1 UDB ત્યાર બાદ બીજા યહૂદી તહેવારનો સમય આવ્યો, અને ઈસુ તેના માટે યરુશાલેમ ગયા. BSB BSB: Some time later there was a feast of the Jews, and Jesus went up to Jerusalem.
3 UDB ત્યાં બીમાર, અંધ અને ચાલી ન શકતા હોય તેવાં ઘણા લોકો હતા. ઘણા લોકો જેઓ ચાલી શકતા ન હતા તેઓ ત્યાં પરસાળમાં પડી રહ્યા હતા. BSB BSB: On these walkways lay a great number of the sick, the blind, the lame, and the paralyzed.
5 UDB એક માણસ કે જે ચાલી શકતો ન હતો તે આડત્રીસ વરસથી ત્યાં હતો. BSB BSB: One man there had been an invalid for thirty-eight years.
6 UDB ઈસુએ તેને ત્યાં પડી રહેલો જોઈને જાણ્યું કે ઘણા લાંબા સમયથી તે એ જ પરિસ્થિતિમાં હતો. તેમણે તે માણસને કહ્યું, "શું તું સાજો અને શક્તિમાન થવા ઇચ્છે છે?" BSB BSB: When Jesus saw him lying there and realized that he had spent a long time in this condition, He asked him, “Do you want to get well?”
7 UDB તે માણસે તેમને ઉત્તર આપ્યો, "ગુરુજી, જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને કુંડમાં ઊતારવા માટે મારી મદદ કરવા અહીં મારી પાસે કોઈ હોતું નથી. જ્યારે હું કુંડ પાસે જવાનો પ્રયત્ન કરતો હોઉં છું, ત્યારે હંમેશાં બીજો કોઈ મારી અગાઉ ઊતરી પડે છે." BSB BSB: “Sir,” the invalid replied, “I have no one to help me into the pool when the water is stirred. While I am on my way, someone else goes in before me.”
8 UDB ઈસુએ તેને કહ્યું, "ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ!" BSB BSB: Then Jesus told him, “Get up, pick up your mat, and walk.”
9 UDB તે માણસ તરત જ સાજો થયો અને પોતાની પથારી ઊંચકીને ચાલવા લાગ્યો. હવે તે તો સાબ્બાથ, એટલે વિશ્રામનો દિવસ હતો. BSB BSB: Immediately the man was made well, and he picked up his mat and began to walk. Now this happened on the Sabbath day,
10 UDB તેથી જે માણસ સાજો થયો હતો તેને યહૂદી આગેવાનોએ કહ્યું, "આજે વિશ્રામવાર છે, અને તું જાણે છે કે વિશ્રામના દિવસે તારી પથારી ઊંચકવી તે આપણા નિયમની વિરુદ્ધ છે." BSB BSB: so the Jews said to the man who had been healed, “This is the Sabbath! It is unlawful for you to carry your mat.”
11 UDB જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તેણે કહ્યું, "પરંતુ જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું, 'તારી પથારી ઊંચક અને ચાલ!'" BSB BSB: But he answered, “The man who made me well told me, ‘Pick up your mat and walk.’”
12 UDB તેઓએ તેને પૂછ્યું, "તે માણસ કોણ હતો?" BSB BSB: “Who is this man who told you to pick it up and walk?” they asked.
13 UDB હવે ઈસુએ તે માણસને સાજો કર્યો હોવા છતાં, તે માણસ તેમનું નામ જાણતો ન હતો. તેને સાજો કર્યા પછી, ઈસુ તે માણસને છોડીને ટોળામાં ચાલ્યા ગયા હતા. BSB BSB: But the man who was healed did not know who it was, for Jesus had slipped away while the crowd was there.
14 UDB પછીથી, ઈસુને તે માણસ ભક્તિસ્થાનમાં મળ્યો અને તેમણે તેને કહ્યું, "જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, જેથી તારી સાથે કંઈ વિશેષ ખરાબ થાય નહિ." BSB BSB: Afterward, Jesus found the man at the temple and said to him, “See, you have been made well. Stop sinning, or something worse may happen to you.”
