1 UDB જ્યારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે મોટો સમુદાય તેમની પાછળ ગયો. BSB BSB: When Jesus came down from the mountain, large crowds followed Him.
2 UDB ઈસુએ સમુદાયને વિદાય આપી ત્યારબાદ, એક માણસ કે જેને ચામડીનો રોગ થયો હતો તે આવ્યો અને તેમની આગળ ઘૂંટણ પડ્યો. તેણે ઈસુને કહ્યું, "પ્રભુ, કૃપા કરીને મને સાજો કરો, કારણ કે હું જાણું છું કે જો તમે ઇચ્છો તો તમે મને સાજો કરવા સક્ષમ છો." BSB BSB: Suddenly a leper came and knelt before Him, saying, “Lord, if You are willing, You can make me clean.”
3 UDB પછી ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો અને તે માણસને સ્પર્શ કર્યો. તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ઈચ્છું છું, અને હમણાં જ હું તને સાજો કરું છું!" BSB BSB: Jesus reached out His hand and touched the man. “I am willing,” He said. “Be clean!” And immediately his leprosy was cleansed.
4 UDB પછી ઈસુએ તેને કહ્યું, "હવે ધ્યાન રાખ કે મેં તને સાજો કર્યો, તે યાજક સિવાય કોઈને કહીશ નહીં. પછી યરુશાલેમના ભક્તિસ્થાને જા અને મૂસાના જણાવ્યા મુજબ અર્પણ ચઢાવ કે લોકો તે વિષે જાણે." BSB BSB: Then Jesus instructed him, “See that you don’t tell anyone. But go, show yourself to the priest and offer the gift prescribed by Moses, as a testimony to them.”
5 UDB જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં ગયા ત્યારે, એક રોમન અધિકારી જે સો સૈનિકોનો ઉપરી હતો તે તેમની પાસે આવ્યો. તેણે ઈસુ પાસે મદદ માંગી. BSB BSB: When Jesus had entered Capernaum, a centurion came and pleaded with Him,
6 UDB તેણે તેમને કહ્યું, "પ્રભુ, મારો નોકર ઘરે ખાટલામાં લકવાગ્રસ્ત થઈને પડેલો છે, અને તેને સખત પીડા થાય છે." BSB BSB: “Lord, my servant lies at home, paralyzed and in terrible agony.”
7 UDB ઈસુએ તેને કહ્યું, "હું તારા ઘરે આવીને તેને સાજો કરીશ." BSB BSB: “I will go and heal him,” Jesus replied.
8 UDB પરંતુ તે અધિકારીએ તેમને કહ્યું, "તમે મારા ઘરે આવો તે માટે હું લાયક નથી. તેના બદલે, માત્ર એમ કહો કે મારો નોકર સાજો થયો છે, અને તે સાજો થશે. BSB BSB: The centurion answered, “Lord, I am not worthy to have You come under my roof. But just say the word, and my servant will be healed.
9 UDB તેવું જ મારી સાથે પણ છે. હું સૈનિક છું; મારે મારા સેનાપતિને આધીન થવું પડે છે, અને મારી પાસે પણ સૈનિકો છે કે જેઓને હું આજ્ઞા આપું છું. જ્યારે હું તેઓમાંના એકને કહું છું 'જા!' તે જાય છે. જ્યારે હું બીજાને કહું છું 'આવ!' તે આવે છે. જ્યારે હું મારા નોકરને કહું, 'આ કર!' તે તે કરે છે." BSB BSB: For I myself am a man under authority, with soldiers under me. I tell one to go, and he goes, and another to come, and he comes. I tell my servant to do something, and he does it.”
10 UDB જ્યારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. જે ટોળું તેમની સાથે ચાલતું હતું તેઓને તેમણે કહ્યું, "આ સાંભળો: આ બિનયહૂદી માણસ મારા પર જેટલો વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ મારા પર કરનાર કોઈ મને મળ્યું નથી. ઇઝરાયલ, કે જ્યાં હું આશા રાખું છું કે તે લોકો મારા પર વિશ્વાસ કરે ત્યાં પણ મને કોઈ મળ્યું નથી, શું મને કોઈ એવું મળ્યું કે જે મારા પર આટલો બધો વિશ્વાસ કરે! BSB BSB: When Jesus heard this, He marveled and said to those following Him, “Truly I tell you, I have not found anyone in Israel with such great faith.
