1 UDB કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, "અમને બતાવો કે ઈશ્વરે ખરેખર તમને અમારી પાસે મોકલ્યા છે! આકાશમાં ચમત્કાર કરો અને ઈશ્વરના સામર્થ્યનો ઉપયોગ કરીને અમને ખાતરી કરાવો!" BSB BSB: Then the Pharisees and Sadducees came and tested Jesus by asking Him to show them a sign from heaven.
2 UDB તેમણે તેઓને પૂછ્યું, "આપણા દેશમાં, સાંજે જો આકાશ લાલ હોય, તો આપણે કહીએ છીએ, 'કાલે સારું વાતાવરણ હશે.' BSB BSB: But He replied, “When evening comes, you say, ‘The weather will be fair, for the sky is red,’
3 UDB પરંતુ જો સવારે આકાશ લાલ હોય તો આપણે કહીએ છીએ, 'આજે વાતાવરણ તોફાની હશે.' આકાશ તરફ જોઇને, વાતાવરણ કેવું હશે તે તમે કહી શકો છો, પરંતુ તમારી આસપાસ જે બાબતો બની રહી છે તે જોઇને, તમે સમજતા નથી કે ઈશ્વર શું કરી રહ્યા છે. BSB BSB: and in the morning, ‘Today it will be stormy, for the sky is red and overcast.’ You know how to interpret the appearance of the sky, but not the signs of the times.
4 UDB તમે દુષ્ટ લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે વિશ્વાસુપણે ઈશ્વરની ભક્તિ કરતા નથી. તેથી જે ચમત્કાર યૂના પ્રબોધક માટે થયો, જેણે ત્રણ દિવસ મોટી માછલીના પેટમાં પસાર કર્યા પરંતુ ફરી પાછો બહાર આવ્યો તે સિવાય હું તમારા માટે કોઈ ચમત્કાર કરવાનો નથી." પછી ઈસુ તેઓને છોડીને પોતાના શિષ્યો સાથે દૂર ગયા. BSB BSB: A wicked and adulterous generation demands a sign, but none will be given it except the sign of Jonah.” Then He left them and went away.
5 UDB તેઓ ગાલીલ સમુદ્રની બીજી બાજુએ ગયા. પછી શિષ્યોને ખ્યાલ આવ્યો કે તેઓ ખોરાક લેવાનું ભૂલી ગયા છે. BSB BSB: When they crossed to the other side, the disciples forgot to take bread.
6 UDB તે સમયે, ઈસુએ તેઓને કહ્યું, "ફરોશીઓ અને સદૂકીઓ જે ખમીર તમને આપવા માગે છે તે તમે ન લો તે માટે સાવધાન રહો." BSB BSB: “Watch out!” Jesus told them. “Beware of the leaven of the Pharisees and Sadducees.”
7 UDB ઈસુએ તેમને જે કહ્યું તે સમજવા તેઓએ પ્રયત્ન કર્યો, અને તેઓએ એકબીજાને કહ્યું, "આપણે ખાવાને સારુ કશું લેવાનું ભૂલી ગયા છીએ તેથી તેઓએ આમ કહ્યું હશે!" BSB BSB: They discussed this among themselves and concluded, “It is because we did not bring any bread.”
8 UDB પરંતુ તેઓ જે કહી રહ્યા હતા તે ઈસુએ જાણ્યું અને તેઓને જવાબ આપ્યો, "તમે એવું વિચારો છો કે તમે રોટલી લાવવાનું ભૂલી ગયા હોવાથી મેં ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે તમને કહ્યું અને તેથી હું નિરાશ છું. હું તમારે માટે કંઇક કરી શકું છું એવો તમને તદ્દ્ન ઓછો વિશ્વાસ છે. BSB BSB: Aware of their conversation, Jesus said, “You of little faith, why are you debating among yourselves about having no bread?
9 UDB શું તમે એવું વિચારો છો કે હું ખોરાક માટે ચિંતિત છું. શું તમે ખરેખર ભૂલી ગયા છો કે કેવી રીતે મેં પાંચ રોટલીથી પાંચ હજારને જમાડ્યા હતા, અને વધેલા ખોરાકની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી? BSB BSB: Do you still not understand? Do you not remember the five loaves for the five thousand, and how many basketfuls you gathered?
