1 UDB ઈસુ જ્યાં બેઠા હતા ત્યાંથી તેઓ જોતા હતા અને ધનવાન લોકો પોતાની ભેટો સભાસ્થાનની દાન પેટીમાં મૂકતા હતા તે પર ધ્યાન આપતા હતા. BSB BSB: Then Jesus looked up and saw the rich putting their gifts into the treasury,
2 UDB તેમણે જોયું કે એક ગરીબ વિધવાએ તદ્દન ઓછી કિંમતના બે સિક્કા મૂક્યા. BSB BSB: and He saw a poor widow put in two small copper coins.
3 UDB અને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, "સત્ય એ છે કે આ ગરીબ વિધવાએ દાન પેટીમાં બીજા ધનવાન લોકો કરતાં વધારે નાણાંં મૂક્યાં છે. BSB BSB: “Truly I tell you,” He said, “this poor widow has put in more than all the others.
4 UDB કારણ કે તેઓ બધા પાસે ઘણાં નાણાંં છે, પરંતુ તેઓએ તેમાંનો નાનો ભાગ આપ્યો છે. પરંતુ આ વિધવા, જે ખૂબ ગરીબ છે, તેણે જે જરૂરનું છે તે ખરીદવા માટેનાં જેટલાં નાણાંં પોતાની પાસે હતાં તે બધાં આપી દીધાં. BSB BSB: For they all contributed out of their surplus, but she out of her poverty has put in all she had to live on.”
5 UDB ઈસુના કેટલાક શિષ્યો આ બાબત વિશે વાત કરતાં હતા કે લોકો દ્વારા આપવામાં આવેલા સુંદર પથ્થરો અને સજાવટથી ભક્તિસ્થાનને કેવું શણગારવામાં આવ્યું હતું. પરંતુ ઈસુએ કહ્યું, BSB BSB: As some of the disciples were remarking how the temple was adorned with beautiful stones and consecrated gifts, Jesus said,
7 UDB પછી તેઓએ તેમને પૂછ્યું, "શિક્ષક, આ બધું ક્યારે થશે? અને એવું તો શું થશે કે જે બતાવે કે આ બધું હવે થવાનું છે?" BSB BSB: “Teacher,” they asked, “when will these things happen? And what will be the sign that they are about to take place?”
8 UDB ઈસુએ જવાબ આપ્યો, "સાવધાન રહો કે કોઈ તમને છેતરે નહિ. કારણ કે ઘણા લોકો આવશે અને હું તે છું એમ હોવાનો દરેક દાવો કરશે. દરેક પોતા માટે કહેશે, 'હું મસીહ છું!' તેઓ એમ પણ કહેશે, 'સમય લગભગ આવી ચૂક્યો છે, જ્યારે ઈશ્વર રાજા તરીકે રાજ કરશે!' તેઓના શિષ્ય બનવા તેઓનું અનુકરણ કરશો નહિ! BSB BSB: Jesus answered, “See to it that you are not deceived. For many will come in My name, claiming, ‘I am He,’ and, ‘The time is near.’ Do not follow them.
9 UDB તે ઉપરાંત, જ્યારે તમે યુદ્ધ વિશે અને લોકો એકબીજા સાથે લડતા હોય તેવું સાંભળો, ત્યારે બીશો નહિ. કારણ કે આ બધું દુનિયાનો અંત આવે તે અગાઉ થવું જ જોઈએ BSB BSB: When you hear of wars and rebellions, do not be alarmed. These things must happen first, but the end is not imminent.”
10 UDB "વિવિધ લોકોના જૂથો એક બીજા પર હુમલો કરશે, અને વિવિધ રાજાઓ એકબીજા સાથે યુદ્ધ કરશે. BSB BSB: Then He told them, “Nation will rise against nation, and kingdom against kingdom.
11 UDB અને ઘણી જગ્યાએ મોટા ધરતીકંપ તેમ જ દુકાળ અને ભયંકર રોગો પણ થશે. ઘણી બાબતો બનશે કે જેનાથી લોકો ખૂબ જ ભયભીત થશે, અને લોકો આકાશમાં વિચિત્ર બાબતો જોશે કે જે બતાવશે કે કંઇક મહત્વનું બનવાનું છે. BSB BSB: There will be great earthquakes, famines, and pestilences in various places, along with fearful sights and great signs from heaven.
