2 UDB તેમણે કહ્યું, "કોઈ એક શહેરમાં એક ન્યાયાધીશ હતો તે ઈશ્વરનો આદર કરતો ન હતો અને માણસોની પરવા કરતો ન હતો. BSB BSB: “In a certain town there was a judge who neither feared God nor respected men.
3 UDB તે શહેરમાં એક વિધવા હતી તે પેલા ન્યાયાધીશ પાસે આવ્યા કરતી અને કહેતી, 'કૃપા કરીને ન્યાયાલયમાં જે વ્યક્તિ મારી વિરુદ્ધમાં છે તેનાથી મને ન્યાય અપાવ. BSB BSB: And there was a widow in that town who kept appealing to him, ‘Give me justice against my adversary.’
4 UDB લાંબા સમય સુધી તે ન્યાયાધીશ તેને મદદ કરવા રાજી ન હતો. પરંતુ પછી, તેણે મનમાં કહ્યું, 'હું ઈશ્વરનો આદર કરતો નથી અને માણસોની પરવા કરતો નથી, BSB BSB: For a while he refused, but later he said to himself, ‘Though I neither fear God nor respect men,
5 UDB પરંતુ આ વિધવા મને હેરાન કરે છે! તેથી હું તેના મુકાદમાનો ન્યાય કરીશ અને ખાતરી કરીશ કે તેની સાથે યોગ્ય વ્યવહાર થાય, કારણ કે જો હું તે ન કરું, તો તે સતત મારી પાસે આવ્યા કરશે અને મને થકવી નાખશે!'" BSB BSB: yet because this widow keeps pestering me, I will give her justice. Otherwise, she will wear me out with her perpetual requests.’”
6 UDB પછી ઈસુએ કહ્યું, "અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેને ધ્યાનથી વિચારો. BSB BSB: And the Lord said, “Listen to the words of the unjust judge.
7 UDB વધુમાં નિશ્ચે ઈશ્વર, જેઓ ન્યાયી છે, તેઓ તેમના પસંદ કરેલા લોકો, કે જે તેમને આગ્રહથી દિવસ અને રાત વિનંતી કરે છે તેમને ન્યાય આપશે! અને તેઓ હંમેશા તેમની માટે ધીરજ રાખે છે. BSB BSB: Will not God bring about justice for His elect who cry out to Him day and night? Will He delay in helping them?
8 UDB હું તમને કહ્યું છું, ઈશ્વર જલદી તેમના પસંદ કરેલાનો ન્યાય કરશે! તેમ છતાં જ્યારે હું, માણસનો દીકરો, પૃથ્વી પર પાછો આવીશ, ત્યારે એવા ઘણા લોકો હશે જેઓ મારા પર વિશ્વાસ નહિ કરતાં હોય." BSB BSB: I tell you, He will promptly carry out justice on their behalf. Nevertheless, when the Son of Man comes, will He find faith on earth?”
10 UDB તેમણે કહ્યું, "બે માણસો યરુશાલેમના મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. તેમાંનો એક ફરોશી હતો. બીજો લોકો પાસેથી રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો તે હતો. BSB BSB: “Two men went up to the temple to pray. One was a Pharisee and the other a tax collector.
11 UDB પછી ફરોશીએ ઊભા રહીને પોતાના માટે આ પ્રમાણે પ્રાર્થના કરી, 'ઓ ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા લોકોના જેવો નથી. કેટલાક બીજા પાસેથી પૈસા ચોરી લે છે, કેટલાક લોકો બીજાઓ સાથે અયોગ્ય રીતે વર્તે છે અને કેટલાક વ્યભિચાર કરે છે. હું તેમાંની એકપણ બાબત કરતો નથી. અને હું અવશ્ય આ કર ઉઘરાવનાર જેવો પાપી નથી તે તો લોકોને છેતરે છે! BSB BSB: The Pharisee stood by himself and prayed, ‘God, I thank You that I am not like other men—swindlers, evildoers, adulterers—or even like this tax collector.
