1 UDB પછી ઈસુએ તેઓને ઉદાહરણ આપવાની શરૂઆત કરી. તેમણે કહ્યું, "કોઈએક માણસે દ્રાક્ષાવાડી રોપી. તેણે તેને ફરતી વાડ બનાવી. દ્રાક્ષનો રસ એકઠો કરવા માટે તેણે પત્થરનો કુંડ બનાવ્યો. તેણે દ્રાક્ષાવાડીનું રક્ષણ કરવા માટે કોઈ બેસી શકે તે માટે બુરજ બાંધ્યો. તેણે દ્રાક્ષાવાડીની ખેતી કરવા કેટલાક ખેડૂતોને તે ભાડે આપી, અને પછી તે બીજા દેશમાં ચાલ્યો ગયો. BSB BSB: Then Jesus began to speak to them in parables: “A man planted a vineyard. He put a wall around it, dug a wine vat, and built a watchtower. Then he rented it out to some tenants and went away on a journey.
2 UDB જ્યારે દ્રાક્ષની ફસલ લણવાનો સમય આવ્યો ત્યારે, તેણે જે માણસો દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેમની પાસે એક નોકરને મોકલ્યો કે જેથી દ્રાક્ષાવાડીમાં જે દ્રાક્ષ પેદા થઈ હોય તેનો ભાગ તેઓની પાસેથી લઈ આવે. BSB BSB: At harvest time, he sent a servant to the tenants to collect his share of the fruit of the vineyard.
3 UDB પણ જ્યારે તે નોકર આવ્યો ત્યારે, તેઓએ તેને પકડ્યો અને તેને માર્યો, અને તેઓએ તેને ફળમાંથી કશું આપ્યું નહીં. પછી તેઓએ તેને કાઢી મૂક્યો. BSB BSB: But they seized the servant, beat him, and sent him away empty-handed.
4 UDB પછી તે માલિકે બીજા એક નોકરને તેઓની પાસે મોકલ્યો. પણ તેઓએ તેના માથામાં માર્યું અને તેનું અપમાન કર્યું. BSB BSB: Then he sent them another servant, and they struck him over the head and treated him shamefully.
5 UDB પછી માલિકે બીજા એક નોકરને મોકલ્યો. તેને પણ તે ખેડૂતના માણસોએ મારી નાખ્યો. બીજા જે નોકરોને તેણે મોકલ્યા તેઓની સાથે પણ તેમણે ખરાબ વ્યવહાર કર્યો. કેટલાંકને તેઓએ માર્યા અને કેટલાંકને તેઓએ મારી નાખ્યા. BSB BSB: He sent still another, and this one they killed. He sent many others; some they beat and others they killed.
6 UDB તે માલિકની પાસે હજુ બીજી એક વ્યક્તિ હતી, એટલે કે તેનો દીકરો, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. તેથી તેણે તેના દીકરાને તેઓની પાસે મોકલ્યો કેમ કે તેણે વિચાર્યું કે તેઓ તેને માન આપશે. BSB BSB: Finally, having one beloved son, he sent him to them. ‘They will respect my son,’ he said.
7 UDB પણ જ્યારે ખેડૂતોએ જોયું કે તેનો દીકરો આવી રહ્યો છે ત્યારે, તેઓએ એકબીજાને કહ્યું, 'જુઓ! માલિકનો દીકરો આવે છે, તે એક દિવસે દ્રાક્ષાવાડીનો વારસ થશે! તેથી ચાલો આપણે તેને મારી નાખીએ કે જેથી આ દ્રાક્ષાવાડી આપણી થઈ જાય!' BSB BSB: But the tenants said to one another, ‘This is the heir. Come, let us kill him, and the inheritance will be ours.’
8 UDB તેઓએ માલિકના દીકરાને પકડ્યો અને તેને મારી નાખ્યો. પછી તેઓએ તેનું શબ દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધું. BSB BSB: So they seized the son, killed him, and threw him out of the vineyard.
9 UDB તો શું તમે જાણો છો કે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવીને જેઓ દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તે દુષ્ટ માણસોને મારી નાખશે. પછી તેની સંભાળ લેવા માટે, બીજા માણસોને તે સોંપશે. BSB BSB: What then will the owner of the vineyard do? He will come and kill those tenants and give the vineyard to others.
