1 UDB પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓને દરેક પ્રકારના દુષ્ટાત્માઓને બહાર કાઢવા અને લોકોને રોગથી સાજા કરવા માટે અધિકાર અને સામર્થ્ય આપ્યાં. BSB BSB: Then Jesus called the Twelve together and gave them power and authority over all demons, and power to cure diseases.
2 UDB તેમણે લોકોને સાજા કરવા અને ઈશ્વર પોતાને કઈ રીતે રાજા તરીકે બતાવવાના હતા તે વિષે શીખવવા તેઓને મોકલ્યા. BSB BSB: And He sent them out to proclaim the kingdom of God and to heal the sick.
3 UDB તેઓ ગયા તે અગાઉ, તેમણે તેઓને કહ્યું, "તમારી મુસાફરી માટે તમારી સાથે કંઈપણ લેશો નહિ. ચાલવાની લાકડી અથવા મુસાફરીની થેલી અથવા ખોરાક અથવા નાણાં લેશો નહિ. વધારાના વસ્ત્ર પણ લેશો નહિ. BSB BSB: “Take nothing for the journey,” He told them, “no staff, no bag, no bread, no money, no second tunic.
4 UDB જે કોઈ ઘરમાં તમે પ્રવેશો, તે ઘરમાં જ્યાં સુધી તમે તે વિસ્તાર છોડો નહિ ત્યાં સુધી રહો. BSB BSB: Whatever house you enter, stay there until you leave that area.
5 UDB જે કોઈ નગરમાં લોકો તમને આવકારે નહિ, ત્યાં તમારે વધુ સમય રહેવું ન જોઈએ. તમે તે નગર છોડો, ત્યારે તમારા પગની ધૂળને ખંખેરી નાખો. તમને નકારવા બદલ તેમની વિરુદ્ધ ચેતવણી તરીકે તે કરો." BSB BSB: If anyone does not welcome you, shake the dust off your feet when you leave that town, as a testimony against them.”
6 UDB પછી ઈસુના શિષ્યો ગયા અને ઘણા ગામડાઓમાં થઈને મુસાફરી કરી. તેઓ જે બધાં સ્થળોએ ગયા, ત્યાં તેઓએ લોકોને ઈશ્વરના શુભ સંદેશ વિષે કહ્યું અને બીમાર લોકોને સાજા કર્યા. BSB BSB: So they set out and went from village to village, preaching the gospel and healing people everywhere.
7 UDB ગાલીલના જીલ્લાના શાસક હેરોદે, જે સર્વ બની રહ્યું હતું તે સાંભળ્યું. તે વ્યાકુળ હતો, કારણ કે કેટલાંક લોકો કહેતા હતા કે યોહાન બાપ્તિસ્મી ફરીથી જીવીત થયો હતો. BSB BSB: When Herod the tetrarch heard about all that was happening, he was perplexed. For some were saying that John had risen from the dead,
8 UDB બીજા લોકો કહેતા હતા કે એલિયા પ્રબોધક ફરીથીપ્રગટ થયો છે અને હજુ બીજા કહેતા હતા કે ઘણાં સમય પહેલાના પ્રબોધકોમાનો એક ફરીથી જીવીત થયો હતો. BSB BSB: others that Elijah had appeared, and still others that a prophet of old had arisen.
9 UDB પરંતુ હેરોદે કહ્યું, "તે યોહાન હોઈ શકે નહિ કારણ કે મેં તેનું માથું કપાવી નાખ્યું હતું. તેથી આ વ્યક્તિ કોણ છે કે જેના વિષે હું આ બાબતો સાંભળી રહ્યો છું?" અને તે ઈસુને મળવા માટેનો માર્ગ શોધતો રહ્યો. BSB BSB: “I beheaded John,” Herod said, “but who is this man I hear such things about?” And he kept trying to see Jesus.
10 UDB જ્યારે પ્રેરિતો તેમની મુસાફરી પરથી પાછા ફર્યા ત્યારે, જે સર્વ તેઓએ કર્યું હતું તે ઈસુને કહ્યું. પછી તેઓ તેમને સાથે લઈ ગયા કે જેથી તેઓ પોતે તેમની સાથે બેથસૈદા નગરમાં જાય. BSB BSB: Then the apostles returned and reported to Jesus all that they had done. Taking them away privately, He withdrew to a town called Bethsaida.
