1 UDB બીજે દિવસે વહેલી સવારે બધા જ મુખ્ય યાજકો અને યહૂદી વડીલોએ ઈસુને મારી નાખવા માટે રોમનોને કેવી રીતે મનાવવા તે નક્કી કર્યું. BSB BSB: When morning came, all the chief priests and elders of the people conspired against Jesus to put Him to death.
4 UDB તેણે કહ્યું, "મેં પાપ કર્યું છે. મેં જે માણસ નિર્દોષ છે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે." તેઓએ ઉત્તર આપ્યો, "અમારે માટે તેનો કંઈ અર્થ નથી! તે તારો પ્રશ્ન છે!" BSB BSB: “I have sinned by betraying innocent blood,” he said. “What is that to us?” they replied. “You bear the responsibility.”
6 UDB પ્રમુખ યાજકે તે નાણાં લીધાં અને કહ્યું, "આ તે નાણાં છે કે અમે માણસને મારવા માટે ચૂકવ્યાં, અને અમારો નિયમ અમને તે નાણાં ભક્તિસ્થાનના ભંડારમાં મૂકવા મંજૂરી આપતો નથી." BSB BSB: The chief priests picked up the pieces of silver and said, “It is unlawful to put this into the treasury, since it is blood money.”
7 UDB તેથી તેઓએ તે નાણાંનો ઉપયોગ એક ખેતર ખરીદવા માટે કર્યો કે જે કુંભારનું ખેતર કહેવાતું હતું. તે ખેતરને તેમણે એવું સ્થળ બનાવ્યુ કે જ્યાં તેઓ યરુશાલેમમાં જેઓ અજાણ્યા હોય તેમને દફનાવે. BSB BSB: After conferring together, they used the money to buy the potter’s field as a burial place for foreigners.
8 UDB તેથી તે સ્થળ હજુ પણ "લોહીનું ખેતર" કહેવાય છે. BSB BSB: That is why it has been called the Field of Blood to this day.
9 UDB તે ખેતર ખરીદવા દ્વારા, યર્મિયા પ્રબોધકે ઘણા સમય અગાઉ જે લખ્યું હતું તેને તેઓએ સત્ય ઠરાવ્યું: "તેમણે ચાંદીના ત્રીસ સિક્કા લીધા કે જે તેમને માટે ઇઝરાયલના આગેવાનોએ જે કિંમત નક્કી કરી તે એ હતી BSB BSB: Then what was spoken through Jeremiah the prophet was fulfilled: “They took the thirty pieces of silver, the price set on Him by the people of Israel,
10 UDB અને તે નાણાંથી તેમણે કુંભારનું ખેતર ખરીદ્યું. પ્રભુએ મને જે આદેશ આપ્યો હતો તે પ્રમાણે તેમણે કર્યું." BSB BSB: and they gave them for the potter’s field, as the Lord had commanded me.”
11 UDB પછી ઈસુ રાજ્યપાલની સામે ઊભા રહ્યા. રાજ્યપાલે તેમને પૂછ્યું, "શું તું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તેં જે પ્રમાણે કહ્યું તે તેમ જ છે." BSB BSB: Meanwhile Jesus stood before the governor, who questioned Him: “Are You the King of the Jews?” “You have said so,” Jesus replied.
12 UDB પરંતુ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુ પર ઘણી ખોટી બાબતો કરવાનો આરોપ મૂક્યો, ત્યારે તેમણે ઉત્તર ન આપ્યો. BSB BSB: And when He was accused by the chief priests and elders, He gave no answer.
13 UDB તેથી પિલાતે તેમને કહ્યું, "તું સાંભળે છે કે તેઓ તારા પર કેટલી બધી બાબતો વિષે આરોપો મૂકે છે; શું તું ઉત્તર નહિ આપે?" BSB BSB: Then Pilate asked Him, “Do You not hear how many charges they are bringing against You?”