10 UDB હવે, આ શબ્દો જે શાસ્ત્રવચનોમાં તમે વાંચ્યા છે તે પ્રત્યે કાળજીપૂર્વક ધ્યાન આપો: "જે માણસો ઇમારત બાંધતા હતા તેઓએ એક ખાસ પથ્થરને વાપરવાનો ઇનકાર કર્યો. પણ પ્રભુએ એ જ પથ્થરને તેની યોગ્ય જગ્યાએ મૂક્યો છે, અને તે ઇમારતનો અતિ મહત્વનો પથ્થર બન્યો છે! BSB BSB: Have you never read this Scripture: ‘The stone the builders rejected has become the cornerstone.
11 UDB ઈશ્વરે આ કર્યું છે, અને આપણે તેને જોઇને આશ્ચર્ય પામીએ છીએ." BSB BSB: This is from the Lord, and it is marvelous in our eyes’?”
12 UDB ત્યારે યહૂદી આગેવાનોને લાગ્યું કે, દુષ્ટ લોકોએ જે કર્યું તેના સંબંધી જ્યારે ઈસુએ આ વાર્તા કહી ત્યારે ઈસુ તેઓને જ દોષિત ઠરાવતા હતા. તેથી તેઓ તેમને પકડવા માગતા હતા. પણ જો તેઓ તેમ કરે તો લોકોનો સમૂહ શું કરશે તે વિચારે તેઓ ગભરાતા હતા. તેથી તેઓ તેમને છોડીને જતા રહ્યા. BSB BSB: At this, the leaders sought to arrest Jesus, for they knew that He had spoken this parable against them. But fearing the crowd, they left Him and went away.
13 UDB યહૂદી આગેવાનોએ કેટલાક ફરોશીઓ અને હેરોદ આન્તીપાસને સમર્થન આપનાર જૂથના કેટલાક સભ્યોને ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને ફસાવવા માંગતા હતા; તેઓ કંઇક ખોટું કહે એવું ઇચ્છતા હતા કે જેથી તેઓ લોકોને બતાવી શકે કે તેમણે ખોટી બાબતો શીખવી છે અને એમ તેઓ ઈસુની વિરુદ્ધ દોષ લગાવી શકે. BSB BSB: Later, they sent some of the Pharisees and Herodians to catch Jesus in His words.
14 UDB તેઓએ આવીને તેમને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે તમે જે કહો છો તે કોઈ મહત્વની વ્યક્તિને ન ગમે તોપણ લોકો તમારા વિષે શું કહે છે તે વિષે તમને પરવા નથી. તેના બદલે, ઈશ્વર અમારી પાસે જે કરાવવા માંગે છે તે તમે સત્યતાથી શીખવો છો. તેથી અમને કહો કે તમે આ સંબંધી શું વિચારો છો: અમે રોમન સરકારને કર આપીએ તે યોગ્ય છે કે નથી? શું અમારે કર આપવો જોઈએ કે ન આપવો જોઈએ?" BSB BSB: “Teacher,” they said, “we know that You are honest and seek favor from no one. Indeed, You are impartial and teach the way of God in accordance with the truth. Is it lawful to pay taxes to Caesar or not? Should we pay them or not?”
15 UDB ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર ઈશ્વર તેમની પાસે શું કરાવવા માંગે છે તે જાણવા માગતા ન હતા. તેથી તેમણે તેઓને કહ્યું, "હું જાણું છું કે તમે માત્ર એવો પ્રયત્ન કરો છો કે જેથી હું કંઈક ખોટું બોલું કે જેના માટે તમે મને દોષિત ઠરાવી શકો. તો પણ હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. મારી પાસે એક સિક્કો લાવો જેથી હું તેને જોઈ શકું." BSB BSB: But Jesus saw through their hypocrisy and said, “Why are you testing Me? Bring Me a denarius to inspect.”
16 UDB તેઓ તેમની પાસે સિક્કો લાવ્યા તે પછી, તેમણે તેઓને પૂછ્યું, "આ સિક્કા પર કોની છબી છે? અને તેના પર કોનું નામ છે?" તેઓએ ઉત્તર આપ્યો, "તે કાઈસારની છબી અને નામ છે." BSB BSB: So they brought it, and He asked them, “Whose image is this? And whose inscription?” “Caesar’s,” they answered.
