1 UDB એક દિવસે, જ્યારે ઈસુ ગન્નેસરેત સરોવરના કિનારે ઊભા હતા, ત્યારે ઘણા લોકો તેમની ચારેબાજુ ટોળે વળ્યા હતા અને ઈસુ તેમને ઈશ્વરનો જે સંદેશો શીખવતા હતા તે સાંભળતા હતા. BSB BSB: On one occasion, while Jesus was standing by the Lake of Gennesaret with the crowd pressing in on Him to hear the word of God,
2 UDB સરોવરના કિનારે તેમણે માછલાં પકડવાની બે હોડીઓ જોઈ. માછીમારો તે હોડીઓ છોડીને માછલાં પકડવાની તેમની જાળો ધોઈ રહ્યા હતા. BSB BSB: He saw two boats at the edge of the lake. The fishermen had left them and were washing their nets.
3 UDB ઈસુ તેમાંની એક હોડી પર ચઢ્યા; આ હોડી સિમોનની હતી. ઈસુએ સિમોનને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેઠા અને ત્યાંથી ટોળાને શીખવવાનું ચાલુ રાખ્યું. BSB BSB: Jesus got into the boat belonging to Simon and asked him to put out a little from shore. And sitting down, He taught the people from the boat.
4 UDB તેઓને શીખવવાનું સમાપ્ત કર્યાં પછી, તેમણે સિમોનને કહ્યું, “હોડીને ઊંડા પાણીમાં લઈ જા અને માછલીઓ પકડવા જાળો પાણીમાં નાખ.” BSB BSB: When Jesus had finished speaking, He said to Simon, “Put out into deep water and let down your nets for a catch.”
5 UDB સિમોને પ્રત્યુત્તર આપ્યો, ''ગુરુજી, અમે આખી રાત ભારે મહેનત કરી છે, અને તો પણ અમારાથી એકેય માછલી પકડાઈ નથી. પરંતુ હવે તમે કહ્યું છે, માટે હું ફરી એકવાર જાળોને નાખીશ." BSB BSB: “Master,” Simon replied, “we have worked hard all night without catching anything. But because You say so, I will let down the nets.”
6 UDB તેથી સિમોન તથા તેના માણસોએ તેમની જાળો નાખી અને તેમાં એટલી બધી માછલીઓ પકડાઈ કે તેમની જાળો તૂટવા લાગી. BSB BSB: When they had done so, they caught such a large number of fish that their nets began to tear.
7 UDB તેઓએ બીજી હોડીઓમાંના તેમના સાથી માછીમારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેથી તેઓએ આવીને તે બે હોડીઓને માછલીઓથી એટલે સુધી ભરી કે તેઓ ડૂબવા લાગી. BSB BSB: So they signaled to their partners in the other boat to come and help them, and they came and filled both boats so full that they began to sink.
9 UDB તેણે આમ કહ્યું કારણ કે તેમણે પકડેલ માછલીઓની મોટી સંખ્યાથી તે આશ્ચર્યચકિત હતો. ઝબદીના પુત્રો યાકૂબ અને યોહાન કે જેઓ સિમોનના માછીમાર સાથીઓ હતા તેઓ સહિત તેની સાથે જે માણસો હતા તેઓ બધા પણ આશ્ચર્યચકિત થયા હતા. BSB BSB: For he and his companions were astonished at the catch of fish they had taken,
10 UDB પણ ઈસુએ સિમોનને કહ્યું કે, “ડરીશ નહિ! અત્યાર સુધી તેં માછલાં પકડ્યાં છે, પણ હવે પછી મારા શિષ્યો બનવા તું મનુષ્યોને પકડશે.” BSB BSB: and so were his partners James and John, the sons of Zebedee. “Do not be afraid,” Jesus said to Simon. “From now on you will catch men.”
11 UDB તેથી માણસો હોડીઓને કિનારે લાવ્યા બાદ, તેઓએ માછલાં પકડવાનો ધંધો અને બીજું બધું છોડી દીધું અને ઈસુની સાથે ગયા. BSB BSB: And when they had brought their boats ashore, they left everything and followed Him.
12 UDB જ્યારે ઈસુ નજીકના એક નગરમાં હતા, ત્યારે ત્યાં રક્તપિત્ત તરીકે ઓળખાતા ચર્મરોગથી પીડિત એક માણસ હતો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમની આગળ જમીન પર નમ્યો અને આજીજી કરી કે, “પ્રભુ, મહેરબાની કરીને મને સાજો કરો, કેમ કે જો તમે ઈચ્છો તો મને સાજો કરવા તમે શક્તિમાન છો!” BSB BSB: While Jesus was in one of the towns, a man came along who was covered with leprosy. When he saw Jesus, he fell facedown and begged Him, “Lord, if You are willing, You can make me clean.”