11 UDB પરંતુ, ઈસુ ક્યાં ગયા હતા તે વિષે ટોળાએ સાંભળ્યું, ત્યારે તેઓ તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વર ટૂંક સમયમાં પોતાને કઈ રીતે રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેઓને કહ્યું, અને જેમને સાજા થવાની જરૂર હતી તેઓને તેમણે સાજા કર્યા. BSB BSB: But the crowds found out and followed Him. He welcomed them and spoke to them about the kingdom of God, and He healed those who needed healing.
12 UDB હવે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી બાર શિષ્યો તેમની પાસે આવ્યા અને કહ્યું, "કૃપા કરીને લોકોના આ મોટા સમુદાયને મોકલી દો કે તેઓ આસપાસનાં ગામો અને ખેતરોમાં જઈને કંઈક ખોરાક અને રહેવા માટે સ્થળ શોધી શકે, કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ" BSB BSB: As the day neared its end, the Twelve came to Jesus and said, “Dismiss the crowd so they can go to the surrounding villages and countryside for lodging and provisions. For we are in a desolate place here.”
13 UDB પરંતુ તેમણે તેઓને કહ્યું, "તમારે જ તેમને ખાવા માટે કંઇક આપવું જોઈએ!" તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે જે કંઈ છે તે પાંચ નાની રોટલી અને બે નાની માછલી જ છે. અમે જઈને આ બધા લોકો માટે પુરતો ખોરાક ખરીદી શકતા નથી!" BSB BSB: But Jesus told them, “You give them something to eat.” “We have only five loaves of bread and two fish,” they answered, “unless we go and buy food for all these people.”
14 UDB તેઓએ આમ કહ્યું કારણ કે ત્યાં લગભગ પાંચ હજાર પુરૂષો હતા. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, "દરેક જૂથમાં આશરે પચાસ લોકો હોય તે રીતે, બધાં જ લોકોને જૂથમાં નીચે બેસવા કહો." BSB BSB: (There were about five thousand men.) He told His disciples, “Have them sit down in groups of about fifty each.”
15 UDB તેથી શિષ્યોએ તે પ્રમાણે કર્યું અને બધાં જ લોકો બેસી ગયા. BSB BSB: They did so, and everyone was seated.
16 UDB ત્યારપછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેઓએ આકાશ તરફ જોયું અને તેના માટે ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે તેના ભાંગીને ટુકડા કરીને તેને લોકોમાં વહેંચવા માટે શિષ્યોને આપી. BSB BSB: Taking the five loaves and the two fish and looking up to heaven, Jesus spoke a blessing and broke them. Then He gave them to the disciples to set before the people.
17 UDB તેઓ સર્વએ ખાધું અને દરેકને ખાવા માટે પૂરતું મળ્યું. પછી શિષ્યોએ વધેલાં ખોરાકનાં ટૂકડા ભેગાં કર્યા, જેનાથી બાર ટોપલીઓ ભરાઈ. BSB BSB: They all ate and were satisfied, and the disciples picked up twelve basketfuls of broken pieces that were left over.
18 UDB એક દિવસે જ્યારે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને પૂછ્યું, "હું કોણ છું તે વિષે લોકો શું કહે છે? BSB BSB: One day as Jesus was praying in private and the disciples were with Him, He questioned them: “Who do the crowds say I am?”
19 UDB તેઓએ જવાબ આપ્યો, "કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, પરંતુ બીજા કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, અને વળી બીજા કહે છે કે તમે ઘણા સમય પહેલાના પ્રબોધકોમાંના એક છો જે ફરીથી જીવીત થયા છે." BSB BSB: They replied, “Some say John the Baptist; others say Elijah; and still others, that a prophet of old has arisen.”
20 UDB તેમણે તેઓને પૂછ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?" પિતરે જવાબ આપ્યો, "તમે ઈશ્વર પાસેથી આવેલા, ખ્રિસ્ત છો." BSB BSB: “But what about you?” Jesus asked. “Who do you say I am?” Peter answered, “The Christ of God.”
21 UDB પછી ઈસુએ તેઓને સખત ચેતવણી આપી કે તે વિષે હમણાં કોઈને કહેવું નહિ. BSB BSB: Jesus strictly warned them not to tell this to anyone.
