2 UDB ઈસુએ તેને કહ્યું, "હા, આ ઇમારતો જેના તરફ તું જુએ છે તે સુંદર છે, પણ હું તને તેઓના વિષે બીજું કંઈક કહેવા માગું છું. તેઓનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે. અહીં ભક્તિસ્થાનના વિસ્તારમાં કોઈ પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહિ." BSB BSB: “Do you see all these great buildings?” Jesus replied. “Not one stone here will be left on another; every one will be thrown down.”
3 UDB ભક્તિસ્થાન તરફની ખીણ પસાર કરીને તેઓ જૈતુન પહાડ પર આવ્યા તે પછી, ઈસુ નીચે બેઠા. જ્યારે પિતર, યાકૂબ, યોહાન, અને આન્દ્રિયા તેમની સાથે એકલા હતા ત્યારે, તેઓએ તેમને પૂછ્યું, BSB BSB: While Jesus was sitting on the Mount of Olives opposite the temple, Peter, James, John, and Andrew asked Him privately,
4 UDB "અમને જણાવો કે આ બધી બાબતો ક્યારે બનશે? આ બધી બાબતો બનવા જઇ રહી છે તે દર્શાવવા માટે શું બનશે?" BSB BSB: “Tell us, when will these things happen? And what will be the sign that they are about to be fulfilled?”
5 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "જે બનવાનું છે તેના વિષે કોઈ તમને ભરમાવે નહીં તે વિષે સાવધ રહો! BSB BSB: Jesus began by telling them, “See to it that no one deceives you.
6 UDB ઘણા લોકો આવશે અને કહેશે કે મેં ઈસુએ તેઓને મોકલ્યા છે. તેઓ કહેશે, 'હું મસીહ છું!' તેઓ ઘણા લોકોને ભરમાવશે. BSB BSB: Many will come in My name, claiming, ‘I am He,’ and will deceive many.
7 UDB જ્યારે તમે સૈનિકો યુદ્ધમાં લડતા હોય તેવો અવાજ સાંભળો, અથવા જ્યારે તમે યુધ્ધો થવાનાં છે તેવા સમાચાર સાંભળો, ત્યારે તમે મૂંઝાશો નહીં. આ બાબતો ખરેખર બનશે. પણ જ્યારે તેઓ બને ત્યારે, એવું વિચારશો નહીં કે ઈશ્વરે જે બધું યોજ્યું છે તે તેઓ તે સમયે પૂરું કરશે! BSB BSB: When you hear of wars and rumors of wars, do not be alarmed. These things must happen, but the end is still to come.
8 UDB જે જૂથો વિવિધ દેશોમાં રહે છે તેઓ એકબીજા સાથે યુદ્ધ કરશે અને અલગ અલગ રાજાઓ અને આગેવાનો એકબીજા સાથે યુદ્ધ કરશે. કેટલીક જગ્યાઓએ ભૂકંપ પણ થશે અને દુકાળ પડશે. છતાં, જ્યારે આ બાબતો બનશે ત્યારે, તે લોકોની મુશ્કેલીઓની શરૂઆત જ હશે. આ પ્રથમ બાબતો જે તેઓ સહન કરશે તે કોઈ સ્ત્રીને બાળક જણવાને સમયે થતા શરુઆતના દુઃખ જેવી હશે. તે પછી તેઓને આનાથી પણ વધારે સહન કરવું પડશે. BSB BSB: Nation will rise against nation, and kingdom against kingdom. There will be earthquakes in various places, as well as famines. These are the beginning of birth pains.
9 UDB તે સમયે લોકો તમને શું કરશે તે સંબંધી તૈયાર રહો. તેઓ તમારી ધરપકડ કરશે અને આગેવાનોના જૂથોની આગળ તપાસ માટે ઊભા કરશે. વિવિધ સભાસ્થાનોમાં લોકો તમને મારશે. તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓની હાજરીમાં તમારી તપાસ કરશે. તેના પરિણામે, તમે તેઓને મારા સંબંધી કહી શકશો. BSB BSB: So be on your guard. You will be delivered over to the councils and beaten in the synagogues. On My account you will stand before governors and kings as witnesses to them.
10 UDB ઈશ્વરે જે યોજના કરી છે તે બધું તેઓ પૂરું કરે તે પહેલાં મારા અનુયાયીઓએ બધા દેશોના લોકોને શુભ સમાચાર પ્રગટ કરવા જોઈએ. BSB BSB: And the gospel must first be proclaimed to all the nations.
11 UDB જ્યારે લોકો તમારી ધરપકડ કરે ત્યારે, તમે શું કહી શકશો તે વિષે ચિંતા ન કરશો. તેને બદલે, તે સમયે ઈશ્વર તમારા મનમાં જે મૂકે તે કહેજો. પછી જે બોલનાર હશે તે માત્ર તમે જ નહિ હો. પવિત્ર આત્મા તમારા દ્વારા બોલી રહ્યા હશે. BSB BSB: But when they arrest you and hand you over, do not worry beforehand what to say. Instead, speak whatever you are given at that time, for it will not be you speaking, but the Holy Spirit.
