2 UDB તેમણે કંઈ પણ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી તે અગાઉ તેઓ ઈશ્વરની સાથે હતા. BSB BSB: He was with God in the beginning.
4 UDB સર્વ જીવન તે શબ્દમાં છે, તેથી તેઓ સર્વ બાબતો અને માણસોને જીવન આપી શક્યા. શબ્દ તે તો ઈશ્વરનું અજવાળું હતું કે જે સર્વત્ર સર્વ પર પ્રકાશ્યું. BSB BSB: In Him was life, and that life was the light of men.
5 UDB આ અજવાળું અંધકારમાં પ્રકાશ્યું, અને અંધકારે તેને હોલવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કરી શક્યું નહિ. BSB BSB: The Light shines in the darkness, and the darkness has not overcome it.
7 UDB તે લોકોને અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો. તેણે જે કહ્યું તે સાચું હતું, અને તેણે તે સંદેશ જાહેર કર્યો કે જેથી દરેક વ્યક્તિ વિશ્વાસ કરે. BSB BSB: He came as a witness to testify about the Light, so that through him everyone might believe.
8 UDB યોહાન પોતે અજવાળું ન હતો, પરંતુ તે લોકોને અજવાળા વિષે કહેવા આવ્યો હતો. BSB BSB: He himself was not the Light, but he came to testify about the Light.
9 UDB આ ખરું અજવાળું હતું કે જે સર્વ પર પ્રકાશે છે, અને તે અજવાળું જગતમાં આવવાનું હતું. BSB BSB: The true Light, who gives light to everyone, was coming into the world.
10 UDB શબ્દ જગતમાં હતો અને, તેમણે જગતને બનાવ્યું તેમ છતાં, જગતના લોકોમાંના કોઈએ પણ તેમને ઓળખ્યા નહિ કે તેઓ કોણ છે. BSB BSB: He was in the world, and though the world was made through Him, the world did not recognize Him.
11 UDB જો કે તેઓ તેમના પોતાના જગતમાં તથા તેમના પોતાના લોકો પાસે એટલે યહૂદીઓ પાસે આવ્યા, તો પણ તેઓએ તેમને નકાર્યા. BSB BSB: He came to His own, and His own did not receive Him.
12 UDB પરંતુ જેઓએ તેમને પોતાના જીવનોમાં ગ્રહણ કર્યા અને તેમના પર વિશ્વાસ કર્યો, તેઓને તેમણે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. BSB BSB: But to all who did receive Him, to those who believed in His name, He gave the right to become children of God—
13 UDB આ બાળકો ઈશ્વરથી જન્મેલાં છે. તેઓ જે સામાન્ય રીતે બાળક જન્મ પામે તે રીતે નહિ અથવા દેહની ઇચ્છા કે પસંદગીથી નહિ અથવા પતિની પિતા બનવાની ઇચ્છાથી જન્મ પામ્યાં ન હતાં. BSB BSB: children born not of blood, nor of the desire or will of man, but born of God.
15 UDB એક દિવસે યોહાન બાપ્તિસ્મી લોકોને શબ્દ વિષે કહેતો હતો, અને ઈસુ તેની પાસે આવ્યા. યોહાને તેની આસપાસના ટોળાને બૂમ પાડી, "મેં તમને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મારી પાછળ આવશે, કોઈ એવી વ્યક્તિ કે જે મારા કરતાં ઘણી મહત્વની છે. તેઓ મારા કરતાં ઘણા સમય અગાઉ અસ્તિત્વમાં હતા, એટલે કે હું જન્મ્યો તે અગાઉ સનાતન યુગોથી હતા. તે માણસ અહીં છે! આ એ જ માણસ છે કે જેમના વિષે હું વાત કરતો હતો!" BSB BSB: John testified concerning Him. He cried out, saying, “This is He of whom I said, ‘He who comes after me has surpassed me because He was before me.’”
16 UDB તેમણે જે કર્યું છે તેમાંથી આપણને સર્વને ઘણો લાભ થયો છે. તેઓ આપણા પ્રત્યે વારંવાર દયાભાવથી વર્ત્યા છે. BSB BSB: From His fullness we have all received grace upon grace.