12 UDB પરંતુ આ સઘળું બને તે અગાઉ, તેઓ તમારી ધરપકડ કરશે, તમારી સાથે ખરાબ વર્તન કરશે અને તમને સભાસ્થાનમાં તપાસ માટે સોંપશે અને તમને કેદખાનામાં નાંખશે. તેઓ તમને રાજાની હજૂરમાં અને ઉચ્ચ સરકારી અધિકારીઓની હજૂરમાં તપાસને માટે સોંપશે કારણ કે તમે મને અનુસરો છો. BSB BSB: But before all this, they will seize you and persecute you. On account of My name they will deliver you to the synagogues and prisons, and they will bring you before kings and governors.
13 UDB તે સમય તમારા માટે એવો સમય હશે કે તમે તેઓને મારા વિશે સત્ય કહો. BSB BSB: This will be your opportunity to serve as witnesses.
14 UDB માટે તમે સમય પહેલા ચિંતા ન કરવાનું નક્કી કરો કે અમે અમારા બચાવમાં શું કહીશું. BSB BSB: So make up your mind not to worry beforehand how to defend yourselves.
15 UDB કારણ કે હું તમને યોગ્ય શબ્દો અને ડહાપણ આપીશ જેથી તમે જાણો કે તમારે શું બોલવું જોઈએ. જેના પરિણામે, જેઓ તમારા પર આરોપ મૂકે છે તેઓ તમે ખોટા છો તેમ ન કહી શકે. BSB BSB: For I will give you speech and wisdom that none of your adversaries will be able to resist or contradict.
16 UDB તથા તમારા માતા-પિતા, ભાઈઓ, બીજા સંબંધીઓ અને મિત્રો પણ તમારો વિશ્વાસઘાત કરશે, અને તેઓ તમારામાંના ઘણાને મારી નાખશે. BSB BSB: You will be betrayed even by parents and brothers and relatives and friends, and some of you will be put to death.
17 UDB સામાન્ય રીતે, બધા તમારો ધિક્કાર કરશે કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો. BSB BSB: And you will be hated by everyone because of My name.
18 UDB પરંતુ તમારા માથા પરના એક પણ વાળનો નાશ નહિ થાય. BSB BSB: Yet not even a hair of your head will perish.
19 UDB જો તમે અઘરા સમયોમાંથી પસાર થાઓ અને ઈશ્વર પરના તમારા વિશ્વાસને સાબિત કરો, તો તમે તમારી જાતને બચાવશો." BSB BSB: By your patient endurance you will gain your souls.
21 UDB તે સમયે તમારામાંના જેઓ યહૂદિયાના પ્રદેશોમાં હોય તેઓએ પહાડો પર નાસી જવું. અને તમારામાંના જે આ શહેરમાં હોય તેઓએ જતા રહેવું. તમારામાંના જે નજીકના ગામોમાં હોય તેઓએ શહેરમાં ન જવું. BSB BSB: Then let those who are in Judea flee to the mountains, let those in the city get out, and let those in the country stay out of the city.
22 UDB કારણ કે આ તે સમય હશે જ્યારે ઈશ્વર આ શહેરને શિક્ષા કરશે; જ્યારે તેઓ એ કરશે, ત્યારે શાસ્ત્રવચનમાં લખેલા શબ્દો સાચા પડશે. BSB BSB: For these are the days of vengeance, to fulfill all that is written.
23 UDB સગર્ભા મહિલાઓ માટે અને જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હશે તેઓ માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે દેશમાં ભારે પીડા હશે, અને તેના લોકોને પુષ્કળ સહન કરવું પડશે કારણ કે ઈશ્વર તેઓથી ક્રોધિત હશે. BSB BSB: How miserable those days will be for pregnant and nursing mothers! For there will be great distress upon the land and wrath against this people.
25 UDB "આ સમયે, સૂર્ય, ચંદ્ર અને તારાઓના સબંધમાં વિચિત્ર બિનાઓ બનશે. અને પૃથ્વી પર, લોકોનાં જૂથો ઘણાં જ ભયભીત થઇ જશે, અને ગર્જના કરતા સમુદ્ર અને તેના વિશાળ મોજાંઓના કારણથી તેઓ મૂંઝાશે. BSB BSB: There will be signs in the sun and moon and stars, and on the earth dismay among the nations, bewildered by the roaring of the sea and the surging of the waves.
26 UDB લોકો એટલા ગભરાશે કે તેઓ બેભાન થઈ જશે, કારણ કે તેઓ રાહ જોઈ રહ્યા હશે કે દુનિયામાં હવે પછી બીજું શું થશે. આકાશના તારાઓને તેમનુ અસલ સ્થાન છોડવું પડશે. BSB BSB: Men will faint from fear and anxiety over what is coming upon the earth, for the powers of the heavens will be shaken.