14 UDB પરંતુ ઈસુએ કંઈ પણ કહ્યું નહિ. તેમણે જે બાબતો કે જેના વિષે તેઓ તેમના પર આરોપો મૂકતા હતા તે વિષે કંઈ જ ઉત્તર આપ્યો નહિ. તેના પરિણામે, તે રાજ્યપાલ ઘણું જ આશ્ચય પામ્યો. BSB BSB: But Jesus gave no answer, not even to a single charge, much to the governor’s amazement.
15 UDB હવે રાજ્યપાલનો એવો રિવાજ હતો કે દર વર્ષે પાસ્ખાપર્વની ઉજવણી દરમિયાન એક વ્યક્તિ કે જે જેલમાં હોય તેને મુક્ત કરવો. લોકો ઇચ્છે તેવા કોઇપણ કેદીને તે મુક્ત કરતો. BSB BSB: Now it was the governor’s custom at the feast to release to the crowd a prisoner of their choosing.
16 UDB તે સમયે યરુશાલેમમાં એક પ્રખ્યાત કેદી હતો જેનું નામ બારાબાસ હતું. BSB BSB: At that time they were holding a notorious prisoner named Barabbas.
17 UDB તેથી જ્યારે ટોળું એકઠું થયું, ત્યારે પિલાતે તેઓને પૂછ્યું, "તમારા માટે હું કયા કેદીને મુક્ત કરું: બારાબાસને કે ઈસુ, જેને તેઓ મસીહ કહે છે તેને?" BSB BSB: So when the crowd had assembled, Pilate asked them, “Which one do you want me to release to you: Barabbas, or Jesus who is called Christ?”
18 UDB તેણે તે પ્રશ્ન પૂછ્યો કારણ કે તેને ખ્યાલ આવ્યો કે મુખ્ય યાજકોને ઈસુની અદેખાઈ આવતી હતી માટે તેઓ ઈસુને તેની પાસે લાવ્યા હતા. અને પિલાતે વિચાર્યું કે ટોળું એવું પસંદ કરશે કે તે ઈસુને મુક્ત કરે. BSB BSB: For he knew it was out of envy that they had handed Jesus over to him.
19 UDB જ્યારે પિલાત ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને આ સંદેશ મોકલ્યો: "આજે વહેલી સવારે તે વ્યક્તિના કારણે મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું. તેથી તે ન્યાયી વ્યક્તિને દોષિત ઠરાવીશ નહિ!" BSB BSB: While Pilate was sitting on the judgment seat, his wife sent him this message: “Have nothing to do with that innocent man, for I have suffered terribly in a dream today because of Him.”
20 UDB પરંતુ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ પિલાતને બારાબાસને મુક્ત કરવા અને ઈસુને મારી નાખવાનો હુકમ આપવા માટે કહે. BSB BSB: But the chief priests and elders persuaded the crowds to ask for Barabbas and to have Jesus put to death.
21 UDB તેથી જ્યારે રાજ્યપાલે તેઓને પૂછ્યું, "બેમાંથી જે વ્યક્તિને હું તમારા માટે મુક્ત કરું તે વિષે તમે શું ઇચ્છો છો?" તેઓએ ઉત્તર આપ્યો, "બારાબાસને!" BSB BSB: “Which of the two do you want me to release to you?” asked the governor. “Barabbas,” they replied.
22 UDB પિલાતે તેઓને પૂછ્યું, "તો ઈસુ કે જેઓને તમારામાંના કેટલાંક મસીહ કહે છે તેને હું શું કરું?" તે બધાએ જવાબ આપ્યો, "હુકમ આપ કે તારા સૈનિકો તેને વધસ્તંભે જડાવે!" BSB BSB: “What then should I do with Jesus who is called Christ?” Pilate asked. They all answered, “Crucify Him!”
23 UDB પિલાતે ઉત્તર આપ્યો, "શા માટે? તેમણે શો ગુનો કર્યો છે?" પરંતુ તેઓએ હજુ મોટેથી બૂમો પાડી, "તેને વધસ્તંભે જડાવો!" BSB BSB: “Why?” asked Pilate. “What evil has He done?” But they shouted all the louder, “Crucify Him!”