10 UDB અથવા સાત રોટલીને મેં જ્યારે આશીર્વાદિત કરી ત્યારે ચાર હજાર લોકોએ જે ખાધું તેનું શું? અને પછી વધેલા અન્નની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી? BSB BSB: Or the seven loaves for the four thousand, and how many basketfuls you gathered?
11 UDB તમારે સમજવું જોઈતું હતું કે હું ખરેખર રોટલી વિષે કહેતો ન હતો. ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર સ્વીકારશો નહીં." BSB BSB: How do you not understand that I was not telling you about bread? But beware of the leaven of the Pharisees and Sadducees.”
12 UDB પછી શિષ્યોને સમજાયું કે ઈસુ રોટલીની અંદરના ખમીર વિષે વાત કરતા ન હતા. તેના બદલે, તેઓ તો ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણ વિષે વાત કરતા હતા. BSB BSB: Then they understood that He was not telling them to beware of the leaven used in bread, but of the teaching of the Pharisees and Sadducees.
13 UDB ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી શહેરના વિસ્તાર નજીક પ્રવેશ્યા ત્યારે, તેમણે તેઓને પૂછ્યું, "હું, માણસનો દીકરો, ખરેખર કોણ છું તે વિષે લોકો શું કહે છે?" BSB BSB: When Jesus came to the region of Caesarea Philippi, He questioned His disciples: “Who do people say the Son of Man is?”
14 UDB તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાંક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, જે ફરી જીવિત થયો છે. બીજાઓ કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, કે જે ઈશ્વરના વચન મુજબ સ્વર્ગમાંથી પાછા આવ્યા છે. વળી બીજાઓ કહે છે કે તમે યર્મિયા પ્રબોધક અથવા બીજા પ્રબોધકોમાંના એક છો કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો, પણ ફરી જીવિત થયો છે." BSB BSB: They replied, “Some say John the Baptist; others say Elijah; and still others, Jeremiah or one of the prophets.”
15 UDB ઈસુએ તેઓને કહ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?" BSB BSB: “But what about you?” Jesus asked. “Who do you say I am?”
16 UDB સિમોન પિતર તેમને કહે છે, "તમે મસીહા છો! તમે સર્વ શક્તિમાન ઈશ્વરના દીકરા છો." BSB BSB: Simon Peter answered, “You are the Christ, the Son of the living God.”
17 UDB પછી ઈસુએ તેને કહ્યું, "સિમોન, યૂનાના દીકરા, ઈશ્વર તારાથી પ્રસન્ન છે. તેં હમણાં જે કહ્યું છે- તે તને કોઈ માણસે પ્રગટ કર્યું નથી. તેના બદલે, મારા પિતા કે જેઓ સ્વર્ગમાં રહે છે તેમણે તને આ પ્રગટ કર્યું છે. BSB BSB: Jesus replied, “Blessed are you, Simon son of Jonah! For this was not revealed to you by flesh and blood, but by My Father in heaven.
19 UDB પછી તેમણે કહ્યું, "લોકોને સ્વર્ગમાંથી ઈશ્વરના શાસન હેઠળ આવવાનો માર્ગ ખોલવા કે બંધ કરવા હું તને સમર્થ કરીશ. પૃથ્વી પર જેના વિષે તું મંજૂરી આપશે, તેના વિષે ઈશ્વર સ્વર્ગમાં મંજૂરી આપશે. પૃથ્વી પર જેના પર તું પ્રતિબંધ મૂકશે, તેના પર ઈશ્વર સ્વર્ગમાં પ્રતિબંધ મૂકશે." BSB BSB: I will give you the keys of the kingdom of heaven. Whatever you bind on earth will be bound in heaven, and whatever you loose on earth will be loosed in heaven.”
20 UDB પછી ઈસુએ શિષ્યોને તે સમયે કોઈને પણ ન કહેવા સખત રીતે ચેતવણી આપી કે તે ખ્રિસ્ત છે. BSB BSB: Then He admonished the disciples not to tell anyone that He was the Christ.
