1 UDB ઈસુ તેમના શિષ્યો સાથે તે જગ્યા છોડીને ગયા, અને તેઓ યહૂદિયા જીલ્લામાં થઈને યર્દન નદીની પેલે પાર પૂર્વ તરફ ગયા. જ્યારે તેમની આસપાસ ફરીથી લોકોનો સમુદાય એકઠો થવા લાગ્યો, ત્યારે જેમ તેઓ કરતા હતા તેમ રીત પ્રમાણે તેમણે તેઓને ફરીથી શિક્ષણ આપ્યું. BSB BSB: Then Jesus left that place and went into the region of Judea, beyond the Jordan. Again the crowds came to Him and He taught them, as was His custom.
2 UDB જ્યારે તેઓ તેમને શીખવતા હતા, ત્યારે કેટલાક ફરોશીઓ તેમની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "શું આપણો કાયદો માણસને તેની પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપે છે?" તેઓ "હા" કે "ના" માં જવાબ આપે તો તેના દ્વારા તેઓ તેમની ટીકા કરી શકે માટે તેઓએ તે પૂછ્યું. BSB BSB: Some Pharisees came to test Him. “Is it lawful for a man to divorce his wife?” they inquired.
3 UDB તેમણે તેઓને જવાબ આપ્યો, "તમારા પૂર્વજોને આ બાબત સંબંધી મૂસાએ શું આજ્ઞા આપી હતી?" BSB BSB: “What did Moses command you?” He replied.
4 UDB તેઓમાંના એકે ઉત્તર આપ્યો, "મૂસાએ એવી છૂટ આપી હતી કે માણસ કાગળ પર તેની પત્નીને છૂટાછેડા આપવાનું કારણ લખે, તે કાગળ તેને આપે, અને તેને કાઢી મૂકે." BSB BSB: They answered, “Moses permitted a man to write his wife a certificate of divorce and send her away.”
5 UDB ઈસુએ તેઓને કહ્યું, "તમારા પૂર્વજો હઠપૂર્વક તેમની પત્નીઓને દૂર કરવા માગતા હતા. એટલા માટે મૂસાએ તે નિયમ લખ્યો હતો. BSB BSB: But Jesus told them, “Moses wrote this commandment for you because of your hardness of heart.
6 UDB પણ જ્યારે ઈશ્વરે પ્રથમ માણસોને ઉત્પન્ન કર્યા ત્યારે, તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં. BSB BSB: However, from the beginning of creation, ‘God made them male and female.’
7 UDB તે જણાવે છે કે શા માટે ઈશ્વરે કહ્યું, "જ્યારે પુરુષ લગ્ન કરે, ત્યારે તેણે તેનાં માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાવું જોઈએ. BSB BSB: ‘For this reason a man will leave his father and mother and be united to his wife,
8 UDB તેઓએ એટલા ઘનિષ્ટ રીતે જોડાયેલા હોવું જોઈએ કે તેઓ એક જ વ્યક્તિ હોય તેવું લાગે. BSB BSB: and the two will become one flesh.’ So they are no longer two, but one flesh.
9 UDB કેમકે એ સત્ય છે કે, પુરુષે તેની પત્નીથી છૂટા પડવું જોઈએ નહી. ઈશ્વરે તેમને સાથે જોડ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેઓ સાથે રહે!" BSB BSB: Therefore what God has joined together, let man not separate.”
10 UDB જ્યારે ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં એકલા હતા ત્યારે, તેઓએ તેમને ફરીથી આ સંબંધી પૂછ્યું. BSB BSB: When they were back inside the house, the disciples asked Jesus about this matter.
11 UDB તેમણે તેઓને કહ્યું, "કોઈ માણસ તેની પત્નીને છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે તો ઈશ્વર તેને વ્યભિચાર ગણે છે. BSB BSB: So He told them, “Whoever divorces his wife and marries another woman commits adultery against her.
12 UDB જે સ્ત્રી તેના પતિને છોડીને બીજા માણસ સાથે લગ્ન કરે તો ઈશ્વર તેને પણ વ્યભિચાર ગણે છે." BSB BSB: And if a woman divorces her husband and marries another man, she commits adultery.”
