1 UDB પછી ઈશ્વરનો આત્મા તેમને ઉજ્જડ જગ્યાએ લઇ ગયો કે જેથી શેતાન તેમનું પરીક્ષણ કરે. BSB BSB: Then Jesus was led by the Spirit into the wilderness to be tempted by the devil.
2 UDB તેમણે ચાળીસ દિવસ અને રાત સુધી કંઈ ખાધું ન હતું, તેથી તેઓ ભૂખ્યા હતા. BSB BSB: After fasting forty days and forty nights, He was hungry.
3 UDB લલચાવનાર, શેતાન, તેમની પાસે આવ્યો અને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે તેઓ તારે માટે રોટલી બની જાય!" BSB BSB: The tempter came to Him and said, “If You are the Son of God, tell these stones to become bread.”
4 UDB પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના! હું તે નહીં કરું, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'લોકો ખરેખર જીવે તે માટે, તેઓ પાસે ખોરાક કરતાં કંઇક વધારે હોવું જોઈએ; દરેક વચન જે ઈશ્વર બોલ્યા છે તે તેઓએ સાભળવું જોઈએ.'" BSB BSB: But Jesus answered, “It is written: ‘Man shall not live on bread alone, but on every word that comes from the mouth of God.’”
5 UDB પછી શેતાન ઈસુને ઈશ્વરના ખાસ શહેર યરુશાલેમમાં લઈ ગયો. તે તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ ઉપર લઇ ગયો BSB BSB: Then the devil took Him to the holy city and set Him on the pinnacle of the temple.
6 UDB અને તેમને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો જમીન પર કૂદ. તું ખરેખર ઇજા પામીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'ઈશ્વર તેમના દૂતોને આજ્ઞા આપશે કે તેઓ તારી રક્ષા કરે. જ્યારે તું પડતો હોઈશ ત્યારે તેઓ તને પોતાના હાથમાં ઊંચકી લેશે, અને તેઓ તારા પગને પથ્થર સાથે અથડાવા દેશે નહિ.'" BSB BSB: “If You are the Son of God,” he said, “throw Yourself down. For it is written: ‘He will command His angels concerning You, and they will lift You up in their hands, so that You will not strike Your foot against a stone.’”
7 UDB પરંતુ ઈસુએ કહ્યું, "ના! હું નીચે કૂદીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રવચનમાં આ પણ કહ્યું છે, 'તમારા ઈશ્વરને તેઓ કોણ છે તે સાબિત કરવાનું કહેશો નહિ.'" BSB BSB: Jesus replied, “It is also written: ‘Do not put the Lord your God to the test.’”
8 UDB પછી શેતાન તેમને પહાડની ઊંચી ટેકરી ઉપર લઇ ગયો. ત્યાં તેણે તેમને દુનિયાના સર્વ દેશ અને તે દેશોની ભવ્યતા બતાવી. BSB BSB: Again, the devil took Him to a very high mountain and showed Him all the kingdoms of the world and their glory.
9 UDB પછી તેણે તેમને કહ્યું, "જો તું માથું નમાવીને મારી આરાધના કરે તો હું તને આ સર્વ દેશો પર રાજ કરવા દઈશ અને તેઓમાંની ભવ્ય બાબતો તને આપીશ." BSB BSB: “All this I will give You,” he said, “if You will fall down and worship me.”
10 UDB પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના, હું તારી આરાધના નહીં કરું, શેતાન, તું જતો રહે! ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'તારે માથું નમાવીને માત્ર તારા પ્રભુ ઈશ્વરનું જ ભજન કરવું અને તારે તેમની જ આરાધના કરવી!'" BSB BSB: “Away from Me, Satan!” Jesus told him. “For it is written: ‘Worship the Lord your God and serve Him only.’”
11 UDB પછી શેતાન જતો રહ્યો, અને તે જ ક્ષણે, દૂતો આવ્યા અને તેમની સેવા કરી. BSB BSB: Then the devil left Him, and angels came and ministered to Him.
12 UDB જ્યારે ઈસુ યહૂદિયાના પ્રાંતમાં હતા, ત્યારે યોહાન બાપ્તિસ્મીના શિષ્યો આવ્યા અને તેમને કહ્યું કે હેરોદ રાજાએ યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાં પાછા આવ્યા. BSB BSB: When Jesus heard that John had been imprisoned, He withdrew to Galilee.
