કબૂતરો અહીંથી બહાર લઇ જાઓ! મારા પિતાના ઘરને બજાર ન બનાવો!" BSB BSB: To those selling doves He said, “Get these out of here! How dare you turn My Father’s house into a marketplace!”
17 UDB ઘણા સમય અગાઉ શાસ્ત્રમાં કોઈએ જે લખ્યું હતું તે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, "હે ઈશ્વર, તમારા ઘરને હું એટલો પ્રેમ કરું છું, કે તેના માટે હું મરણ પામીશ." BSB BSB: His disciples remembered that it is written: “Zeal for Your house will consume Me.”
18 UDB યહૂદી આગેવાનોએ તેમને પૂછ્યું, "તું જે કરે છે તે કરવા માટે તારી પાસે ઈશ્વર તરફથી પરવાનગી છે તે સાબિત કરવા તું અમારા માટે કયો ચમત્કાર કરી શકે છે?" BSB BSB: On account of this, the Jews demanded, “What sign can You show us to prove Your authority to do these things?”
19 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ ભક્તિસ્થાનનો નાશ કરો, અને ત્રણ દિવસમાં હું તેને ફરીથી બાંધીશ." BSB BSB: Jesus answered, “Destroy this temple, and in three days I will raise it up again.”
20 UDB તેઓએ તેમને પૂછ્યું "શું તું એમ કહે છે કે આ આખું ભક્તિસ્થાન તું માત્ર ત્રણ દિવસમાં ફરીથી બાંધીશ? આ ભક્તિસ્થાનને બાંધતા છેતાળીસ વર્ષ લાગ્યાં હતાં." BSB BSB: “This temple took forty-six years to build,” the Jews replied, “and You are going to raise it up in three days?”
21 UDB જો કે, ઈસુ જે ભક્તિસ્થાન વિષે કહી રહ્યા હતા તે તો તેમનું પોતાનું શરીર હતું, ભક્તિસ્થાનનું ભવન નહિ. BSB BSB: But Jesus was speaking about the temple of His body.
22 UDB બાદમાં, ઈસુ મરણ પામ્યા અને ઈશ્વરે તેમને મૂએલામાંથી પાછા ઉઠાડ્યા પછી, તેમણે ભક્તિસ્થાન વિષે જે કહ્યું હતું તે તેમના શિષ્યોને યાદ આવ્યું. શાસ્ત્રએ જે કહ્યું હતું અને ઈસુએ પોતે જે કહ્યું તે બન્ને પર તેઓએ વિશ્વાસ કર્યો. BSB BSB: After He was raised from the dead, His disciples remembered that He had said this. Then they believed the Scripture and the word that Jesus had spoken.
23 UDB પાસ્ખાપર્વના તહેવાર દરમ્યાન જ્યારે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો કારણ કે ઈસુ વિષેના સત્ય સૂચવતા ચમત્કારો તેઓએ જોયા હતા. BSB BSB: While He was in Jerusalem at the Passover Feast, many people saw the signs He was doing and believed in His name.
24 UDB તેમ છતાં, લોકો કેવા હતા તે ઈસુ જાણતા હતા, અને તેઓ તેમને ખૂબ જ સારી રીતે જાણતા હતા માટે, તેમણે તેઓનો વિશ્વાસ કર્યો નહિ. BSB BSB: But Jesus did not entrust Himself to them, for He knew them all.
25 UDB લોકો કેટલા દુષ્ટ હતા તે કોઈ તેમને કહે તેની તેમને જરૂર ન હતી. તેઓ લોકો વિષે બધું જ જાણતા હતા. BSB BSB: He did not need any testimony about man, for He knew what was in a man.