1 UDB તેમણે તેમના શિષ્યોને પણ કહ્યું, "ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાક જેઓ હાલ અહીં છો તેઓ ઈશ્વરને પોતાને પરાક્રમી રાજા તરીકે પ્રગટ કરતા જોશો. તમે મરણ પામો તે પહેલાં તમે તેમને આ પ્રમાણે કરતા જોશો!" BSB BSB: Then Jesus said to them, “Truly I tell you, there are some standing here who will not taste death before they see the kingdom of God arrive with power.”
2 UDB છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને લઈને પહાડ તરફ દોરી ગયા. જ્યારે તેઓ ત્યાં ઉપર એકલા હતા ત્યારે, તેઓ તેમને ખૂબ અલગ જ દેખાયા. BSB BSB: After six days Jesus took with Him Peter, James, and John, and led them up a high mountain by themselves. There He was transfigured before them.
3 UDB તેમનાં વસ્ત્રો આંખો આંજી નાખે તેવાં સફેદ થઈ ગયાં. પૃથ્વી પર કોઈ તેમને ચમકાવીને ઊજળા ન કરી શકે તેવાં સફેદ હતાં. BSB BSB: His clothes became radiantly white, brighter than any launderer on earth could bleach them.
4 UDB મૂસા અને એલિયા, બે પ્રબોધકો જેઓ ઘણા સમય અગાઉ થઇ ગયા, તે તેમની સામે પ્રગટ થયા. પછી તેઓ બંને ઈસુની સાથે વાત કરવા લાગ્યા. BSB BSB: And Elijah and Moses appeared before them, talking with Jesus.
5 UDB થોડા સમય પછી, પિતરે કહ્યું, "ગુરુજી, અહીં રહેવું કેટલું અદભુત છે! તેથી અમને અહીં ત્રણ તંબુ બાંધવા દો. એક તમારા માટે, એક મૂસાને માટે, અને એક એલિયાને માટે હશે!" BSB BSB: Peter said to Jesus, “Rabbi, it is good for us to be here. Let us put up three shelters—one for You, one for Moses, and one for Elijah.”
6 UDB તેણે આમ કહ્યું કારણ કે તે કંઈક કહેવા માંગતો હતો, પણ શું કહેવું તે તે જાણતો ન હતો. તે અને બીજા બે શિષ્યો ભયભીત થયા. BSB BSB: For they were all so terrified that Peter did not know what else to say.
7 UDB પછી એક ચળકતું વાદળ દેખાયું તેણે તેઓને ઢાંકી દીધા. ઈશ્વરે વાદળામાંથી તેઓને કહ્યું, "આ મારો દીકરો છે. હું જેને પ્રેમ કરું છું તે એ જ છે. તેથી, તેનું સાંભળો!" BSB BSB: Then a cloud appeared and enveloped them, and a voice came from the cloud: “This is My beloved Son. Listen to Him!”
8 UDB જ્યારે ત્રણ શિષ્યોએ આસપાસ જોયું ત્યારે, અચાનક ઈસુ એકલા જ તેઓની સાથે હતા, અને ત્યાં બીજું કોઈ જ ન હતું. BSB BSB: Suddenly, when they looked around, they saw no one with them except Jesus.
9 UDB જ્યારે તેઓ પહાડ પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું કે હમણાં તેમની સાથે જે બન્યું તે તેઓએ હમણાં કોઈને કહેવું જોઈએ નહીં. તેમણે કહ્યું, "હું, માણસનો દીકરો, મરણ પામ્યા પછી પાછો ઊઠું પછી તમે તેઓને કહી શકશો." BSB BSB: As they were coming down the mountain, Jesus admonished them not to tell anyone what they had seen until the Son of Man had risen from the dead.