11 UDB હું તમને ખરેખર કહું છું કે બીજા ઘણા બિનયહૂદીઓ પણ મારા પર વિશ્વાસ કરશે, અને તેઓ દૂર દેશોથી એટલે પૂર્વ અને પશ્ચિમ સહિતના દૂર દેશોથી આવશે, અને જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી સંપૂર્ણપણે સર્વસ્વ પર રાજ કરશે ત્યારે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની સાથે તેઓ જમવા બેસશે. BSB BSB: I say to you that many will come from the east and the west to share the banquet with Abraham, Isaac, and Jacob in the kingdom of heaven.
12 UDB પરંતુ જે યહૂદીઓ પર ઈશ્વરે રાજ કરવાનું ધાર્યું તેમને તો તેઓ ઘોર નર્કના અંધકારમાં નાંખશે. તેઓની વેદનાના કારણે તેઓ રડશે, અને તેઓની સખત પીડાના કારણે તેઓ દાંત પીસશે." BSB BSB: But the sons of the kingdom will be thrown into the outer darkness, where there will be weeping and gnashing of teeth.”
13 UDB પછી ઈસુએ તે અધિકારીને કહ્યું, "ઘરે જા. તેં જે વિશ્વાસ કર્યો છે તે પ્રમાણે થશે." પછી તે અધિકારી ઘરે ગયો અને તેણે જોયું કે તેનો નોકર ઈસુએ કહ્યું હતું કે તેઓ તેને સાજો કરશે તે જ સમયે સાજો થયો હતો. BSB BSB: Then Jesus said to the centurion, “Go! As you have believed, so will it be done for you.” And his servant was healed at that very hour.
15 UDB તેમણે તેનો હાથ પકડ્યો, અને તરત જ તેનો તાવ જતો રહ્યો. પછી તે ઊભી થઇ અને તેઓને ખોરાક આપી તેણે તેઓની સરભરા કરી. BSB BSB: So He touched her hand, and the fever left her, and she got up and began to serve Him.
16 UDB તે સાંજે જ્યારે વિશ્રામવાર પૂરો થયો, ત્યારે લોકોએ જે લોકો દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને, અને બીજા જેઓ બીમાર હતા તેઓને તેમની પાસે લાવ્યા. BSB BSB: When evening came, many who were demon-possessed were brought to Jesus, and He drove out the spirits with a word and healed all the sick.
17 UDB જ્યારે તેમણે આ પ્રમાણે કર્યું, ત્યારે યશાયા પ્રબોધકે જે લખ્યું હતું તે સાચું ઠર્યું, 'તેમણે લોકોને માંદગીમાંથી મુક્ત કર્યા, અને તેમણે તેઓને સાજા કર્યા.' BSB BSB: This was to fulfill what was spoken through the prophet Isaiah: “He took up our infirmities and carried our diseases.”
18 UDB જ્યારે ઈસુએ તેમની આસપાસના ટોળાને જોયું ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે તેઓ તેમને સરોવરની બીજી બાજુએ લઈ જાય. BSB BSB: When Jesus saw a large crowd around Him, He gave orders to cross to the other side of the sea.
19 UDB જે વખતે તેઓ હોડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ કે જે યહૂદી નિયમો શીખવતો હતો તે તેમની પાસે આવ્યો અને કહ્યું, "ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ." BSB BSB: And one of the scribes came to Him and said, “Teacher, I will follow You wherever You go.”
20 UDB ઈસુએ તેને ઉત્તર આપ્યો, "શિયાળોને રહેવા માટે જમીનમાં દર હોય છે, અને પક્ષીઓને રહેવા માળા, પણ જો કે હું માણસનો દીકરો છું, તો પણ મારી પાસે ઘર નથી કે જ્યાં હું સૂઈ શકું." BSB BSB: Jesus replied, “Foxes have dens and birds of the air have nests, but the Son of Man has no place to lay His head.”
21 UDB બીજો માણસ કે જે ઈસુનો શિષ્ય હતો તેણે તેમને કહ્યું, "પ્રભુ, મને ઘરે જવા મંજૂરી આપો. મારા પિતા મરણ પામે ત્યારે હું તેમનું દફન કરું, અને પછી હું તમારી સાથે આવીશ." BSB BSB: Another of His disciples requested, “Lord, first let me go and bury my father.”
22 UDB પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મારી સાથે આવ. જેઓ મરણ પામ્યા હોય તેવા લોકો છે તેઓને તેમના લોકોના મરણ પામવાની રાહ જોવા દે." BSB BSB: But Jesus told him, “Follow Me, and let the dead bury their own dead.”
23 UDB પછી ઈસુ હોડીમાં ચઢ્યા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા. BSB BSB: When He got into the boat, His disciples followed Him.