12 UDB હું દર અઠવાડિયે બે દિવસ ઉપવાસ કરું છું અને હું જે કમાઉ છું તેના દસ ટકા ભક્તિસ્થાનમાં આપું છું!' BSB BSB: I fast twice a week and pay tithes of all that I acquire.’
13 UDB પરંતુ કર ઉઘરાવનાર વ્યક્તિ બીજા લોકોથી અને ભક્તિસ્થાનની પરસાળથી દૂર ઊભો રહ્યો. તેણે સ્વર્ગ તરફ પણ ન જોયું. તેના બદલે, તેણે છાતી કુટીને કહ્યું, 'ઓ ઈશ્વર, મહેરબાની કરીને મારા પર દયા કરો અને મને માફ કરો, કારણ કે હું અતિશય પાપી છું!'" BSB BSB: But the tax collector stood at a distance, unwilling even to lift up his eyes to heaven. Instead, he beat his breast and said, ‘God, have mercy on me, a sinner!’
14 UDB પછી ઈસુએ કહ્યું, "હું કહું છું કે જેવો તે ઘરે જવા નીકળ્યો તેવામાં જ તે કર ઉઘરાવનાર પાપની માફી પામ્યો, પરંતુ ફરોશી નહિ. કારણ કે જે દરેક પોતાને ઊંચો કરે છે તેને નમ્ર બનાવવામાં આવશે અને જે દરેક નમ્ર છે તેમને ઊંચાં કરવામાં આવશે." BSB BSB: I tell you, this man, rather than the Pharisee, went home justified. For everyone who exalts himself will be humbled, but the one who humbles himself will be exalted.”
15 UDB એક દિવસ લોકો પોતાના બાળકોને ઈસુ પાસે લાવતા હતા કે તેઓ પોતાનો હાથ તેમના પર મૂકે અને તેમને આશીર્વાદ આપે. જ્યારે શિષ્યોએ તે જોયું ત્યારે, તેઓએ તેમને તેવું ન કરવા કહ્યું. BSB BSB: Now people were even bringing their babies to Jesus for Him to place His hands on them. And when the disciples saw this, they rebuked those who brought them.
16 UDB પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે લાવવા કહ્યું. તેમણે કહ્યું, "નાનાં બાળકોને મારી પાસે આવવા દો! તેઓને રોકશો નહીં! આ બાળકોની જેમ જેઓ નમ્ર અને વિશ્વાસુ લોકો છે તેઓ પર ઈશ્વર રાજ કરવા સંમત થશે. BSB BSB: But Jesus called the children to Him and said, “Let the little children come to Me, and do not hinder them! For the kingdom of God belongs to such as these.
17 UDB હું તમને ખરેખર કહું છું કે જે કોઈ ઈશ્વરને પોતાના પર રાજ કરવા માટે બાળકના જેવી નમ્રતાથી સ્વીકારતું નથી, તેવા લોકોને ઈશ્વર કોઈપણ રીતે સ્વીકારશે નહીં." BSB BSB: Truly I tell you, anyone who does not receive the kingdom of God like a little child will never enter it.”
18 UDB એક વખત યહૂદી આગેવાને ઈસુને પૂછ્યું, "ભલા ગુરુજી, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?" BSB BSB: Then a certain ruler asked Him, “Good Teacher, what must I do to inherit eternal life?”
19 UDB ઈસુએ તેને કહ્યું, "તું મને સારો કેમ કહે છે? માત્ર ઈશ્વર જ ખરેખર સારા છે! BSB BSB: “Why do you call Me good?” Jesus replied. “No one is good except God alone.
20 UDB તારા પ્રશ્નનાં જવાબમાં, તું અવશ્ય જાણે છે કે ઈશ્વરે મૂસાને જે આજ્ઞાઓ આપી તે આપણે પાળવી જોઈએ: 'વ્યભિચાર કરવો નહીં, કોઈનું ખૂન કરવું નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી આપવી નહીં, તારા માતા-પિતાનું સન્માન કરવું.'" BSB BSB: You know the commandments: ‘Do not commit adultery, do not murder, do not steal, do not bear false witness, honor your father and mother.’”
