1 UDB આ પછી, ઈસુ ગાલીલ પ્રદેશના બીજા વિસ્તારોમાં ગયા. તેમણે યહૂદિયામાં મુસાફરી કરવાનું ટાળ્યું કારણ કે યહૂદી સત્તાવાળાઓ તેમના પર કોઈ ગુનાનો આરોપ મૂકીને તેમને મારી નાખવાનો રસ્તો શોધી રહ્યા હતા. BSB BSB: After this, Jesus traveled throughout Galilee. He did not want to travel in Judea, because the Jews there were trying to kill Him.
2 UDB હવે તે યહૂદી માંડવાપર્વનો સમય હતો. જ્યારે ઘણા સમય અગાઉ યહૂદી લોકો નિર્ગમન દરમ્યાન તંબુઓમાં રહેતા હતા તે યાદ કરવાનો આ સમય હતો. BSB BSB: However, the Jewish Feast of Tabernacles was near.
3 UDB તે પર્વ યહૂદિયામાં થવાનું હતું માટે, ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, "અહીંથી યહૂદિયામાં જાઓ કે જેથી તમારા બીજા અનુયાયીઓ તમે જે સામર્થ્યવાન કાર્યો કરો છે તે જોઈ શકે. BSB BSB: So Jesus’ brothers said to Him, “Leave here and go to Judea, so that Your disciples there may see the works You are doing.
4 UDB જો કોઈ લોકોને જણાવવા ઇચ્છે કે તે કેવા પ્રકારની વ્યક્તિ છે તો તે તેના કામો છુપાવતો નથી. તમે જગતની આગળ પોતાને પ્રગટ કરો!" BSB BSB: For no one who wants to be known publicly acts in secret. Since You are doing these things, show Yourself to the world.”
6 UDB તેથી ઈસુએ તેઓને કહ્યું, "મારાં કાર્યો પૂર્ણ કરવાનો સમય હજી આવ્યો નથી. તોપણ, તમે જે કંઈ પણ ઇચ્છો તે પરિપૂર્ણ કરવા માટે તમે કોઈ પણ સમય પસંદ કરી શકો છો. BSB BSB: Therefore Jesus told them, “Although your time is always at hand, My time has not yet come.
7 UDB જે લોકો પોતાના માટે જીવે છે અને આ જગતની બાબતો પર પ્રેમ કરે છે તેઓ તમારો તિરસ્કાર કરી શકે નહિ, પરંતુ તેઓ મારો તિરસ્કાર કરે છે. તેઓ પોતાના જીવનમાં જે કરે છે તે ખરાબ છે તેમ કહેનાર હું જ છું. BSB BSB: The world cannot hate you, but it hates Me, because I testify that its works are evil.
8 UDB તમે પર્વમાં જાઓ. હું હમણાં જવાનો નથી; આ મારા માટે યોગ્ય સમય નથી." BSB BSB: Go up to the feast on your own. I am not going up to this feast, because My time has not yet come.”
9 UDB તેમણે તે કહ્યા પછી, ઈસુ થોડો વધુ સમય ગાલીલમાં રહ્યા. BSB BSB: Having said this, Jesus remained in Galilee.
10 UDB તોપણ, તેમના ભાઈઓ પર્વમાં ગયા તેના થોડા દિવસો પછી, તેઓ પણ ગુપ્ત રીતે ત્યાં પર્વમાં ગયા. BSB BSB: But after His brothers had gone up to the feast, He also went—not publicly, but in secret.
11 UDB ઈસુના યહૂદી વિરોધીઓ તેમને શોધી રહ્યા હતા કે તેઓ તેમને પર્વમાં મળે. તેઓ લોકોને પૂછતા હતા, "ઈસુ ક્યાં છે? શું તે અહીં છે?" BSB BSB: So the Jews were looking for Him at the feast and asking, “Where is He?”
