1 UDB ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "જે બાબતો લોકોને પાપ કરવા પરીક્ષણમાં પાડે છે તેમ ચોક્કસ થશે, પરંતુ જે કોઈ તેમ થવાનું કારણ બને છે તેના માટે તે કેટલું ભયંકર હશે! BSB BSB: Jesus said to His disciples, “It is inevitable that stumbling blocks will come, but woe to the one through whom they come!
2 UDB જો કોઈ વ્યક્તિ વિશ્વાસમાં નબળા માણસને પાપ કરવાનું કારણ બને, તો તે વ્યક્તિ માટે તેના ગળામાં એક મોટો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દીધો હોય તે વધુ સારું રહેશે. BSB BSB: It would be better for him to have a millstone hung around his neck and to be thrown into the sea than to cause one of these little ones to stumble.
3 UDB તમે કેવી રીતે વર્તો છો તે વિશે સાવચેત રહો. જો તમારા ભાઈઓમાંથી કોઈએ પાપ કર્યું હોય, તો તમારે તેને ઠપકો આપવો જોઈએ. જો તે કહે કે તે પાપ કરવાને લીધે દિલગીર છે અને તે તમને તેને માફી આપવા માટે કહે તો તમારે તેને માફ કરવો. BSB BSB: Watch yourselves. If your brother sins, rebuke him; and if he repents, forgive him.
4 UDB જો તે એક જ દિવસમાં સાત વાર તમારી વિરુદ્ધ પાપ કરે, તોપણ જો તે દરેક વાર તમારી પાસે આવે અને કહે કે, 'મેં જે કર્યું તે માટે હું દિલગીર છું,' તો તમારે તેને માફ કરવાનું ચાલુ રાખવું જોઈએ." BSB BSB: Even if he sins against you seven times in a day, and seven times returns to say, ‘I repent,’ you must forgive him.”
5 UDB પછી પ્રેરિતોએ પ્રભુને કહ્યું, "અમને વધુ વિશ્વાસ આપો!" BSB BSB: The apostles said to the Lord, “Increase our faith!”
6 UDB પ્રભુએ પણ જવાબ આપ્યો, "જો તમે આ રાઈના નાના દાણા જેટલો પણ વિશ્વાસ કર્યો હોત, તો તમે આ શેતુરના ઝાડને કહી શક્યા હોત, 'તારા મૂળ સાથે આ જમીનમાંથી ઊખડી જા અને પોતાને સમુદ્રમાં રોપ, અને તેણે તમારું માન્યુ હોત!" BSB BSB: And the Lord answered, “If you have faith the size of a mustard seed, you can say to this mulberry tree, ‘Be uprooted and planted in the sea,’ and it will obey you.
7 UDB ઈસુએ આ પણ કહ્યું, "ધારો કે તમારામાંના કોઈને એક નોકર છે જે તમારા ખેતરોમાં વાવણી કરે છે કે તમારા ઘેટાની સંભાળ રાખે છે. તે ખેતરમાંથી ઘરમાં આવે ત્યારે, તમે એમ નહીં કહો કે, 'તરત જ નીચે બેસ અને ખા!' BSB BSB: Which of you whose servant comes in from plowing or shepherding in the field will say to him, ‘Come at once and sit down to eat’?
8 UDB તેને બદલે, તમે તેને કહેશો, 'મારા માટે ભોજન તૈયાર કર! પછી તારા સેવા કરવાના કપડાં પહેર અને તે મને પીરસ કે જેથી હું ખાઉં અને પીઉં! પછીથી તું ખાઈ અને પી શકશે.' BSB BSB: Instead, won’t he tell him, ‘Prepare my meal and dress yourself to serve me while I eat and drink, and afterward you may eat and drink’?
9 UDB તમે જે કામ કરવાનું કહ્યું હતું તે કરવા માટે તમે તમારા નોકરનો આભાર નહિ માનો! BSB BSB: Does he thank the servant because he did what he was told?
10 UDB તેવી જ રીતે, જ્યારે તમે ઈશ્વરે જેમ કરવાનું કહ્યું હતું તેમ કર્યું છે, ત્યારે તમારે કહેવું જોઈએ કે, 'અમે ફક્ત ઈશ્વરના સેવકો છીએ અને અમે લાયક નથી કે તેઓ અમારો આભાર માને. અમે ફક્ત તે જ કામ કર્યું છે જે તેમણે અમને કરવા માટે કહ્યું હતું.'" BSB BSB: So you also, when you have done everything commanded of you, should say, ‘We are unworthy servants; we have only done our duty.’”
11 UDB જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ તરફના રસ્તા પર ચાલતા હતા, ત્યારે તેઓ સમરૂન અને ગાલીલના પ્રદેશો વચ્ચેના વિસ્તારમાંથી જઈ રહ્યા હતા. BSB BSB: While Jesus was on His way to Jerusalem, He was passing between Samaria and Galilee.
