1 UDB ઈસુ સરોવરની સામેની બાજુએ ગયા. કેટલાક લોકો તે સરોવરને "ગાલીલનો સમુદ્ર" કહેતા હતા; બીજા લોકો તેને "તિબેરિયસનો સમુદ્ર" કહેતા હતા. BSB BSB: After this, Jesus crossed to the other side of the Sea of Galilee (that is, the Sea of Tiberias).
2 UDB લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો કારણ કે ઈસુએ જે બીમાર લોકોને સાજા કર્યા હતા તે અજાયબ કાર્યો તેઓએ જોયાં હતાં. BSB BSB: A large crowd followed Him because they saw the signs He was performing on the sick.
3 UDB ઈસુ સીધા ઢાળવાળી એક ટેકરી પર ચઢ્યા અને ત્યાં તેમના શિષ્યો સાથે બેઠા. BSB BSB: Then Jesus went up on the mountain and sat down with His disciples.
4 UDB હવે તે તો યહૂદીઓનો વર્ષની ખાસ ઉજવણીનો એટલે પાસ્ખાપર્વનો સમય હતો. BSB BSB: Now the Jewish Feast of the Passover was near.
5 UDB ઈસુએ નજર ઊંચી કરીને જોયું કે લોકોનો એક મોટો સમુદાય તેમની તરફ આવી રહ્યો હતો. ઈસુએ ફિલિપને કહ્યું, "આ બધા લોકોના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી ખરીદીશું?" BSB BSB: When Jesus looked up and saw a large crowd coming toward Him, He said to Philip, “Where can we buy bread for these people to eat?”
6 UDB તેમણે ફિલિપની કસોટી કરવા માટે આ પ્રશ્ન પૂછ્યો હતો, કે તે શું જવાબ આપશે. જો કે, ઈસુ અગાઉથી જાણતા હતા કે તેઓ આ મુશ્કેલી સંબંધી શું કરવાના હતા. BSB BSB: But He was asking this to test him, for He knew what He was about to do.
7 UDB ફિલિપે તેમને ઉત્તર આપ્યો, "એક માણસ બસો દિવસ કામ કરવાથી જેટલા નાણાં કમાઈ શકે તે જો આપણી પાસે હોત, તો પણ આ મોટા સમુદાયના દરેક વ્યક્તિને જમવા માટે એક નાનો ટુકડો મળે તેટલી રોટલી ખવડાવવા પણ પૂરતાં ન હોત." BSB BSB: Philip answered, “Two hundred denarii would not buy enough bread for each of them to have a small piece.”
8 UDB તેમનો બીજો એક શિષ્ય, આન્દ્રિયા, કે જે સિમોન પિતરનો ભાઈ હતો, તેણે ઈસુને કહ્યું, BSB BSB: One of His disciples, Andrew, Simon Peter’s brother, said to Him,
9 UDB "અહીં એક છોકરો છે કે જેની પાસે જવની પાંચ નાની રોટલી અને બે નાની માછલી છે. તેમ છતાં, આટલો થોડો ખોરાક આટલા બધા લોકો માટે કેવી રીતે પૂરતો થાય?" BSB BSB: “Here is a boy with five barley loaves and two small fish. But what difference will these make among so many?”
10 UDB જે જગ્યાએ બધા લોકો એકઠા થયા હતા ત્યાં ઘણું ઘાસ હતું. તેથી ઈસુએ કહ્યું, "લોકોને નીચે બેસવાનું કહો." તેથી બધા લોકો નીચે પંગતમાં બેઠા, અને શિષ્યોએ ટોળાની ગણતરી કર્યા પછી, તેઓએ જાણ્યું કે ત્યાં આશરે પાંચ હજાર લોકો હતા. BSB BSB: “Have the people sit down,” Jesus said. Now there was plenty of grass in that place, so the men sat down, about five thousand of them.
11 UDB પછી ઈસુએ નાની રોટલીઓ અને માછલી લીધી, અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે રોટલી અને માછલી જમીન પર બેઠેલા લોકોને વહેંચી. લોકોએ તેમની જેટલી ઇચ્છા હતી તેટલા પ્રમાણમાં માછલી અને રોટલી ખાધી. BSB BSB: Then Jesus took the loaves and the fish, gave thanks, and distributed to those who were seated as much as they wanted.
