1 UDB જ્યારે ઈસુએ ટોળાબંધ લોકોને જોયા, ત્યારે તેઓ પહાડ પર ચઢી ગયા. ત્યાં તેઓ બેસીને તેમના અનુયાયીઓને શીખવવા લાગ્યા. તેઓ તેમને સાંભળવા માટે તેમની પાસે આવ્યા. BSB BSB: When Jesus saw the crowds, He went up on the mountain and sat down. His disciples came to Him,
2 UDB પછી તેઓએ તેમને શીખવવાનું શરૂ કરતાં કહ્યું, BSB BSB: and He began to teach them, saying:
3 UDB "જે લોકો એવું સ્વીકારે છે કે તેઓને ઈશ્વરની જરૂર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; તેઓ પર રાજ કરવા તેઓ સ્વર્ગમાંથી સંમત થશે. BSB BSB: “Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven.
4 UDB જે લોકો આ પાપી દુનિયાને કારણે શોક કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; તેઓ તેમને ઉત્તેજન આપશે. BSB BSB: Blessed are those who mourn, for they will be comforted.
5 UDB જે લોકો નમ્ર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; ઈશ્વર જે નવી પૃથ્વી બનાવશે તેમાં તેઓ વતન પામશે. BSB BSB: Blessed are the meek, for they will inherit the earth.
6 UDB જે લોકો, જેમ કોઈ કશું ખાવાની અને પીવાની ઇચ્છા રાખે તેમ ન્યાયી રીતે જીવવાની ઇચ્છા રાખે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; તેઓ તેમને ન્યાયી રીતે જીવવા શક્તિમાન કરશે. BSB BSB: Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled.
7 UDB જે લોકો બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; ઈશ્વર તેમની સાથે ભલાઈથી વર્તશે. BSB BSB: Blessed are the merciful, for they will be shown mercy.
8 UDB ઈશ્વર એવા લોકો પર પ્રસન્ન છે જેઓ માત્ર એ જ કરે છે જે ઈશ્વરને પસંદ છે; એક દિવસ તેઓ ઈશ્વરની સમક્ષતામાં હશે અને તેમને જોશે. BSB BSB: Blessed are the pure in heart, for they will see God.
10 UDB જે લોકો ન્યાયીપણાથી જીવે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; જ્યારે તેઓના ન્યાયી જીવનના લીધે દુષ્ટ લોકો તેઓનું અપમાન કરે અને તેઓની સાથે ખરાબ રીતે વર્તે; ત્યારે ઈશ્વર માન પામે છે. આ ન્યાયી લોકો પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે છે. BSB BSB: Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven.
11 UDB જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે ઈશ્વર તમારા પર પ્રસન્ન થાય છે અને જ્યારે તેઓ તમારી વિરુદ્ધ દુષ્ટ બાબતો કરે અને તમારા વિષે જુઠું બોલે ત્યારે ઈશ્વરને તમારાથી માન મળે છે. BSB BSB: Blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of Me.
12 UDB જ્યારે તે પ્રમાણે થાય, ત્યારે તમે આનંદ કરો અને હરખાઓ, કારણ કે ઈશ્વર તમને સ્વર્ગમાં મોટો બદલો આપશે. યાદ રાખો, તે જ રીતે તેઓએ ઘણા સમય અગાઉ થઇ ગયેલા પ્રબોધકોને સતાવ્યા હતા. BSB BSB: Rejoice and be glad, because great is your reward in heaven, for in the same way they persecuted the prophets before you.
13 UDB મીઠું ખોરાક માટે જે કાર્ય કરે છે, તે જ બાબત તમે જગત માટે કરશો. પરંતુ જો મીઠું તેનો સ્વાદ ગુમાવે, તો કોઈ તેને ફરી સ્વાદિષ્ટ કરી શકતું નથી. લોકો તેને નાખી દે છે અને તેના પર થઇને ચાલ્યા જાય છે. BSB BSB: You are the salt of the earth. But if the salt loses its savor, how can it be made salty again? It is no longer good for anything, except to be thrown out and trampled by men.
14 UDB અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ જે કાર્ય કરે છે તે જ બાબત તમે જગત માટે કરશો. જેવી રીતે સર્વ લોકો ટેકરી પર બાંધેલા નગરને જુએ છે, તેવી જ રીતે તેઓ તમને જોશે. BSB BSB: You are the light of the world. A city on a hill cannot be hidden.
15 UDB દીવો સળગાવ્યા પછી, લોકો કદી તેને ટોપલા નીચે મૂકતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે કે જેથી ત્યાં જે સર્વ લોકો છે તેમને તે પ્રકાશ આપે. BSB BSB: Neither do people light a lamp and put it under a basket. Instead, they set it on a stand, and it gives light to everyone in the house.