13 UDB હવે લોકો બાળકોને ઈસુની પાસે લાવતા હતા કે તેઓ તેમને સ્પર્શ કરે અને તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા. BSB BSB: Now people were bringing the little children to Jesus for Him to place His hands on them, and the disciples rebuked those who brought them.
14 UDB જ્યારે ઈસુએ તે જોયું ત્યારે, તેઓ ગુસ્સે થયા. તેમણે તેમના શિષ્યોને કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો! તેઓને રોકશો નહી! જેઓની પાસે બાળકોના જેવો સ્વભાવ છે તેવા લોકો પર રાજા થવાનું ઈશ્વરને પસંદ પડશે. BSB BSB: But when Jesus saw this, He was indignant and told them, “Let the little children come to Me, and do not hinder them! For the kingdom of God belongs to such as these.
15 UDB આની નોંધ લો: બાળકોની જેમ જેઓ ઈશ્વરને તેમના રાજા તરીકે નહિ સ્વીકારે, તેઓના પર રાજ કરવાનું ઈશ્વર ચોક્કસપણે પસંદ કરશે નહીં." BSB BSB: Truly I tell you, anyone who does not receive the kingdom of God like a little child will never enter it.”
16 UDB પછી તેમણે બાળકોને બાથમાં લીધા. તેમણે તેઓના પર પોતાના હાથ મૂકીને ઈશ્વરને તેમનું ભલું કરવા વિનંતી પણ કરી. BSB BSB: And He took the children in His arms, placed His hands on them, and blessed them.
17 UDB જ્યારે ઈસુએ તેમના શિષ્યો સાથે ફરીથી મુસાફરી શરુ કરી ત્યારે, એક માણસ તેમની તરફ દોડી આવ્યો. તે ઈસુની સામે પગે પડ્યો અને તેમને પૂછ્યું, "ઉત્તમ શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?" BSB BSB: As Jesus started on His way, a man ran up and knelt before Him. “Good Teacher,” he asked, “what must I do to inherit eternal life?”
18 UDB ઈસુએ તેને કહ્યું, "તું મને ઉત્તમ કેમ કહે છે? માત્ર ઈશ્વર જ ઉત્તમ છે! BSB BSB: “Why do you call Me good?” Jesus replied. “No one is good except God alone.
19 UDB પણ તારા પ્રશ્નના જવાબમાં, મૂસાએ આપેલી આજ્ઞાઓ તું જાણે છે: 'કોઈનું ખૂન ન કર, વ્યભિચાર ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, કોઈની ઠગાઈ ન કર, અને તારા પિતા અને માતાને માન આપ'." BSB BSB: You know the commandments: ‘Do not murder, do not commit adultery, do not steal, do not bear false witness, do not cheat others, honor your father and mother.’”
20 UDB તે માણસે તેમને કહ્યું, "શિક્ષક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું." BSB BSB: “Teacher,” he replied, “all these I have kept from my youth.”
21 UDB ઈસુએ તેના તરફ જોયું અને તેમને તેના પર પ્રેમ ઊપજ્યો. તેમણે તેને કહ્યું, "એક બાબત છે કે જે તેં હજુ સુધી કરી નથી. તારે ઘેર જા, તારી પાસે જે છે તે વેચી નાંખ અને પછી તે નાણાંં ગરીબ લોકોને આપી દે. તેના પરિણામ સ્વરૂપે, તને સ્વર્ગમાં ખજાનો મળશે. મેં તને જે કરવાનું કહ્યું તે કર્યા પછી, આવ અને મારી પાછળ ચાલ!" BSB BSB: Jesus looked at him, loved him, and said to him, “There is one thing you lack: Go, sell everything you own and give to the poor, and you will have treasure in heaven. Then come, follow Me.”
22 UDB જ્યારે તેણે ઈસુએ આપેલી સૂચનાઓ સાંભળી ત્યારે તે માણસ ઉદાસ થઈ ગયો. તે દુઃખી થઈને ચાલ્યો ગયો, કારણ કે તે ખૂબ ધનવાન હતો. BSB BSB: But the man was saddened by these words and went away in sorrow, because he had great wealth.