12 UDB જ્યારે બધાએ જમવાનું પૂર્ણ કર્યું, ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, "લોકોએ ન ખાધી હોય તેવી જવની રોટલીના ટુકડા એકઠા કરો. કશાનો બગાડ થવા દેશો નહિ." BSB BSB: And when everyone was full, He said to His disciples, “Gather the pieces that are left over, so that nothing will be wasted.”
13 UDB તેથી તેઓએ પાંચ જવની રોટલીમાંથી ટુકડાઓ ભેગાં કર્યા અને જે વધ્યું હતું તેમાંથી તેઓએ મોટી બાર ટોપલીઓ ભરી. BSB BSB: So they collected them and filled twelve baskets with the pieces of the five barley loaves left over by those who had eaten.
15 UDB લોકો શી યોજના કરતા હતા તે ઈસુ જાણતા હતા; તેઓ આવીને તેમને જબરદસ્તીથી રાજા બનાવવાના હતા. તેથી તેઓ તેમને મૂકીને એકલા પર્વત પર ચાલ્યા ગયા. BSB BSB: Then Jesus, realizing that they were about to come and make Him king by force, withdrew again to a mountain by Himself.
16 UDB જ્યારે સાંજ પડી, ત્યારે તેમના શિષ્યો નીચે ગાલીલના સમુદ્ર પાસે ગયા, BSB BSB: When evening came, His disciples went down to the sea,
17 UDB હોડીમાં બેઠા અને સમુદ્રની સામે બાજુના કફરનાહૂમ તરફ હોડી હંકારવા લાગ્યા. હવે તો અંધારું થયું હતું, અને ઈસુ તેમની સાથે ન હતા. BSB BSB: got into a boat, and started across the sea to Capernaum. It was already dark, and Jesus had not yet gone out to them.
18 UDB ભારે પવન ફૂંકાવા લાગ્યો, અને સમુદ્રનાં મોજાં ઊછળવા લાગ્યાં. BSB BSB: A strong wind was blowing, and the sea grew agitated.
19 UDB આશરે પાંચ કે છ કિલોમીટર સુધી તેઓએ હલેસાં માર્યા પછી, શિષ્યોએ જોયું કે ઈસુ પાણી પર ચાલીને હોડીની નજીક આવતા હતા. તેઓ ગભરાઈ ગયા! BSB BSB: When they had rowed about three or four miles, they saw Jesus approaching the boat, walking on the sea—and they were terrified.
20 UDB ઈસુએ તેઓને કહ્યું, "એ તો હું છું! બીશો નહિ!" BSB BSB: But Jesus spoke up: “It is I; do not be afraid.”
21 UDB તેઓ તેમને હોડીમાં લેવા ઘણા ખુશ હતા. જેવા તેઓ તેમની સાથે આવ્યા, તેઓ જ્યાં જવાના હતા ત્યાં તેઓની હોડી આવી પહોંચી. BSB BSB: Then they were willing to take Him into the boat, and at once the boat reached the shore where they were heading.
22 UDB બીજે દિવસે જે લોકો સરોવરની સામેની બાજુએ હતા તેઓએ જાણ્યું કે એક દિવસ પહેલાં ત્યાં એક જ હોડી હતી. તેઓ એ પણ જાણતા હતા કે ઈસુ તે હોડીમાં તેમના શિષ્યો સાથે ગયા ન હતા. BSB BSB: The next day, the crowd that had remained on the other side of the sea realized that only one boat had been there, and that Jesus had not boarded it with His disciples, but they had gone away alone.
23 UDB કેટલાક માણસો તેમની બીજી હોડીઓમાં સરોવરની સામેની બાજુએ તિબેરિયસ શહેરમાં આવ્યા. લોકોએ જ્યાં રોટલી ખાધી હતી કે જેને માટે પ્રભુએ ઈશ્વરનો આભાર માન્યો હતો, તે જગ્યાની નજીક તેમણે પોતાની હોડીઓ મૂકી. BSB BSB: However, some boats from Tiberias landed near the place where the people had eaten the bread after the Lord had given thanks.
