1 UDB ઈસુ યરીખોમાં પ્રવેશ્યા અને શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા. BSB BSB: Then Jesus entered Jericho and was passing through.
2 UDB ત્યાં જાખ્ખી નામે એક માણસ હતો. તે કર ઉઘરાવવાની જવાબદારી બજાવતો હતો અને તે ઘણો ધનવાન હતો. BSB BSB: And there was a man named Zacchaeus, a chief tax collector, who was very wealthy.
3 UDB તે ઈસુને જોવા ઇચ્છતો હતો પરંતુ ભીડને લીધે જોઈ શકતો ન હતો. કેમ કે તે ખૂબ જ નીચા કદનો માણસ હતો અને ઈસુની આસપાસ ઘણા લોકો હતા. BSB BSB: He was trying to see who Jesus was, but could not see over the crowd because he was small in stature.
4 UDB તેથી તે રસ્તામાં આગળ વધ્યો. અને ગુલ્લર ઝાડ પર ચઢ્યો કે જેથી જ્યારે ઈસુ નજીક આવે ત્યારે તે તેમને જોઈ શકે. BSB BSB: So he ran on ahead and climbed a sycamore tree to see Him, since Jesus was about to pass that way.
5 UDB જ્યારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે, તેમણે ઉપર જોયું અને તેને કહ્યું, "જાખ્ખી, જલદી નીચે આવ, આજે રાત્રે મારે તારા ઘરે રહેવાનું છે!" BSB BSB: When Jesus came to that place, He looked up and said, “Zacchaeus, hurry down, for I must stay at your house today.”
6 UDB તેથી તે ઝડપથી નીચે ઊતર્યો. તે ઈસુને પોતાના ઘરમાં આવકારવા માટે ખુશ હતો. BSB BSB: So Zacchaeus hurried down and welcomed Him joyfully.
7 UDB પરંતુ જે લોકોએ ઈસુને ત્યાં જતા જોયા હતા તેઓએ કચકચ કરીને કહ્યું, "જુઓ, ઈસુ એક અતિશય પાપીના ઘરે મહેમાન બનવા ગયા છે!" BSB BSB: And all who saw this began to grumble, saying, “He has gone to be the guest of a sinful man!”
8 UDB પછી તેઓ જમતા હતા એટલામાં તરત જ જાખ્ખી ઊભો થયો અને ઈસુને કહ્યું, "પ્રભુ, હું ઈચ્છું છું કે તમે જાણો કે મારી પાસે જે સંપત્તિ છે તેનો અડધો ભાગ હું ગરીબ લોકોને આપવા જઈ રહ્યો છું. અને જે લોકોને મેં છેતર્યા છે, તેઓની પાસેથી મેળવેલી રકમની ચાર ગણી હું તેમને પાછી ચૂકવીશ. BSB BSB: But Zacchaeus stood up and said to the Lord, “Look, Lord, half of my possessions I give to the poor, and if I have cheated anyone, I will repay it fourfold.”
9 UDB ઈસુએ તેને કહ્યું, "આજે ઈશ્વરે આ કુટુંબને બચાવ્યું છે, કારણ કે આ માણસે દર્શાવ્યું છે કે તે ખરેખર ઇબ્રાહિમનો વંશજ છે. BSB BSB: Jesus said to him, “Today salvation has come to this house, because this man too is a son of Abraham.
10 UDB આ યાદ રાખો કે: હું, માણસનો દીકરો, તારા જેવા લોકો કે જેઓ ઈશ્વરથી ભટકી ગયા છે તેઓને શોધવા અને બચાવવા આવ્યો છું." BSB BSB: For the Son of Man came to seek and to save the lost.”
11 UDB ઈસુએ જે સર્વ કહ્યું તે લોકો સાંભળી રહ્યા હતા. ઈસુ યરુશાલેમની નજીક આવ્યા, ત્યારે ઈસુએ તેઓને બીજી એક વાર્તા કહેવાનું નક્કી કર્યું. લોકો વિચારતા હતા કે જેવા ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરશે કે ટૂંક સમયમાં તેઓ ઈશ્વરના લોકો પર રાજા તરીકે રાજ કરવાનું ચાલુ કરશે, પણ ઈસુ આ વિચારને સુધારવા માગતા હતા. BSB BSB: While the people were listening to this, Jesus proceeded to tell them a parable, because He was near Jerusalem and they thought the kingdom of God would appear imminently.
12 UDB તેમણે કહ્યું, "એક રાજકુમાર દૂર દેશમાં જવા માટે તૈયાર થયો કે જેથી તે મહારાજા સાથે જઈને પોતે જે દેશમાં રહેતો હતો ત્યાં રાજા બનવાનો અધિકાર મેળવે. રાજા બનવાનો અધિકાર મેળવ્યા પછી, તે પોતાના લોકો પર રાજ કરવા પાછો આવશે. BSB BSB: So He said, “A man of noble birth went to a distant country to lay claim to his kingship and then return.