17 UDB ઈસુએ તેઓને કહ્યું, "તે સાચું છે, તેથી જે કાઈસારનું છે તે તેને આપો, અને જે ઈશ્વરનું છે તે તેમને આપો." તેમણે જે કહ્યું તેનાથી તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા. BSB BSB: Then Jesus told them, “Give to Caesar what is Caesar’s, and to God what is God’s.” And they marveled at Him.
18 UDB જે માણસો સદૂકી જૂથના હતા તેઓ બીજા યહૂદીઓ જે માનતા હતા તેનો ઇનકાર કરતા હતા, કે લોકો મરણ પામ્યા પછી ફરીથી સજીવન થશે. કેટલાક સદૂકીઓ ઈસુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, BSB BSB: Then the Sadducees, who say there is no resurrection, came to Jesus and questioned Him:
19 UDB "ગુરુજી, મૂસાએ અમ યહૂદીઓને માટે લખ્યું હતું કે જો માણસને સંતાન ન હોય અને તે મરણ પામે, તો મરનારની વિધવા સાથે તેના ભાઈએ લગ્ન કરવું જોઈએ. અને તેઓ બંને બાળકો પેદા કરે તો બધા એમ ગણશે કે તે બાળકો મરનાર માણસના છે, અને એ રીતે મરનાર માણસનો વંશ ચાલુ રહેશે. BSB BSB: “Teacher, Moses wrote for us that if a man’s brother dies and leaves a wife but no children, the man is to marry his brother’s widow and raise up offspring for him.
20 UDB તો અહીં એક ઉદાહરણ છે. એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં, પણ તે અને તેની પત્ની નિઃસંતાન રહ્યા. પછી તે મરણ પામ્યો. BSB BSB: Now there were seven brothers. The first one married and died, leaving no children.
21 UDB બીજા ભાઈએ પણ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું, પણ, તે પણ નિઃસંતાન રહ્યો. પછી તે મરણ પામ્યો. ત્રીજા ભાઈએ પણ તેના બીજા ભાઈઓની જેમ લગ્ન કર્યું. પરંતુ તે પણ નિઃસંતાન રહ્યો, અને પછી તે મરણ પામ્યો. BSB BSB: Then the second one married the widow, but he also died and left no children. And the third did likewise.
22 UDB છેવટે સાતેય ભાઈઓએ એક પછી એક તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ કોઈને પણ બાળકો થયા નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યા. તે પછી સ્ત્રી પણ મરણ પામી. BSB BSB: In this way, none of the seven left any children. And last of all, the woman died.
23 UDB હવે જ્યારે લોકો મરણ પામ્યા પછી ફરીથી સજીવન થશે ત્યારે, તે સ્ત્રી કોની પત્ની થશે? એ ધ્યાન રાખજો કે તેણે સાતેય ભાઈઓની સાથે લગ્ન કર્યાં હતાં!" BSB BSB: In the resurrection, then, whose wife will she be? For all seven were married to her.”
24 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "તમે ચોક્ક્સપણે ખોટા છો. શાસ્ત્ર આ વિષે શું શીખવે છે તે તમે જાણતા નથી. લોકોને ફરીથી સજીવન કરનાર ઈશ્વરના સામર્થ્યને પણ તમે સમજતા નથી. BSB BSB: Jesus said to them, “Aren’t you mistaken, because you do not know the Scriptures or the power of God?
25 UDB તે સ્ત્રી તેઓમાંના કોઈ પણ ભાઈની પત્ની થશે નહીં, કારણ કે જ્યારે લોકો ફરીથી સજીવન થશે ત્યારે, પુરુષોની પત્નીઓ હોવાને બદલે અને સ્ત્રીઓના પતિઓ હોવાને બદલે, સ્વર્ગમાં તેઓ દૂતો જેવા હશે. દૂતો લગ્ન કરતા નથી. BSB BSB: When the dead rise, they will neither marry nor be given in marriage. Instead, they will be like the angels in heaven.