24 UDB જ્યારે ટોળાએ જાણ્યું કે ઈસુ અને તેમના શિષ્યો ત્યાં ન હતા, ત્યારે તેમાંના કેટલાક હોડીઓમાં બેઠા અને ઈસુને શોધવા કફરનાહૂમમાં ગયા. BSB BSB: So when the crowd saw that neither Jesus nor His disciples were there, they got into the boats and went to Capernaum to look for Him.
25 UDB ગાલીલના સમુદ્રની સામેની બાજુએ કફરનાહૂમમાં તેઓએ ઈસુને શોધ્યા અને તેઓ તેમને ત્યાં મળ્યા. તેઓએ તેમને પૂછ્યું, "ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?" BSB BSB: When they found Him on the other side of the sea, they asked Him, “Rabbi, when did You get here?”
26 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: તમે મને એટલા માટે નથી શોધતા કે, તમે મને ચમત્કારો કરતાં જોયો જે દર્શાવે કે છે હું કોણ છું. ના! પરંતુ તમે ધરાઈને રોટલી ખાધી માટે મને શોધી રહ્યા છો. BSB BSB: Jesus replied, “Truly, truly, I tell you, it is not because you saw these signs that you are looking for Me, but because you ate the loaves and had your fill.
27 UDB જલદીથી બગડી જનાર ખોરાક માટે કામ કરવાનું બંધ કરો! તેના બદલે, જે ખોરાક તમને અનંતજીવન આપે છે તેના માટે કામ કરો! તે એ રોટલી છે કે જેને ઈશ્વરે પસંદ કર્યો છે તે એટલે હું માણસનો દીકરો તમને આપીશ. કારણ કે ઈશ્વર પિતાએ સર્વ રીતે મને માન્ય કર્યો છે." BSB BSB: Do not work for food that perishes, but for food that endures to eternal life, which the Son of Man will give you. For on Him God the Father has placed His seal of approval.”
28 UDB પછી લોકોએ તેમને પૂછ્યું, "ઈશ્વરને પ્રસન્ન કરવા અમારે કેવાં કામ અને સેવા કરવી જોઈએ?" BSB BSB: Then they inquired, “What must we do to perform the works of God?”
29 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "ઈશ્વર તમારી પાસે જે કરાવવા ઇચ્છે છે તે આ છે: મને, એટલે કે જેમને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો." BSB BSB: Jesus replied, “The work of God is this: to believe in the One He has sent.”
30 UDB તેથી તેઓએ તેમને કહ્યું, "તો પછી તમે કોણ છો તે સાબિત કરવા બીજો ચમત્કાર કરો કે જેથી અમે જોઇને વિશ્વાસ કરી શકીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો. તમે અમારી માટે શું કરશો? BSB BSB: So they asked Him, “What sign then will You perform, so that we may see it and believe You? What will You do?
31 UDB અમારા પૂર્વજોએ માન્ના ખાધું, જેમ શાસ્ત્ર કહે છે તેમ: 'ઈશ્વરે તેઓને ખાવા સારુ સ્વર્ગમાંથી રોટલી આપી.'" BSB BSB: Our fathers ate the manna in the wilderness, as it is written: ‘He gave them bread from heaven to eat.’”
32 UDB ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સત્ય કહું છું: તે મૂસા નહોતો કે જેણે તમારા પૂર્વજોને સ્વર્ગમાંથી રોટલી આપી. ના, તે તો મારા પિતા હતા, એ જ કે જેઓ તમને સ્વર્ગમાંથી ખરી રોટલી આપે છે. BSB BSB: Jesus said to them, “Truly, truly, I tell you, it was not Moses who gave you the bread from heaven, but it is My Father who gives you the true bread from heaven.
33 UDB ઈશ્વરની ખરી રોટલી તો હું છું, જે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું કે જેથી હું જગતમાં સર્વને જીવન આપું." BSB BSB: For the bread of God is He who comes down from heaven and gives life to the world.”