12 UDB જેવા ઈસુ એક ગામમાં પ્રવેશ્યા કે, દસ કોઢી તેમની પાસે આવ્યા, પરંતુ તેઓ થોડે દૂર જ ઊભા હતા. BSB BSB: As He entered one of the villages, He was met by ten lepers. They stood at a distance
13 UDB તેઓએ કહ્યું, "ઈસુ, ગુરૂજી, કૃપા કરીને અમારા પર દયા કરો!" BSB BSB: and raised their voices, shouting, “Jesus, Master, have mercy on us!”
14 UDB જ્યારે તેમણે તેઓને જોયા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, "જાઓ અને પોતાને યાજકોને બતાવો." તેથી તેઓ ગયા, અને તેઓ જતા હતા ત્યારે, તેઓ સાજા થઇ ગયા. BSB BSB: When Jesus saw them, He said, “Go, show yourselves to the priests.” And as they were on their way, they were cleansed.
15 UDB પછી તેઓમાંથી એક, જ્યારે તેણે જોયું કે તે સાજો થયો હતો ત્યારે, તે મોટેથી ઈશ્વરની સ્તુતિ કરતો પાછો વળ્યો. BSB BSB: When one of them saw that he was healed, he came back, praising God in a loud voice.
16 UDB તે ઈસુ પાસે આવ્યો અને જમીન પર નમીને ઈસુના પગે પડ્યો, અને તેમનો આભાર માન્યો. આ માણસ એક સમરૂની હતો. BSB BSB: He fell facedown at Jesus’ feet in thanksgiving to Him—and he was a Samaritan.
17 UDB પછી ઈસુએ કહ્યું, "મેં દસ કોઢીયાઓને સાજા કર્યા! શા માટે બીજા નવ પાછા ન આવ્યા? BSB BSB: “Were not all ten cleansed?” Jesus asked. “Where then are the other nine?
18 UDB આ વિદેશી માણસ એક જ એવો હતો જે ઈશ્વરનો આભાર માનવા પાછો આવ્યો; બીજામાંથી કોઈ પાછો આવ્યો નહી!" BSB BSB: Was no one found except this foreigner to return and give glory to God?”
19 UDB પછી તેણે તે માણસને કહ્યું, "ઊઠ અને તારા રસ્તે જા. ઈશ્વરે તને સાજો કર્યો છે કારણ કે તેં મારામાં વિશ્વાસ રાખ્યો છે." BSB BSB: Then Jesus said to him, “Rise and go; your faith has made you well!”
20 UDB એક દિવસે કેટલાક ફરોશીઓએ ઈસુને પૂછ્યું "ઈશ્વર સર્વ પર રાજ કરવાનું ક્યારે શરૂ કરશે?" તેમણે જવાબ આપ્યો, "તે એવું નથી કે જે લોકો પોતાની આંખોથી જોઈ શકે. BSB BSB: When asked by the Pharisees when the kingdom of God would come, Jesus replied, “The kingdom of God will not come with observable signs.
21 UDB લોકો એવું કહી શકશે નહિ કે, 'જુઓ! તેઓ અહીં રાજ કરે છે! કે 'તેઓ ત્યાં રાજ કરે છે!' કારણ કે તમે જે વિચારો છો તેનાથી વિપરીત, ઈશ્વરે તમારામાં રાજ કરવાનું શરૂ કરી દીધું છે." BSB BSB: Nor will people say, ‘Look, here it is,’ or ‘There it is.’ For you see, the kingdom of God is in your midst.”
22 UDB ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "એવો સમય આવશે કે જ્યારે તમે મને, માણસના દીકરાને, શક્તિપૂર્વક રાજ કરતાં જોવા ઇચ્છશો. પણ તમે તે જોઈ નહિ શકો. BSB BSB: Then He said to the disciples, “The time is coming when you will long to see one of the days of the Son of Man, but you will not see it.
23 UDB લોકો તમને કહેશે, 'જુઓ, મસીહ ત્યાં છે!' અથવા તેઓ કહેશે 'જુઓ, તે અહીં છે!' જ્યારે તેઓ તેમ કહે, ત્યારે તેમને અનુસરશો નહીં. BSB BSB: People will tell you, ‘Look, there He is!’ or ‘Look, here He is!’ Do not go out or chase after them.
24 UDB કારણ કે જ્યારે વીજળી ઝબકે છે અને આકાશને એક બાજુથી બીજી બાજુ તરફ પ્રકાશિત કરે છે, ત્યારે દરેક તેને જોઈ શકે છે. એ જ રીતે જ્યારે હું, માણસનો દીકરો, ફરી પાછો આવીશ, ત્યારે બધા મને જોશે. BSB BSB: For just as the lightning flashes and lights up the sky from one end to the other, so will be the Son of Man in His day.