15 UDB તે માણસ ચાલ્યો ગયો અને યહૂદી આગેવાનોને કહ્યું કે જે માણસે તેને સાજો કર્યો હતો તેઓ ઈસુ હતા. BSB BSB: And the man went away and told the Jews that it was Jesus who had made him well.
16 UDB તેથી યહૂદીઓએ ઈસુને રોકવાના પ્રયત્નો શરૂ કર્યા કારણ કે તેઓ અત્યંત આશ્ચર્યજનક કામો કરીને પોતાનું પરાક્રમ બતાવતા હતા અને અવારનવાર તે કામો વિશ્રામવારે કરતા હતા. BSB BSB: Now because Jesus was doing these things on the Sabbath, the Jews began to persecute Him.
17 UDB ઈસુએ તેમને આ જવાબ આપ્યો, "મારા પિતા અત્યારે પણ કામ કરી રહ્યા છે, અને હું પણ કરી રહ્યો છું." BSB BSB: But Jesus answered them, “To this very day My Father is at His work, and I too am working.”
19 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: હું, માણસનો દીકરો, મારા પોતાના અધિકારથી કંઈ પણ કરી શકતો નથી. હું પિતાને જે કરતા જોઉં છું તે જ હું કરી શકું છું. પિતા જે કંઈ પણ કરે છે, તે જ હું, તેમનો દીકરો, કરું છું. BSB BSB: So Jesus replied, “Truly, truly, I tell you, the Son can do nothing by Himself, unless He sees the Father doing it. For whatever the Father does, the Son also does.
20 UDB પિતા મને, એટલે દીકરાને પ્રેમ કરે છે, અને તેઓ જે કરે છે તે સર્વ મને બતાવે છે. તેઓ આના કરતાં પણ વધારે મહાન કાર્યો મને બતાવશે, કે જેથી હું શું કરી શકું છું તે જોઇને તમે આશ્ચર્ય પામો. BSB BSB: The Father loves the Son and shows Him all He does. And to your amazement, He will show Him even greater works than these.
21 UDB જેમ પિતા જેઓ મરણ પામ્યા છે તેઓને ઉઠાડે છે અને ફરીથી જીવન આપે છે, તેમ હું, તેમનો દીકરો, જેને ઇચ્છું તેને જીવન આપું છું. BSB BSB: For just as the Father raises the dead and gives them life, so also the Son gives life to whom He wishes.
22 UDB પિતા કોઈનો ન્યાય કરતા નથી, પરંતુ ન્યાય કરવાનું સઘળું કામ મને સોંપ્યું છે, BSB BSB: Furthermore, the Father judges no one, but has assigned all judgment to the Son,
23 UDB કે જેથી સર્વ લોકો જે રીતે તેઓ પિતાને આપે છે તેમ મને, એટલે દીકરાને, માન આપે. જો કોઈ દીકરાને માન આપતો નથી તો તે પિતાને પણ માન આપતો નથી. BSB BSB: so that all may honor the Son just as they honor the Father. Whoever does not honor the Son does not honor the Father who sent Him.
24 UDB હું તમને સત્ય કહું છું: જે કોઈ મારાં વચન સાંભળે છે અને ઈશ્વરે મને મોકલ્યો છે તેવો વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે અને તે ઈશ્વરના ન્યાય ચુકાદાથી બચી જશે. તેના બદલે, તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. BSB BSB: Truly, truly, I tell you, whoever hears My word and believes Him who sent Me has eternal life and will not come under judgment. Indeed, he has crossed over from death to life.