26 UDB પણ લોકોના મરણ પછી સજીવન થવા વિષે મને કહેવા દો. જે પુસ્તકમાં મૂસાએ લખ્યું તેમાં, જે લોકો મરણ પામ્યા છે તેઓના વિષે લખ્યું; મને ખાતરી છે કે તમે તે વાંચ્યું હશે. જ્યારે મૂસા તે બળતા ઝાડ તરફ જોઈ રહ્યો હતો ત્યારે, ઈશ્વરે તેને કહ્યું, 'હું ઈશ્વર છું કે જેનું ભજન ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબ કરે છે. BSB BSB: But concerning the dead rising, have you not read about the burning bush in the Book of Moses, how God told him, ‘I am the God of Abraham, the God of Isaac, and the God of Jacob’? 27 UDB હવે મરેલા લોકો ઈશ્વરનું ભજન કરતા નથી. જેઓ જીવતા છે તેઓ ઈશ્વરનું ભજન કરે છે. તેથી જ્યારે તમે કહો છો કે મરેલા લોકો ફરીથી સજીવન ન થઈ શકે, તો તમે તદ્દ્ન ખોટા છો." BSB BSB: He is not the God of the dead, but of the living. You are badly mistaken!”
30 UDB ઈસુએ જવાબ આપ્યો, "સૌથી મહત્વની આજ્ઞા આ છે: 'ઓ ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર તેઓ એકલા જ પ્રભુ છે. જે બધું જ તમે ઇચ્છો છો અને અનુભવો છો, જે વિચારો છો, અને જે કરો છો તે બધામાં તમારે પ્રભુ તમારા ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ! BSB BSB: Love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength.’
31 UDB બીજી અગત્યની આજ્ઞા એ છે: 'તમારે તમારી આસપાસના લોકોને તમારી જાતના જેટલો પ્રેમ કરવો જોઈએ.' આ બે આજ્ઞાઓ જેવી મહત્વની બીજી કોઈ આજ્ઞા નથી!" BSB BSB: The second is this: ‘Love your neighbor as yourself.’ No other commandment is greater than these.”
32 UDB તે માણસે ઈસુને કહ્યું, "ગુરુજી, તમે સારો જવાબ આપ્યો. તમે સાચું કહ્યું કે ઈશ્વર એ એકલા જ ઈશ્વર છે અને બીજો કોઈ ઈશ્વર નથી. BSB BSB: “Right, Teacher,” the scribe replied. “You have stated correctly that God is One and there is no other but Him,
33 UDB તમે એ પણ સાચું કહ્યું કે આપણે જે બધું ઇચ્છીએ છીએ અને અનુભવીએ છીએ, જે બધું વિચારીએ છીએ, અને જે કરીએ છીએ તેમાં ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. અને તમે એ સાચું કહ્યું કે જેઓ આપણા સંપર્કમાં આવે છે તેઓને આપણે પોતાના જેટલો પ્રેમ કરવો જોઈએ. અને તમે એ પણ સાચું કહ્યું કે તેમને પશુઓના બલિદાન ચઢાવવા કે બીજા દહન્યાર્પણો કરતાં આ બધી બાબતો ઈશ્વરને વધારે પ્રસન્ન કરે છે." BSB BSB: and to love Him with all your heart and with all your understanding and with all your strength, and to love your neighbor as yourself. This is more important than all burnt offerings and sacrifices.”
34 UDB ઈસુએ જોયું કે તે માણસે ડહાપણથી ઉત્તર આપ્યો છે. તેથી તેમણે તેને કહ્યું, "ઈશ્વર તારા પર રાજ કરવા સંમત થાય તે ઘડીથી તું દૂર નથી." તે પછી, યહૂદી આગેવાનો તેમને સપડાવવા બીજા કોઇ પણ પ્રશ્નો પૂછતાં બીધા. BSB BSB: When Jesus saw that the man had answered wisely, He said, “You are not far from the kingdom of God.” And no one dared to question Him any further.
35 UDB પછી, જ્યારે ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં શીખવી રહ્યા હતા ત્યારે, તેમણે લોકોને કહ્યું, "જેઓ નિયમો શીખવે છે તેઓ જ્યારે એવું કહે કે ખ્રિસ્ત કેવળ દાઉદ રાજાના માનવીય વંશજ છે, અને તેઓ સાચા છે, તો તે કેવી રીતે હોઇ શકે? BSB BSB: While Jesus was teaching in the temple courts, He asked, “How can the scribes say that the Christ is the Son of David?