10 UDB તેથી લાંબા સમય સુધી તેઓએ બીજા લોકોને તેના સંબંધી કહ્યું નહી. પણ તેમણે જે કહ્યું કે તેઓ મરણમાંથી પાછા ઊઠશે તેનો શો અર્થ થાય તેના વિષે તેઓએ માંહોમાંહે ચર્ચા કરી. BSB BSB: So they kept this matter to themselves, discussing what it meant to rise from the dead.
11 UDB તેઓએ ઈસુને પૂછ્યું, "જે માણસો નિયમો શીખવે છે તેઓ શા માટે એવું કહે છે કે મસીહ પૃથ્વી પર પાછા આવે તે પહેલાં એલિયાએ પૃથ્વી પર પાછા આવવું જોઈએ?" BSB BSB: And they asked Jesus, “Why do the scribes say that Elijah must come first?”
12 UDB ઈસુએ તેઓને જવાબ આપ્યો, "તે સત્ય છે કે બધું વ્યવસ્થિત કરવા માટે ઈશ્વરે પહેલા એલિયાને મોકલવાનું વચન આપ્યું હતું. પણ એલિયા તો આવી ચૂક્યો છે અને ઘણા સમય અગાઉ થઈ ગયેલા પ્રબોધકોએ કહ્યું હતું તે પ્રમાણે, આપણા આગેવાનોએ તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો હતો. પણ હું ઇચ્છું છું કે શાસ્ત્રમાં મારા એટલે માણસના દીકરા સંબંધી શું લખેલું છે તે પણ તમે ધ્યાનમાં લો. શાસ્ત્ર કહે છે કે હું ઘણું સહન કરીશ અને લોકો મારો નકાર કરશે." BSB BSB: He replied, “Elijah does indeed come first, and he restores all things. Why then is it written that the Son of Man must suffer many things and be rejected?
14 UDB પછી ઈસુ અને તે ત્રણ શિષ્યો જ્યાં બીજા શિષ્યો હતા ત્યાં આવી પહોંચ્યા. તેઓએ શિષ્યોની આસપાસ મોટું ટોળું જોયું અને કેટલાક માણસો કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ તેમની સાથે દલીલ કરતા હતા. BSB BSB: When they returned to the other disciples, they saw a large crowd around them, and scribes arguing with them.
15 UDB ઈસુને આવતા જોઈને ટોળાને ખૂબ આશ્ચર્ય થયું. તેથી તેઓ તેમની તરફ દોડી ગયા અને તેમને શુભેચ્છા પાઠવી. BSB BSB: As soon as all the people saw Jesus, they were filled with awe and ran to greet Him.
16 UDB ઈસુએ તેઓને પૂછ્યું, "તમે શેના સંબંધી દલીલ કરો છો?" BSB BSB: “What are you disputing with them?” He asked.
18 UDB જ્યારે આત્મા તેનો કબજો લે છે ત્યારે, તે તેને નીચે પાડી દે છે. તેના મોઢે ફીણ આવે છે, તે તેના દાંત ભીડે છે, અને અક્કડ બની જાય છે. મેં તમારા શિષ્યોને તે આત્મા કાઢવા માટે કહ્યું, પણ તેઓ તે કરી શક્યા નહી." BSB BSB: Whenever it seizes him, it throws him to the ground. He foams at the mouth, gnashes his teeth, and becomes rigid. I asked Your disciples to drive it out, but they were unable.”
19 UDB ઈસુએ તે લોકોને ઉત્તર આપ્યો કે, "ઓ અવિશ્વાસી લોકો! તમે મારી ધીરજની કસોટી કરો છો! છોકરાને મારી પાસે લાવો." BSB BSB: “O unbelieving generation!” Jesus replied. “How long must I remain with you? How long must I put up with you? Bring the boy to Me.”
20 UDB તેથી તેઓ છોકરાને ઈસુની પાસે લાવ્યા. જેવા તે દુષ્ટાત્માએ ઈસુને જોયા, કે તરત જ તેણે તે છોકરાને સખત ધ્રૂજાવી નાખ્યો, અને છોકરો જમીન પર પડી ગયો. તે આળોટવા લાગ્યો અને તેના મોઢેથી ફીણ આવવા લાગ્યું. BSB BSB: So they brought him, and seeing Jesus, the spirit immediately threw the boy into a convulsion. He fell to the ground and rolled around, foaming at the mouth.