12 UDB ટોળામાં, ઘણા લોકો ધીમેથી એકબીજા સાથે ઈસુ વિષે વાત કરી રહ્યા હતા. કેટલાક કહેતા હતા, "તે સારા માણસ છે!" તેનાથી ઊલટું બીજા કહેતા હતા, "ના! તે ટોળાને છેતરે છે અને ગેરમાર્ગે દોરે છે!" BSB BSB: Many in the crowds were whispering about Him. Some said, “He is a good man.” But others replied, “No, He deceives the people.”
13 UDB તેઓ ઈસુના યહૂદી દુશ્મનોથી બીતા હતા તેના કારણે કોઈએ પણ તેમના વિષે જાહેર સ્થળોમાં વાત કરી નહિ કે જેથી તેઓ શું કહી રહ્યા હતા તે બીજા લોકો સાંભળે નહિ. BSB BSB: Yet no one would speak publicly about Him for fear of the Jews.
14 UDB જ્યારે અડધું માંડવાપર્વ પૂર્ણ થયું, ત્યારે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા અને ત્યાં શીખવવાનું શરુ કર્યું. BSB BSB: About halfway through the feast, Jesus went up to the temple courts and began to teach.
16 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું જે શીખવું છું તે મારામાંથી આવતું નથી. તે તો જેમણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે. BSB BSB: “My teaching is not My own,” Jesus replied. “It comes from Him who sent Me.
17 UDB જો કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું પસંદ કરે, તો તે જાણી શકશે કે હું જે શીખવું છે તે શું ઈશ્વર તરફથી આવે છે કે પછી હું ફક્ત મારા પોતાના અધિકારથી બોલું છું. BSB BSB: If anyone desires to do His will, he will know whether My teaching is from God or whether I speak on My own.
18 UDB જે કોઈ પણ તેના પોતાના અધિકારથી બોલે છે તે બીજાઓ તેને માન આપે માટે બોલે છે. તેમ છતાં, જો એક ચાકર તેના મોકલનારને પ્રસન્ન કરવા તથા તેને પ્રમાણિક માણસ તરીકે સારી નામના આપવા માટે સખત મહેનત કરે, તો તેવા પ્રકારના ચાકરમાં કોઈ ખામી નથી. BSB BSB: He who speaks on his own authority seeks his own glory, but He who seeks the glory of the One who sent Him is a man of truth; in Him there is no falsehood.
19 UDB શું મૂસાએ તમને નિયમ આપ્યો નહોતો? છતાં તમારામાંનો કોઈ પણ નિયમ પ્રમાણે વ્યવહાર કરતો નથી. તમે જ છો કે જેઓ મને હમણાં મારી નાખવા માટે યોજનાઓ બનાવી રહ્યા છો! BSB BSB: Has not Moses given you the law? Yet not one of you keeps it. Why are you trying to kill Me?”
20 UDB ટોળામાંથી કોઈ એકે જવાબ આપ્યો, "તમારામાં ભૂત છે! જે તમને મારી નાખવા માગે છે તેનું નામ કહો!" BSB BSB: “You have a demon,” the crowd replied. “Who is trying to kill You?”
21 UDB ઈસુએ ટોળાને ઉત્તર આપ્યો, "તમે જોઈ શકો તે માટે મેં પરાક્રમનું એક કાર્ય કર્યું અને તમે સર્વ તેનાથી આશ્ચર્ય પામ્યા. BSB BSB: Jesus answered them, “I did one miracle, and you are all amazed.
22 UDB મૂસાએ તમને નિયમ આપ્યો, અને તે નિયમ કહે છે કે તમારે તમારા નર બાળકની સુન્નત કરવી જ જોઈએ અને તમારે તે બાળકના જન્મના ઠીક સાત દિવસ પછી જ સુન્નત કરવી જોઈએ. (સાચું કહીએ તો આ વિધિ તમારા પૂર્વજો, ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબથી શરૂ થઈ હતી અને નહિ કે મૂસાથી, જેણે આ પ્રથા વિષે નિયમ લખ્યો.) નિયમની તે જરૂરિયાતને કારણે, કેટલીક વખત તમારે તમારા બાળકની સુન્નત વિશ્રામવારે કરવી પડે છે, અને તે સ્વીકાર્ય પણ છે! BSB BSB: But because Moses gave you circumcision, you circumcise a boy on the Sabbath (not that it is from Moses, but from the patriarchs.)