16 UDB એ જ રીતે, તમારે જે યોગ્ય છે તે એવી રીતે કરવું જોઈએ કે બીજા લોકો જોઈ શકે કે તમે શું કરો છો. જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓ તમારા સ્વર્ગમાંના પિતાની સ્તુતિ કરશે." BSB BSB: In the same way, let your light shine before men, that they may see your good deeds and glorify your Father in heaven.
18 UDB આ વાત સાચી છે: ઈશ્વર કદાચ આકાશ તથા પૃથ્વીને દૂર કરે, પરંતુ જ્યાં સુધી ઈશ્વરે નિયમમાં જે બનવા વિષે કહ્યું તે નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તે નિયમોમાંથી કંઈપણ રદ કરશે નહીં, જે નાનામાં નાની વિગતો છે તેને અથવા વાક્યને અંતે મૂકવામાં આવેલા પૂર્ણવિરામ ચિહ્નને પણ ઈશ્વર દૂર નહીં કરે. BSB BSB: For I tell you truly, until heaven and earth pass away, not a single jot, not a stroke of a pen, will disappear from the Law until everything is accomplished.
19 UDB કારણ કે આ સાચું છે, કે જ્યારે તે આજ્ઞાઓમાંની ઓછા મહત્વની કોઈ આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો છો, તો તમે સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં ઓછા મહત્વની વ્યક્તિ થશો. પરંતુ જો તમે તે સર્વ આજ્ઞાઓ પાળો અને જેમ તમે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થાઓ છો તેમ કરવા જો બીજાઓને શીખવશો, તો સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં તમે ખૂબ મહત્વની વ્યક્તિ બનશો. BSB BSB: So then, whoever breaks one of the least of these commandments and teaches others to do likewise will be called least in the kingdom of heaven; but whoever practices and teaches them will be called great in the kingdom of heaven.
20 UDB હું તમને કહું છું કે નિયમના શિક્ષકો કરતાં વધારે સારી રીતે તમારે આ નિયમોનું પાલન કરવું પડશે અને તમારે તમારું હૃદય કહે તે પ્રમાણે યોગ્ય કરવું પડશે. તમારે ફરોશીઓ કરતાં સારું કરવું પડશે નહિ તો તમે આકાશમાંના ઈશ્વરના શાસન નીચે કદી નહીં આવો. BSB BSB: For I tell you that unless your righteousness exceeds that of the scribes and Pharisees, you will never enter the kingdom of heaven.
21 UDB "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું હતું તે બીજાઓએ તમને જણાવ્યું છે કે, 'તમારે કોઈની હત્યા કરવી નહીં', અને, 'જો તમે કોઈની હત્યા કરો, તો ન્યાય કરનાર સભાના સભ્યો તમને મરણ દંડ આપે.' BSB BSB: You have heard that it was said to the ancients, ‘Do not murder’ and ‘Anyone who murders will be subject to judgment.’
22 UDB પરંતુ હું તમને કહું છું કે જો તમે કોઈના પર ગુસ્સે થાઓ, તો ઈશ્વર પોતે તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું નકામો છે', તો ન્યાયસભા તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું મૂર્ખ છે', તો ઈશ્વર તમને નર્કના અગ્નિમાં નાંખી દેશે. BSB BSB: But I tell you that anyone who is angry with his brother will be subject to judgment. Again, anyone who says to his brother, ‘Raca,’ will be subject to the Sanhedrin. But anyone who says, ‘You fool!’ will be subject to the fire of hell.
23 UDB તેથી જ્યારે તમે ઈશ્વર માટે વેદી પર તમારી ભેટ લઇને જાઓ, ત્યારે જો તમને યાદ આવે કે તમે કોઈની સાથે ખોટું વર્તન કર્યું છે, BSB BSB: So if you are offering your gift at the altar and there remember that your brother has something against you,
24 UDB તો તમારી ભેટ વેદી પાસે મૂકો અને પ્રથમ તો જે વ્યક્તિ સાથે તમે ખોટું વર્તન કર્યું છે તેની પાસે જાઓ. તે વ્યક્તિને કહો કે, "મેં જે કર્યું છે તેના માટે હું દિલગીર છું," અને તેને વિનંતી કરો કે તે તમને માફ કરે. પછી પાછા ફરો અને ઈશ્વરને તમારી ભેટ ચઢાવો. BSB BSB: leave your gift there before the altar. First go and be reconciled to your brother; then come and offer your gift.