23 UDB ઈસુએ આસપાસ લોકો તરફ જોયું. પછી તેમણે શિષ્યોને આશ્ચર્યથી કહ્યું, "જે લોકો ધનવાન છે તેઓના માટે ઈશ્વર તેમના પર રાજ કરે તે ઘણું અઘરું છે." BSB BSB: Then Jesus looked around and said to His disciples, “How hard it is for the rich to enter the kingdom of God!”
24 UDB તેમણે જે કહ્યું તેનાથી શિષ્યો ગૂંચવાઈ ગયા. ઈસુએ ફરી કહ્યું, "મારા વહાલા મિત્રો, ઈશ્વર તેઓના પર રાજ કરે તે માટે સંમત થવું દરેકને માટે અઘરું છે. BSB BSB: And the disciples were amazed at His words. But Jesus said to them again, “Children, how hard it is to enter the kingdom of God!
25 UDB ખરું જોતાં, ધનવાન લોકો ઈશ્વર તેઓના પર રાજ કરે તેવું સ્વીકારે તેના કરતાં, ઊંટ જેવા મોટા કદના પશુને માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે." BSB BSB: It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of God.”
26 UDB શિષ્યો ખૂબ અચરત થયા. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "જો એ પ્રમાણે હોય તો, કોઈનો બચાવ ન થઈ શકે!" BSB BSB: They were even more astonished and said to one another, “Who then can be saved?”
27 UDB ઈસુએ તેઓ તરફ જોયું અને પછી તેમણે કહ્યું, "હા, લોકો જાતે જ પોતાને બચાવે તે અશક્ય છે! પણ ઈશ્વર તેમને ચોક્કસ બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈ પણ કરી શકે છે!" BSB BSB: Jesus looked at them and said, “With man this is impossible, but not with God. For all things are possible with God.”
28 UDB પિતરે કહ્યું, "જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ." BSB BSB: Peter began to say to Him, “Look, we have left everything and followed You.”
29 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "હું ઇચ્છું છું કે તું આ જાણે: જેઓએ મારા શિષ્ય થવા માટે તેમ જ શુભ સમાચાર પ્રગટ કરવા માટે તેમનાં ઘર, તેમના ભાઈઓ, તેમની બહેનો, તેમના પિતા, તેમની માતા, તેમનાં બાળકો, કે તેમની જમીન છોડ્યાં હશે, BSB BSB: “Truly I tell you,” Jesus replied, “no one who has left home or brothers or sisters or mother or father or children or fields for My sake and for the gospel
30 UDB તેઓ તેમણે જે છોડી દીધું છે તેનો આ જીવનમાં સો ગણો બદલો પામશે. તેમાં તેમનાં ઘરો અને ભાઈઓ અને બહેનો, માતાઓ અને બાળકો જેવા વહાલા માણસો, અને જમીનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, જો કે લોકો અહીં પૃથ્વી પર તેઓની સતાવણી કરશે કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેમ છતાં આવનાર યુગમાં તેઓ અનંતજીવન પામશે. BSB BSB: will fail to receive a hundredfold in the present age—houses and brothers and sisters and mothers and children and fields, along with persecutions—and in the age to come, eternal life.
31 UDB પણ હું તમને બધાને ચેતવણી આપું છું: જેઓ પોતાને અત્યારે મહત્વના ગણે છે તેઓ આવનાર યુગમાં બિન મહત્વના થશે, અને ઘણા જેઓ અત્યારે પોતાને બિન મહત્વના ગણે છે તેઓ આવનાર યુગમાં ઘણા મહત્વના થશે!" BSB BSB: But many who are first will be last, and the last will be first.”