13 UDB પછી ઈસુ પોતાનો હાથ લાંબો કરીને તે માણસને અડક્યા. તેમણે કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, અને તને અત્યારે જ સાજો કરું છું!” તરત જ તે માણસ સાજો થયો. તેને હવે રક્તપિત્તનો રોગ રહ્યો ન હતો! BSB BSB: Jesus reached out His hand and touched the man. “I am willing,” He said. “Be clean!” And immediately the leprosy left him.
14 UDB પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાન રાખ કે તું તારા સાજાપણા વિષે લોકોને હમણાં ન જણાવીશ. પ્રથમ, યરુશાલેમમાં યાજક પાસે જા અને તેને તારું શરીર બતાવ કે જેથી તે તારી તપાસ કરી શકે અને જુએ કે તને રક્તપિત્ત નથી. વળી, તે યાજક પાસે મૂસાએ ફરમાવેલ એક અર્પણ લઈ જા કે જે રક્તપિત્તથી સાજા થયેલા લોકોએ ચડાવવું જોઈએ.” BSB BSB: “Do not tell anyone,” Jesus instructed him. “But go, show yourself to the priest and present the offering Moses prescribed for your cleansing, as a testimony to them.”
15 UDB પરંતુ કેવી રીતે ઈસુએ તે માણસને સાજો કર્યો હતો તે વિષે ઘણા લોકોએ સાંભળ્યું. તેનું પરિણામ એ આવ્યું કે ઈસુનું શિક્ષણ સાંભળવા અને ઈસુ તેમને તેમના રોગોથી સાજા કરે તે માટે મોટા ટોળા ઈસુ પાસે આવ્યા. BSB BSB: But the news about Jesus spread all the more, and great crowds came to hear Him and to be healed of their sicknesses.
16 UDB પરંતુ તેઓ ઘણીવાર તેમનાથી દૂર એકાંત સ્થળોએ જતા રહેતા અને પ્રાર્થના કરતા. BSB BSB: Yet He frequently withdrew to the wilderness to pray.
17 UDB એક દિવસે જ્યારે ઈસુ શીખવતા હતા, ત્યારે નજીકમાં ફરોશી સંપ્રદાયના કેટલાક માણસો બેઠેલા હતા. તેઓમાંના કેટલાક યહૂદીઓના નિયમોના નિષ્ણાત શિક્ષકો હતા. તેઓ ગાલીલ જીલ્લાના ઘણાં ગામોમાંથી, યરુશાલેમથી પણ તથા યહૂદિયા પ્રદેશના બીજા શહેરોમાંથી આવ્યા હતા. તે જ સમયે, લોકોને સાજા કરવા ઈશ્વર ઈસુને સામર્થ્ય આપતા હતા. BSB BSB: One day Jesus was teaching, and the Pharisees and teachers of the law were sitting there. People had come from Jerusalem and from every village of Galilee and Judea, and the power of the Lord was present for Him to heal the sick.
18 UDB જ્યારે ઈસુ ત્યાં હતા, ત્યારે કેટલાક લોકો તેમની પાસે પક્ષઘાતથી પિડાતા એક માણસને લાવ્યા. તેઓએ તે માણસને બિછાનામાં ઊંચક્યો હતો અને ઈસુની સામે મૂકવા તેઓએ તેને ઘરમાં લાવવા પ્રયાસ કર્યો. BSB BSB: Just then some men came carrying a paralyzed man on a mat. They tried to bring him inside to set him before Jesus,
19 UDB પરંતુ તેઓ તેને અંદર લાવી શકતા ન હતા કારણ કે ત્યાં લોકોની મોટી ભીડ જમા હતી, તેથી તેઓ બહારના પગથિયાં દ્વારા છત પર ગયા. પછી તેઓએ બાકોરું પાડવા છતનાં કેટલાંક નળિયાં ખસેડ્યાં. તે બાકોરામાંથી તેઓએ તે માણસને તેના બિછાના સાથે ટોળાની વચ્ચે ઉતાર્યો અને બરાબર ઈસુની સામે મૂક્યો. BSB BSB: but they could not find a way through the crowd. So they went up on the roof and lowered him on his mat through the tiles into the middle of the crowd, right in front of Jesus.