27 UDB પછી બધા લોકો મને, માણસના દીકરાને, વાદળોમાંથી પરાક્રમ અને પુષ્કળ પ્રકાશ સહિત આવતા જોશે. BSB BSB: At that time they will see the Son of Man coming in a cloud with power and great glory.
28 UDB માટે જ્યારે તે ભયંકર બાબતો બનવાનું શરુ થાય, ત્યારે સાવચેત થાઓ અને ઉપર જુઓ, કારણ કે ઈશ્વર જલદી તમારો છૂટકો કરશે." BSB BSB: When these things begin to happen, stand up and lift up your heads, because your redemption is drawing near.”
29 UDB પછી ઈસુએ તેઓને એક ઉદાહરણ કહ્યું: "અંજીરના ઝાડ વિશે, અને બધાં વૃક્ષો વિશે પણ વિચારો. BSB BSB: Then Jesus told them a parable: “Look at the fig tree and all the trees.
30 UDB જ્યારે તમે જુઓ કે તેઓનાં પાંદડા ફૂટી નીકળ્યાં છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. BSB BSB: When they sprout leaves, you can see for yourselves and know that summer is near.
31 UDB તે જ રીતે, જ્યારે તમે આ બધી બાબતો જે મેં તમને હમણા જ વર્ણવી તે બનતી જુઓ, ત્યાર પછી તમે જાણશો કે ઈશ્વર જલદીથી જ પોતાને રાજા તરીકે પ્રગટ કરશે. BSB BSB: So also, when you see these things happening, know that the kingdom of God is near.
32 UDB હું તમને સત્ય કહું છું: મેં તમને જે વર્ણવ્યું તે બધું થાય તે અગાઉ લોકોની આ પેઢીનો અંત આવશે નહિ. BSB BSB: Truly I tell you, this generation will not pass away until all these things have happened.
33 UDB આકાશ અને પૃથ્વીનો અંત આવશે, પરંતુ મેં તમને જે કહ્યું તેનો કદી અંત આવશે નહિ. BSB BSB: Heaven and earth will pass away, but My words will never pass away.
34 UDB "તમારી જાતને કાબૂમાં રાખવાનું ધ્યાન રાખો. એવી મિજબાની કે જ્યાં લોકો અનૈતિક રીતે વર્તતા હોય, કે દારૂના નશામાં હોય ત્યાં તમે ન જાઓ. અને આ જીવનની ચિંતા તમારી સાથેઊંચકીને ના ફરો. જો તમે આ રીતે જીવશો, અને મારા પાછા આવવાની રાહ જોતા નહિ હો, અને પછી, તે જ ક્ષણે, જ્યારે હું આવીશ ત્યારે હું તમને આશ્ચર્યમાં મૂકીશ. જાણે કોઈ પ્રાણી અચાનક ફાંદામાં ફસાઈ જાય તેવી જ રીતે અચાનક હું આવીશ. BSB BSB: But watch yourselves, or your hearts will be weighed down by dissipation, drunkenness, and the worries of life—and that day will spring upon you suddenly like a snare.
35 UDB ખરેખર, હું ચેતવણી આપ્યા વગર પાછો આવીશ, અને તે દિવસ એવી રીતે આવશે કે જ્યારે તમે મને જોવા તૈયાર નહિ હો. BSB BSB: For it will come upon all who dwell on the face of all the earth.
36 UDB તેથી મારા આવવા માટે તમારે હંમેશાં તૈયાર રહેવું. અને હંમેશા પ્રાર્થના કરો કે તમે આ બધી અઘરી બાબતોમાંથી સલામત રીતે પસાર થઇ શકો, અને હું, માણસનો દીકરો, જ્યારે આ પૃથ્વી પર ન્યાય કરવા આવું ત્યારે તમને નિર્દોષ જાહેર કરું. BSB BSB: So keep watch at all times, and pray that you may have the strength to escape all that is about to happen and to stand before the Son of Man.”
37 UDB દરેક દિવસે ઈસુ લોકોને મંદિરમાં શિક્ષણ આપતા હતા. પરંતુ દરેક સાંજે તે શહેરની બહાર આવતા અને આખી રાત જૈતૂન પહાડ પર રહેતા. BSB BSB: Every day Jesus taught at the temple, but every evening He went out to spend the night on the Mount of Olives.
38 UDB અને વહેલી સવારે બધા લોકો ભક્તિસ્થાનમાં તેમને સાંભળવા આવતા. BSB BSB: And early in the morning all the people would come to hear Him at the temple.