21 UDB તે માણસે કહ્યું, "તે બધી આજ્ઞાઓ તો હું મારા બાળપણથી પાળતો આવ્યો છું." BSB BSB: “All these I have kept from my youth,” he said.
22 UDB જ્યારે ઈસુએ તેને તે કહેતા સાંભળ્યો ત્યારે, તેમણે તેને જવાબ આપ્યો, "તારે હજુ એક બાબત કરવાની જરૂર છે. તારું બધું વેચી નાખ. પછી તે નાણાંં એવા લોકોને આપી દે કે જેઓને જીવન ગુજારો કરવા માટે બહુ જ થોડી જોગવાઈઓ છે. તેનું પરિણામ એ આવશે કે તું સ્વર્ગમાં આત્મિક સંપતિ પામશે. પછી આવ અને મારો શિષ્ય બની જા!." BSB BSB: On hearing this, Jesus told him, “You still lack one thing: Sell everything you own and give to the poor, and you will have treasure in heaven. Then come, follow Me.”
23 UDB તે માણસે તેવું સાંભળ્યું ત્યારે તે બહુ દુઃખી થયો, કારણ કે તે ઘણો ધનવાન હતો. BSB BSB: But when the ruler heard this, he became very sad, because he was extremely wealthy.
24 UDB જ્યારે ઈસુએ જોયું કે તે માણસ કેવો દુઃખી હતો ત્યારે, તેઓ પોતે પણ ઘણા દુઃખી થયા. તેમણે કહ્યું, "જેઓ ધનવાન છે તેઓ માટે ઈશ્વર તેઓનાં જીવન પર રાજ કરે તે બાબત સ્વીકારવી અઘરી છે." BSB BSB: Seeing the man’s sadness, Jesus said, “How hard it is for the rich to enter the kingdom of God!
25 UDB હકીકતમાં, ધનવાન માણસ જે ઈશ્વરને પોતાનાં જીવન પર રાજ કરવા દે તેના કરતાંં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે." BSB BSB: Indeed, it is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of God.”
26 UDB જેઓએ ઈસુને એવું કહેતા સાંભળ્યા તેઓએ જવાબ આપ્યો, "તો પછી એવું જણાય છે કે કોઈ બચી શકે નહિ!" BSB BSB: Those who heard this asked, “Who then can be saved?”
27 UDB પરંતુ ઈસુએ કહ્યું, "જે બાબત લોકો માટે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે." BSB BSB: But Jesus said, “What is impossible with man is possible with God.”
28 UDB પછી પિતરે કહ્યું, "જુઓ, તમારા શિષ્ય બનવા માટે અમે અમારી પાસે જે હતું તે બધું છોડ્યું છે. BSB BSB: “Look,” said Peter, “we have left all we had to follow You.”
30 UDB તેઓએ આ જીવનમાં જે છોડ્યું છે તેના બદલામાં વધારે પાછું પ્રાપ્ત કરશે, અને આવનાર યુગમાં તેઓ અનંતજીવન પ્રાપ્ત કરશે." BSB BSB: will fail to receive many times more in this age—and in the age to come, eternal life.”
31 UDB ઈસુ બાર શિષ્યોને પોતાની સાથે એક જગ્યાએ લઈ ગયા અને તેઓને કહ્યું, "ધ્યાનથી સાંભળો, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ. જ્યારે આપણે ત્યાં હોઈશું, ત્યારે જે બાબતો પ્રબોધકો એ ઘણા સમય અગાઉ મારા વિષે એટલે કે, માણસના દીકરા વિષે, લખી છે તે પૂર્ણ થશે. BSB BSB: Then Jesus took the Twelve aside and said to them, “Look, we are going up to Jerusalem, and everything the prophets have written about the Son of Man will be fulfilled.