34 UDB તેઓએ તેમને કહ્યું, "ગુરુજી, આ રોટલી અમને હંમેશાં આપો." BSB BSB: “Sir,” they said, “give us this bread at all times.”
35 UDB ઈસુએ તેઓને કહ્યું, "જેમ લોકોને જીવવા માટે ખોરાકની જરૂર છે, તેમ આત્મિક રીતે જીવવા માટે દરેકને મારી જરૂર છે. જેઓ સામાન્ય ખોરાક અને પાણી લે છે તેઓને ફરીથી ભૂખ અને તરસ લાગશે. પરંતુ જેઓ મારી પાસે માગે છે અને આત્મિક રીતે જીવન જીવવા મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું તેમ કરીશ. BSB BSB: Jesus answered, “I am the bread of life. Whoever comes to Me will never hunger, and whoever believes in Me will never thirst.
36 UDB તેમ છતાં, મેં તમને કહ્યું છે કે, તમે મને જુઓ છો છતાં પણ, તમે મારા પર વિશ્વાસ કરતા નથી. BSB BSB: But as I stated, you have seen Me and still you do not believe.
39 UDB મને જેમણે મોકલ્યો છે તેઓ એ ઇચ્છે છે, કે જેઓને તેમણે મને આપ્યા છે તેઓને હું ખોઉં નહિ, અને છેલ્લા દિવસે તે સર્વને હું પાછા ઉઠાડું. BSB BSB: And this is the will of Him who sent Me, that I shall lose none of those He has given Me, but raise them up at the last day.
40 UDB કેમ કે મારા પિતાની આ ઇચ્છા છે, કે જેઓ વિશ્વાસથી મારી એટલે કે દીકરા તરફ જુએ છે, અને મારા પર વિશ્વાસ કરે છે, તેઓ અનંતજીવન પામે. હું તેઓને છેલ્લા દિવસે પાછાં ઉઠાડીશ." BSB BSB: For it is My Father’s will that everyone who looks to the Son and believes in Him shall have eternal life, and I will raise him up at the last day.”
41 UDB યહૂદી આગેવાનોએ ઈસુ વિષે બડબડાટ કરવાનું શરુ કર્યું કારણ કે તેમણે કહ્યું હતું, "સ્વર્ગમાંથી ઊતરી આવેલી રોટલી હું છું." BSB BSB: At this, the Jews began to grumble about Jesus because He had said, “I am the bread that came down from heaven.”
42 UDB તેઓએ કહ્યું, "શું આ તે ઈસુ નથી કે જેના પિતા યૂસફ છે? શું આપણે તેના માતા-પિતાને ઓળખતા નથી? 'હું સ્વર્ગમાંથી આવ્યો છું' એવું તેઓ સત્યતાથી કેવી રીતે કહી શકે?" BSB BSB: They were asking, “Is this not Jesus, the son of Joseph, whose father and mother we know? How then can He say, ‘I have come down from heaven’?”
43 UDB ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અંદરોઅંદર બડબડાટ કરવાનું બંધ કરો. BSB BSB: “Stop grumbling among yourselves,” Jesus replied.
44 UDB પિતા કે જેઓએ મને મોકલ્યો છે તેમના તેડ્યા વગર કોઈ મારી પાસે આવી શકતું નથી. જે મારી પાસે આવે છે, તેને હું છેલ્લા દિવસે પાછો ઉઠાડીશ. BSB BSB: “No one can come to Me unless the Father who sent Me draws him, and I will raise him up at the last day.
45 UDB પ્રબોધકોના પુસ્તકોમાં લખવામાં આવ્યું છે, 'ઈશ્વર તેઓ સર્વને શીખવશે.' જે સર્વ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તેઓ મારી પાસે આવે છે. BSB BSB: It is written in the Prophets: ‘And they will all be taught by God.’ Everyone who has heard the Father and learned from Him comes to Me—
46 UDB હું પિતા પાસેથી આવ્યો છું, મારા સિવાય કોઈએ પિતાને જોયા નથી. માત્ર મેં એકલા એજ પિતાને જોયા છે. BSB BSB: not that anyone has seen the Father except the One who is from God; only He has seen the Father.