21 UDB તે સમયથી ઈસુએ શિષ્યોને શીખવવાનું શરૂ કર્યું કે યરુશાલેમ શહેરમાં જવું તે તેમને માટે જરૂરનું છે. ત્યાં રાજ કરતાં વડીલો, મુખ્ય યાજકો, અને જે વ્યક્તિઓ યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તેમને ત્રાસ સહન કરવા અને મરણ પામવા ફરજ પાડશે. પછી ત્રીજા દિવસે, તેઓ ફરીથી જીવિત થશે. BSB BSB: From that time on Jesus began to show His disciples that He must go to Jerusalem and suffer many things at the hands of the elders, chief priests, and scribes, and that He must be killed and on the third day be raised to life.
22 UDB પરંતુ પિતર ઈસુને એક બાજુ લઇ ગયો અને આ બાબતો કહેવાને લીધે તેમને ઠપકો આપવા લાગ્યો. BSB BSB: Peter took Him aside and began to rebuke Him. “Far be it from You, Lord!” he said. “This shall never happen to You!”
23 UDB પછી ઈસુ પિતર તરફ જોવા માટે ફર્યાં, અને તેમણે તેને કહ્યું, "મારી નજર સામેથી દૂર જા, કારણ કે તારા દ્વારા શેતાન બોલી રહ્યો છે. હું પાપ કરું તે માટે તું પ્રયત્ન કરી રહ્યો છે. ઈશ્વર જે વિચારે છે તે તું વિચારતો નથી, પરંતુ લોકો જે વિચારે છે તે તું વિચારે છે!" BSB BSB: But Jesus turned and said to Peter, “Get behind Me, Satan! You are a stumbling block to Me. For you do not have in mind the things of God, but the things of men.”
24 UDB પછી ઈસુએ તેમનાં શિષ્યોને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા પર વિશ્વાસ કરવા અને હું જ્યાં જાઉં છું ત્યાં જવા ઇચ્છે, તો તેણે તેની પોતાની ઇચ્છાઓ અને હેતુઓ મૂકી દેવા અને તેણે પોતાનો વધસ્તંભ ઊંચકીને હું જ્યાં જાઉં છું ત્યાં જવું. BSB BSB: Then Jesus told His disciples, “If anyone wants to come after Me, he must deny himself and take up his cross and follow Me.
25 UDB જે કોઈ પોતાનું જીવન બચાવવા ઇચ્છે છે, તેને ખબર પડશે કે તે પોતાનું જીવન બચાવવાને બદલે તેને ગુમાવશે. પરંતુ જે કોઈ મારા લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. BSB BSB: For whoever wants to save his life will lose it, but whoever loses his life for My sake will find it.
26 UDB જો કોઈ વ્યક્તિ આ જગતમાંથી જે ઇચ્છે તે સર્વ મેળવે, પરંતુ પછી પોતાનું જીવન ગુમાવે તો તેને શો લાભ થાય? માણસ તેની સંપતિમાં એવું શું મેળવશે કે જે તેના માટે તેના જીવન જેટલું કિંમતી હોય? BSB BSB: What will it profit a man if he gains the whole world, yet forfeits his soul? Or what can a man give in exchange for his soul?
27 UDB ધ્યાનથી સાંભળો. હું, માણસનો દીકરો, આ પૃથ્વીથી જઈશ, પરંતુ હું પાછો આવીશ, અને સ્વર્ગના દૂતો મારી સાથે આવશે. તે સમયે મારા પિતા પાસે જે મહિમાવંત પ્રકાશ છે તે મારી પાસે હશે, અને હું દરેકને જ્યારે તેઓ આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે તેમણે જે કર્યું હશે તેના પ્રમાણે બદલો આપીશ. BSB BSB: For the Son of Man will come in His Father’s glory with His angels, and then He will repay each one according to what he has done.
28 UDB ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાંક જેઓ હમણાં અહીં છે તેઓ મને, જે સ્વર્ગમાંથી આવ્યો છે તેને, જ્યારે હું રાજા તરીકે પાછો ફરીશ ત્યારે જોશે. તમે મરણ પામશો તે અગાઉ આ જોશો!" BSB BSB: Truly I tell you, some who are standing here will not taste death before they see the Son of Man coming in His kingdom.”