23 UDB તમે કેટલીક વાર વિશ્રામવારે છોકરાઓની સુન્નત કરો છો કે જેથી તમે મૂસાના નિયમનો ભંગ કરો નહિ. તો તમે મારાથી શા માટે એવું કહીને ગુસ્સો કરો છો, કે જ્યારે મેં વિશ્રામવારે માણસને સાજો કર્યો ત્યારે મેં કામ કર્યું! બાળકની સુન્નત કરવા કરતાં કોઈને સાજા કરવું તે તો વધારે અદ્દભુત અને મહાન કાર્ય છે! BSB BSB: If a boy can be circumcised on the Sabbath so that the law of Moses will not be broken, why are you angry with Me for making the whole man well on the Sabbath?
24 UDB ઈશ્વરના નિયમના ખોટા લાગુકરણ આધારે અને વળી કંઈ પણ વિચાર્યા વિના તે માણસને સાજો કરવો તે સાચું છે કે ખોટું તે નક્કી કરવાનું બંધ કરો! તેના બદલે, માણસ નહિ પણ ઈશ્વર જેને યોગ્ય અને ન્યાયી ગણે છે તે સિદ્ધાંત મુજબ માણસે શું કરવું અને તેનો કેવી રીતે ન્યાય થવો જોઈએ તે નક્કી કરો." BSB BSB: Stop judging by outward appearances, and start judging justly.”
25 UDB યરુશાલેમના કેટલાક લોકો કહેતા હતા, "શું આ તે માણસ નથી કે જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે? BSB BSB: Then some of the people of Jerusalem began to say, “Isn’t this the man they are trying to kill?
26 UDB તે આ બાબતો જાહેરમાં બોલે છે, પરંતુ અધિકારીઓ તેનો વિરોધ કરવા માટે કંઈ કહેતા નથી. શું એટલા માટે કે તે મસીહ છે તેમ તેઓ જાણે છે? BSB BSB: Yet here He is, speaking publicly, and they are not saying anything to Him. Have the rulers truly recognized that this is the Christ?
27 UDB પરંતુ તે મસીહ હોઈ શકે નહિ! આપણે જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે, પણ જ્યારે મસીહ આવશે, ત્યારે તેઓ ક્યાંના છે તે વિષે કોઈને ખબર હશે નહિ." BSB BSB: But we know where this man is from. When the Christ comes, no one will know where He is from.”
28 UDB એ માટે જ્યારે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં શીખવતા હતા, ત્યારે તેમણે બૂમ પાડી, "હા, તમે કહો છો કે તમે મને જાણો છો, અને તમને લાગે છે કે હું ક્યાંનો છું તે પણ તમે જાણો છો. પરંતુ મેં પોતાને નીમ્યો છે તે માટે હું અહીં આવ્યો નથી. તેનાથી ઊલટું, જેમણે મને મોકલ્યો છે તેઓ સત્ય છે, અને તમે તેમને ઓળખતા નથી. BSB BSB: Then Jesus, still teaching in the temple courts, cried out, “You know Me, and you know where I am from. I have not come of My own accord, but He who sent Me is true. You do not know Him,
29 UDB હું તેમની પાસેથી આવું છું માટે હું તેમને જાણું છું. તેમણે મને મોકલ્યો છે." BSB BSB: but I know Him, because I am from Him and He sent Me.”
30 UDB પછી તેઓએ ઈસુને પકડવાના પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ તેમની ધરપકડ કરી શક્યું નહિ કારણ કે તેમનું કામ પૂર્ણ કરવાનો અને તેમના જીવનના અંતનો સમય હજુ સુધી આવ્યો ન હતો. BSB BSB: So they tried to seize Him, but no one laid a hand on Him, because His hour had not yet come.