17 UDB મૂસાએ યહૂદી લોકો સમક્ષ ઈશ્વરના નિયમો જાહેર કર્યા. ઈસુ મસીહ આપણી યોગ્યતાની હદ ઉપરાંત આપણા પ્રત્યે દયાળુ હતા અને તેમણે આપણને ઈશ્વર વિષે સત્ય બાબતો શીખવી. BSB BSB: For the law was given through Moses; grace and truth came through Jesus Christ.
19 UDB યોહાને તેની જે સાક્ષી આપી તે આ છે: યહૂદીઓએ યરુશાલેમથી યાજકો અને લેવીઓ મોકલ્યા; તેઓ યોહાનને પૂછવા આવ્યા કે, "તું કોણ છે?" BSB BSB: And this was John’s testimony when the Jews of Jerusalem sent priests and Levites to ask him, “Who are you?”
20 UDB તેથી યોહાને તેમને સાક્ષી આપીને કહ્યું, "હું મસીહ નથી!" BSB BSB: He did not refuse to confess, but openly declared, “I am not the Christ.”
22 UDB તેથી તેઓએ ફરી એકવાર તેને પૂછ્યું, "તો તું કોણ હોવાનો દાવો કરે છે? અમને કહે કે જેથી અમે પાછા ફરીને જેઓએ અમને મોકલ્યા છે તેઓને અહેવાલ આપીએ. તું તારા વિષે શું કહે છે?" BSB BSB: So they said to him, “Who are you? We need an answer for those who sent us. What do you say about yourself?”
23 UDB યશાયા પ્રબોધકે જેમ લખ્યું હતું તેમ તેણે જવાબ આપ્યો, "હું અરણ્યમાં પોકારનાર છું, 'પ્રભુ આપણી પાસે આવે તે માટે સારો માર્ગ તૈયાર કરો."' BSB BSB: John replied in the words of Isaiah the prophet: “I am a voice of one calling in the wilderness, ‘Make straight the way for the Lord.’”
24 UDB યોહાન પાસે આવેલા લોકોમાંના કેટલાક ફરોશી તરફના હતા. BSB BSB: Then the Pharisees who had been sent
25 UDB તેઓએ તેને પૂછ્યું, "જો તું કહે છે કે તું મસીહ કે એલિયા કે પ્રબોધક નથી, તો પછી તું શા માટે બાપ્તિસ્મા આપે છે?" BSB BSB: asked him, “Why then do you baptize, if you are not the Christ, nor Elijah, nor the Prophet?”
26 UDB યોહાને ઉત્તર આપ્યો, "હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પરંતુ હવે તમારી મધ્યે કોઈ એવી વ્યક્તિ છે કે જેને તમે જાણતા નથી. BSB BSB: “I baptize with water,” John replied, “but among you stands One you do not know.
27 UDB તે મારી પાછળ આવે છે, પરંતુ હું તેમના ચંપલની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી." BSB BSB: He is the One who comes after me, the straps of whose sandals I am not worthy to untie.”
28 UDB આ બાબતો યર્દનની પૂર્વ બાજુના બેથાનિયા ગામમાં બની. તે એ જગ્યા હતી કે જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો. BSB BSB: All this happened at Bethany beyond the Jordan, where John was baptizing.
29 UDB બીજે દિવસે યોહાને ઈસુને તેની તરફ આવતા જોયા. તેણે લોકોને કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, કે જે જગતનાં પાપ દૂર કરવા માટે બલિદાન તરીકે પોતાનું જીવન આપશે. BSB BSB: The next day John saw Jesus coming toward him and said, “Look, the Lamb of God, who takes away the sin of the world!
30 UDB તેઓ એ જ છે કે જેમના વિષે મેં કહ્યું હતું, 'મારી પાછળ કોઈક આવશે કે જે મારા કરતા વધારે મહત્વના છે, કારણ કે તેઓ મારી અગાઉ ઘણા સમય પહેલા, મારા જન્મ અગાઉ આદિકાળથી હતા.' BSB BSB: This is He of whom I said, ‘A man who comes after me has surpassed me because He was before me.’
31 UDB પ્રથમ તો મેં તેમને ઓળખ્યા ન હતા, પરંતુ હવે હું જાણું છું કે તેઓ કોણ છે. મારું કામ તો અહીં આવીને જેઓ દિલગીર હતા અને પોતાનાં પાપોથી ફર્યા તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાનું હતું. હું ઇચ્છું છું કે તેઓ કોણ છે તે ઇઝરાયલના લોકો જાણે. BSB BSB: I myself did not know Him, but the reason I came baptizing with water was that He might be revealed to Israel.”