22 UDB પછી તેમણે કહ્યું, "મારે, માણસના દીકરાએ, ઘણું સહન કરવું જ પડશે: વડીલો, મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકો દ્વારા મારો નકાર થશે અને મને મારી નાખવામાં આવશે. ત્યાર પછી, તેના ત્રીજા દિવસે, હું ફરીથી સજીવન થઈશ." BSB BSB: “The Son of Man must suffer many things,” He said. “He must be rejected by the elders, chief priests, and scribes, and He must be killed and on the third day be raised to life.”
23 UDB પછી તેમણે તે સર્વને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા શિષ્ય તરીકે મને અનુસરવા માગે છે, તો તમારે માત્ર તમારી પોતાની ઇચ્છા પ્રમાણે જ ન કરવું, પણ તેથી વિશેષ, પોતાનું જીવન આપી દેવાની અણી સુધી, દરરોજ તમારે સહન કરવા તૈયાર રહેવું જોઈએ. BSB BSB: Then Jesus said to all of them, “If anyone wants to come after Me, he must deny himself and take up his cross daily and follow Me.
24 UDB તમારે તે કરવું જ જોઈએ, કારણ કે જેઓ પોતે પોતાનું જીવન બચાવવાનો પ્રયત્ન કરશે તેઓ અનંતકાળ માટે ગુમાવશે, પરંતુ જેઓ મારા શિષ્ય હોવાને લીધે તેમનું જીવન ગુમાવશે તેઓ અનંતકાળ માટે તેમના જીવનોને બચાવશે. BSB BSB: For whoever wants to save his life will lose it, but whoever loses his life for My sake will save it.
25 UDB જો તમે આ જગતમાં બધું જ મેળવો પરંતુ અંતમાં તે બધું ગુમાવવું પડે, અથવા તમારી પોતાની જાતને આપી દેવી પડે તો તેથી તમને શો ફાયદો? BSB BSB: What does it profit a man to gain the whole world, yet lose or forfeit his very self?
26 UDB જ્યારે હું મારા મહિમામાં તથા પિતા તથા પવિત્ર દૂતોના મહિમામાં પાછો આવીશ ત્યારે જે લોકો મારા સંદેશનો નકાર કરે છે અને જેઓ મારા છે તેવું કહેવાનું નકારે છે તેઓનો, હું, માણસનો દીકરો પણ તેઓ મારા છે તેમ કહેવાનો નકાર કરીશ. BSB BSB: If anyone is ashamed of Me and My words, the Son of Man will be ashamed of him when He comes in His glory and in the glory of the Father and of the holy angels.
27 UDB પરંતુ હું તમને આ હકીકત કહું છું: તમારામાંના કેટલાક જેઓ હમણાં અહીં ઊભા છે તેઓ તમે જ્યાં સુધી ઈશ્વરને પોતે રાજા તરીકે જોશો નહિ ત્યાં સુધી મરશો નહિ! BSB BSB: But I tell you truly, some who are standing here will not taste death before they see the kingdom of God.”
28 UDB ઈસુએ તે વાતો કહ્યાના આઠ દિવસ પછી, તેમણે તેમની સાથે પિતર, યોહાન અને યાકૂબને લીધા, અને એક પર્વત ઉપર પ્રાર્થના કરવા માટે ગયા. BSB BSB: About eight days after Jesus had said these things, He took with Him Peter, John, and James, and went up on a mountain to pray.
29 UDB જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમના ચહેરાનો દેખાવ ખૂબ બદલાઈ ગયો અને તેમનાં કપડાં ચળકતાં સફેદ થયાં અને પ્રકાશની જેમ ચમકવા લાગ્યાં. BSB BSB: And as He was praying, the appearance of His face changed, and His clothes became radiantly white.
30 UDB અચાનક, ઘણા સમય પહેલાનાં બે પ્રબોધકો ત્યાં ઈસુની સાથે વાત કરવા લાગ્યા; તેઓ મૂસા અને એલિયા હતા. BSB BSB: Suddenly two men, Moses and Elijah, began talking with Jesus.