31 UDB તેમને સાંભળ્યા અને તેમનાં કાર્યો જોયા બાદ, ટોળામાંના ઘણાઓએ તેમના પર વિશ્વાસ કર્યો. તેમણે કહ્યું, "જ્યારે મસીહ આવશે, ત્યારે શું તેઓ આ માણસે કર્યા છે તેના કરતાં પણ વધુ ચમત્કારિક કાર્યો કરશે?" BSB BSB: Many in the crowd, however, believed in Him and said, “When the Christ comes, will He perform more signs than this man?”
32 UDB ફરોશીઓએ તેઓને ઈસુ વિષે આ બાબતો ધીમેથી કહેતા સાંભળ્યા. તેથી તેઓએ, એટલે કે મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમની ધરપકડ કરવા માટે કેટલાક અધિકારીઓને મોકલ્યા. BSB BSB: When the Pharisees heard the crowd whispering these things about Jesus, they and the chief priests sent officers to arrest Him.
33 UDB ત્યારબાદ ઈસુએ કહ્યું, "હું તમારી સાથે માત્ર થોડા સમય માટે જ છું. પછી હું જેમણે મને મોકલ્યો છે તેમની પાસે પાછો જવાનો છું. BSB BSB: So Jesus said, “I am with you only a little while longer, and then I am going to the One who sent Me.
34 UDB તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી." BSB BSB: You will look for Me, but you will not find Me; and where I am, you cannot come.”
35 UDB તેથી જે યહૂદી લોકો તેમના દુશ્મનો હતા તેઓએ પોતાને કહ્યું, "આ માણસ ક્યાં જઈ શકે કે જ્યાં આપણે તેને શોધી ન શકીએ? શું તે ત્યાં જવાની અપેક્ષા રાખે છે કે જ્યાં યહૂદીઓ આખા ગ્રીક જગતમાં ફેલાયેલા છે, અને શું તે ત્યાં લોકોને આ નવી બાબતો શીખવશે? BSB BSB: At this, the Jews said to one another, “Where does He intend to go that we will not find Him? Will He go where the Jews are dispersed among the Greeks, and teach the Greeks?
36 UDB જ્યારે તેણે એમ કહ્યું કે, 'તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ' અને 'હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી ન શકો' તેનો શો અર્થ થાય?" BSB BSB: What does He mean by saying, ‘You will look for Me, but you will not find Me,’ and, ‘Where I am, you cannot come’?”
37 UDB તેથી પર્વના છેલ્લા અને મહાન દિવસે, ઈસુ ઊભા થયા અને મોટે અવાજે પોકારીને કહ્યું, "જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ." BSB BSB: On the last and greatest day of the feast, Jesus stood up and called out in a loud voice, “If anyone is thirsty, let him come to Me and drink.
38 UDB જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, 'તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.'" BSB BSB: Whoever believes in Me, as the Scripture has said: ‘Streams of living water will flow from within him.’”
39 UDB જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને પિતા જે પવિત્ર આત્મા આપવાના હતા તે પવિત્ર આત્મા વિષે તેમણે આ કહ્યું. જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમનામાં રહેવા ઈશ્વરે હજુ સુધી પવિત્ર આત્મા મોકલ્યો ન હતો, કારણ કે ઈસુએ હજુ સુધી પોતાનું કાર્ય એટલે કે એ કાર્ય કે જે તેમના મરણ દ્વારા ઈશ્વરના લોકોને બચાવીને ઈશ્વર માટે ઘણું માન ઉપજાવશે તે પૂર્ણ કર્યું ન હતું. BSB BSB: He was speaking about the Spirit, whom those who believed in Him were later to receive. For the Spirit had not yet been given, because Jesus had not yet been glorified.