25 UDB કંઇક ખોટું કરવાના લીધે જો તમારો સાથી નાગરિક તમને ન્યાયાલયમાં લઇ જાય કે તે તમારા પર આરોપ મૂકે, તો જ્યારે તમે ન્યાયાલયના રસ્તા પર તે વ્યક્તિ સાથે ચાલતા હો, ત્યારે જલદી તેની સાથે સમજૂતી કરી લો. હજુ જ્યાં સુધી તમારી પાસે સમય છે ત્યાં સુધી તેમ કરી લો કે જેથી તે તમને ન્યાયાલય ન લઇ જાય, કારણ કે કદાચ જો ન્યાયાધીશ કહે કે તમે અપરાધી છો અને તમને જેલના અધિકારીને સોંપી દે, અને તે જેલનો અધિકારી તમને જેલમાં પૂરી દે. BSB BSB: Reconcile quickly with your adversary, while you are still on the way to court. Otherwise, he may hand you over to the judge, and the judge may hand you over to the officer, and you may be thrown into prison.
26 UDB આ બાબતનું ધ્યાન રાખો: જો તમે જેલમાં જાઓ, તો તમે કદી બહાર નહિ આવી શકો કારણ કે ન્યાયાધીશ તમને જે સર્વ કહેશે કે જેના તમે ઋણી છો તે તમે કદી ભરપાઈ નહિ કરી શકો. તેથી એ યાદ રાખો કે તમે તમારા ભાઈઓ સાથે શાંતિમાં રહો." BSB BSB: Truly I tell you, you will not get out until you have paid the last penny.
27 UDB "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, 'વ્યભિચાર કરશો નહિ. BSB BSB: You have heard that it was said, ‘Do not commit adultery.’
28 UDB પરંતુ હું તમને જે કહું છું તે આ છે: જો કોઈ પુરુષ સ્ત્રીની સામે વાસનાભરી નજરે જુએ છે, તો ઈશ્વર ગણશે કે તેણે તે સ્ત્રી સાથે મનમાં વ્યભિચાર કર્યો છે. BSB BSB: But I tell you that anyone who looks at a woman to lust after her has already committed adultery with her in his heart.
29 UDB જો અમુક બાબતો તરફ જોવા દ્વારા તમને પાપ કરવાની ઇચ્છા થાય, તો તે તરફ જોવાનું બંધ કરો. જો કે તમારે તમારી બંને આંખોનો નાશ કરવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. તમે બંને આંખે જોઈ શકો છતાં ઈશ્વર તમને નર્કમાં નાંખે તે કરતાં અંધ થઈ અને પાપ કરતા અટકવું તે વધારે સારું છે. BSB BSB: If your right eye causes you to sin, gouge it out and throw it away. It is better for you to lose one part of your body than for your whole body to be thrown into hell.
30 UDB અને જો તમારો હાથ તમને પાપ કરવા દોરે તો, તમારા હાથનો ઉપયોગ કરવાનું બંધ કરો. જો તમારે તમારા હાથને કાપીને નાંખી દેવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. ઈશ્વર તમારું આખુ શરીર નર્કમાં નાંખે તેના કરતાં તમારા શરીરના કોઈ ભાગનો નાશ થાય તે સારું છે. BSB BSB: And if your right hand causes you to sin, cut it off and throw it away. It is better for you to lose one part of your body than for your whole body to depart into hell.
31 UDB "ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'જો કોઈ પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપે, તો તે દસ્તાવેજ લખે કે જેમાં તે કહે કે તે તેને છૂટાછેડા આપે છે.' BSB BSB: It has also been said, ‘Whoever divorces his wife must give her a certificate of divorce.’
32 UDB પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જો તેની પત્નીએ વ્યભિચાર કર્યો હોય તો તે માણસ તેની પત્નીને છૂટાછેડા આપે. જો પુરુષ તેની પત્નીને બીજા કોઈ કારણસર છૂટાછેડા આપે, અને જો તે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. અને જે પુરુષ તેની સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે." BSB BSB: But I tell you that anyone who divorces his wife, except for sexual immorality, brings adultery upon her. And he who marries a divorced woman commits adultery.
33 UDB "તમે એમ પણ સાંભળ્યું છે ઘણા સમય અગાઉ લોકોને કહેવામાં આવ્યું હતું કે, 'જૂઠા સોગંદ ખાઈને તમારે પ્રતિજ્ઞા લેવી નહીં' તેના બદલે, પ્રભુ પોતે તમારી આગળ ઊભા હોય તેવું સમજીને તમારે તમારું વચન આપવું.' BSB BSB: Again, you have heard that it was said to the ancients, ‘Do not break your oath, but fulfill your vows to the Lord.’