31 UDB તેઓ મહિમાથી ઘેરાયેલાં દેખાયા, અને ઈસુની વિદાય, કે જે ટૂંક સમયમાં યરુશાલેમમાં પરિપૂર્ણ થવાની હતી તેના વિષે તેમની સાથે વાત કરી. BSB BSB: They appeared in glory and spoke about His departure, which He was about to accomplish at Jerusalem.
32 UDB પિતર અને બીજા શિષ્યો કે જેઓ તેમની સાથે હતા તેઓ ઘણા નિદ્રાવશ હતા. જ્યારે તેઓ જાગ્યા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયો; તેમણે બે વ્યક્તિઓને પણ તેમની સાથે ઊભી રહેલી જોઈ. BSB BSB: Meanwhile Peter and his companions were overcome by sleep, but when they awoke, they saw Jesus’ glory and the two men standing with Him.
33 UDB જ્યારે મૂસા અને એલિયા ઈસુથી વિદાય લઇ રહ્યા હતા, ત્યારે પિતરે તેમને કહ્યું, "ગુરુજી, આપણે માટે અહીં રહેવું સારું છે! આપણે ત્રણ નિવાસસ્થાન બનાવવાં જોઈએ, એક તમારા માટે, એક મૂસા માટે, અને એક એલિયા માટે!" પરંતુ તે શું કહેતો હતો તેનો તેને ખરેખર ખ્યાલ ન હતો. BSB BSB: As Moses and Elijah were leaving, Peter said to Jesus, “Master, it is good for us to be here. Let us put up three shelters—one for You, one for Moses, and one for Elijah.” (He did not know what he was saying.)
34 UDB જ્યારે તે આ બાબતો કહેતો હતો, ત્યારે એક વાદળું આવ્યું અને તેઓને ઢાંકી દીધા. વાદળાએ તેમને ઢાંકી દીધા તેથી શિષ્યો ગભરાયા. BSB BSB: While Peter was speaking, a cloud appeared and enveloped them, and they were afraid as they entered the cloud.
35 UDB ઈશ્વરના અવાજે વાદળાંમાંથી તેમની સાથે વાત કરતાં કહ્યું, "આ મારો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો!" BSB BSB: And a voice came from the cloud, saying, “This is My Son, whom I have chosen. Listen to Him!”
36 UDB જ્યારે વાણી પૂરી થઇ, ત્યારે ત્રણ શિષ્યોએ જોયું કે ત્યાં માત્ર ઈસુ જ હતા. તેઓ ચૂપ થઈ ગયા અને લાંબા સમય સુધી તેઓએ જે જોયું હતું તે કોઈને કહ્યું નહિ. BSB BSB: After the voice had spoken, only Jesus was present with them. The disciples kept this to themselves, and in those days they did not tell anyone what they had seen.
37 UDB બીજા દિવસે, જ્યારે તેઓ પર્વત પરથી નીચે ઊતર્યા, ત્યારે એક મોટું ટોળું ઈસુને મળ્યું. BSB BSB: The next day, when they came down from the mountain, Jesus was met by a large crowd.
38 UDB અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ બૂમ પાડી, "ગુરુજી, હું તમને વિનંતી કરું છું, મારા દીકરાને સહાય કરવા માટે કંઇક કરો! તે મારું એકનું એક સંતાન છે. BSB BSB: Suddenly a man in the crowd cried out, “Teacher, I beg You to look at my son, for he is my only child.
39 UDB દુષ્ટાત્મા અચાનક તેને પકડે છે અને તેને ચીસો પડાવે છે. તે તેને હિંસક રીતે મરડી નાખે છે અને તેના મુખમાંથી ફીણ નીકળે છે. તે ભાગ્યે જ મારા બાળક પાસેથી દૂર જાય છે અને જ્યારે તે તેની પાસેથી જાય છે ત્યારે તે તેને ગંભીર રીતે ઈજા કરે છે. BSB BSB: A spirit keeps seizing him, and he screams abruptly. It throws him into convulsions so that he foams at the mouth. It keeps mauling him and rarely departs from him.
40 UDB મેં તમારા શિષ્યોને તેનામાંથી તેને કાઢવા આદેશ આપવા વિનંતી કરી, પરંતુ તેઓ તેમ કરવા સમર્થ ન હતા!" BSB BSB: I begged Your disciples to drive it out, but they were unable.”