24 UDB પિલાતને લાગ્યું કે તે કંઈ પણ ઉકેલ લાવી શકતો ન હતો. તેનાથી ઊલટું તેણે જોયું કે લોકો હુલ્લડ કરવાની શરૂઆત કરી રહ્યા હતા. તેથી તેણે પાણીની કથરોટ લીધી અને ટોળાની નજર સામે પોતાના હાથ ધોયા. તેણે કહ્યું, "મારા હાથ ધોવા દ્વારા હું દર્શાવી રહ્યો છું કે જો તે વ્યક્તિ મરણ પામે, તો તે તમારો વાંક છે, મારો નહિ!" BSB BSB: When Pilate saw that he was accomplishing nothing, but that instead a riot was breaking out, he took water and washed his hands before the crowd. “I am innocent of this man’s blood,” he said. “You bear the responsibility.”
26 UDB પછી તેણે તેના સૈનિકોને લોકો માટે બારાબાસને મુક્ત કરવા માટે હુકમ આપ્યો. પરંતુ તેણે હુકમ આપ્યો કે તેના સૈનિકો ઈસુને કોરડા મારે. અને પછી તેણે ઈસુને સૈનિકોને સોંપી દીધા કે જેથી તેઓ ઈસુને વધસ્તંભે જડે. BSB BSB: So Pilate released Barabbas to them. But he had Jesus flogged, and handed Him over to be crucified.
27 UDB પછી રાજ્યપાલના સૈનિકો ઈસુને સૈનિક છાવણીમાં લઇ ગયા. આખુ સૈન્યદળ તેમની આસપાસ એકઠું થયું. BSB BSB: Then the governor’s soldiers took Jesus into the Praetorium and gathered the whole company around Him.
28 UDB તેઓએ તેમના વસ્ત્રો ખેંચી કાઢ્યા, અને તેઓ રાજા હોય તેવો ડોળ કર્યો, અને તેમને લાલ તેજસ્વી લાંબો ઝભ્ભો પહેરાવ્યો. BSB BSB: They stripped Him and put a scarlet robe on Him.
29 UDB તેઓએ કાંટા સહિત કેટલીક ડાળીઓ લીધી અને મુગટ બનાવવા માટે તેમને ગૂંથીને તેને તેમના માથા પર મૂકી. તેઓએ તેમના જમણા હાથમાં જેમ રાજા પોતાનો રાજદંડ પકડે છે તેવી લાકડી મૂકી. પછી તેઓ તેમની આગળ ઘૂંટણે નમ્યા અને તેમની મશ્કરી કરતા, કહ્યું, "યહૂદીઓના રાજાને સલામ!" BSB BSB: And they twisted together a crown of thorns and set it on His head. They put a staff in His right hand, knelt down before Him, and mocked Him, saying, “Hail, King of the Jews!”
30 UDB તેઓ તેમના પર થૂંકતા રહ્યા. તેઓએ સોટી લીધી અને તેના વડે તેમના માથા પર મારતા રહ્યા. BSB BSB: Then they spit on Him and took the staff and struck Him on the head repeatedly.
31 UDB જ્યારે તેઓએ તેમની મશ્કરી કરવાનું પૂરું કર્યું, ત્યારે તેઓએ તેમનો લાંબો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાના વસ્ત્રો પહેરાવ્યા. પછી તેઓ તેમને જે સ્થળે વધસ્તંભે જડવાના હતા ત્યાં લઇ ગયા. BSB BSB: After they had mocked Him, they removed the robe and put His own clothes back on Him. Then they led Him away to crucify Him.
32 UDB ઈસુએ તેમનો વધસ્તંભ થોડા અંતર માટે ઊંચક્યા પછી, સૈનિકોએ સિમોન નામના માણસને જોયો, કે જે કુરેની શહેરનો હતો. તેઓએ તેને ઈસુ માટે વધસ્તંભ ઊંચકવા ફરજ પાડી. BSB BSB: Along the way they found a man from Cyrene, named Simon, and they forced him to carry the cross of Jesus.