22 UDB આત્મા માત્ર આટલું જ કરતો નથી, પણ તે ઘણીવાર તેને મારી નાંખવાને માટે અગ્નિમાં કે પાણીમાં ફેંકી દે છે. જો તમે કરી શકો તો, અમારા પર દયા કરો અને અમારી મદદ કરો!" BSB BSB: “It often throws him into the fire or into the water, trying to kill him. But if You can do anything, have compassion on us and help us.”
23 UDB ઈસુએ આશ્ચર્યથી તેને કહ્યું, "સાચે જ હું કરી શકું છું! જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તે લોકોને માટે તેઓ બધું જ કરી શકે છે!" BSB BSB: “If You can?” echoed Jesus. “All things are possible to him who believes!”
25 UDB ઈસુએ જોયું કે ટોળું વધતું જતું હતું. તેમણે દુષ્ટાત્માને ધમકાવ્યો: "હે દુષ્ટાત્મા, આ છોકરાને બહેરો અને મૂંગો બનાવનાર આત્મા! હું તને આજ્ઞા આપું છું કે તેનામાંથી નીકળી જા અને ફરી કદી તેનામાં પ્રવેશતો નહી!" BSB BSB: When Jesus saw that a crowd had come running, He rebuked the unclean spirit. “You deaf and mute spirit,” He said, “I command you to come out and never enter him again.”
26 UDB દુષ્ટાત્માએ બૂમ પાડી અને ક્રૂરતાથી છોકરાને ધ્રૂજાવી નાંખ્યો; પછી તેણે છોકરાને છોડી દીધો. છોકરો હાલતો ન હતો. તે મૃત શરીર જેવો લાગતો હતો. તેથી મોટાભાગના લોકોએ કહ્યું, "તે મરણ પામ્યો છે!" BSB BSB: After shrieking and convulsing him violently, the spirit came out. The boy became like a corpse, so that many said, “He is dead.”
27 UDB જો કે, ઈસુએ તેનો હાથ પકડીને તેને ઊભો થવા મદદ કરી. પછી તે છોકરો ઊભો થયો. BSB BSB: But Jesus took him by the hand and helped him to his feet, and he stood up.
28 UDB પછી, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો ઘરમાં એકલા હતા ત્યારે, તેમને પૂછ્યું, "શા માટે અમે દુષ્ટાત્માને કાઢી ન શક્યા?" BSB BSB: After Jesus had gone into the house, His disciples asked Him privately, “Why couldn’t we drive it out?”
29 UDB તેમણે તેઓને કહ્યું, "આ પ્રકારના દુષ્ટાત્માને તમે પ્રાર્થના વડે જ બહાર કાઢી શકો છો. બીજો કોઈ રસ્તો નથી." BSB BSB: Jesus answered, “This kind cannot come out, except by prayer.”
30 UDB ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી રવાના થયા પછી, ગાલીલમાં થઈને ગયા. તેઓ ક્યાં હતા તે બીજું કોઈ જાણે એવું ઈસુ ઇચ્છતા ન હતા. BSB BSB: Going on from there, they passed through Galilee. But Jesus did not want anyone to know,
31 UDB તેમને તેમના શિષ્યોને શીખવવા માટે સમય જોઈતો હતો. તેઓ તેમને કહેતા હતા, "કોઈક દિવસે મારા દુશ્મનો મારી, એટલે કે માણસના દીકરાની ધરપકડ કરશે, અને મને અન્ય માણસોના હાથમાં સોંપવામાં આવશે. તે માણસો મને મારી નાંખશે. પણ હું મરણ પામું તે પછી ત્રીજા દિવસે, ફરીથી સજીવન થઈશ!" BSB BSB: because He was teaching His disciples. He told them, “The Son of Man will be delivered into the hands of men. They will kill Him, and after three days He will rise.”