41 UDB તેના પ્રત્યુત્તરમાં, ઈસુએ કહ્યું, "આ પેઢીના લોકો વિશ્વાસ કરતા નથી અને તેથી તમારી વિચારસરણી ભ્રષ્ટ છે! તમે વિશ્વાસ કરો તે પહેલાં મારે કેટલો સમય તમારી સાથે રહેવું જોઈએ?" પછી તેમણે તે દીકરાના પિતાને કહ્યું, "તારા દીકરાને અહીં મારી પાસે લાવ!" BSB BSB: “O unbelieving and perverse generation!” Jesus replied. “How long must I remain with you and put up with you? Bring your son here.”
42 UDB જ્યારે તેઓ તે છોકરાને તેમની પાસે લાવી રહ્યા હતા ત્યારે, દુષ્ટ આત્માએ છોકરાને નીચે જમીન પર નાખી દીધો, અને તેને ગંભીર રીતે મરડી નાખ્યો. પરંતુ ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો અને છોકરાને સાજો કર્યો. પછી તેમણે તેને તેના પિતાને પાછો આપ્યો. BSB BSB: Even while the boy was approaching, the demon slammed him to the ground in a convulsion. But Jesus rebuked the unclean spirit, healed the boy, and gave him back to his father.
43 UDB ત્યારપછી જે સર્વ લોકો ત્યાં હતા તેઓ ઈશ્વરના મહાન પરાક્રમથી સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા. જ્યારે તેઓ સર્વ હજુ ઈસુ જે ચમત્કારો કરી રહ્યા હતા તેના આશ્ચર્યમાં હતા ત્યારે, તેમણે તેમના શિષ્યોને કહ્યું, BSB BSB: And they were all astonished at the greatness of God. While everyone was marveling at all that Jesus was doing, He said to His disciples,
44 UDB "હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો: હું, માણસનો દીકરો, ટૂંક સમયમાં મારા દુશ્મનોના હાથમાં સોંપાઈશ." BSB BSB: “Let these words sink into your ears: The Son of Man is about to be delivered into the hands of men.”
45 UDB પરંતુ તેઓ શું કહેવા માગતા હતા તે તેમના શિષ્યો સમજી શક્યા નહિ. ઈશ્વરે તેમને તે સમજતા રોક્યા, કે જેથી તેમનો કહેવાનો અર્થ શું હતો તે તેઓ હમણાં જાણે નહિ, અને તેમણે જે કહ્યું હતું તે વિષે તેઓ તેમને પૂછતાં ડરતા હતાં. BSB BSB: But they did not understand this statement. It was veiled from them so that they could not comprehend it, and they were afraid to ask Him about it.
46 UDB થોડા સમય બાદ, શિષ્યો અંદરોઅંદર દલીલ કરવા લાગ્યા કે તેઓમાંનો કોણ સૌથી મહત્વનો હશે. BSB BSB: Then an argument started among the disciples as to which of them would be the greatest.
47 UDB પરંતુ ઈસુ જાણતા હતા કે તેઓ શું વિચારતા હતા, તેથી તેઓએ એક નાના બાળકને લાવીને તેમની વચ્ચે ઊભું રાખ્યું. BSB BSB: But Jesus, knowing the thoughts of their hearts, had a little child stand beside Him.
48 UDB તેમણે તેઓને કહ્યું, "જો કોઈ મારે લીધે આ નાના બાળકને આવકારે, તો તે મારો આવકાર કરવા બરાબર છે. અને જો કોઈ મારો આવકાર કરે છે, તો તે ઈશ્વરનો, જેમણે મને મોકલ્યો છે તેમનો આવકાર કર્યા બરાબર છે. યાદ રાખો કે તમારાંમાના જેઓ ખૂબ ઓછા મહત્વના દેખાય છે તેઓ તો એવા લોકો છે કે જેમને ઈશ્વર ખૂબ મહત્વના ગણે છે. BSB BSB: And He said to them, “Whoever welcomes this little child in My name welcomes Me, and whoever welcomes Me welcomes the One who sent Me. For whoever is the least among all of you, he is the greatest.”