33 UDB તેઓ ગલગથા નામની એક જગ્યા પાસે આવ્યા. તે નામનો અર્થ "ખોપરીની જગ્યા" એવો થાય છે. BSB BSB: And when they came to a place called Golgotha, which means The Place of the Skull,
34 UDB જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેઓએ દ્રાક્ષારસ સાથે કંઇક જે ખૂબ કડવું લાગે તે ભેળવ્યું. તેઓએ ઈસુને તે પીવા માટે આપ્યું કે જેથી તેઓ જ્યારે તેમને વધસ્તંભે જડે ત્યારે તેઓ ખૂબ પીડા અનુભવે નહિ. પરંતુ જ્યારે તેમણે તે ચાખ્યું, ત્યારે તેમણે તે પીવાની ના પાડી. કેટલાક સૈનિકોએ તેમના વસ્ત્રો લઇ લીધા. BSB BSB: they offered Him wine to drink, mixed with gall; but after tasting it, He refused to drink it.
35 UDB પછી તેઓએ તેમને વધસ્તંભે જડી દીધા. ત્યારપછી, તેઓએ તેમના વસ્ત્રો પાસા વડે જુગાર રમીને અરસપરસ વહેંચી લીધા કે જેથી દરેકને એક ટુકડો મળે. BSB BSB: When they had crucified Him, they divided up His garments by casting lots.
36 UDB પછી કોઈ વ્યક્તિ તેમને બચાવવાનો પ્રયત્ન કરે તો તેને રોકવા માટે સૈનિકો ત્યાં તેમની ચોકી કરવા બેઠા. BSB BSB: And sitting down, they kept watch over Him there.
37 UDB તેઓએ વધસ્તંભ પર ઈસુના માથાની ઉપર એક નિશાની બાંધી કે જેના પર તેઓને શા માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે લખ્યું હતું. પરંતુ જે તેના પર લખ્યું હતું તે એવું જણાવતું હતું કે, 'આ યહૂદીઓના રાજા ઈસુ છે.' BSB BSB: Above His head they posted the written charge against Him: THIS IS JESUS, THE KING OF THE JEWS.
38 UDB તેઓએ બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એક વધસ્તંભ ઈસુની જમણી બાજુ અને બીજો ડાબી બાજુ પર મૂક્યો. BSB BSB: Two robbers were crucified with Him, one on His right and the other on His left.
39 UDB જાણે કે તેઓ દુષ્ટ માણસ હોય તેમ જે લોકો પસાર થતા હતા તેઓ પોતાના માથાં હલાવીને તેમનું અપમાન કરતા હતા. BSB BSB: And those who passed by heaped abuse on Him, shaking their heads
40 UDB તે લોકોએ કહ્યું, "તેં કહ્યું કે તું ભક્તિસ્થાનનો નાશ કરીને ત્રણ દિવસમાં તેને ફરીથી બાંધીશ! જો તું તે કરી શકતો હોય, તો તું પોતાને બચાવવા સમર્થ હોવો જોઈએ! જો તું ઈશ્વરનો દીકરો હોય, તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!" BSB BSB: and saying, “You who are going to destroy the temple and rebuild it in three days, save Yourself! If You are the Son of God, come down from the cross!”
41 UDB તેવી જ રીતે, મુખ્ય યાજકો, જે વ્યક્તિઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ, અને વડીલોએ તેમની મશ્કરી કરી. તેઓએ ઘણી બાબતો કહી જેવી કે, BSB BSB: In the same way, the chief priests, scribes, and elders mocked Him, saying,
42 UDB "તેણે બીજાઓને તેમની બીમારીમાંથી બચાવ્યા, પરંતુ તે પોતાને સહાય કરી શકતો નથી!" "તે કહે છે કે તે ઇઝરાયલનો રાજા છે. તેથી તેણે વધસ્તંભ પરથી નીચે ઊતરી આવવું જોઈએ. પછી અમે તેના પર વિશ્વાસ કરીશું!" BSB BSB: “He saved others, but He cannot save Himself. He is the King of Israel! Let Him come down now from the cross, and we will believe in Him.