47 UDB હું તમને સત્ય કહું છું: જે મારા પર વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે. BSB BSB: Truly, truly, I tell you, he who believes has eternal life.
48 UDB હું રોટલી છું કે જે ખરું જીવન આપે છે. BSB BSB: I am the bread of life.
49 UDB તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, પરંતુ તેઓ મરણ પામ્યા. BSB BSB: Your fathers ate the manna in the wilderness, yet they died.
50 UDB તો પણ, જે રોટલી વિષે હું વાત કરું છે તે સ્વર્ગમાંથી ઊતરી છે, અને જે તેને ખાય છે તે ક્યારેય મરણ પામશે નહિ. BSB BSB: This is the bread that comes down from heaven, so that anyone may eat of it and not die.
51 UDB હું સ્વર્ગમાંથી ઊતરેલી એ રોટલી છું કે જે લોકોને ખરું જીવન આપે છે. જો કોઈ આ રોટલી ખાય છે, તો તે સદાકાળ જીવશે. જગતના જીવન માટે હું જે રોટલી આપું છું તે તો મારા માનવીય શરીરનું મરણ છે." BSB BSB: I am the living bread that came down from heaven. If anyone eats of this bread, he will live forever. And this bread, which I will give for the life of the world, is My flesh.”
52 UDB જે યહૂદીઓ ઈસુને સાંભળતા હતા તે હવે અંદરોઅંદર ગુસ્સાથી વાદવિવાદ કરી રહ્યા હતા. તેઓ સમજી શકતા ન હતા કે કોઈ બીજાઓને પોતાનું શરીર ખાવાને માટે કેવી રીતે વચન આપી શકે. BSB BSB: At this, the Jews began to argue among themselves, “How can this man give us His flesh to eat?”
53 UDB તેથી ઈસુએ અઘરા શબ્દો સાથે તેમનો સામનો કર્યો: "હું તમને સત્ય કહું છું: જ્યાં સુધી તમે મારું, માણસના દીકરાનું માંસ ખાશો નહિ અને મારું લોહી પીશો નહિ, ત્યાં સુધી તમે સદાકાળ જીવશો નહિ. BSB BSB: So Jesus said to them, “Truly, truly, I tell you, unless you eat the flesh and drink the blood of the Son of Man, you have no life in you.
54 UDB જેઓ મારું માસ ખાય છે અને મારું રક્ત પીએ છે તેઓ સદાકાળ જીવશે, અને હું તેઓને છેલ્લા દિવસે ફરીથી જીવતા કરીશ BSB BSB: Whoever eats My flesh and drinks My blood has eternal life, and I will raise him up at the last day.
55 UDB કારણ કે મારું માંસ ખરો ખોરાક છે અને મારું લોહી ખરું પીણું છે. BSB BSB: For My flesh is real food, and My blood is real drink.
56 UDB જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારી સાથે જોડાશે અને હું તેની સાથે જોડાઇશ. BSB BSB: Whoever eats My flesh and drinks My blood remains in Me, and I in him.
57 UDB મારા પિતા, કે જેઓ સર્વને જીવન આપે છે, તેમણે મને મોકલ્યો છે અને હું જીવું છું કારણ કે મારા પિતાએ મને સમર્થ કર્યો છે. તેવી જ રીતે, જેઓ મને ખાય છે તેઓના માટે હું તેમ કરીશ માટે તેઓ સદાકાળ જીવશે. BSB BSB: Just as the living Father sent Me and I live because of the Father, so also the one who feeds on Me will live because of Me.
58 UDB હું સ્વર્ગમાંથી ઉતરેલી ખરી રોટલી છું. જે કોઈ મને એટલે કે આ રોટલીને ખાય છે તે ક્યારેય મરશે નહિ, પણ સદાકાળ જીવશે! હું જે કરું છું તે તમારા પૂર્વજો સાથે બન્યું તેવું નથી કે જેઓએ માન્ના ખાધું અને પછી તેઓ મરણ પામ્યા." BSB BSB: This is the bread that came down from heaven. Unlike your fathers, who ate the manna and died, the one who eats this bread will live forever.”