34 UDB પરંતુ હવે હું તમને કંઇક વધારે કહીશ: કોઈપણ કારણસર સોગંદ ખાશો નહીં! તમારા વચનની ખાતરી માટે સ્વર્ગ કે જ્યાં ઈશ્વર રહે છે, જે તેમના મહાન સામર્થ્યની જગ્યા છે અને જ્યાંથી તેઓ રાજ્ય કરે છે તેને વિશે કહેશો નહીં. BSB BSB: But I tell you not to swear at all: either by heaven, for it is God’s throne;
35 UDB અને કોઈ શપથની સોગંદ લેતાં એમ ન કહો કે પૃથ્વી તેની સાક્ષી આપશે. એમ ન કરો, કારણ કે પૃથ્વી તો ઈશ્વરનું પાયાસન છે. યરુશાલેમ શહેરના નામે પણ શપથ ન લો, કારણ કે યરુશાલેમ તો ઈશ્વર, આપણા મહાન રાજાનું શહેર છે. BSB BSB: or by the earth, for it is His footstool; or by Jerusalem, for it is the city of the great King.
36 UDB વળી, એવું વચન ન આપો કે તમે આમ કરશો અને પછી એમ કહો કે જો તમે તેમ ન કરી શકો તો તેઓ તમારું માથું કાપીને લઇ જાય. જ્યારે તમે તો તમારા માથાના એકે વાળનો રંગ બદલવા પણ શક્તિમાન નથી ત્યારે તમે કંઇક અગત્યની બાબત માટે કેવી રીતે વચન આપી શકો? BSB BSB: Nor should you swear by your head, for you cannot make a single hair white or black.
37 UDB જો કંઈ કરવા બાબતે તમે કહો, તો માત્ર એમ જ કહો કે 'હા, હું કરીશ', અથવા 'ના, હું નહીં કરું'. જો તે સિવાય તમે કંઈ વધારે કહો તો શેતાન, જે દુષ્ટ છે, તે તમને તે વાત કરવા સૂચવે છે." BSB BSB: Simply let your ‘Yes’ be ‘Yes,’ and your ‘No,’ ‘No.’ Anything more comes from the evil one.
39 UDB પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જે કોઈ તમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે તેની પાસે બદલો લેવાનો તો દૂર, તેને તેમ કરતાં રોકવાનો પણ પ્રયત્ન ના કરશો. તેના બદલે, જો કોઈ એક ગાલ પર તમાચો મારી તમારું અપમાન કરે, તો તેની સામે બીજો ગાલ ધરો કે તે તેના પર પણ તમને તમાચો મારી શકે. BSB BSB: But I tell you not to resist an evil person. If someone slaps you on your right cheek, turn to him the other also;
40 UDB જો કોઈ તમારો ઝભ્ભો મેળવવા માટે તમને ન્યાયાલયમાં લઇ જાય, તો તે વ્યક્તિને તે ઝભ્ભો અને જે તમારા માટે વધારે કિંમતી હોય તે ઉપવસ્ત્ર બંને આપો. BSB BSB: if someone wants to sue you and take your tunic, let him have your cloak as well;
41 UDB અને જો રોમન સૈનિક તને તેની સાથે એક માઈલ લઇ જવા ચાહે અને તેનો સામાન ઊંચકાવવા બળજબરી કરે, તો તેની સાથે બે માઈલ જાઓ. BSB BSB: and if someone forces you to go one mile, go with him two miles.
42 UDB વળી, જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને તે આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું માંગે, તો જાઓ અને તેને તે ઉછીનું આપો." BSB BSB: Give to the one who asks you, and do not turn away from the one who wants to borrow from you.
46 UDB જો તમે માત્ર એવા જ લોકોને પ્રેમ કરો કે જેઓ તમને પ્રેમ કરે છે, તો ઈશ્વર તમને કોઈ બદલો આપશે તેવી જરા પણ અપેક્ષા ન રાખો! દાણીઓ જેવા લોકો કે જેઓ ભયંકર બાબતો કરે છે, તેઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓ પર પ્રેમ રાખે છે. તમારે તેમના કરતા સારી રીતે વર્તવું જોઈએ! BSB BSB: If you love those who love you, what reward will you get? Do not even tax collectors do the same?
47 UDB હા, અને જો તમે માત્ર તમારા મિત્રોને જ સલામ કરો અને ઈશ્વર તેઓને આશીર્વાદ આપે એવી જો પ્રાર્થના કરો, તો તમે બીજા લોકો કરતાં સારી રીતે વર્તતા નથી. વળી બિન-યહૂદીઓ કે જેઓ ઈશ્વરનો નિયમ જાણતા નથી, તેઓ પણ એવું જ કરે છે! BSB BSB: And if you greet only your brothers, what are you doing more than others? Do not even Gentiles do the same?
48 UDB તેથી તમારે તમારા સ્વર્ગમાંના પિતા ઈશ્વર કે જેઓ તમને સંપૂર્ણપણે વિશ્વાસુ છે, તેવી જ રીતે તમારે તેમને સંપૂર્ણપણે વિશ્વાસુ રહેવું." BSB BSB: Be perfect, therefore, as your heavenly Father is perfect.