32 UDB કેટલાક દિવસો પછી તેઓએ મુસાફરીમાં આગળ વધતાં, ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ તરફ જતા માર્ગે ચાલતા હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા. શિષ્યો આશ્ચર્ય પામ્યા અને બીજા લોકો જેઓ તેઓની સાથે હતા તેઓ ભયભીત હતા. માર્ગમાં તેઓ ફક્ત શિષ્યોને જ એક જગ્યાએ દોરી ગયા. પછી તેમની સાથે જે બનવાનું હતું તેના વિષે તેઓ ફરીથી તેઓને કહેવા લાગ્યા; તેમણે કહ્યું, BSB BSB: As they were going up the road to Jerusalem, Jesus was walking ahead of them. The disciples were amazed, but those who followed were afraid. Again Jesus took the Twelve aside and began to tell them what was going to happen to Him:
33 UDB ધ્યાનથી સાંભળો! આપણે યરુશાલેમ તરફ જઈએ છીએ. ત્યાં મુખ્ય યાજકો અને જે માણસો નિયમ શીખવે છે તેઓ મારી, માણસના દીકરાની ધરપકડ કરશે. તેઓ એવું જાહેર કરશે કે મારે મરણ પામવું જોઈએ. પછી તેઓ મને રોમન અધિકારીઓ પાસે લઈ જશે. BSB BSB: “Look, we are going up to Jerusalem, and the Son of Man will be delivered over to the chief priests and scribes. They will condemn Him to death and will deliver Him over to the Gentiles,
34 UDB ત્યાં માણસો મારી મશ્કરી કરશે અને મારા પર થૂંકશે. તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પણ તે પછીના ત્રીજા દિવસે, હું ફરીથી સજીવન થઈશ!" BSB BSB: who will mock Him and spit on Him and flog Him and kill Him. And after three days He will rise again.”
35 UDB માર્ગમાં, યાકૂબ અને યોહાન, જેઓ બંને ઝબદીના દીકરા હતા તેઓએ, ઈસુની પાસે આવીને તેમને કહ્યું, "ગુરુજી, અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા માટે કંઇક કરો!" BSB BSB: Then James and John, the sons of Zebedee, came to Jesus and declared, “Teacher, we want You to do for us whatever we ask.”
36 UDB તેમણે તેઓને કહ્યું, "તમારી શી ઈચ્છા છે કે હું તમારા માટે તે કરું?" BSB BSB: “What do you want Me to do for you?” He inquired.
37 UDB તેઓએ તેમને કહ્યું, "જ્યારે તમે તમારા રાજ્યમાં રાજ કરો ત્યારે, અમારામાંના એકને તમારી જમણી બાજુ અને બીજાને તમારી ડાબી બાજુ બેસવા દેજો." BSB BSB: They answered, “Grant that one of us may sit at Your right hand and the other at Your left in Your glory.”
38 UDB પણ ઈસુએ તેઓને કહ્યું, "તમે જે માંગો છો તે તમે સમજતા નથી." પછી તેમણે તેઓને પૂછ્યું, "હું જે પીડા સહન કરવા જઈ રહ્યો છું તે શું તમે સહન કરી શકો છો? બીજાઓ જેમ મને મારી નાખવાના છે તેમ તેઓ તમને મારી નાખે તે શું તમે સહન કરી શકો છો?" BSB BSB: “You do not know what you are asking,” Jesus replied. “Can you drink the cup I will drink, or be baptized with the baptism I will undergo?”
39 UDB તેઓએ તેમને કહ્યું, "હા, અમે તેમ કરી શકીએ છીએ! પછી ઈસુએ તેઓને કહ્યું, "તે સાચું છે કે હું જે સહન કરવાનો છું તે તમે સહન કરી શકશો, અને જેમ લોકો મને મારી નાંખવાના છે તેમ તેઓ તમને મારી નાંખે તે તમે સહન કરી શકશો. BSB BSB: “We can,” the brothers answered. “You will drink the cup that I drink,” Jesus said, “and you will be baptized with the baptism that I undergo.
40 UDB પણ મારી બાજુમાં કોણ બેસશે તેનો નિર્ણય કરનાર હું નથી. ઈશ્વરે જેમને અગાઉથી પસંદ કર્યા છે તેઓને તે જગ્યાઓ આપશે." BSB BSB: But to sit at My right or left is not Mine to grant. These seats belong to those for whom they have been prepared.”
41 UDB યાકૂબે અને યોહાને જે માગણી કરી તેના વિષે બીજા દશ શિષ્યોએ પાછળથી સાંભળ્યું. તેથી તેઓએ કહ્યું કે તેઓ આ બે શિષ્યોથી નાખુશ હતા. BSB BSB: When the ten heard about this, they became indignant with James and John.