43 UDB "તે કહે છે કે તે ઈશ્વર પર ભરોસો રાખે છે, અને તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વર પણ છે. તેથી જો ઈશ્વર તેનાથી પ્રસન્ન હોય, તો ઈશ્વરે તેને હમણાં જ બચાવવો જોઈએ!" BSB BSB: He trusts in God. Let God deliver Him now if He wants Him. For He said, ‘I am the Son of God.’”
44 UDB અને બે લૂંટારાઓ કે જેઓ તેમની સાથે વધસ્તંભો પર હતા તેઓએ પણ તેવી જ બાબતો કહીને તેમનું અપમાન કર્યું. BSB BSB: In the same way, even the robbers who were crucified with Him berated Him.
45 UDB બપોરે આખી ભૂમિ પર અંધારું થઇ ગયું. બપોરના ત્રણ વાગ્યા સુધી અંધારું જ રહ્યું. BSB BSB: From the sixth hour until the ninth hour darkness came over all the land.
46 UDB આશરે ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલી, એલી, લમા શબકથની?" તેનો અર્થ છે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે મૂકી દીધો છે?" BSB BSB: About the ninth hour Jesus cried out in a loud voice, “Eli, Eli, lema sabachthani?” which means, “My God, My God, why have You forsaken Me?” 47 UDB જ્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકોએ "એલી" શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ એલિયા પ્રબોધકને બોલાવી રહ્યા છે. BSB BSB: When some of those standing there heard this, they said, “He is calling Elijah.”
48 UDB તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી લઇ આવ્યો. તે તેણે ખાટા દ્રાક્ષારસથી ભરી. પછી તેણે તે વાદળી એક લાકડીની ટોચ પર મૂકી અને ઊંચી કરી કે જેથી ઈસુ તેમાં જે દ્રાક્ષારસ હતો તે ચૂસી શકે. BSB BSB: One of them quickly ran and brought a sponge. He filled it with sour wine, put it on a reed, and held it up for Jesus to drink.
49 UDB પરંતુ જે બીજા લોકો ત્યાં હતા તેઓએ કહ્યું, "થોભો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ!" BSB BSB: But the others said, “Leave Him alone. Let us see if Elijah comes to save Him.”
52 UDB કબરો ખૂલી ગઈ, અને ઘણા લોકોનાં શરીરો કે જેઓએ ઈશ્વરને માન આપ્યું હતું તેઓ જીવિત થઇ ગયા. BSB BSB: The tombs broke open, and the bodies of many saints who had fallen asleep were raised.
53 UDB તેઓ કબરોની બહાર આવી ગયા, અને ઈસુના સજીવન થયા પછી, તેઓ યરુશાલેમમાં ગયા અને ત્યાં ઘણા લોકોને દેખાયા. BSB BSB: After Jesus’ resurrection, when they had come out of the tombs, they entered the holy city and appeared to many people.
54 UDB જે સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા તેઓની ઉપર નજર રાખતો એક અધિકારી નજીકમાં ઊભો હતો. તેના સૈનિકો કે જેઓ વધસ્તંભની ચોકી કરતા હતા તેઓ પણ ત્યાં જ હતા. જ્યારે તેમને ધરતીકંપ અનુભવ્યો અને બીજી બાબતો બનતી જોઈ, ત્યારે તેઓ ગભરાયા. તેઓએ કહ્યું, "ખરેખર તેઓ ઈશ્વરના દીકરા હતા!" BSB BSB: When the centurion and those with him who were guarding Jesus saw the earthquake and all that had happened, they were terrified and said, “Truly this was the Son of God.”
55 UDB ત્યાં ઘણી સ્ત્રીઓ થોડા અંતરેથી જોઈ રહી હતી. તેઓ એ સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે ગાલીલથી તેમની સાથે હતી. BSB BSB: And many women were there, watching from a distance. They had followed Jesus from Galilee to minister to Him.
56 UDB આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ અને યાકૂબ તથા યોહાનની મા હતી. BSB BSB: Among them were Mary Magdalene, Mary the mother of James and Joseph, and the mother of Zebedee’s sons.