13 UDB પછી તેઓ નાસરેથ છોડી અને કપરનાહૂમ શહેરમાં ગયા કે જેથી તેઓ ત્યાં રહે. કપર-નાહૂમ ગાલીલ સમુદ્રની બાજુમાં જે પ્રદેશ અગાઉ ઝબુલોન અને નફતાલીના કુળની માલિકીનો હતો ત્યાં આવેલું છે. BSB BSB: Leaving Nazareth, He went and lived in Capernaum, which is by the sea in the region of Zebulun and Naphtali,
14 UDB તેઓ ત્યાં ગયા કે જેથી યશાયા પ્રબોધક દ્વારા ઘણા સમય અગાઉ લખવામાં આવેલા આ શબ્દો સાચા ઠરે: BSB BSB: to fulfill what was spoken through the prophet Isaiah:
15 UDB "ઝબુલોન અને નફતાલીના પ્રદેશો, તે પ્રદેશો કે જેના રસ્તા દરિયાએ થઈને જાય છે, જે યર્દન નદીની પૂર્વ બાજુએ છે, જે ગાલીલના પ્રદેશો છે, જે ઘણા બિન-યહૂદીઓનું ઘર છે! BSB BSB: “Land of Zebulun and land of Naphtali, the Way of the Sea, beyond the Jordan, Galilee of the Gentiles—
16 UDB જાણે કે તેઓ અંધકારમાં હોય તેમ તે લોકો ઈશ્વરને જાણતા નથી, પરંતુ જેમ કે એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો હોય, તેમ તેઓ સત્યને જાણશે. હા, તેઓ મરણ પામવાની બીકથી ઘણા જ ભયભીત થયા છે, પણ એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો છે!" BSB BSB: the people living in darkness have seen a great light; on those living in the land of the shadow of death, a light has dawned.”
17 UDB તે સમયે, જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં હતા, ત્યારે તેઓએ લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું, "સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ નજીક છે, અને જ્યારે તેઓ રાજ કરશે ત્યારે તેઓ તમારો ન્યાય કરશે. માટે પાપ કરવાનું બંધ કરો!" BSB BSB: From that time on Jesus began to preach, “Repent, for the kingdom of heaven is near.”
18 UDB એક દિવસ જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર પાસે ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે બે માણસોને જોયા, સિમોન, જે પાછળથી પિતર કહેવાયો તેને, અને તેના નાના ભાઈ આન્દ્રિયાને. તેઓ માછલી પકડવાની તેમની જાળો પાણીમાં નાખતા હતા કારણ કે તેઓ માછલી પકડતા અને વેચતા હતા. BSB BSB: As Jesus was walking beside the Sea of Galilee, He saw two brothers, Simon called Peter and his brother Andrew. They were casting a net into the sea, for they were fishermen.
19 UDB ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે આવો અને માણસોને કેવી રીતે મારા શિષ્યો બનાવવા તે હું તમને શીખવીશ. હું તમને માણસોને પકડનારા બનાવીશ." BSB BSB: “Come, follow Me,” Jesus said, “and I will make you fishers of men.”
20 UDB તેઓએ તરત જ જે કામ તેઓ કરતા હતા તે મૂકી દઈને તેમની સાથે ગયા. BSB BSB: And at once they left their nets and followed Him.
21 UDB જ્યારે તેઓ ત્રણ ત્યાંથી જઈ રહ્યા હતા, ત્યારે ઈસુએ અન્ય બે લોકોને એટલે યાકૂબ અને તેના નાના ભાઈ યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબ્દીની સાથે તેઓની હોડીમાં જાળો સાંધતા હતા. ઈસુએ તેઓને કહ્યું કે તેઓએ તે કામ છોડીને તેમની સાથે જવું જોઈએ. BSB BSB: Going on from there, He saw two other brothers, James son of Zebedee and his brother John. They were in a boat with their father Zebedee, mending their nets. Jesus called them,
22 UDB તરત જ તેઓ તેમની હોડી અને તેમના પિતાને છોડીને ઈસુ સાથે ગયા. BSB BSB: and immediately they left the boat and their father and followed Him.
24 UDB જ્યારે સિરિયા જીલ્લાના બીજા ભાગમાં રહેનારાઓએ તેઓ જે કરતા હતા તે સાંભળ્યું, ત્યારે જેઓ બીમારીથી પીડાતા હતા, જેઓ ઘણા પ્રકારના રોગોથી પીડાતા હતા, જેઓ સખત પીડાથી દુ:ખિત હતા, જેઓ દુષ્ટાત્માઓના અંકુશમાં હતા, જેઓ વાઈના દર્દીઓ હતા અને જેઓ લકવાગ્રસ્ત હતા તે લોકોને તેઓ તેમની પાસે લાવ્યા અને ઈસુએ તેઓને સાજા કર્યા. BSB BSB: News about Him spread all over Syria, and people brought to Him all who were ill with various diseases, those suffering acute pain, the demon-possessed, those having seizures, and the paralyzed, and He healed them.
25 UDB પછી મોટો સમુદાય તેમની સાથે જવા લાગ્યો. તે લોકો ગાલીલથી, દસ નગરોમાંથી, યરુશાલેમ શહેરમાંથી, યહૂદિયાના બીજા પ્રાંતોમાંથી અને યર્દનના પૂર્વના પ્રદેશોમાંથી આવ્યા હતા. BSB BSB: Large crowds followed Him, having come from Galilee, the Decapolis, Jerusalem, Judea, and beyond the Jordan.