25 UDB પરંતુ આવું થાય તે અગાઉ, મારે ઘણી રીતે પીડાવું પડશે, અને લોકો દ્વારા મને નકારવામાં આવશે. BSB BSB: But first He must suffer many things and be rejected by this generation.
26 UDB પરંતુ જ્યારે હું, માણસનો દીકરો, ફરીથી આવીશ, ત્યારે લોકો નૂહના સમયમાં જે કરતા હતા તે જ પ્રમાણે કરતા હશે. BSB BSB: Just as it was in the days of Noah, so also will it be in the days of the Son of Man:
27 UDB તે સમયે નૂહ અને તેના કુટુંબીજનો મોટા વહાણમાં પ્રવેશ્યા તે દિવસ સુધી, લોકોએ હંમેશની જેમ ખાધું અને પીધું, અને તેઓએ હંમેશની જેમ લગ્ન કર્યા. પરંતુ પછી પૂર આવ્યું અને જેઓ વહાણમાં ન હતા તે બધા લોકોનો નાશ થયો. BSB BSB: People were eating and drinking, marrying and being given in marriage, up to the day Noah entered the ark. Then the flood came and destroyed them all.
28 UDB તેવી જ રીતે, જ્યારે લોત સદોમ શહેરમાં રહેતો હતો, ત્યારે ત્યાંના લોકો હંમેશની જેમ ખાતા અને પીતા હતા. તેઓ વસ્તુઓ ખરીદતા અને વસ્તુઓ વેચતા હતા. તેઓ હંમેશની જેમ પાક ઉગાડતા અને ઘરો બાંધતા હતા. BSB BSB: It was the same in the days of Lot: People were eating and drinking, buying and selling, planting and building.
29 UDB પરંતુ લોતે સદોમ છોડ્યું તે દિવસે, આકાશમાંથી અગ્નિ અને બળતો ગંધક નીચે આવ્યા અને શહેરમાં રહેનારા બધાનો નાશ થયો. BSB BSB: But on the day Lot left Sodom, fire and sulfur rained down from heaven and destroyed them all.
30 UDB તેવી જ રીતે, જ્યારે હું, માણસનો દીકરો, પૃથ્વી પર પાછો આવીશ, ત્યારે લોકો તૈયાર નહિ હોય. BSB BSB: It will be just like that on the day the Son of Man is revealed.
31 UDB તે દિવસે, જેઓ પોતાના ઘરોની બહાર હોય, અને તેમની બધી જ વસ્તુઓ જે ઘરોની અંદર હોય, તેઓએ અંદર જઈને પોતાની સાથે તે લેવા માટે સમય બગાડવો નહીં. એ જ રીતે, જે લોકો ખેતરમાં હોય તેઓએ કશું લેવા પાછા ન જવું; તેઓએ ઝડપથી નાસી જવું. BSB BSB: On that day, let no one on the housetop come down to retrieve his possessions. Likewise, let no one in the field return for anything he has left behind.
32 UDB યાદ રાખો કે લોતની પત્નીનું શું થયું! BSB BSB: Remember Lot’s wife!
33 UDB જે કોઈ પોતાની રીતે જીવવાનું ચાલુ રાખે છે તે મરશે જ. પરંતુ જે કોઈ મારા માટે પોતાનો જીવવાનો માર્ગ છોડશે તે હમેશાં જીવશે. BSB BSB: Whoever tries to save his life will lose it, but whoever loses his life will preserve it.
34 UDB હું તમને આ કહું છું: તે રાતે જ્યારે હું પાછો આવીશ, ત્યારે એક પલંગ પર બે વ્યક્તિઓ સૂતેલી હશે. તેમાંથી જે મારા પર વિશ્વાસ કરતી હશે તેને લઇ લેવામાં આવશે અને બીજીને પડતી મૂકાશે. BSB BSB: I tell you, on that night two people will be in one bed: one will be taken and the other left.
35 UDB બે સ્ત્રીઓ એકસાથે અનાજ દળતી હશે; તેમાંથી એક લેવાશે અને બીજી પડતી મુકાશે. BSB BSB: Two women will be grinding grain together: one will be taken and the other left.”
37 UDB તેમના શિષ્યોએ તેમને કહ્યું, "પ્રભુ, તે ક્યાં થશે?" તેમણે તેઓને ઉત્તર આપ્યો, "જ્યાં મૃત શરીર હોય, ત્યાં ગીધ ખાવા એકઠાં થશે." BSB BSB: “Where, Lord?” they asked. Jesus answered, “Wherever there is a carcass, there the vultures will gather.”