32 UDB યોહાનનું કામ, તેણે જે જોયું તે આપણને કહેવાનું હતું. તેણે આ પ્રમાણે કહ્યું: "મેં ઈશ્વરના આત્માને સ્વર્ગમાંથી કબૂતરના રૂપમાં ઊતરતાં જોયો. આત્મા નીચે આવ્યો અને ઈસુ પર રહ્યો. BSB BSB: Then John testified, “I saw the Spirit descending from heaven like a dove and resting on Him.
33 UDB પ્રથમ તો, મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પરંતુ ઈશ્વરે મને લોકો કે જેઓ એમ કહેતા હતા કે તેઓ પોતાના પાપી માર્ગોથી પાછા ફરવા ઇચ્છે છે, તેઓનું પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો છે. ઈશ્વરે મને કહ્યું, 'તું જે માણસ પર મારો આત્મા ઊતરતો અને રહેતો જુએ તેઓ એ જ હશે કે જે તમને સર્વને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે.' BSB BSB: I myself did not know Him, but the One who sent me to baptize with water told me, ‘The man on whom you see the Spirit descend and rest is He who will baptize with the Holy Spirit.’
34 UDB મેં જોયું છે અને હું તમને સાક્ષી આપું છું કે તેઓ ઈશ્વરના દીકરા છે." BSB BSB: I have seen and testified that this is the Son of God.”
35 UDB યોહાન બાપ્તિસ્મી બીજા દિવસે તેના બે શિષ્યો સાથે ફરીથી તે જ જગ્યાએ હતો. BSB BSB: The next day John was there again with two of his disciples.
36 UDB જ્યારે તેણે ઈસુને પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, ઇઝરાયલના લોકો દ્વારા તેઓનાં પાપોની કિંમત ચૂકવવા જેમ ઘેટાને મારી નાખવામાં આવે છે તેમ, જેમને ઈશ્વરે તેમનું જીવન આપવા નીમ્યા છે તે માણસ!" BSB BSB: When he saw Jesus walking by, he said, “Look, the Lamb of God!”
37 UDB જ્યારે યોહાનના બે શિષ્યોએ યોહાનને આ બોલતા સાંભળ્યો, ત્યારે તેઓ યોહાનને છોડીને ઈસુને અનુસર્યા. BSB BSB: And when the two disciples heard him say this, they followed Jesus.
38 UDB ઈસુ પાછળ ફર્યા અને તેઓને પોતાની પાછળ આવતા જોઈને, તેમણે તેઓને પૂછ્યું, "તમે શું શોધો છો?" તેઓએ તેમને જવાબ આપ્યો, "રાબ્બી (જેનો અર્થ 'ગુરુજી' થાય છે), તમે ક્યાં રહો છો તે અમને કહો." BSB BSB: Jesus turned and saw them following. “What do you want?” He asked. They said to Him, “Rabbi” (which means Teacher), “where are You staying?”
39 UDB તેમણે ઉત્તર આપ્યો, "મારી સાથે આવો અને તમે જોશો!" તેથી તેઓ આવ્યા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું. તેઓ તે દિવસે તેમની સાથે રહ્યા કારણ કે ઘણું મોડું થયું હતું. (આશરે સાંજના ચાર વાગ્યા હતા.) BSB BSB: “Come and see,” He replied. So they went and saw where He was staying, and spent that day with Him. It was about the tenth hour.
40 UDB જેઓ ઈસુની પાછળ ગયા હતા તેમાંના એક શિષ્યનું નામ આન્દ્રિયા હતું; તે સિમોન પિતરનો ભાઈ હતો. BSB BSB: Andrew, Simon Peter’s brother, was one of the two who heard John’s testimony and followed Jesus.
41 UDB આન્દ્રિયા પ્રથમ તેના ભાઈ સિમોનને શોધવા ગયો. જ્યારે તે તેની પાસે આવ્યો, ત્યારે તેણે કહ્યું, "અમને મસીહ જેનો અર્થ 'ખ્રિસ્ત' થાય છે તેઓ મળ્યા છે!" BSB BSB: He first found his brother Simon and told him, “We have found the Messiah” (which is translated as Christ).