36 UDB પવિત્ર આત્માએ દાઉદને પોતે ખ્રિસ્ત વિષે કહેવા જણાવ્યું, 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "અહીં મારે જમણે હાથે, જ્યાં હું તમને બીજા બધા કરતા ઘણું માન આપીશ ત્યાં બેસો! હું તમારા બધા દુશ્મનોને હરાવું ત્યાં સુધી અહીં બેસો!"' BSB BSB: Speaking by the Holy Spirit, David himself declared: ‘The Lord said to my Lord, “Sit at My right hand until I put Your enemies under Your feet.”’
37 UDB તેથી, કેમકે દાઉદ પોતે ખ્રિસ્તને 'મારા પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત માત્ર દાઉદ રાજાના વંશજ હોઈ શકે નહિ! તેઓ દાઉદ કરતા ઘણા વધારે મહાન હોવા જોઈએ!" જ્યારે તેઓ તે વાતો શીખવતા હતા ત્યારે ઘણા લોકો આનંદથી તેમનું સાંભળતા હતા. BSB BSB: David himself calls Him ‘Lord.’ So how can He be David’s son?” And the large crowd listened to Him with delight.
38 UDB ઈસુ જ્યારે લોકોને શીખવતા હતા ત્યારે, તેમણે લોકોને કહ્યું, "સાવધ રહો, જેઓ આપણને નિયમશાસ્ત્ર શીખવે છે તેઓની જેમ તમે ન વર્તો. લોકો તેમને માન આપે તે તેમને ગમે છે, તેથી તેઓ લાંબા ઝભ્ભા પહેરીને ફરે છે કે જેથી તેઓ કેવા મહત્વના છે તે લોકોને બતાવી શકે. લોકો જાહેર જગ્યાઓમાં તેમને માનભેર સલામ કરે તે પણ તેમને ગમે છે. BSB BSB: In His teaching Jesus also said, “Watch out for the scribes. They like to walk around in long robes, to receive greetings in the marketplaces,
39 UDB સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પર બેસવાનું પણ તેમને ગમે છે. તહેવારોના સમયે, જ્યાં સૌથી માનવંત માણસો બેસે છે તેવી બેઠકોમાં બેસવાનું તેમને ગમે છે. BSB BSB: and to have the chief seats in the synagogues and the places of honor at banquets.
40 UDB તેઓ વિધવાઓને છેતરે છે અને તેમનાં ઘરો તથા મિલકત પચાવી પાડે છે. પછી જાહેરમાં લાંબી પ્રાર્થનાઓ કરીને પોતે સારા હોવાનો ઢોંગ કરે છે. ઈશ્વર જરુરથી તેમને ભારે શિક્ષા કરશે!" BSB BSB: They defraud widows of their houses, and for a show make lengthy prayers. These men will receive greater condemnation.”
41 UDB પછીથી, ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં જ્યાં લોકો અર્પણ નાખે છે તે પેટીઓની સામે બેઠા. તેઓ ત્યાં બેસીને લોકો પેટીઓમાં નાણાં નાખતા હતા તે જોતા હતા. ઘણા શ્રીમંત લોકો વધારે પ્રમાણમાં નાણાં નાખતા હતા. BSB BSB: As Jesus was sitting opposite the treasury, He watched the crowd putting money into it. And many rich people put in large amounts.
42 UDB પછી એક ગરીબ વિધવા આવી અને તાંબાના બે નાના સિક્કા નાખ્યા જેનું મૂલ્ય ઘણું ઓછું હતું. BSB BSB: Then one poor widow came and put in two small copper coins, which amounted to a small fraction of a denarius.
43 UDB ઈસુએ તેમના શિષ્યોને તેમની પાસે એકઠા કરીને કહ્યું, સત્ય એ છે કે પેલા બીજા લોકો પાસે પુષ્કળ નાણાંં છે, પણ તેઓએ તેમાંથી માત્ર થોડું જ આપ્યું છે. પણ આ સ્ત્રી, જે ઘણી ગરીબ છે, તેણે આજની તેની જરૂરિયાતોને માટે જે નાણાંં તેની પાસે હતાં તે બધાં નાણાંં તેણે નાખ્યા છે. તેથી આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વધારે નાણાંં નાખ્યા છે!" BSB BSB: Jesus called His disciples to Him and said, “Truly I tell you, this poor widow has put more than all the others into the treasury.