1 UDB એક વિશ્રામવારે, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો અનાજનાંં કેટલાંક ખેતરોમાં થઈને જતા હતા ત્યારે, શિષ્યો અનાજનાંં કણસલાં તોડતા હતા. દાણાને છોડાંથી અલગ કરવા તેઓ તેમને હાથમાં મસળતા અને દાણા ખાતા હતા. BSB BSB: One Sabbath Jesus was passing through the grainfields, and His disciples began to pick the heads of grain, rub them in their hands, and eat them.
2 UDB કેટલાક ફરોશીઓ કે જેઓ આ નિહાળતા હતા તેમણે તેઓને કહ્યું કે, “તમારે કામ કરવું જોઈએ નહિ. આપણા નિયમો આપણને વિશ્રામવારે કામ કરવાની મનાઈ ફરમાવે છે!” BSB BSB: But some of the Pharisees asked, “Why are you doing what is unlawful on the Sabbath?”
4 UDB જેમ તમે જાણો છો તેમ, દાઉદ મુલાકાતમંડપમાં પ્રવેશ્યો અને તેણે થોડો ખોરાક માગ્યો. યાજકે જે રોટલી ઈશ્વર આગળ અર્પણ તરીકે મૂકેલી હતી તે તેને આપી. મૂસાના એક નિયમમાં ઈશ્વરે કહ્યું હતું કે ફક્ત યાજકોને જ તે રોટલી ખાવાની અનુમતિ છે. જો કે દાઉદ અને તેના માણસો યાજકો ન હતા તો પણ, તેણે થોડી રોટલી ખાધી અને થોડીક પોતાની સાથેના માણસોને પણ આપી!” BSB BSB: He entered the house of God, took the consecrated bread and gave it to his companions, and ate what is lawful only for the priests to eat.”
5 UDB ઈસુએ તેઓને એમ પણ કહ્યું કે, “તે જ રીતે, માણસના દીકરા પાસે વિશ્રામવારે લોકોએ શું કરવું યોગ્ય છે તે નક્કી કરવાનો અધિકાર છે!” BSB BSB: Then Jesus declared, “The Son of Man is Lord of the Sabbath.”
6 UDB એક બીજા વિશ્રામવારે, ઈસુ યહૂદી સભાસ્થાનમાં લોકોને શીખવતા હતા અને ત્યાં એક માણસ હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. BSB BSB: On another Sabbath Jesus entered the synagogue and was teaching, and a man was there whose right hand was withered.
7 UDB ત્યાં યહૂદી નિયમો શીખવનારા માણસો અને ફરોશીઓએ ઈસુ પર બારીકાઈથી ધ્યાન રાખતા હતા. તેઓને જોવું હતું કે ઈસુ તે માણસને સાજો કરશે કે કેમ અને પછી વિશ્રામવારે કામ ન કરવા વિશેના નિયમોનું આજ્ઞાપાલન ન કરવા માટે તેઓ ઈસુ પર દોષ લગાવે. BSB BSB: Looking for a reason to accuse Jesus, the scribes and Pharisees were watching Him closely to see if He would heal on the Sabbath.
8 UDB પણ ઈસુને ખબર હતી કે તેઓ શું વિચારી રહ્યા હતા. તેથી તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું કે, “અહીં આવ અને બધાની સામે ઊભો રહે!” તેથી તે માણસ ઊભો થયો અને ત્યાં આવીને ઊભો રહ્યો. BSB BSB: But Jesus knew their thoughts and said to the man with the withered hand, “Get up and stand among us.” So he got up and stood there.
9 UDB પછી ઈસુએ તેઓને કહ્યું કે, “હું તમને આ પૂછું છું: જે નિયમો ઈશ્વરે મૂસાને આપ્યા છે તેઓ લોકોને વિશ્રામવારે સારું કરવા આજ્ઞા આપે છે કે નુકસાન કરવા? વિશ્રામવારે જીવન બચાવવા કહે છે કે જીવનનો નાશ કરવા?” BSB BSB: Then Jesus said to them, “I ask you, which is lawful on the Sabbath: to do good or to do evil, to save life or to destroy it?”
10 UDB કોઈએ તેમને જવાબ આપ્યો નહિ, તેથી તેમણે ચારે બાજુ તેઓ બધા તરફ જોયું અને પછી તે માણસને કહ્યું કે, “તારો સુકાઈ ગયેલો હાથ લાંબો કર!” તે માણસે તેમ કર્યું, અને તેનો હાથ ફરીથી સંપૂર્ણપણે સારો થઈ ગયો! BSB BSB: And after looking around at all of them, He said to the man, “Stretch out your hand.” He did so, and it was restored.