32 UDB મારા શત્રુઓ મને બિન-યહૂદીઓની સત્તાને હવાલે કરશે. તેઓ મારી મશ્કરી કરશે, મારી સાથે ધિક્કારપૂર્વક વર્તન કરશે અને મારા પર થૂંકશે. BSB BSB: He will be delivered over to the Gentiles and will be mocked and insulted and spit upon.
33 UDB તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પરંતુ, તે પછી ત્રીજા દિવસે હું પાછો સજીવન થઈશ." BSB BSB: They will flog Him and kill Him, and on the third day He will rise again.”
34 UDB પરંતુ શિષ્યોને તેમણે જે કહ્યું તે તેમના સમજવામાં આવ્યું નહિ. તેઓ જે કહી રહ્યા હતા તેનો અર્થ ઈશ્વરે તેમને સમજવા દીધો નહિ. BSB BSB: But the disciples did not understand any of these things. The meaning was hidden from them, and they did not comprehend what He was saying.
35 UDB જેવા ઈસુ અને તેમના શિષ્યો યરીખો શહેરની નજીક આવ્યા, ત્યારે ત્યાં એક અંધ માણસ રસ્તાની બાજુમાં બેઠેલો હતો. તે નાણાંં માટે ભીખ માગતો હતો. BSB BSB: As Jesus drew near to Jericho, a blind man was sitting beside the road, begging.
36 UDB જ્યારે તેણે પસાર થતા લોકોની ભીડનો અવાજ સંભાળ્યો, ત્યારે તેણે કોઈકને પૂછ્યું, "આ શું થઈ રહ્યું છે?" BSB BSB: When he heard the crowd going by, he asked what was happening.
37 UDB તેઓએ તેને કહ્યું, "ઈસુ, જે નાસરેથના છે, તેઓ પસાર થઈ રહ્યા છે." BSB BSB: “Jesus of Nazareth is passing by,” they told him.
38 UDB તેણે બૂમ પાડી, "ઈસુ, તમે જેઓ દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!" BSB BSB: So he called out, “Jesus, Son of David, have mercy on me!”
39 UDB જેઓ ટોળાની આગળ ચાલતા હતા તેઓએ તેને ધમકાવ્યો અને તેને શાંત રહેવા કહ્યું. પરંતુ તેણે વધુ મોટેથી બૂમ પાડતા કહ્યું, "તમે જેઓ દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!" BSB BSB: Those who led the way admonished him to be silent, but he cried out all the louder, “Son of David, have mercy on me!”
40 UDB ઈસુ ઊભા રહ્યા અને લોકોને આજ્ઞા કરી કે તે માણસને તેમની પાસે લાવે. જ્યારે તે અંધ માણસ નજીક આવ્યો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું, BSB BSB: Jesus stopped and directed that the man be brought to Him. When he had come near, Jesus asked him,
41 UDB "તું શું ઇચ્છે છે કે હું તારે માટે તે કરું?" તેણે કહ્યું, "પ્રભુ, હું ઇચ્છું છું કે તમે મને જોવા માટે સક્ષમ કરો!" BSB BSB: “What do you want Me to do for you?” “Lord,” he said, “let me see again.”
42 UDB ઈસુએ તેને કહ્યું, "તો દેખતો થા! કારણ કે તેં મારામાં વિશ્વાસ કર્યો છે, તેથી મેં તને સાજો કર્યો છે!" BSB BSB: “Receive your sight!” Jesus replied. “Your faith has healed you.”
43 UDB તરત જ તે જોવા માટે સક્ષમ થયો. અને તે પ્રભુની સ્તુતિ કરતો, ઈસુની સાથે ગયો. અને જ્યારે બધા લોકોએ આ જોયું ત્યારે, તેઓએ પણ પ્રભુની સ્તુતિ કરી. BSB BSB: Immediately he received his sight and followed Jesus, glorifying God. And all the people, when they saw it, gave praise to God.