20 UDB જ્યારે ઈસુએ જાણ્યું કે તે માણસોને વિશ્વાસ હતો કે તેઓ તે માણસને સાજો કરી શકાશે ત્યારે, તેમણે તેને કહ્યું કે, “મિત્ર, હું તારાં પાપ માફ કરું છું!” BSB BSB: When Jesus saw their faith, He said, “Friend, your sins are forgiven.”
21 UDB જે માણસો યહૂદી નિયમોના નિષ્ણાત શિક્ષકો હતા તેઓ અને બાકીના ફરોશીઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કહીને ઈશ્વરનું અપમાન કરે છે! આપણ બધાને ખબર છે કે ઈશ્વર સિવાય બીજું કોઈ પાપ માફ કરી શકતું નથી!” BSB BSB: But the scribes and Pharisees began thinking to themselves, “Who is this man who speaks blasphemy? Who can forgive sins but God alone?”
22 UDB તેઓ જે વિચારતા હતા તેની ઈસુને ખબર પડી. તેથી તેમણે તેઓને કહ્યું કે, “મેં જે કહ્યું તે વિષે તમારે તમારા મનમાં પ્રશ્ન ઉઠાવવો ન જોઈએ! આ વિષે વિચાર કરો: BSB BSB: Knowing what they were thinking, Jesus replied, “Why are you thinking these things in your hearts?
23 UDB ‘તારા પાપ માફ થયાં છે’ એમ કહેવું સહેલું છે, કારણ કે વ્યક્તિને ખરેખર માફી મળી છે કે નહિ તે કોઈ જોઈ શકતું નથી. પરંતુ ‘ઊભો થા અને ચાલ’ એમ કહેવું સહેલું નથી કારણ કે લોકો તરત જ જોઈ શકે છે કે તે સાજો થયો છે કે નહિ. BSB BSB: Which is easier: to say, ‘Your sins are forgiven,’ or to say, ‘Get up and walk’?
24 UDB તેથી હું આ માણસને સાજો કરીશ કે જેથી તમે જાણશો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પૃથ્વી પર લોકોને તેમનાં પાપ માફ કરવાનો પણ અધિકાર આપેલો છે.” પછી તેમણે તે પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને કહું છું, 'ઊભો થા, તારું બિછાનું ઉઠાવ, અને તારા ઘરે જા!'” BSB BSB: But so that you may know that the Son of Man has authority on the earth to forgive sins…” He said to the paralytic, “I tell you, get up, pick up your mat, and go home.”
25 UDB તરત જ તે માણસ સાજો થયો! તે તેઓ સૌની સમક્ષ ઊભો થયો. જે બિછાના પર તે સૂતો હતો તે તેણે ઉઠાવ્યું, અને ઈશ્વરની સ્તુતિ કરતો તે પોતાને ઘરે ગયો. BSB BSB: And immediately the man stood up before them, took what he had been lying on, and went home glorifying God.
26 UDB ત્યાંના બધા જ લોકો અચંબિત થયા! તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને તેઓએ ઈસુને જે કરતાં જોયા તેનાથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા. તેઓ કહેતા ફર્યા કે, “આજે અમે અદ્દ્ભુત બાબતો જોઈ છે!” BSB BSB: Everyone was taken with amazement and glorified God. They were filled with awe and said, “We have seen remarkable things today.”
27 UDB પછી ઈસુ તે જગ્યાએથી ગયા અને લેવી નામના એક માણસને જોયો કે જે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો. સરકાર જે કર માગતી હતી તે ચૂકવવા લોકો જ્યાં આવતા હતા તે કાર્યાલયે તે બેઠો હતો. ઈસુએ તેને કહ્યું કે, “મારી સાથે આવ અને મારો શિષ્ય થા!” BSB BSB: After this, Jesus went out and saw a tax collector named Levi sitting at the tax booth. “Follow Me,” He told him,
28 UDB તેથી લેવીએ પોતાનું કામ છોડી દીધું અને ઈસુ સાથે ગયો. BSB BSB: and Levi got up, left everything, and followed Him.
29 UDB ત્યાર બાદ, લેવીએ પોતાના ઘરમાં ઈસુ અને તેમના શિષ્યો માટે એક મોટી મિજબાનીની વ્યવસ્થા કરી. ત્યાં તેઓની સાથે કર ઉઘરાવનારાઓ અને બીજાઓનું એક મોટું જૂથ મિજબાની માણી રહ્યું હતું. BSB BSB: Then Levi hosted a great banquet for Jesus at his house. A large crowd of tax collectors was there, along with others who were eating with them.