13 UDB તેના ગયા અગાઉ, તેણે પોતાના ચાકરોમાંના દસને બોલાવ્યા. તેણે દરેકને સરખાં નાણા આપ્યાં. તેણે તેઓને કહ્યું, 'હું આવું ત્યાં સુધી આ નાણાંં વડે વ્યાપાર કરો!' પછી તે ચાલ્યો ગયો. BSB BSB: Beforehand, he called ten of his servants and gave them ten minas. ‘Conduct business with this until I return,’ he said.
14 UDB પરંતુ તે દેશના ઘણા લોકો તેને ધિક્કારતા હતા. તેથી તેમણે કેટલાક સંદેશવાહકોને તેનો પીછો કરવા મોકલ્યા અને મહારાજાને કહેવડાવ્યું, 'અમને આ માણસ અમારા રાજા તરીકે જોઈતો નથી!' BSB BSB: But his subjects hated him and sent a delegation after him to say, ‘We do not want this man to rule over us.’
15 UDB પરંતુ તેને કોઈક રીતે રાજા બનાવામાં આવ્યો. પછી તે નવા રાજા તરીકે પાછો આવ્યો. ત્યારબાદ તેણે જે ચાકરોને નાણાંં આપ્યાં હતાં તેઓને બોલાવ્યા. તેને જાણવું હતું કે તેઓ તેના આપેલા નાણાંંના વ્યાપારથી કેટલું કમાયા હતા. BSB BSB: When he returned from procuring his kingship, he summoned the servants to whom he had given the money, to find out what each one had earned.
16 UDB પહેલા માણસે તેની પાસે આવીને કહ્યું, 'સાહેબ, તારા નાણાંંથી હું દસ ગણું કમાયો છું!' BSB BSB: The first servant came forward and said, ‘Master, your mina has produced ten more minas.’
17 UDB તેણે તે માણસને કહ્યું, 'તું સારો ચાકર છે! તેં ખૂબ સરસ કામ કર્યું છે! કારણ કે તેં વિશ્વાસુપણે થોડા નાણાંંની કાળજી લીધી છે, હું તને દસ શહેરોનો રાજા બનાવીશ.' BSB BSB: His master replied, ‘Well done, good servant! Because you have been faithful in a very small matter, you shall have authority over ten cities.’
18 UDB પછી બીજો ચાકર આવ્યો અને કહ્યું, 'સાહેબ, તમે મને જે નાણાંં આપ્યાં હતાં તેનું મૂલ્ય હવે પાંચ ગણું થયું છે!' BSB BSB: The second servant came and said, ‘Master, your mina has made five minas.’
19 UDB તેણે તે ચાકરને પણ કહ્યું, 'શાબાશ! હું તને પાંચ શહેરો પર રાજા ઠરાવીશ.' BSB BSB: And to this one he said, ‘You shall have authority over five cities.’
20 UDB પછી ત્રીજો ચાકર આવ્યો. તેણે કહ્યું, 'સાહેબ, આ રહ્યાં તમારાં નાણાંં. મેં તેને કપડાંમાં વીંટાળીને સંતાડી રાખ્યા હતાં કે જેથી તે સલામત રહે. BSB BSB: Then another servant came and said, ‘Master, here is your mina, which I have laid away in a piece of cloth.
21 UDB હું ગભરાઈ ગયો હતો કે જો વ્યાપાર નિષ્ફળ થશે તો તમે મને શું કરશો. હું જાણું છું કે અન્ય લોકો પાસેથી જે ખરેખર પોતાનું નથી તે લેનાર એવા કઠોર માણસ તમે છો. તમે એવા ખેડૂતના જેવા છો કે જે બીજા કોઈનાં વાવેલાં અનાજની લણણી કરો.' BSB BSB: For I was afraid of you, because you are a harsh man. You withdraw what you did not deposit and reap what you did not sow.’
22 UDB તેણે તે ચાકરને કહ્યું, 'તું દુષ્ટ નોકર છે! તારા જ બોલેલા શબ્દોથી હું તને દોષિત ઠરાવીશ. તને ખબર હતી કે હું કઠોર માણસ છું, કારણ કે જે મારું નથી તે હું લઉં છું અને જે વાવ્યું નથી તેની હું લણણી કરું છું. BSB BSB: His master replied, ‘You wicked servant, I will judge you by your own words. So you knew that I am a harsh man, withdrawing what I did not deposit and reaping what I did not sow?
23 UDB તો ઓછામાં ઓછું તારે તે નાણાંં કોઈ ઉછીનાં આપનારને આપવા જોઈતાં હતાં! પછી જ્યારે હું પાછો આવત ત્યારે હું તે નાણાંં અને તેનું વ્યાજ કમાયો હોત!' BSB BSB: Why then did you not deposit my money in the bank, and upon my return I could have collected it with interest?’