40 UDB જ્યારે ટોળામાંના કેટલાકે તે શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓએ કહ્યું, "આપણે જેમની અપેક્ષા રાખતા હતા તે પ્રબોધક આ જ છે." BSB BSB: On hearing these words, some of the people said, “This is truly the Prophet.”
41 UDB બીજાઓએ કહ્યું, "મસીહ ગાલીલમાંથી આવી શકે નહિ. BSB BSB: Others declared, “This is the Christ.” But still others asked, “How can the Christ come from Galilee?
42 UDB શું શાસ્ત્ર એમ કહેતું નથી કે મસીહ દાઉદના વંશજમાંથી જ હોવા જોઈએ તથા તેમનો જન્મ બેથલેહેમ, કે જે દાઉદનું ઘર હતું ત્યાં જ થવો જોઈએ?" BSB BSB: Doesn’t the Scripture say that the Christ will come from the line of David and from Bethlehem, the village where David lived?”
43 UDB તેથી ઈસુ વિશેના અભિપ્રાયમાં તેઓની વચ્ચે ભાગલા પડ્યા. BSB BSB: So there was division in the crowd because of Jesus.
44 UDB કેટલાક લોકો તેમની ધરપકડ કરવા ઇચ્છતા હતા. તેમ છતાં કોઈએ તેમને પકડ્યા નહિ. BSB BSB: Some of them wanted to seize Him, but no one laid a hand on Him.
45 UDB તેથી અધિકારીઓ મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ફર્યા. આ તે અધિકારીઓ હતા કે જેઓને શાસકોએ ઈસુની ધરપકડ કરવા માટે મોકલ્યા હતા. ફરોશીઓએ અધિકારીઓને કહ્યું, "તમે શા માટે તેને પકડીને અહીં લાવ્યા નહિ?" BSB BSB: Then the officers returned to the chief priests and Pharisees, who asked them, “Why didn’t you bring Him in?”
46 UDB અધિકારીઓએ ઉત્તર આપ્યો, "કોઈ ક્યારેય આ માણસ જેવું બોલ્યું નથી." BSB BSB: “Never has anyone spoken like this man!” the officers answered.
47 UDB પછી ફરોશીઓએ ઉત્તર આપ્યો, "શું તમે પણ છેતરાયા છો? BSB BSB: “Have you also been deceived?” replied the Pharisees.
48 UDB કોઈ પણ યહૂદી અધિકારીઓએ કે ફરોશીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો નથી. BSB BSB: “Have any of the rulers or Pharisees believed in Him?
49 UDB આ ટોળું કે જે આપણા નિયમોનું શિક્ષણ જાણતું નથી, તેને શાપિત થવા દો!" BSB BSB: But this crowd that does not know the law—they are under a curse.”
50 UDB ત્યારબાદ નિકોદેમસ બોલ્યો. (તે એ હતો કે જે ઈસુને મળવા તથા તેમની સાથે વાત કરવા માટે રાત્રે ગયો હતો, અને તે ફરોશીઓમાંનો એક હતો.) તેણે તેઓને કહ્યું, BSB BSB: Nicodemus, who had gone to Jesus earlier and who himself was one of them, asked,
51 UDB "આપણો યહૂદી નિયમ આપણે કોઈ માણસને સાંભળીએ તે અગાઉ તેને દોષિત ઠરાવવાની મંજૂરી આપતો નથી. પ્રથમ, આપણે તેમને સાંભળીએ, અને તેમણે જે કર્યું છે તે વિષે આપણે જાણવું જોઈએ." BSB BSB: “Does our law convict a man without first hearing from him to determine what he has done?”
52 UDB તેઓએ તેને ઉત્તર આપ્યો, "શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રમાં જે લખ્યું છે તે શોધ અને ધ્યાનપૂર્વક વાંચ! તને જાણવા મળશે કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી થવાનો નથી." BSB BSB: “Aren’t you also from Galilee?” they replied. “Look into it, and you will see that no prophet comes out of Galilee.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.