25 UDB હું તમને સત્ય કહું છું: એવો સમય આવે છે કે જ્યારે જેઓ મરણ પામ્યા છે તેઓ મારો, એટલે કે ઈશ્વરના દીકરાનો, અવાજ સાંભળશે, અને જેઓ મને સાંભળશે તેઓ જીવશે. BSB BSB: Truly, truly, I tell you, the hour is coming and has now come when the dead will hear the voice of the Son of God, and those who hear will live.
26 UDB કેમ કે જેમ પિતા જીવન આપે છે, તેમ જ તેમણે મને, એટલે કે પોતાના દીકરાને પણ, જીવન આપવાનો અધિકાર આપ્યો છે. BSB BSB: For as the Father has life in Himself, so also He has granted the Son to have life in Himself.
27 UDB પિતાએ મને જે કંઈ પણ ન્યાયી છે તે કરવાનો અધિકાર આપ્યો છે, કારણ કે હું માણસનો દીકરો છું. BSB BSB: And He has given Him authority to execute judgment, because He is the Son of Man.
29 UDB અને તેઓ પોતાની કબરની બહાર આવશે. જેઓએ સારાં કામો કર્યાં છે તેઓને ઈશ્વર અનંતજીવન સારું ઉઠાડશે. પરંતુ જેઓએ ખરાબ કામો કર્યાં છે તેઓને ઈશ્વર, માત્ર દોષિત ઠરાવવા અને સદાકાળ માટે શિક્ષા કરવા માટે જ ઉઠાડશે. BSB BSB: and come out—those who have done good to the resurrection of life, and those who have done evil to the resurrection of judgment.
30 UDB હું મારી પોતે કંઈ કરી શકતો નથી. હું પિતા પાસેથી જે કંઈ સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું, હું યોગ્ય રીતે ન્યાય કરું છું. હું ન્યાયપૂર્ણ રીતે ન્યાય કરું છું કારણ કે હું જે ઇચ્છું છું તે મુજબ નહિ, પરંતુ પિતા, કે જેમણે મને અહીં મોકલ્યો છે, તેઓ જે ઇચ્છે છે તે મુજબ કરુ છું. BSB BSB: I can do nothing by Myself; I judge only as I hear. And My judgment is just, because I do not seek My own will, but the will of Him who sent Me.
31 UDB જો મારા વિષે સાક્ષી આપનાર હું એકલો જ હોત, તો કોઈ પણ મારી સાક્ષી સાચી અને વિશ્વાસપાત્ર છે તેવો વિશ્વાસ ન કરત. BSB BSB: If I testify about Myself, My testimony is not valid.
32 UDB તેમ છતાં, એવું બીજું કોઈક પણ છે કે જે મારા વિષે સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વિશેની તેની સાક્ષી સાચી છે. BSB BSB: There is another who testifies about Me, and I know that His testimony about Me is valid.
33 UDB તમે યોહાન બાપ્તિસ્મી પાસે સંદેશવાહકો મોકલ્યા અને તેણે તમને મારા વિષે સત્ય કહ્યું છે. BSB BSB: You have sent to John, and he has testified to the truth.
34 UDB મારા વિષે સાક્ષી આપવા માટે મને તેની કે બીજા કોઈની ખરેખર જરૂર નથી, પરંતુ ઈશ્વર તમને બચાવી શકે તે માટે હું આ કહું છું. BSB BSB: Even though I do not accept human testimony, I say these things so that you may be saved.
35 UDB યોહાન બાપ્તિસ્મી સળગતો તથા પ્રકાશતો દીવો હતો અને તેના પ્રકાશમાં તમે થોડો સમય આનંદ કરવા માટે રાજી હતા. BSB BSB: John was a lamp that burned and gave light, and you were willing for a season to bask in his light.