12 UDB કેટલાક ભાઈઓ અને બહેનો બીજા ભાઈઓ અને બહેનો સાથે વિશ્વાસઘાત કરશે. કેટલાક પિતાઓ તેમનાં બાળકો સાથે વિશ્વાસઘાત કરશે. કેટલાંક બાળકો તેમના માતાપિતા સાથે વિશ્વાસઘાત કરશે જેથી સરકારી અધિકારીઓ તેઓના માતાપિતાને મારી નાખશે. BSB BSB: Brother will betray brother to death, and a father his child. Children will rise against their parents and have them put to death.
13 UDB તમે મારા પર વિશ્વાસ કર્યો છે તેના કારણે ઘણા બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ તમે બધા જેઓ મરણ પામતાં સુધી મારા પરના વિશ્વાસમાં લાગુ રહેશો તેઓ બચી જશો. BSB BSB: You will be hated by everyone because of My name, but the one who perseveres to the end will be saved.
14 UDB તે સમય દરમ્યાન તમે ધિક્કારપાત્ર બાબતને ભક્તિસ્થાનમાં પ્રવેશતી જોશો. તે ભક્તિસ્થાનને ભ્રષ્ટ કરશે અને લોકોને ભક્તિસ્થાન ત્યાગવા દોરશે. જ્યારે તમે તેને ત્યાં જુઓ કે જ્યાં તે ન હોવી જોઈએ ત્યારે, તમારે ઝડપથી ભાગી જવું જોઈએ! (જેઓ બધા આ ચેતવણી વાંચી રહ્યા છે તેઓએ નિશ્ચે તેના તરફ ધ્યાન આપવું જોઈએ!) તે સમયે જે લોકો યહૂદિયા જીલ્લામાં હોય તેઓએ ઊંચી ટેકરીઓ પર નાસી જવું જોઈએ. BSB BSB: So when you see the abomination of desolation standing where it should not be (let the reader understand), then let those who are in Judea flee to the mountains.
15 UDB જે લોકો તેમનાં ઘરોની બહાર હોય તેઓએ કંઈ પણ લેવા માટે તેમનાં ઘરોમાં જવું જોઈએ નહીં. BSB BSB: Let no one on the housetop go back inside to retrieve anything from his house.
16 UDB જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હોય તેઓએ વધારાના વસ્ત્રો લેવા તેમનાં ઘરોમાં પાછા જવું જોઈએ નહીં. BSB BSB: And let no one in the field return for his cloak.
17 UDB તે દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અને જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હશે તેઓના માટે હું ખૂબ દુઃખ અનુભવું છું, કારણ કે તેઓને માટે નાસી જવું તે ખૂબ મુશ્કેલીભર્યું હશે! BSB BSB: How miserable those days will be for pregnant and nursing mothers!
18 UDB તે દિવસોમાં લોકો ઘણું સહન કરશે. ઈશ્વરે દુનિયાને ઉત્પન્ન કરી ત્યારથી લઈને અત્યાર સુધી લોકોએ કદી આટલું સહન કર્યું નથી; અને લોકો ફરી કદી આ રીતે સહન કરશે નહીં. તેથી પ્રાર્થના કરો કે આ દુઃખથી ભરેલો સમય શિયાળામાં ન આવે, કેમ કે તે વખતે મુસાફરી કરવાનું મુશ્કેલ હશે. BSB BSB: Pray that this will not occur in the winter.
20 UDB જો પ્રભુ ઈશ્વરે તે દિવસો કે જ્યારે લોકોને ખૂબ સહન કરવું પડશે તે ઓછા કરવાનું નક્કી કર્યું ન હોત તો, બધા જ મરણ પામત. પણ તેમણે તે સમયને ટૂંકો કરવાનું નક્કી કર્યું કારણ કે જે લોકોને તેમણે પસંદ કર્યા છે તેઓના વિષે ઈશ્વર કાળજી રાખે છે. BSB BSB: If the Lord had not cut short those days, nobody would be saved. But for the sake of the elect, whom He has chosen, He has cut them short.
21 UDB તે સમયે લોકો જુઠ્ઠાણું ફેલાવશે કે તેઓ પોતે ખ્રિસ્ત છે. અને કેટલાક લોકો પોતે ઈશ્વર પાસેથી આવેલા પ્રબોધકો છે એવો પણ દાવો કરશે. પછી તેઓ ઘણા પ્રકારના ચમત્કારો કરશે. જેમને ઈશ્વરે પસંદ કર્યા છે તેમને પણ તેઓ ભરમાવવાનો પ્રયત્ન કરશે. તેથી તે સમયે જો કોઈ તમને કહે કે, 'જુઓ, ખ્રિસ્ત અહીં છે!' કે જો કોઈ કહે કે, 'જુઓ, ખ્રિસ્ત ત્યાં છે!' તો તે માનશો નહીં! BSB BSB: At that time if anyone says to you, ‘Look, here is the Christ!’ or ‘There He is!’ do not believe it.