49 UDB યોહાને ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમે એક વ્યક્તિને જોઈ જે તમારું નામ લઈને લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢતી હતી. તેથી અમે તેને કહ્યું કે તે એમ કરવાનું બંધ કરે, કારણ કે તે માણસ આપણા જૂથના ભાગરૂપે તમને અનુસરતો નથી." BSB BSB: “Master,” said John, “we saw someone driving out demons in Your name, and we tried to stop him, because he does not accompany us.”
50 UDB પરંતુ ઈસુએ કહ્યું, "તેને તેમ કરતાં અટકાવશો નહીં! જો કોઈ તમને નુકસાન થાય તેવું કરતો નથી, તો તે જે કરે છે તે તમને મદદરૂપ છે!" BSB BSB: “Do not stop him,” Jesus replied, “for whoever is not against you is for you.”
52 UDB તેમણે કેટલાક સંદેશાવાહકોને તેમના અગાઉ મોકલ્યા, અને તેઓ સમરૂન પ્રદેશમાંના ગામમાં પ્રવેશ્યા કે તેઓ તેના ત્યાં જવા સંબંધી તૈયારી કરે. BSB BSB: He sent messengers on ahead, who went into a village of the Samaritans to make arrangements for Him.
53 UDB પરંતુ સમરૂનીઓએ ઈસુને તેમના ગામમાં આવવા દીધા નહીં કારણ કે તેઓ યરુશાલેમ જવાના રસ્તા પર હતા. BSB BSB: But the people there refused to welcome Him, because He was heading for Jerusalem.
55 UDB પરંતુ ઈસુ તેમના તરફ ફર્યા અને કડકાઈથી તેઓને કહ્યું કે, એમ કહેવામાં તેઓ ખોટા હતા. BSB BSB: But Jesus turned and rebuked them.
56 UDB તેથી તેઓ બીજા ગામમાં ગયા. BSB BSB: And He and His disciples went on to another village.
57 UDB જ્યારે ઈસુ અને તેમના શિષ્યો રસ્તા પર ચાલતા હતા ત્યારે, કોઈકે તેઓને કહ્યું, "તમે જ્યાં કઈ જશો ત્યાં હું તમારી સાથે આવીશ!" BSB BSB: As they were walking along the road, someone said to Jesus, “I will follow You wherever You go.”
58 UDB ઈસુએ જવાબ આપ્યો, "શિયાળોને જમીનમાં રહેવા માટે દર હોય છે, અને પક્ષીઓને માળા હોય છે, પરંતુ મને, માણસના દીકરાને, ઊંઘવા માટે ઘર નથી!" BSB BSB: Jesus replied, “Foxes have dens and birds of the air have nests, but the Son of Man has no place to lay His head.”
59 UDB ઈસુએ બીજી વ્યક્તિને કહ્યું, "મારી પાછળ ચાલ!" પરંતુ તે વ્યક્તિએ કહ્યું, "પ્રભુ, પ્રથમ મને ઘરે જવા દો અને મારા પિતાના મરણ પછી તેમને દફનાવવા દો." BSB BSB: Then He said to another man, “Follow Me.” The man replied, “Lord, first let me go and bury my father.”
60 UDB પરંતુ ઈસુએ તેને કહ્યું, "જેઓ મૃત છે તેમને પોતાના મરેલાને દાટવા દે; પરંતુ તું જા અને બધે જઈને લોકોને કહે કે ઈશ્વર જલદી પોતાને રાજા તરીકે બતાવશે!" BSB BSB: But Jesus told him, “Let the dead bury their own dead. You, however, go and proclaim the kingdom of God.”
61 UDB બીજા કોઈકે કહ્યું, "પ્રભુ, હું તમારી સાથે આવીશ અને તમારો શિષ્ય બનીશ, પરંતુ પ્રથમ મને ઘરે જવા દો કે મારા લોકોને વિદાયની સલામ કહું." BSB BSB: Still another said, “I will follow You, Lord; but first let me bid farewell to my family.”
62 UDB ઈસુએ તેને કહ્યું, "જે કોઈ પોતાનું ખેતર ખેડવાનું શરુ કરે અને પછી તે પછવાડે જુએ તો તે ઈશ્વર જ્યારે દરેક બાબતો ઉપર રાજા તરીકે રાજ કરે ત્યારે તેમની સેવા કરવા સક્ષમ નથી." BSB BSB: Then Jesus declared, “No one who puts his hand to the plow and then looks back is fit for the kingdom of God.”