24 UDB પછી તે રાજાએ જે લોકો તેમની નજીક ઊભેલા હતા તેઓને કહ્યું, 'તેની પાસેથી નાણાંં લઈ લો અને જે નોકરે નાણાંંને દસ ઘણાં કર્યાં હતાં તેને આપી દો!' BSB BSB: Then he told those standing by, ‘Take the mina from him and give it to the one who has ten minas.’
25 UDB તેઓએ વિરોધ કર્યો, 'પણ સાહેબ, તેની પાસે પહેલેથી જ ઘણાં નાણાંં છે!' BSB BSB: ‘Master,’ they said, ‘he already has ten!’
26 UDB પણ રાજાએ કહ્યું, 'હું તમને આ કહું છું: એવા લોકો કે જેમણે જે મેળવ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કર્યો છે, તેઓને હું વિશેષ આપીશ. પરંતુ એવા લોકો કે જેઓને જે મળ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નહિ હોય, તેમની પાસે જે હશે તે પણ હું તેમની પાસેથી લઈ લઈશ. BSB BSB: He replied, ‘I tell you that everyone who has will be given more; but the one who does not have, even what he has will be taken away from him.
27 UDB હવે, મારા શત્રુઓ કે જેઓની એવી ઇચ્છા ન હતી કે હું તેઓ પર રાજ કરું, તેઓને લઈ આવો અને મારા દેખતા જ મારી નાખો!'" BSB BSB: And these enemies of mine who were unwilling for me to rule over them, bring them here and slay them in front of me.’”
28 UDB ઈસુએ તે બધી બાબતો કહ્યા પછી, તેમણે શિષ્યોની આગળ, યરુશાલેમના માર્ગે ચાલ્યા કર્યું. BSB BSB: After Jesus had said this, He went on ahead, going up to Jerusalem.
29 UDB જ્યારે તેઓ જૈતૂન પહાડની નજીક, બેથફગે અને બેથાની ગામોની નજીક આવ્યા ત્યારે, BSB BSB: As He approached Bethphage and Bethany at the Mount of Olives, He sent out two of His disciples,
30 UDB તેમણે તેમના બે શિષ્યોને કહ્યું, "તમારી આગળ જે ગામ છે તેમાં પ્રવેશો. તમે તેમાં પ્રવેશશો કે તરત, તમે એક ગધેડાનું વછેરું જોશો જેના પર કોઈએ ક્યારેય સવારી કરી નથી. તેને છોડીને મારી પાસે લાવો. BSB BSB: saying, “Go into the village ahead of you, and as you enter it, you will find a colt tied there, on which no one has ever sat. Untie it and bring it here.
31 UDB જો કોઈ તમને પૂછે, 'તમે ગધેડાને કેમ છોડો છો?' તો તેને કહેજો, 'પ્રભુને તેની જરૂર છે." BSB BSB: If anyone asks, ‘Why are you untying it?’ tell him, ‘The Lord needs it.’”
32 UDB તેથી બે શિષ્યો ગામમાં ગયા અને ઈસુએ જેમ કહ્યું હતું તે પ્રમાણે તેઓને ગધેડું મળ્યું. BSB BSB: So those who were sent went out and found it just as Jesus had told them.
33 UDB જ્યારે તેઓ તેને છોડતા હતા, ત્યારે તેના માલિકે તેઓને કહ્યું, "તમે અમારું ગધેડું કેમ છોડી રહ્યા છો?" BSB BSB: As they were untying the colt, its owners asked, “Why are you untying the colt?”
34 UDB તેઓએ જવાબ આપ્યો, "પ્રભુને તેની જરૂર છે." BSB BSB: “The Lord needs it,” they answered.
35 UDB પછી શિષ્યો તે ગધેડુ ઈસુ પાસે લાવ્યા. તેઓએ પોતાના ઝભ્ભાઓ ગધેડાની પીઠ પર નાખ્યા કે જેથી ઈસુ તેના પર બેસે અને ઈસુને તેના પર ચઢવા માટે મદદ કરી. BSB BSB: Then they led the colt to Jesus, threw their cloaks over it, and put Jesus on it.
36 UDB પછી જેવી તેમણે સવારી કરી કે, બીજાઓએ તેમને માન આપવા પોતાના ઝભ્ભા તેમની સામે રસ્તા પર પાથર્યા. BSB BSB: As He rode along, the people spread their cloaks on the road.