23 UDB સાવધ રહો! યાદ રાખો કે આ બાબતો બનશે તે વિષે મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે. BSB BSB: So be on your guard; I have told you everything in advance.
24 UDB જ્યારે લોકો આવી રીતે સહન કરશે તે સમય પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પ્રકાશ નહીં આપે; BSB BSB: But in those days, after that tribulation: ‘The sun will be darkened, and the moon will not give its light;
25 UDB તારાઓ આકાશમાંથી ખરી જશે, અને આકાશમાંની બધી પરાક્રમી બાબતોને તેમના સ્થાનેથી હલાવવામાં આવશે. BSB BSB: the stars will fall from the sky, and the powers of the heavens will be shaken.’
26 UDB પછી લોકો મને, માણસના દીકરાને, પરાક્રમ અને મહિમાસહિત વાદળોમાં આવતાં જોશે. BSB BSB: At that time they will see the Son of Man coming in the clouds with great power and glory.
27 UDB પછી હું મારા દૂતોને મોકલીશ જેથી તેઓ તે બધા જ લોકોને એકઠા કરે જેઓને ઈશ્વરે પૃથ્વીના છેડા સુધીનાં બધાં સ્થળેથી પસંદ કર્યા છે. BSB BSB: And He will send out the angels to gather His elect from the four winds, from the ends of the earth to the ends of heaven.
28 UDB હવે હું ઇચ્છું છું કે અંજીરીનાં વૃક્ષો કેવી રીતે વૃદ્ધિ પામે છે તે પરથી તમે કંઈક શીખો. જ્યારે તેની કુમળી ડાળીઓ વધે છે અને તેમને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે, તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. BSB BSB: Now learn this lesson from the fig tree: As soon as its branches become tender and sprout leaves, you know that summer is near.
29 UDB તેવી જ રીતે, મેં તમને જે બધું બનવાનું છે તેનું વર્ણન કર્યું તે બધું થતાં જ્યારે તમે જુઓ ત્યારે તમે પોતે જાણશો કે મારા પાછા આવવાનો સમય ઘણો પાસે છે. તે એના જેવું હશે કે જાણે કે હું બારણા આગળ જ છું. BSB BSB: So also, when you see these things happening, know that He is near, right at the door.
30 UDB આ બાબતનું ધ્યાન રાખો: આ બાબતો બનશે નહીં ત્યાં સુધી આ પેઢી મરશે નહીં. BSB BSB: Truly I tell you, this generation will not pass away until all these things have happened.
31 UDB તમે એ ખાતરી રાખી શકશો કે આ બાબતો જેની મેં ભવિષ્યવાણી કરી છે તેઓ બનશે. પૃથ્વી અને આકાશમાં જે બધું છે તેઓ એક દિવસ નાશ પામશે, પણ આ બાબતો જે મેં તમને કહી છે તે ખચીત બનશે જ. BSB BSB: Heaven and earth will pass away, but My words will never pass away.
33 UDB તેથી તૈયાર રહો! નિત્ય સાવધ રહો, કારણ કે તમે જાણતા નથી કે ક્યારે તે સમય આવશે કે જ્યારે આ બધી ઘટનાઓ બનશે! BSB BSB: Be on your guard and stay alert! For you do not know when the appointed time will come.
34 UDB જ્યારે કોઈ માણસ મુસાફરીને માટે તેનું ઘર છોડીને દૂર જવાનો હોય ત્યારે, તે તેના નોકરોને તેના ઘરનો કારભાર ચલાવવા જણાવે છે. દરેકે શું કરવું તે તેઓને જણાવે છે. પછી તે દરવાનને તેના પાછા ફરવા વિષે તૈયાર રહેવા જણાવે છે. BSB BSB: It is like a man going on a journey who left his house, put each servant in charge of his own task, and instructed the doorkeeper to keep watch.
35 UDB તે માણસે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે તે જાણતો નથી કે તેનો માલિક સાંજે, મધ્યરાત્રિએ, મરઘો બોલતી વખતે કે સૂર્યોદય સમયે ક્યારે પાછો આવશે. તેવી જ રીતે, તમારે પણ તૈયાર રહેવું જોઈએ, કારણ કે હું ક્યારે પાછો આવીશ તે તમે જાણતા નથી. BSB BSB: Therefore keep watch, because you do not know when the master of the house will return—whether in the evening, at midnight, when the rooster crows, or in the morning.
36 UDB એવું ન થાય કે જ્યારે હું અચાનક આવું ત્યારે, હું તમને તૈયાર થએલા ન જોઉં! BSB BSB: Otherwise, he may arrive without notice and find you sleeping.
37 UDB હું આ જે શબ્દો તમને શિષ્યોને કહું છું તે બધાને જણાવું છું: હંમેશાં તૈયાર રહો!" BSB BSB: And what I say to you, I say to everyone: Keep watch!”