11 UDB પણ ધાર્મિક આગેવાનો બહુ ગુસ્સે થયા, અને ઈસુથી છુટકારો મેળવવા તેઓ શું કરી શકે તે વિષે તેઓએ એકબીજા સાથે ચર્ચા કરી. BSB BSB: But the scribes and Pharisees were filled with rage and began to discuss with one another what they might do to Jesus.
12 UDB થોડા સમય પછી, એક દિવસ, ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી. BSB BSB: In those days Jesus went out to the mountain to pray, and He spent the night in prayer to God.
13 UDB બીજા દિવસે તેમણે પોતાના બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા. તેઓમાંથી તેમણે બારને પસંદ કર્યાં કે જેમને તેમણે પ્રેરિતો કહ્યા. BSB BSB: When daylight came, He called His disciples to Him and chose twelve of them, whom He also designated as apostles:
14 UDB તેઓ આ માણસો હતા: સિમોનને તેમણે પિતર એવું નવું નામ આપ્યું; પિતરનો નાનો ભાઈ આન્દ્રિયા; યાકૂબ અને તેનો નાનો ભાઈ યોહાન; ફિલિપ; બર્થોલ્મી; BSB BSB: Simon, whom He named Peter, and his brother Andrew; James and John; Philip and Bartholomew;
15 UDB માથ્થી કે જેનું બીજું નામ લેવી હતું; થોમા; બીજો યાકૂબ કે જે અલ્ફીનો દીકરો હતો; સિમોન ઝેલોતસ, BSB BSB: Matthew and Thomas; James son of Alphaeus and Simon called the Zealot;
16 UDB યહૂદા કે જે યાકૂબ નામ ધરાવતી બીજી એક વ્યક્તિનો દીકરો હતો; અને યહૂદા ઈશ્કરિયોત કે જેણે પાછળથી ઈસુનો વિશ્વાસઘાત કર્યો. BSB BSB: Judas son of James, and Judas Iscariot, who became a traitor.
17 UDB ઈસુ પોતાના શિષ્યો સાથે પહાડ પરથી ઊતર્યા અને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનું મોટું ટોળું હતું. ત્યાં લોકોનું એક મોટું જૂથ પણ હતું કે જેઓ યરુશાલેમથી અને યહૂદિયા પ્રદેશની બીજી ઘણી જગાઓથી તથા તૂર અને સિદોન શહેરોની નજીકના દરિયાકિનારાના સ્થળોથી આવ્યા હતા. BSB BSB: Then Jesus came down with them and stood on a level place. A large crowd of His disciples was there, along with a great number of people from all over Judea, Jerusalem, and the seacoast of Tyre and Sidon.
18 UDB તેઓ ઈસુનું શિક્ષણ સાંભળવા અને પોતાના રોગોથી સાજા થવા આવ્યા. જેઓને દુષ્ટાત્માઓએ પરેશાન કર્યા હતા તેઓને પણ તેમણે સાજા કર્યાં. BSB BSB: They had come to hear Him and to be healed of their diseases, and those troubled by unclean spirits were healed.
19 UDB ટોળામાંના દરેકે તેમને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, કારણ કે તેઓ પોતાના સામર્થ્ય દ્વારા દરેકને સાજા કરતા હતા. BSB BSB: The entire crowd was trying to touch Him, because power was coming from Him and healing them all.
20 UDB પછી તેમણે પોતાના શિષ્યો તરફ જોયું અને કહ્યું કે, "તમે જેઓ નમ્ર છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે ઈશ્વર તમારા પર રાજ કરે છે. BSB BSB: Looking up at His disciples, Jesus said: “Blessed are you who are poor, for yours is the kingdom of God.
21 UDB તમે જેઓ હાલમાં ભૂખ્યા છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે તમારે જે બધું જોઈએ છે તે ઈશ્વર તમને આપશે. તમે જેઓ હાલમાં દુઃખી થાઓ છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે એક દિવસ ઈશ્વર તમને આનંદપૂર્વક હસાવશે. BSB BSB: Blessed are you who hunger now, for you will be filled. Blessed are you who weep now, for you will laugh.
22 UDB જ્યારે બીજા લોકો તમને ધિક્કારે, જ્યારે તેઓ તમારો નકાર કરે, જ્યારે તેઓ તમારું અપમાન કરે અને કહે કે તમે ખરાબ છો કારણ કે તમે મને, માણસના દીકરાને અનુસરો છો ત્યારે તે ઘણું સારું છે. BSB BSB: Blessed are you when people hate you, and when they exclude you and insult you and reject your name as evil because of the Son of Man.