24 UDB અચાનક પાણી પર ભારે પવન ફૂંકાયો, અને ખૂબ ઊંચા મોજાં ઊછળ્યા અને હોડીને ભરવા લાગ્યાં. પરંતુ ઈસુ ઊંઘતાં હતા. BSB BSB: Suddenly a violent storm came up on the sea, so that the boat was engulfed by the waves. But Jesus was sleeping.
25 UDB તેઓ ઈસુની પાસે આવ્યા, તેમને ઉઠાડ્યા અને તેમને કહ્યું, "પ્રભુ, અમને બચાવો! અમે ડૂબી રહ્યા છીએ!" BSB BSB: The disciples went and woke Him, saying, “Lord, save us! We are perishing!”
26 UDB તેમણે તેઓને કહ્યું, "તમારે ગભરાવું ન જોઈએ! હું તમને બચાવી શકું તેવો તમે પૂરતો વિશ્વાસ કરતા નથી." પછી તેઓ ઊઠ્યા અને પવનને ધમકાવ્યો અને મોજાઓને શાંત રહેવા કહ્યું. તરત જ પવન ફૂંકાતો બંધ થયો અને પાણી શાંત થયું. BSB BSB: “You of little faith,” Jesus replied, “why are you so afraid?” Then He got up and rebuked the winds and the sea, and it was perfectly calm.
27 UDB તે માણસો આશ્ચર્યચકિત થયા, અને તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસ નક્કી એક અદ્દભુત વ્યક્તિ છે! સઘળી બાબતો તેમના નિયંત્રણમાં છે! પવન અને મોજાઓ પણ તેમનું માને છે!" BSB BSB: The men were amazed and asked, “What kind of man is this? Even the winds and the sea obey Him!”
28 UDB જ્યારે તેઓ સરોવરની પૂર્વ બાજુએ આવ્યા, ત્યારે તેઓ જ્યાં ગાડરેનેસના લોકો રહેતા હતા ત્યાં આવી પહોચ્યાં. પછી બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓ જ્યાં રહેતા હતા તે દફનની ગુફાઓમાંથી બહાર આવ્યા. કોઈ તે રસ્તેથી મુસાફરી કરવાની હિંમત કરતું ન હતું, કારણ કે તેઓ ઘણા જ હિંસક હતા અને હુમલો કરતા હતા. BSB BSB: When Jesus arrived on the other side in the region of the Gadarenes, He was met by two demon-possessed men coming from the tombs. They were so violent that no one could pass that way.
29 UDB એકાએક તેઓએ ઈસુને બૂમ પાડી, "તમે ઈશ્વરના પુત્ર છો! અમને એકલા છોડી દો, કારણ કે આપણી વચ્ચે શી તકરાર છે? જે સમય ઈશ્વરે અમને શિક્ષા કરવા માટે નક્કી કર્યો છે તે સમય અગાઉ તમે શું અમને ત્રાસ પમાડવા આવ્યા છો?" BSB BSB: “What do You want with us, Son of God?” they shouted. “Have You come here to torture us before the appointed time?”
30 UDB ત્યાં નજીકમાં જ ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. BSB BSB: In the distance a large herd of pigs was feeding.
31 UDB દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરીને કહ્યું, "તમે અમને આ માણસમાંથી બહાર કાઢવાના છો, તેથી અમને તે ભૂંડોમાં જવા દો!" BSB BSB: So the demons begged Jesus, “If You drive us out, send us into the herd of pigs.”
32 UDB ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ત્યાં જવા ઇચ્છતા હો, તો જાઓ!" તેથી દુષ્ટાત્માઓ તે માણસને છોડીને ભૂંડોમાં ગયા. એકાએક તે આખું ટોળું કિનારેથી સમુદ્રમાં ધસી પડ્યું અને ડૂબી ગયું. BSB BSB: “Go!” He told them. So they came out and went into the pigs, and the whole herd rushed down the steep bank into the sea and died in the waters.
33 UDB જે લોકો ભૂંડોને સાચવતા હતા તેઓ ગભરાયા અને નગરમાં દોડી ગયા, અને તે બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જે થયું તે સહિત જે સર્વ બન્યું તે તેઓએ જણાવ્યું. BSB BSB: Those tending the pigs ran off into the town and reported all this, including the account of the demon-possessed men.
34 UDB પછી જાણે કે તે શહેરમાં રહેનારા સર્વ ઈસુને મળવા ગયા. જ્યારે તેઓએ તેમને અને તે બે વ્યક્તિ કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જોયા, ત્યારે તેઓએ ઈસુને વિનંતી કરી કે તેઓ તેમનો પ્રદેશ છોડીને જાય. BSB BSB: Then the whole town went out to meet Jesus. And when they saw Him, they begged Him to leave their region.