36 UDB તેમ છતાં, મારા વિષે હું જે સાક્ષી આપું છું તે તો યોહાને મારા વિષે આપેલી સાક્ષી કરતાં પણ વિશેષ છે. પિતાએ મને જે સર્વ બાબતો કરવાની મંજૂરી આપી છે એટલે જે બાબતો હું દરરોજ કરું છું અને તમે મને તે કરતા જુઓ છો તે બાબતો હું કોણ છું તે વિષે ઘણું જણાવે છે; તેઓ મારા અહીં આવવાનો હેતુ સમજાવે છે. પિતાએ મને મોકલ્યો છે તેની તેઓ સાબિતી છે. BSB BSB: But I have testimony more substantial than that of John. For the works that the Father has given Me to accomplish—the very works I am doing—testify about Me that the Father has sent Me.
37 UDB જે પિતાએ મને મોકલ્યો છે, તેઓ એ જ છે કે જેમણે મારા વિષે સાક્ષી આપી. તમે ક્યારેય તેમનો અવાજ સાંભળ્યો નથી અથવા ક્યારેય તેમને શારીરિક રીતે જોયા નથી. BSB BSB: And the Father who sent Me has Himself testified about Me. You have never heard His voice nor seen His form,
38 UDB તમે મારા પર, એટલે કે જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરતા નથી તેની સાબિતી એ છે કે તેમના વચનો તમારામાં રહેલાં નથી. BSB BSB: nor does His word abide in you, because you do not believe the One He sent.
39 UDB તમે કાળજીપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરો છો કારણ કે તમે માનો છો કે તેના અભ્યાસ દ્વારા તમે અનંતજીવન મેળવશો અને તે શાસ્ત્ર તમને મારા વિષે કહે છે. BSB BSB: You pore over the Scriptures because you presume that by them you possess eternal life. These are the very words that testify about Me,
40 UDB તેમ હોવા છતાં પણ મારી પાસેથી અનંતજીવન પામવા માટે તમે મારી પાસે આવવાનો ઇનકાર કરો છો. BSB BSB: yet you refuse to come to Me to have life.
41 UDB જો લોકો મારી પ્રશંસા કરે અથવા મને અભિનંદન આપે, તો હું તેઓ પર ધ્યાન આપતો નથી. BSB BSB: I do not accept glory from men,
42 UDB હું તમારા વિષે જાણું છું કે, તમે ઈશ્વરને પ્રેમ કરતા નથી. BSB BSB: but I know you, that you do not have the love of God within you.
43 UDB હું મારા પિતાના અધિકાર સાથે આવ્યો છું, પરંતુ તેમ છતાં તમે મને આવકારતા નથી કે મારો વિશ્વાસ કરતા નથી. જો બીજો કોઈ તેના પોતાના અધિકારથી આવ્યો હોત, તો તમે તેનું સાંભળત. BSB BSB: I have come in My Father’s name, and you have not received Me; but if someone else comes in his own name, you will receive him.
44 UDB જો તમે તમારામાંના બીજાઓ પાસેથી માન મેળવવા માટે સખત મહેનત કરતા હો તો તમે શી રીતે મારા પર વિશ્વાસ કરી શકો? તેમ છતાં, એક માત્ર ઈશ્વર તરફથી જે માન મળે છે તે શોધવાનો તમે ઇન્કાર કરો છો. BSB BSB: How can you believe if you accept glory from one another, yet do not seek the glory that comes from the only God?
45 UDB એવું ન વિચારશો કે હું મારા પિતાની આગળ તમારા પર દોષ મૂકનાર છું. તમે વિચાર્યું કે મૂસા તમારું રક્ષણ કરશે, તેથી તમે તેના પર તમારો ભરોસો મૂક્યો. તેમ છતાં, તે તો મૂસા જ છે કે જે તમને દોષિત ઠરાવે છે. BSB BSB: Do not think that I will accuse you before the Father. Your accuser is Moses, in whom you have put your hope.
47 UDB પરંતુ જો કે મૂસાએ જે લખ્યું તેના પર પણ તમે વિશ્વાસ ન કર્યો, તો મેં જે કહ્યું તેના પર તમે કેવી રીતે વિશ્વાસ કરી શકો!" BSB BSB: But since you do not believe what he wrote, how will you believe what I say?”