23 UDB જ્યારે આવું થાય ત્યારે આનંદ કરો! તમે ખૂબ જ ખુશ છો તે કારણે કૂદો! ઈશ્વર સ્વર્ગમાં તમને મોટો બદલો આપશે! તેમના પૂર્વજોએ લાંબા સમય અગાઉ ઈશ્વરના પ્રબોધકોને આવું જ કર્યું હતું તે ભૂલશો નહીં! BSB BSB: Rejoice in that day and leap for joy, because great is your reward in heaven. For their fathers treated the prophets in the same way.
24 UDB પણ તમે જેઓ ધનવાન છો તેમના માટે કેટલા દુઃખની વાત છે; તમારી સંપત્તિએ તમને મળનાર બધું જ સુખ અગાઉથી આપી દીધું છે. BSB BSB: But woe to you who are rich, for you have already received your comfort.
25 UDB તમે જેઓ વિચારો છો કે તમારે હાલમાં જેની જરૂર છે તે બધું જ તમારી પાસે છે તેમના માટે કેટલા દુઃખની વાત છે; તમને અનુભૂતિ થશે કે આ બાબતો તમને સંતોષ આપી શકશે નહિ. તમે જેઓ હાલમાં આનંદિત છો તેમના માટે કેટલા દુઃખની વાત છે; પછીથી તમે શોક કરશો અને ખૂબ જ દુઃખી થશો. BSB BSB: Woe to you who are well fed now, for you will hunger. Woe to you who laugh now, for you will mourn and weep.
26 UDB જ્યારે દરેક વ્યક્તિ તમારા વિષે સારી બાબતો કહે છે ત્યારે કેટલા દુઃખની વાત છે; તેમના પૂર્વજો, તે જ રીતે, જેઓ જૂઠી રીતે ઈશ્વરના પ્રબોધકો હોવાનો દાવો કરતા હતા તેમના વિષે સારી બાબતો કહેતા હતા. BSB BSB: Woe to you when all men speak well of you, for their fathers treated the false prophets in the same way.
27 UDB “પણ મારું કહેવું સાંભળનાર દરેકને હું આ કહું છું કે: ફક્ત તમારા મિત્રોને જ નહિ પણ તમારા દુશ્મનોને પ્રેમ કરો! જેઓ તમારો ધિક્કાર કરે છે તેઓ માટે સારી બાબતો કરો! BSB BSB: But to those of you who will listen, I say: Love your enemies, do good to those who hate you,
28 UDB જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપવા ઈશ્વરને કહો! જેઓ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે તેઓ માટે પ્રાર્થના કરો! BSB BSB: bless those who curse you, pray for those who mistreat you.
29 UDB જો કોઈ વ્યક્તિ તમારા એક ગાલ પર તમાચો મારીને તમારું અપમાન કરે તો, તમારો ચહેરો ફેરવો કે જેથી તે બીજા ગાલ પર પણ મારી શકે. જો કોઈ વ્યક્તિ તમારો કોટ લઈ લેવા ચાહે તો, તેને તમારું પહેરણ પણ લેવા દો. BSB BSB: If someone strikes you on one cheek, turn to him the other also. And if someone takes your cloak, do not withhold your tunic as well.
30 UDB જે કોઈ તમારી પાસે માગે તેને કંઈક આપો. જો કોઈ તમારી પાસે તમારી વસ્તુઓ માગે તો, તેને પાછી આપવા ન કહો. BSB BSB: Give to everyone who asks you, and if anyone takes what is yours, do not demand it back.
31 UDB જે કોઈ રીતે તમે ઈચ્છો છો કે બીજાઓ તમારી સાથે વર્તે, તે જ રીતે તમારે તેમની સાથે વર્તવું જોઈએ. BSB BSB: Do to others as you would have them do to you.
32 UDB જો તમે ફક્ત તેઓને જ પ્રેમ કરો છો કે જેઓ તમને પ્રેમ કરે છે તો, તેમ કરવા માટે ઈશ્વર તમારી પ્રશંસા કરે તેવી અપેક્ષા ન રાખો, કારણ કે પાપીઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓના પર પ્રેમ રાખે છે. BSB BSB: If you love those who love you, what credit is that to you? Even sinners love those who love them.