42 UDB પછી ઈસુએ તેઓ બધાને સાથે બોલાવ્યા અને કહ્યું, "તમે જાણો છો કે રાજાઓ અને બીજા જેઓ લોકો પર રાજ કરે છે તેઓ પોતે પરાક્રમી છે એવું દર્શાવવામાં આનંદ અનુભવે છે. તમે એ પણ જાણો છો કે તેઓના અધિકારીઓ બીજાઓને આદેશ આપવામાં આનંદ અનુભવે છે. BSB BSB: So Jesus called them together and said, “You know that those regarded as rulers of the Gentiles lord it over them, and their superiors exercise authority over them.
43 UDB પણ તમે તેઓના જેવા ન થાઓ! તેને બદલે, તમારામાંના જેઓ બધા ઇચ્છે છે કે ઈશ્વર તેઓને મહાન ગણે તેઓએ બાકી બીજાઓના ચાકર જેવા થવું. BSB BSB: But it shall not be this way among you. Instead, whoever wants to become great among you must be your servant,
44 UDB એ ઉપરાંત, તમારામાંનો કોઈ ઈચ્છે કે ઈશ્વર તેને ખૂબ મહત્વનો ગણે, તો તેણે બીજાઓના ગુલામ તરીકે વર્તવું. BSB BSB: and whoever wants to be first must be the slave of all.
46 UDB યરુશાલેમના રસ્તે જતા, ઈસુ અને તેમના શિષ્યો યરીખો આવ્યા. પછી, જ્યારે તેઓ મોટા સમુદાય સાથે યરીખોથી જઈ રહ્યા હતા, ત્યારે એક અંધ માણસ જે તેની ટેવ મુજબ ભીખ માગતો હતો તે રસ્તાની બાજુએ બેઠેલો હતો. તેનું નામ બાર્તિમાય હતું અને તેના પિતાનું નામ તિમાય હતું. BSB BSB: Next, they came to Jericho. And as Jesus and His disciples were leaving Jericho with a large crowd, a blind beggar named Bartimaeus, the son of Timaeus, was sitting beside the road.
47 UDB જ્યારે તેણે લોકોને કહેતા સાંભળ્યા કે નાસરેથના ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેણે બૂમ પાડી, "ઈસુ! તમે મસીહ કે જે દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!" BSB BSB: When he heard that it was Jesus of Nazareth, he began to cry out, “Jesus, Son of David, have mercy on me!”
48 UDB ઘણા લોકોએ તેને ધમકાવ્યો અને તેને કહ્યું કે તેણે શાંત રહેવું જોઈએ. પણ તેણે વધુ મોટેથી બૂમો પાડી, "તમે મસીહ કે જે દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!" BSB BSB: Many people admonished him to be silent, but he cried out all the louder, “Son of David, have mercy on me!”
49 UDB ઈસુ ઊભા રહ્યા અને કહ્યું, "તેને અહીં બોલાવો!" તેઓએ તે અંધ માણસને "ઈસુ તને બોલાવે છે! તેથી ખુશ થા, ઊભો થા અને આવ!" એમ કહીને બોલાવ્યો. BSB BSB: Jesus stopped and said, “Call him.” So they called the blind man. “Take courage!” they said. “Get up! He is calling for you.”
50 UDB તે તેનો ઝભ્ભો બાજુ પર મૂકી દઈને કૂદીને ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો. BSB BSB: Throwing off his cloak, Bartimaeus jumped up and came to Jesus.
51 UDB ઈસુએ તેને પૂછ્યું, "હું તારા માટે શું કરું, તારી શી ઇચ્છા છે?" અંધ માણસે તેમને કહ્યું, "ગુરુજી, હું ફરીથી દેખતો થવા માગું છું!" BSB BSB: “What do you want Me to do for you?” Jesus asked. “Rabboni,” said the blind man, “let me see again.”
52 UDB ઈસુએ તેને કહ્યું, "હું તને સાજો કરું છું કારણ કે તેં મારા પર વિશ્વાસ રાખ્યો છે. તેથી તું જઈ શકે છે!" તે તરત જ દેખતો થયો. અને તે માર્ગે ઈસુની સાથે ગયો. BSB BSB: “Go,” said Jesus, “your faith has healed you.” And immediately he received his sight and followed Jesus along the road.