2 UDB જો તમે બીજા લોકોને દોષિત ઠરાવશો, તો ઈશ્વર તમને દોષિત ઠરાવશે. જેટલી હદ સુધી તમે બીજાઓને દોષિત ઠરાવો છો, તેટલી હદ સુધી તમને દોષિત ઠરાવવામાં આવશે. BSB BSB: For with the same judgment you pronounce, you will be judged, and with the measure you use, it will be measured to you.
3 UDB તમારામાંના કોઈએ બીજાઓના નાના દોષ વિષે ચિંતા કરવી નહીં! આ તો એવું હશે કે જાણે તેની આંખમાંના નાના તણખલાની નોંધ લેવામાં આવે છે. પરંતુ તમારે તમારા પોતાના મોટા દોષો વિષે ચિંતા કરવી જોઈએ કારણ કે તમે તમારી આંખોમાં લાકડાના મોટા પાટિયાની નોંધ લેતા નથી. BSB BSB: Why do you look at the speck in your brother’s eye but fail to notice the beam in your own eye?
4 UDB જ્યારે તમારી પોતાની જ આંખોમાં લાકડાનું પાટિયુ હોય ત્યારે, તમે બીજા લોકોને તેઓના નાના દોષ વિષે કહેશો નહિ કે, 'લાવ મને તારી આંખમાંનું તણખલું કાઢવા દે!' BSB BSB: How can you say to your brother, ‘Let me take the speck out of your eye,’ while there is still a beam in your own eye?
5 UDB જો તમે તેમ કરો, તો તમે ઢોંગી છો! તમે બીજાની આંખમાંથી તણખલું કાઢો તે અગાઉ તમારે તમારી પોતાની જ આંખોમાંનું લાકડાનું પાટિયુ કાઢવાની જરૂર છે. BSB BSB: You hypocrite! First take the beam out of your own eye, and then you will see clearly to remove the speck from your brother’s eye.
6 UDB "જે ઈશ્વરનું છે તેને તમે કૂતરાને કે જેઓ તમારા ઉપર હુમલો કરે તેઓને આપતા નથી. અને તમે મૂલ્યવાન મોતી ડુક્કર આગળ નાખતા નથી, કારણ કે તેઓ તેના ઉપર ચાલશે. તેવી જ રીતે, ઈશ્વર વિષેની અદ્દભુત બાબતો એવા લોકોને ના કહેશો કે જેઓ બદલામાં તમારા માટે દુષ્ટ બાબતો કરે. BSB BSB: Do not give dogs what is holy; do not throw your pearls before swine. If you do, they may trample them under their feet, and then turn and tear you to pieces.
7 UDB "તમારે જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગતા રહો, અને આશા રાખો કે તેઓ તમને તે આપશે. BSB BSB: Ask, and it will be given to you; seek, and you will find; knock, and the door will be opened to you.
8 UDB કેમ કે જે લોકો ઈશ્વર પાસે કંઈ માગે છે, અને આશા રાખે છે કે તેઓ તેમને તે આપશે, તેઓ સર્વ તે પામશે. BSB BSB: For everyone who asks receives; he who seeks finds; and to him who knocks, the door will be opened.
9 UDB જો તમારો દીકરો તમારી પાસે રોટલી માંગે, તો તમારામાંનો કોઈ તેને પથ્થર નહીં આપે, આપશે શું? BSB BSB: Which of you, if his son asks for bread, will give him a stone?
10 UDB જો તમારો દીકરો તમારી પાસે માછલી માગે, તો તમારામાંનો કોઈ તેને સાપ નહીં આપે, આપશે શું? BSB BSB: Or if he asks for a fish, will give him a snake?
11 UDB તમે દુષ્ટ હોવા છતાં તમે જાણો છો કે તમારાં બાળકોને સારી વસ્તુઓ કેવી રીતે આપવી. તો ઈશ્વર, તમારા પિતા જેઓ સ્વર્ગમાં છે, તેઓ તો જેઓ તેમની પાસે માગે છે તેઓને વધુ ખાતરીપૂર્વક સારી બાબતો આપશે. BSB BSB: So if you who are evil know how to give good gifts to your children, how much more will your Father in heaven give good things to those who ask Him!
12 UDB તેથી જેવી રીતે તમે ઇચ્છો છો કે બીજાઓ તમારા પ્રત્યે વર્તે, તેવી જ રીતે તમારે તેમના પ્રત્યે વર્તવું જોઈએ, કારણ કે ઈશ્વરના નિયમનો અને પ્રબોધકોએ ઘણા સમય અગાઉ જે સર્વ બાબતો લખી તેનો અર્થ તે જ છે. BSB BSB: In everything, then, do to others as you would have them do to you. For this is the essence of the Law and the Prophets.
13 UDB "ઈશ્વર સાથે સદાકાળ સ્વર્ગમાં રહેવું અઘરું છે; તે તો મુશ્કેલ માર્ગે જવા જેવું છે. સૌને ગમે તેવો એક રસ્તો છે. તે રસ્તો પહોળો છે; તેના પર ચાલીને તેઓ પહોળા દરવાજે પહોંચે છે, પણ તેમાં ચાલવા દ્વારા તેઓ મરણ પામે છે. તેથી હું તમને કહું છું કે સ્વર્ગમાં સદાકાળ ઈશ્વર સાથે રહેવા માટે અઘરો રસ્તો પસંદ કરો અને સાંકડા દરવાજામાંથી પ્રવેશ કરો." BSB BSB: Enter through the narrow gate. For wide is the gate and broad is the way that leads to destruction, and many enter through it.