32 UDB ઈસુ તેઓને જે કહી રહ્યા હતા તે તેઓ સમજ્યા નહીં, અને તેમના કહેવાનો અર્થ શો હતો તેવું પૂછતાં તેઓ બીધા. BSB BSB: But they did not understand this statement, and they were afraid to ask Him about it.
33 UDB પછી ઈસુ અને તેમના શિષ્યો કફરનહૂમ પાછા આવ્યા. જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, "જ્યારે આપણે માર્ગે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તમે શેના વિષે વાત કરી રહ્યા હતા?" BSB BSB: Then they came to Capernaum. While Jesus was in the house, He asked them, “What were you discussing on the way?”
34 UDB પણ તેઓએ ઉત્તર આપ્યો નહીં. તેઓ એકબીજા સાથે એ વિષે દલીલ કરતા હતા કે તેઓમાંથી કોણ સૌથી મહત્વનો હતો. BSB BSB: But they were silent, for on the way they had been arguing about which of them was the greatest.
35 UDB ઈસુ બેઠા અને તેમણે બાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને તેઓને કહ્યું, "જો કોઈ ઇચ્છે કે ઈશ્વર બીજા બધા કરતા તેને સૌથી મહત્વની વ્યક્તિ ગણે તો તેણે બધામાં પોતાને સૌથી ઓછો મહત્વનો ગણવો જોઈએ, અને તેણે બીજા દરેકની સેવા કરવી જોઈએ." BSB BSB: Sitting down, Jesus called the Twelve and said, “If anyone wants to be first, he must be the last of all and the servant of all.”
36 UDB પછી તેમણે એક બાળકને લીધું અને તેઓની વચમાં મૂક્યું. તેમણે બાળકને તેમના હાથમાં લીધું અને પછી તેઓને કહ્યું, BSB BSB: Then He had a little child stand among them. Taking the child in His arms, He said to them,
37 UDB "જેઓ મને પ્રેમ કરવાના લીધે કોઈ બાળકનો આ પ્રમાણે આવકાર કરશે, તો ઈશ્વર એવું ગણે છે કે તેઓ મને આવકારે છે. એ પણ સાચું છે કે તેઓ જે ઈશ્વરે મને મોકલ્યો છે તેમનો પણ સ્વીકાર કરે છે." BSB BSB: “Whoever welcomes one of these little children in My name welcomes Me, and whoever welcomes Me welcomes not only Me, but the One who sent Me.”
38 UDB યોહાને ઈસુને કહ્યું, "ગુરુજી, અમે કોઈકને લોકોમાંથી દુષ્ટાત્માઓને બહાર કાઢતા જોયો. તે એવો દાવો કરે છે કે તેમ કરવાને માટે તેને તમારી પાસેથી અધિકાર મળેલો છે. તેથી અમે તેને તેમ કરવાનું બંધ કરવાનું કહ્યું કારણ કે તે શિષ્યોમાંનો એક ન હતો." BSB BSB: John said to Him, “Teacher, we saw someone else driving out demons in Your name, and we tried to stop him, because he does not accompany us.”
39 UDB ઈસુએ કહ્યું, "તેને તેમ કરવાનું બંધ કરવાનું ન કહો. કેમકે મારા અધિકારથી થયેલાં કોઈ ચમત્કારિક કાર્ય પછી તરત જ કોઈ મારા વિષે કંઈ ખરાબ બાબત કહેશે નહી. BSB BSB: “Do not stop him,” Jesus replied. “For no one who performs a miracle in My name can turn around and speak evil of Me.
40 UDB જેઓ આપણો વિરોધ કરતા નથી તેઓ આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવા માગીએ છે તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. BSB BSB: For whoever is not against us is for us.