57 UDB જ્યારે લગભગ સાંજ પડી, ત્યારે યૂસફ નામનો એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તે અરિમથાઈ નગરનો હતો. તે પણ ઇસુનો શિષ્ય હતો. BSB BSB: When it was evening, there came a rich man from Arimathea named Joseph, who himself was a disciple of Jesus.
58 UDB તે પિલાત પાસે ગયો અને પિલાતને ઈસુનું શરીર લઇને દફનાવવા માટે પરવાનગી માંગી. પિલાતે તેના સૈનિકોને તેને શરીર લઇ જવા માટે પરવાનગી આપવા હુકમ આપ્યો. BSB BSB: He went to Pilate to ask for the body of Jesus, and Pilate ordered that it be given to him.
59 UDB તેથી યૂસફ અને બીજાઓએ શરીર લઇને તેને સ્વચ્છ સફેદ કપડાંમાં લપેટ્યુ. BSB BSB: So Joseph took the body, wrapped it in a clean linen cloth,
60 UDB પછી તેઓએ તેને યૂસફની પોતાની નવી કબર કે જેને કામદારોએ પથ્થરના ખડકમાં ખોદી કાઢી હતી તેમાં મૂક્યું. તેઓએ કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો સપાટ ગોળાકાર પથ્થર ગબડાવી દીધો. પછી તેઓ ચાલ્યા ગયા. BSB BSB: and placed it in his own new tomb that he had cut into the rock. Then he rolled a great stone across the entrance to the tomb and went away.
61 UDB મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામેની બાજુએ બેસીને આ બધું જોઈ રહી હતી. BSB BSB: Mary Magdalene and the other Mary were sitting there opposite the tomb.
62 UDB બીજો દિવસ શનિવાર એટલે કે યહૂદી વિશ્રામનો દિવસ હતો. મુખ્ય યાજકો અને કેટલાક ફરોશીઓ પિલાત પાસે ગયા. BSB BSB: The next day, the one after Preparation Day, the chief priests and Pharisees assembled before Pilate.
63 UDB તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે જ્યારે તે છેતરનાર જીવતો હતો, ત્યારે તેણે કહ્યું હતું, 'મારા મરણના ત્રણ દિવસ પછી હું સજીવન થઈશ.' BSB BSB: “Sir,” they said, “we remember that while He was alive that deceiver said, ‘After three days I will rise again.’
64 UDB તેથી અમે તમને સૈનિકોને ત્રણ દિવસ માટે કબરની ચોકી કરવાનો હુકમ આપવા માટે કહીએ છીએ. જો તમે તેમ નહિ કરો, તો તેના શિષ્યો કદાચ આવીને તેનું શરીર ચોરી જશે. પછી તેઓ લોકોને એમ કહી શકે કે ઈસુ સજીવન થયા છે. જો તેઓ આવું કહીને લોકોને છેતરે તો, તે તો તેઓ અગાઉ છેતરતા હતા તેના કરતાં પણ ખરાબ થશે." BSB BSB: So give the order that the tomb be secured until the third day. Otherwise, His disciples may come and steal Him away and tell the people He has risen from the dead. And this last deception would be worse than the first.”
65 UDB પિલાતે ઉત્તર આપ્યો, "તમે કેટલાક સૈનિકોને લઇ જઈ શકો છો. કબરે જાઓ અને તમને લાગે તેટલી રીતે તેને સુરક્ષિત બનાવો." BSB BSB: “You have a guard,” Pilate said. “Go, make the tomb as secure as you know how.”
66 UDB તેથી તેઓ ગયા અને કબરના પ્રવેશદ્વાર આગળના પથ્થરને દોરડાથી ખડકની બંને બાજુએ બાંધીને બંધ કરીને કબરને સુરક્ષિત બનાવી. તેઓએ ત્યાં કેટલાક સૈનિકોને પણ કબરની ચોકી કરવા માટે રહેવા દીધા. BSB BSB: So they went and secured the tomb by sealing the stone and posting the guard.