15 UDB એવા લોકોથી સાવધ રહો કે જેઓ તમારી પાસે આવીને ખોટી રીતે કહે કે તેઓ તમને જે જણાવે છે તે તો ઈશ્વરે તેમને કહ્યું છે. તેઓ વરુઓ જેવા છે કે જેઓએ પોતાને ઘેટાંની ચામડીથી ઢાંક્યા છે કે તેઓ નિર્દોષ દેખાય પરંતુ તેઓ તમારા પર હુમલો કરશે. BSB BSB: Beware of false prophets. They come to you in sheep’s clothing, but inwardly they are ravenous wolves.
17 UDB આ બીજું ઉદાહરણ છે: સર્વ સારાં ફળનાં વૃક્ષ સારાં ફળ ઉત્પન્ન કરે છે, પરંતુ સંપૂર્ણ સડેલું વૃક્ષ નકામાં ફળ ઉત્પન્ન કરે છે. BSB BSB: Likewise, every good tree bears good fruit, but a bad tree bears bad fruit.
18 UDB સારું વૃક્ષ નકામું ફળ ઉત્પન્ન કરતું નથી, અને કોઈ સડેલું વૃક્ષ સારું ફળ ઉત્પન્ન કરતુ નથી. BSB BSB: A good tree cannot bear bad fruit, and a bad tree cannot bear good fruit.
19 UDB સર્વ વૃક્ષ કે જે સારાં ફળ નથી આપતાં તેઓને કામદારો કાપશે અને સળગાવી નાંખશે. BSB BSB: Every tree that does not bear good fruit is cut down and thrown into the fire.
20 UDB છોડ શું ઉત્પન્ન કરે છે તે જોઇને, તમે જાણો છો કે તે કેવા પ્રકારના છોડ છે. તેવી જ રીતે, જ્યારે તમે જુઓ છો કે જે લોકો તમારી પાસે આવે છે તેઓ શું કરે છે, ત્યારે તમે જાણશો કે તેઓ ખરેખર સારું ઉત્પન્ન કરે છે કે ખરાબ. BSB BSB: So then, by their fruit you will recognize them.
22 UDB જે દિવસે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, તે દિવસે ઘણાં લોકો મને કહેશે, 'પ્રભુ, તમારા પ્રતિનિધિ તરીકે અમે ઈશ્વરનું વચન બોલ્યા છીએ! તમારા પ્રતિનિધિ તરીકે અમે લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢ્યા છે! અને તમારા પ્રતિનિધિ તરીકે, ઘણી વખત અમે પરાક્રમી કૃત્યો કર્યાં છે!' BSB BSB: Many will say to Me on that day, ‘Lord, Lord, did we not prophesy in Your name, and in Your name drive out demons and perform many miracles?’
23 UDB પછી હું તેઓને જાહેરમાં કહીશ, 'મેં ક્યારેય કહ્યું નથી કે તમે મારા છો. તમે જેઓ દુષ્ટતા કરો છો, તેઓ મારાથી દૂર જાઓ!'" BSB BSB: Then I will tell them plainly, ‘I never knew you; depart from Me, you workers of lawlessness!’
24 UDB માટે, હું જે કહું છું તે જે કોઈ સાંભળે અને હું જે આજ્ઞા આપું તે પ્રમાણે જે કોઈ કરે છે તે તો પથ્થર પર પોતાનું ઘર બાંધનાર ડાહ્યા માણસ જેવા થશે. BSB BSB: Therefore everyone who hears these words of Mine and acts on them is like a wise man who built his house on the rock.
25 UDB વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા, છતાં પણ તે પડી ગયું નહીં કારણ કે તેને નક્કર ખડક પર બાંધવામાં આવ્યું હતું. BSB BSB: The rain fell, the torrents raged, and the winds blew and beat against that house; yet it did not fall, because its foundation was on the rock.
26 UDB બીજી તરફ, હું જે કહું છું તે જે સાંભળે છે પરંતુ મારી આજ્ઞા પાળતો નથી તે મૂર્ખ માણસ કે જે રેતી પર ઘર બાંધે છે તેના જેવો થશે. BSB BSB: But everyone who hears these words of Mine and does not act on them is like a foolish man who built his house on sand.
27 UDB જ્યારે વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા ત્યારે, તે ધસી પડ્યું અને સંપૂર્ણપણે તૂટી ગયું કારણ કે તે રેતી પર બાંધવામાં આવ્યું હતું. તેથી મેં તમને જે કહ્યું છે તે તમારે પાળવું જોઈએ. BSB BSB: The rain fell, the torrents raged, and the winds blew and beat against that house, and it fell—and great was its collapse!”
28 UDB જ્યારે ઈસુ તે સર્વ બાબતો શીખવી રહ્યા, ત્યારે તેઓએ કેવી રીતે શીખવ્યું તે સાંભળનાર ટોળું તેનાથી આશ્ચર્ય પામ્યું. BSB BSB: When Jesus had finished saying these things, the crowds were astonished at His teaching,
29 UDB તેઓએ એક શિક્ષકની જેમ શીખવ્યું કે જેનો આધાર પોતે જે જાણે છે તેના પર છે. તેઓ યહૂદી નિયમોને શીખવનારની જેમ શીખવતા ન હતા, કે જેઓ બીજા માણસોએ શીખવેલી જુદી જુદી બાબતોનું રટણ કર્યા કરતા હતા. BSB BSB: because He taught as one who had authority, and not as their scribes.