41 UDB તમે મને, મસીહને અનુસરવાને લીધે જેઓ કોઈપણ રીતે તમારી મદદ કરતા હોય તેઓને, અથવા તો તમને પીવા માટે માત્ર પાણીનો પ્યાલો આપે તો પણ, ઈશ્વર તેઓને ચોક્ક્સ બદલો આપશે!" BSB BSB: Indeed, if anyone gives you even a cup of water because you bear the name of Christ, truly I tell you, he will never lose his reward.
42 UDB વળી ઈસુએ કહ્યું, "પણ જો મારામાં વિશ્વાસ કરનાર કોઈને તમે પાપ કરવા પ્રેરો, પછી ભલે તે વ્યક્તિ સામાજિક રીતે આ બાળકના જેવી બિનમહત્વની હોય તોપણ ઈશ્વર તમને સખત સજા કરશે. ઈશ્વર તમને તેમના પર વિશ્વાસ કરનારને પાપ કરવા પ્રેરવા બદલ શિક્ષા કરે તેના કરતાં જો કોઈ ભારે પત્થર તમારા ગળે બાંધે અને તમને સમુદ્રમાં ફેંકી દે, તો તે તમારા માટે વધારે સારું હશે. BSB BSB: But if anyone causes one of these little ones who believe in Me to stumble, it would be better for him to have a large millstone hung around his neck and to be thrown into the sea.
44 UDB 'જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી.' BSB BSB: Not in the BSB
45 UDB જો તમે તમારા એક પગનો ઉપયોગ પાપ કરવા માટે કરવા ચાહો તો, તેનો ઉપયોગ ના કરશો! તમારે પાપ કરતા બચી જવા તમારો પગ કાપી નાંખવો પડે તોપણ, તે કરો! જ્યારે તમે અહીં પૃથ્વી પર છો ત્યારે તમારી પાસે એક પગ ના હોય તોપણ, તમે અનંતકાળ સુધી જીવો તે સારું છે. પણ તમે પાપ કરો અને તેના પરિણામે ઈશ્વર તમારા આખા શરીરને નર્કમાં નાંખે તે સારું નથી, કે BSB BSB: If your foot causes you to sin, cut it off. It is better for you to enter life lame than to have two feet and be thrown into hell.
46 UDB 'જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી.' BSB BSB: Not in the BSB
47 UDB જો તમે જે જુઓ છો તેના લીધે તમે પાપ કરવા લલચાઓ છો તો, તે બાબતો તરફ જોવાનું બંધ કરો! તમારે પાપ કરતાં બચી જવા તમારી આંખને ખેંચી કાઢવી પડે તોપણ, તે કરો! ઈશ્વર તમને બે આંખો સાથે નર્કમાં નાંખે તેના કરતા તમારી પાસે એક આંખ હોય, અને ઈશ્વર તમારા પર રાજ કરવા સંમત થાય તે સારું છે. BSB BSB: And if your eye causes you to sin, pluck it out. It is better for you to enter the kingdom of God with one eye than to have two eyes and be thrown into hell,
48 UDB તે જગ્યામાં કીડા સદાકાળને માટે લોકોને ખાય છે અને અગ્નિ કદી બુઝાતો નથી. BSB BSB: where ‘their worm never dies, and the fire is never quenched.’
49 UDB "માટે જેમ લોકો તેમના ખોરાકમાં મીઠું નાંખે છે તેમ, ઈશ્વર દરેકના પર અગ્નિ નાંખશે. BSB BSB: For everyone will be salted with fire.
50 UDB મીઠું ખોરાકમાં નાંખવા માટે ઉપયોગી છે, પણ જો તે બેસ્વાદ થઈ જાય તો તમે તેને ફરીથી ખારું કરી શકતા નથી. જેમ મીઠું ખોરાકમાં સ્વાદ લાવે છે તેમ, એકબીજાનું ભલું કરો." BSB BSB: Salt is good, but if the salt loses its saltiness, with what will you season it? Have salt among yourselves, and be at peace with one another.”