33 UDB જો તમે ફક્ત તેઓના પ્રત્યે જ સારી બાબતો કરો છો કે જેઓ તમારા માટે સારી બાબતો કરે છે તો, તેમ કરવા બદલ ઈશ્વર તમને બદલો આપે તેવી અપેક્ષા ન રાખો, કારણ કે પાપીઓ પણ તેમ જ કરે છે. BSB BSB: If you do good to those who do good to you, what credit is that to you? Even sinners do the same.
34 UDB જો તમે ફક્ત તેઓને જ નાણાં અથવા મિલકત આપો છો કે જેઓ તે તમને પાછી આપશે તો, તેમ કરવા બદલ ઈશ્વર તમને બદલો આપે તેવી અપેક્ષા ન રાખો! પાપીઓ પણ બીજા પાપીઓને આપે છે, કારણ કે તેઓ અપેક્ષા રાખે છે કે તેઓ બધું જ પાછું ચૂકવી આપશે. BSB BSB: And if you lend to those from whom you expect repayment, what credit is that to you? Even sinners lend to sinners, expecting to be repaid in full.
35 UDB તેને બદલે, તમારા દુશ્મનો પ્રેમ કરો! તેઓ માટે સારી બાબતો કરો! તેઓને ઉછીનું આપો, અને તેઓ તમને કંઈપણ પાછું આપે તેવી અપેક્ષા ન રાખો! ત્યારે ઈશ્વર તમને મોટો બદલો આપશે. અને તમે સર્વોચ્ચ ઈશ્વરનાં બાળકો થશો, કારણ કે, જેઓ આભાર નથી માનતા અને ખરાબ છે એવા લોકો પ્રત્યે પણ ઈશ્વર ભલા છે. BSB BSB: But love your enemies, do good to them, and lend to them, expecting nothing in return. Then your reward will be great, and you will be sons of the Most High; for He is kind to the ungrateful and wicked.
36 UDB આ પ્રમાણે, જેમ તમારા સ્વર્ગમાંના પિતા લોકો પ્રત્યે દયાળુપણે વર્તે છે તેમ તમારે બીજા લોકો પ્રત્યે દયાળુપણે વર્તવું જોઈએ. BSB BSB: Be merciful, just as your Father is merciful.
37 UDB કઠોરતાથી લોકોની ટીકા કરશો નહિ, અને ઈશ્વર પણ કઠોરતાથી તમારી ટીકા કરશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ન કરો, અને ઈશ્વર પણ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજાઓએ જે ખોટાં કામ કર્યા છે તેના માટે તેમને માફ કરો, અને ઈશ્વર પણ તમને માફ કરશે. BSB BSB: Do not judge, and you will not be judged. Do not condemn, and you will not be condemned. Forgive, and you will be forgiven.
38 UDB બીજાને સારી વસ્તુઓ આપો, અને ઈશ્વર તમને સારી વસ્તુઓ આપશે. તે જાણે કે એવું હશે કે ટોપલામાં દબાવીને ભરેલું અને પૂરેપૂરું ભરાયું છે તેની ખાતરી કરવા ટોપલાને હલાવીને ભરેલું, અને એટલે સુધી કે ચારેબાજુ ઉભરાતું એવું અનાજ તમને ઉદારતાપૂર્વક આપે છે! યાદ રાખો કે જે માપ તમે બીજાઓનો ન્યાય કરવા અથવા આશીર્વાદ આપવા વાપરો છો તે જ માપ ઈશ્વર તમારો ન્યાય કરવા અથવા આશીર્વાદ આપવા વાપરે છે. BSB BSB: Give, and it will be given to you. A good measure, pressed down, shaken together, and running over will be poured into your lap. For with the measure you use, it will be measured back to you.”
39 UDB તેમણે પોતાના શિષ્યોને આ ઉદાહરણ પણ આપ્યું: "અંધ માણસે બીજા અંધ માણસને દોરવા પ્રયાસ ન કરવો જોઈએ. જો તે એમ કરે, તો તે બન્ને ખાડામાં પડશે! BSB BSB: Jesus also told them a parable: “Can a blind man lead a blind man? Will they not both fall into a pit?
40 UDB શિષ્ય તેના શિક્ષક કરતાં મોટો નથી. પરંતુ જ્યારે તે સંપૂર્ણપણે તાલીમ પામે છે, ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે. તો તમારે મારા જેવા થવું જોઈએ. BSB BSB: A disciple is not above his teacher, but everyone who is fully trained will be like his teacher.
41 UDB બીજાઓની નાની ભૂલો વિષે તમારામાંના કોઈએ ચિંતિત થવું જોઈએ નહિ. આ તો એના જેવું છે કે તમારી પોતાની આંખમાં લાકડાંનો ભારો ન જોતાં અન્ય વ્યક્તિની આંખમાં તણખલું જોવું. BSB BSB: Why do you look at the speck in your brother’s eye but fail to notice the beam in your own eye?