37 UDB પછી જ્યારે તેઓ જે રસ્તો જૈતૂન પહાડ તરફથી નીચે જતો હતો ત્યાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોના આખા સમુદાયે આનંદથી મોટે અવાજે જે ચમત્કારો તેઓએ ઈસુને કરતાં જોયા હતા તેને માટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. BSB BSB: And as He approached the descent from the Mount of Olives, the whole multitude of disciples began to praise God joyfully in a loud voice for all the miracles they had seen:
38 UDB તેઓ એવી બાબતો બોલતા હતા, "જે ઈશ્વરના અધિકારથી આવે છે તે આપણા રાજાને ઈશ્વર આશીર્વાદ આપો!" "સ્વર્ગમાંના ઈશ્વર અને અમારી એટલે કે તેમના લોકોની વચ્ચે શાંતિ થાઓ, અને દરેક વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ કરો!" BSB BSB: “Blessed is the King who comes in the name of the Lord!” “Peace in heaven and glory in the highest!”
39 UDB ટોળામાં કેટલાક ફરોશીઓ હતા તેઓએ તેમને કહ્યું, "ગુરુજી, તારા શિષ્યોને કહે કે તેઓ આ પ્રમાણે બોલવાનું બંધ કરે!" BSB BSB: But some of the Pharisees in the crowd said to Him, “Teacher, rebuke Your disciples!”
40 UDB તેમણે જવાબ આપ્યો, "હું તમને આ કહું છું: જો આ લોકો શાંત રહેશે, તો પથ્થરો પોતે પોકારીને મારી સ્તુતિ કરશે!" BSB BSB: “I tell you,” He answered, “if they remain silent, the very stones will cry out.”
41 UDB જ્યારે ઈસુ યરુશાલેમની નજીક આવ્યા અને શહેરને જોયું ત્યારે, તેઓ ત્યાંના લોકો માટે રડ્યા. BSB BSB: As Jesus approached Jerusalem and saw the city, He wept over it
42 UDB તેઓએ કહ્યું, "હું ઇચ્છું છું કે તમે લોકોએ જાણ્યું હોત કે કેવી રીતે ઈશ્વરની શાંતિ પામવી જોઈએ. પરંતુ હમણાં તે જાણવા તમે અસમર્થ છો. BSB BSB: and said, “If only you had known on this day what would bring you peace! But now it is hidden from your eyes.
43 UDB હું ઇચ્છું છું કે તમે આ જાણો: તમારા શત્રુઓ જલદીથી આવશે અને તમારા શહેરની આસપાસ કિલ્લેબંધી કરશે. તેઓ શહેરને ઘેરી લેશે અને બધી જ બાજુથી તેના પર હુમલો કરશે. BSB BSB: For the days will come upon you when your enemies will barricade you and surround you and hem you in on every side.
44 UDB તેઓ દીવાલો તોડી નાખશે અને સઘળાનો નાશ કરશે. તેઓ તમારો અને તમારાં બાળકોનો નાશ કરશે. જ્યારે તેઓ નાશ કરી નાખશે ત્યારે એક પથ્થર પર બીજો રહેવા દેશે નહિ. આ બધું થશે કારણ કે જ્યારે ઈશ્વર તમને બચાવવા આવ્યા તે સમયને તમે પારખી ન શક્યા!" BSB BSB: They will level you to the ground—you and the children within your walls. They will not leave one stone on another, because you did not recognize the time of your visitation from God.”
45 UDB ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા અને ભક્તિસ્થાનના આંગણામાં ગયા. તેમણે તે જગ્યાએ જેઓ વસ્તુઓ વેચતા હતા તે લોકોને જોયા, BSB BSB: Then Jesus entered the temple courts and began to drive out those who were selling there.
46 UDB અને તેઓ તેમને બહાર હાંકી કાઢવા લાગ્યા. તેઓએ તેમને કહ્યું, "શાસ્ત્રમાં લખેલું છે, 'હું ઇચ્છું છું કે મારું ઘર એવી જગ્યા હોય કે જ્યાં લોકો પ્રાર્થના કરે', પરંતુ તમે તેને ચોરોને માટે સંતાવાની જગ્યા બનાવી છે!" BSB BSB: He declared to them, “It is written: ‘My house will be a house of prayer.’ But you have made it ‘a den of robbers.’”
47 UDB તે અઠવાડિયાના દરેક દિવસે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં લોકોને શીખવતા હતા. મુખ્ય યાજક, ધાર્મિક નિયમોના શિક્ષકો, અને બીજા યહૂદી આગેવાનો તેમને મારી નાખવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. BSB BSB: Jesus was teaching at the temple every day, but the chief priests, scribes, and leaders of the people were intent on killing Him.
48 UDB પરંતુ તેઓને તેમ કરવાનો કોઈ માર્ગ મળ્યો નહિ, કારણ કે બધા જ લોકો તેમને સાંભળવા આતુર હતા. BSB BSB: Yet they could not find a way to do so, because all the people hung on His words.