60 UDB તેમના ઘણા શિષ્યોએ કહ્યું, "તેઓ જે શીખવે છે તે સમજવું અઘરું છે. તેઓ જે કહી રહ્યા છે તે કોઈ કેવી રીતે સ્વીકારી શકે?" BSB BSB: On hearing it, many of His disciples said, “This is a difficult teaching. Who can accept it?”
61 UDB ઈસુ જાણતા હતા કે તેમના કેટલાક શિષ્યો ફરિયાદ કરી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, "હું તમને જે શીખવું છું તેનાથી શું તમને આઘાત લાગે છે? BSB BSB: Aware that His disciples were grumbling about this teaching, Jesus asked them, “Does this offend you?
62 UDB જો તમે મને, માણસના દીકરાને, સ્વર્ગમાં પાછો જતો જુઓ ત્યારે તમે શું કહેશો? BSB BSB: Then what will happen if you see the Son of Man ascend to where He was before?
63 UDB માત્ર પવિત્ર આત્મા જીવન આપે છે કે જેનાથી કોઈ પણ સદાકાળ જીવે છે. માનવીય સ્વભાવ આ સંદર્ભે મદદરૂપ નથી. મેં તમને જે બાબતો શીખવી છે તે તમને પવિત્ર આત્મા અને અનંતજીવન વિષે કહેશે. BSB BSB: The Spirit gives life; the flesh profits nothing. The words I have spoken to you are spirit and they are life.
64 UDB તેમ છતાં તમારામાંના કેટલાક એવા છે કે જેઓ હું જે શીખવું છું તેના પર વિશ્વાસ કરતા નથી." ઈસુએ તેમ કહ્યું કારણ કે તેમના કાર્યના આરંભથી તેઓ જાણતા હતા કે જે તેમના પર વિશ્વાસ કરતો ન હતો તે કોણ હતો અને તેઓ જાણતા હતા કે કઈ વ્યક્તિ તેમનો વિશ્વાસઘાત કરશે. BSB BSB: However, there are some of you who do not believe.” (For Jesus had known from the beginning which of them did not believe and who would betray Him.)
65 UDB પછી તેમણે કહ્યું, "તેથી જ મેં તમને કહ્યું કે પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા માટે શક્તિમાન ન કરે ત્યાં સુધી કોઇ પણ મારી પાસે આવી શકતું નથી અને સદાકાળ જીવી શકતું નથી." BSB BSB: Then Jesus said, “This is why I told you that no one can come to Me unless the Father has granted it to him.”
67 UDB તેથી તેમણે બાર શિષ્યોને કહ્યું, "તમે પણ મને છોડવા નથી ઇચ્છતા, શું તમે ઈચ્છો છો?" BSB BSB: So Jesus asked the Twelve, “Do you want to leave too?”
68 UDB સિમોન પિતરે ઉત્તર આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અમને સદાકાળ માટે જીવન આપે એવો સંદેશ માત્ર તમારી પાસે જ છે! BSB BSB: Simon Peter replied, “Lord, to whom would we go? You have the words of eternal life.
69 UDB અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ અને અમે નિશ્ચે જાણીએ છીએ કે તમે જ પવિત્ર છો કે જેમને ઈશ્વરે મોકલ્યા છે!" BSB BSB: We believe and know that You are the Holy One of God.”
70 UDB ઈસુએ તેઓને જવાબ આપ્યો, "શું મેં તમને બાર શિષ્યોને પસંદ કર્યા નથી? તેમ છતાં તમારામાંનો એક શેતાન છે!" BSB BSB: Jesus answered them, “Have I not chosen you, the Twelve? Yet one of you is a devil!”
71 UDB તેઓ તો સિમોન ઇશ્કરિયોતના દીકરા, યહૂદા વિષે વાત કરતા હતા. યહૂદા બારમાંનો એક હોવા છતાં, તે જ પાછળથી ઈસુનો વિશ્વાસઘાત કરવાનો હતો. BSB BSB: He was speaking about Judas, the son of Simon Iscariot. For although Judas was one of the Twelve, he was later to betray Jesus.
Select verses for actions: Enter goes to them and Escape comes back.