42 UDB જો તમે એવું કરો છો તો, તમે ઢોંગી છો! બીજા કોઈની આંખમાંથી તણખલું કાઢવાનો પ્રયાસ કરતાં અગાઉ તમારે તમારી આંખમાંનો ભારો પ્રથમ દૂર કરવો જોઈએ. જ્યારે તમે પાપ કરવાનું બંધ કરશો ત્યારે જ તમારી પાસે બીજાઓને તેમનાં પાપથી છૂટવા મદદ કરવા આત્મિક સમજ પ્રાપ્ત કરશો. BSB BSB: How can you say, ‘Brother, let me take the speck out of your eye,’ while you yourself fail to see the beam in your own eye? You hypocrite! First take the beam out of your own eye, and then you will see clearly to remove the speck from your brother’s eye.
43 UDB બધાને ખબર છે કે સારાં વૃક્ષો ખરાબ ફળ આપતાં નથી અને ખરાબ વૃક્ષો સારાં ફળ આપતા નથી. BSB BSB: No good tree bears bad fruit, nor does a bad tree bear good fruit.
44 UDB અને તેનાં ફળ કેવા પ્રકારનાં છે તે જોઇને કોઇપણ કહી શકે છે કે તે કયા પ્રકારનું વૃક્ષ છે. ઉદાહરણ તરીકે, કાંટાળુ ઝાડ અંજીર ઉપજાવતું નથી અને ઝાખરું દ્રાક્ષ ઉપજાવતું નથી. તે જ રીતે વ્યક્તિ જે કરે છે તે જોવાથી તે અંદર કેવી છે તે જાણવું સરળ છે. BSB BSB: For each tree is known by its own fruit. Indeed, figs are not gathered from thornbushes, nor grapes from brambles.
45 UDB સારા લોકો સારી બાબતો કરે છે કે જે દર્શાવે છે કે તેઓ સારી બાબતો વિચારે છે, અને ખરાબ લોકો ખરાબ બાબતો કરે છે કે જે દર્શાવે છે કે તેઓ ખરાબ બાબતો વિચારે છે. લોકો તેમનાં મનોમાં જે વિચારે છે તે અનુસાર બોલશે અને વ્યવહાર કરશે.” BSB BSB: The good man brings good things out of the good treasure of his heart, and the evil man brings evil things out of the evil treasure of his heart. For out of the overflow of the heart the mouth speaks.
46 UDB ઈસુએ લોકોને કહ્યું કે, “જો તમે હું જે કહું છું તે પણ કરતા નથી તો તમે મને ‘પ્રભુ’ કેમ કહો છો? BSB BSB: Why do you call Me ‘Lord, Lord,’ but do not do what I say?
47 UDB જેઓ મારી પાસે આવે છે, મારું શિક્ષણ સાંભળે છે અને તેનું પાલન કરે છે તે લોકો કેવા છે તે મને કહેવા દો. BSB BSB: I will show you what he is like who comes to Me and hears My words and acts on them:
48 UDB તેઓ એક માણસ જેવા છે કે જેણે ઘર બાંધવા જમીનમાં ઊંડું ખોદ્યું. તેણે ધ્યાન રાખ્યું કે ઘરનો પાયો નક્કર ખડક પર નાખવામાં આવે. ત્યાર બાદ એક વેળા પૂર આવ્યું અને પાણીના વહેણનો ઝપાટો તે ઘરને લાગવા લાગ્યો. પણ તે વહેણ તે ઘરને હલાવી પણ શક્યું નહિ, કારણ કે તે ઘર મજબૂત પાયા પર બંધાયેલું હતું. BSB BSB: He is like a man building a house, who dug down deep and laid his foundation on the rock. When the flood came, the torrent crashed against that house but could not shake it, because it was well built.
49 UDB કેટલાક લોકો મારું શિક્ષણ સાંભળે છે પણ તેને પાળતા નથી. તેઓ એવા માણસ જેવા છે કે જેણે પાયો નાખ્યા વિના જ ઘર જમીન પર બાંધ્યું. જ્યારે નદીમાં પૂર આવ્યું ત્યારે તરત જ ઘર પડી ગયું અને તેનો સંપૂર્ણ નાશ થયો.” BSB BSB: But the one who hears My words and does not act on them is like a man who built his house on ground without a foundation. The torrent crashed against that house, and immediately it fell—and great was its destruction!”