30 UDB કેટલાક લોકો કે જેઓ ફરોશી સંપ્રદાયના હતા, તેમની સાથે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ ઈસુના શિષ્યોને એમ કહેતાં, ફરિયાદ કરી કે, “તમારે કર ઉઘારવનારાઓ અને બીજા ભયંકર પાપીઓ સાથે ભોજન ન કરવું જોઈએ.” BSB BSB: But the Pharisees and their scribes complained to Jesus’ disciples, “Why do you eat and drink with tax collectors and sinners?”
31 UDB પછી ઈસુએ તેમને કહ્યું કે, “જેઓ બીમાર છે તેઓને જ ખબર છે કે તેમને વૈદની જરૂર છે, જેઓ માને છે કે તેઓ તંદુરસ્ત છે તેઓને ખબર નથી. BSB BSB: Jesus answered, “It is not the healthy who need a doctor, but the sick.
32 UDB તે જ રીતે, જેઓ માને છે કે પોતે ન્યાયી છે તેઓને મારી પાસે આવવા આમંત્રણ આપવા હું સ્વર્ગમાંથી આવ્યો નથી. તેની વિરુદ્ધ, જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને પાપી વર્તનથી પાછા ફેરવવા અને મારી પાસે આવવા માટે આમંત્રણ આપવા હું આવ્યો છું.” BSB BSB: I have not come to call the righteous, but sinners, to repentance.”
33 UDB તે યહૂદી આગવાનોએ ઈસુને કહ્યું કે, “યોહાન બાપ્તિસ્મા આપનારના શિષ્યો ઘણીવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ જ કરે છે. પરંતુ તમારા શિષ્યો તો ખાતા અને પીતા જ રહે છે! તેઓ કેમ બીજાઓની જેમ ઉપવાસ કરતા નથી?” BSB BSB: Then they said to Him, “John’s disciples and those of the Pharisees frequently fast and pray, but Yours keep on eating and drinking.”
34 UDB ઈસુએ પ્રત્યુત્તર આપ્યો કે, “જ્યાં સુધી વરરાજા તેઓની સાથે છે ત્યાં સુધી તમે જાનૈયાઓને ઉપવાસ કરવાનું કહેતા નથી, બરાબર? ના, કોઈ તેવું નહિ કરે! BSB BSB: Jesus replied, “Can you make the guests of the bridegroom fast while He is with them?
35 UDB પરંતુ એક દિવસે વરરાજાને તેના મિત્રો પાસેથી લઈ લેવામાં આવશે. પછી તે સમયે તેઓ ઉપવાસ કરશે.” BSB BSB: But the time will come when the bridegroom will be taken from them; then they will fast.”
36 UDB પછી ઈસુએ પોતાના કહેવાનો અર્થ શો હતો તે સમજાવવા બીજા ઉદાહરણો આપ્યાં: તેમણે કહ્યું કે, “જૂના વસ્ત્રને સાંધવા લોકો નવા વસ્ત્રને ફાડીને તેનો ટુકડો કદી લગાવતા નથી. જો તેઓ તેવું કરે તો નવા વસ્ત્રને ફાડીને તેઓ તેનો નાશ કરશે અને નવા કપડાના ટુકડાનો મેળ જૂના વસ્ત્ર સાથે નહિ ખાય. BSB BSB: He also told them a parable: “No one tears a piece of cloth from a new garment and sews it on an old one. If he does, he will tear the new garment as well, and the patch from the new will not match the old.
37 UDB અને કોઈપણ વ્યક્તિ નવા બનાવેલા દ્રાક્ષારસનો સંગ્રહ જૂની મશકોમાં નહિ કરે. જો કોઈ તેવું કરે તો, મશકો ફાટી જશે કારણ કે જ્યારે નવા દ્રાક્ષારસને આથો ચડે અને તે ફૂલે ત્યારે તે મશકો મોટી નહિ થાય. ત્યારે તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષારસ પણ ઢોળાઈ જઈને નાશ પામશે. BSB BSB: And no one pours new wine into old wineskins. If he does, the new wine will burst the skins, the wine will spill, and the wineskins will be ruined.
38 UDB તેની વિરુદ્ધ, નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. BSB BSB: Instead, new wine is poured into new wineskins.
39 UDB વધુમાં, જેઓએ ફક્ત જૂનો દ્રાક્ષારસ પીધો છે તેઓ તેનાથી સંતુષ્ટ છે. તેઓ નવો દ્રાક્ષારસ પીવા માગતા નથી કારણ કે તેઓ કહે છે કે, 'જૂનો દ્રાક્ષારસ સારો છે!'” BSB BSB: And no one after drinking old wine wants new, for he says, ‘The old is better.’”