42 UDB આન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો. ઈસુએ પિતર તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, "તું સિમોન છે. તારા પિતાનું નામ યોના છે. તને કેફા નામ આપવામાં આવશે." કેફા એ અરામિક નામ છે કે જેનો અર્થ 'મજબૂત ખડક' થાય છે. (ગ્રીકમાં પિતરનો અર્થ પણ તે જ થાય છે.) BSB BSB: Andrew brought him to Jesus, who looked at him and said, “You are Simon son of John. You will be called Cephas” (which is translated as Peter).
43 UDB બીજા દિવસે ઈસુએ યર્દન નદીની ખીણ છોડીને જવાનું નક્કી કર્યું. તેઓ ગાલીલની આસપાસના પ્રદેશમાં ગયા અને તેમને ફિલિપ નામનો એક માણસ મળ્યો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ." BSB BSB: The next day Jesus decided to set out for Galilee. Finding Philip, He told him, “Follow Me.”
45 UDB પછી ફિલિપ તેના મિત્ર નથાનિયેલને શોધવા માટે ગયો. જ્યારે તે તેની પાસે આવ્યો, ત્યારે તેણે કહ્યું, "મસીહ, કે જેના વિષે મૂસાએ લખ્યું હતું તે અમને મળ્યા છે. પ્રબોધકોએ તે આવશે તેવી ભવિષ્યવાણી કરી હતી. તે મસીહ તો ઈસુ છે. તે નાસરેથ નગરના છે. તેમના પિતાનું નામ યૂસફ છે." BSB BSB: Philip found Nathanael and told him, “We have found the One Moses wrote about in the Law, the One the prophets foretold—Jesus of Nazareth, the son of Joseph.”
46 UDB નથાનિયેલે ઉત્તર આપ્યો, "નાસરેથના? શું નાસરેથમાંથી કંઈ સારું બહાર આવી શકે?" ફિલિપે ઉત્તર આપ્યો, "આવ અને તું જોઈશ!" BSB BSB: “Can anything good come from Nazareth?” Nathanael asked. “Come and see,” said Philip.
47 UDB જ્યારે ઈસુએ નથાનિયેલને આવતો જોયો, ત્યારે તેમણે તેના વિષે આ કહ્યું, "જુઓ! તે એક પ્રામાણિક અને સારો ઇઝરાયલી છે! તે ક્યારેય કોઈને છેતરતો નથી!" BSB BSB: When Jesus saw Nathanael approaching, He said of him, “Here is a true Israelite, in whom there is no deceit.”
48 UDB નથાનિયેલે તેમને પૂછ્યું, "હું કેવા પ્રકારનો માણસ છું તે તમે કેવી રીતે જાણો છો? તમે મને ઓળખતા નથી." ઈસુએ ઉત્તર આપ્યો, "ફિલિપે તને બોલાવ્યો તે અગાઉ જ્યારે તું અંજીરી નીચે એકલો બેઠો હતો ત્યારે મેં તને જોયો હતો." BSB BSB: “How do You know me?” Nathanael asked. Jesus replied, “Before Philip called you, I saw you under the fig tree.”
49 UDB પછી નથાનિયેલે જાહેર કર્યું, "ગુરુજી, તમે ચોક્કસ ઈશ્વરના દીકરા હોવા જોઈએ! જેમની અમે રાહ જોઈ રહ્યા છીએ તે ઇઝરાયલના રાજા તમે છો!" BSB BSB: “Rabbi,” Nathanael answered, “You are the Son of God! You are the King of Israel!”
50 UDB ઈસુએ તેને ઉત્તર આપ્યો, "મેં તને અંજીરી નીચે જોયો એવું મેં કહ્યું તે કારણે જ શું તું વિશ્વાસ કરે છે? તું મને તેનાથી ઘણા મહાન કાર્યો કરતાં જોશે!" BSB BSB: Jesus said to him, “Do you believe just because I told you I saw you under the fig tree? You will see greater things than these.”
51 UDB પછી ઈસુએ તેને કહ્યું, "હું તને સત્ય કહું છું: ઘણા સમય અગાઉ તારા પૂર્વજ યાકૂબે જેમ દર્શન જોયું, તેમ કોઈક દિવસે તમે સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશો." BSB BSB: Then He declared, “Truly, truly, I tell you, you will all see heaven open and the angels of God ascending and descending on the Son of Man.”