1 UDB હું પાઉલ, ઈસુ ખ્રિસ્તની સેવા કરનાર બંદીવાન છું. હું અહીં આપણા સાથી વિશ્વાસી, તિમોથીની સાથે છું. અમારા વહાલા મિત્ર અને સહકર્મી ફિલેમોન, આ પત્ર હું તને લખું છું. BSB BSB: Paul, a prisoner of Christ Jesus, and Timothy our brother, To Philemon our beloved fellow worker,
2 UDB હું આફિયાને, તેમજ આપણા સાથી વિશ્વાસી, કે જે એક સૈનિકની જેમ આપણી સાથે સેવા કરે છે તે આર્ખિપસને પણ લખું છું. અને તારા ઘરમાં વિશ્વાસીઓનો જે સમુદાય એકઠો મળે છે તેઓને લખું છું. BSB BSB: to Apphia our sister, to Archippus our fellow soldier, and to the church that meets at your house:
3 UDB હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમ સર્વની સાથે કૃપાળુપણે વર્તવાનું જારી રાખે. હું પ્રાર્થના કરું છું કે તેઓ તમને સતત શાંતિ આપે. BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ.
4 UDB જ્યારે હું તારા માટે પ્રાર્થના કરું છું ત્યારે, હું હંમેશાં ઈશ્વરનો આભાર માનું છું, BSB BSB: I always thank my God, remembering you in my prayers,
5 UDB કારણ કે તું પ્રભુ ઈસુ પર કેવી રીતે વિશ્વાસ રાખે છે તે હું સતત સાંભળું છું. તું કેવી રીતે બધા વિશ્વાસીઓને પ્રેમ કરવાનું અને મદદ કરવાનું જારી રાખે છે તે વિષે પણ હું સાંભળું છું. BSB BSB: because I hear about your faith in the Lord Jesus and your love for all the saints.
6 UDB જેમ અમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તેમ જ તું પણ કરે છે તે કારણે હું પ્રાર્થના કરું છું કે અમારે તને ખ્રિસ્ત સંબંધીની જે બાબતો આપવાની છે તે સમજવા માટે તું સક્ષમ થાય. BSB BSB: I pray that your partnership in the faith may become effective as you fully acknowledge every good thing that is ours in Christ.
7 UDB હું ઘણો આનંદિત અને ઉત્તેજિત થયો છું કારણ કે મારા વહાલા મિત્ર, તું, ઈશ્વરના લોકોને પ્રેમ કરે છે અને તેઓને મદદ કરે છે. BSB BSB: I take great joy and encouragement in your love, because you, brother, have refreshed the hearts of the saints.
8 UDB તેથી હું તને કંઈક કરવા સંબંધી જણાવું છું. મને સંપૂર્ણ ખાતરી છે કે તારે જે કરવું જોઈએ તે કરવાની તને આજ્ઞા આપવાનો મને અધિકાર છે, કારણ કે હું ખ્રિસ્તનો પ્રેરિત છું. BSB BSB: So although in Christ I am bold enough to order you to do what is proper,
9 UDB પરંતુ હું જાણું છું કે તું ઈશ્વરના લોકોને પ્રેમ કરે છે તેને લીધે, હું તને આજ્ઞા આપવાને બદલે આ પ્રમાણે કરવાની વિનંતી કરું છું. હું, વયોવૃદ્ધ પાઉલ, અને હમણાં ખ્રિસ્ત ઈસુની સેવા કરવાને લીધે થયેલો બંદીવાન, તને વિનંતી કરું છું. BSB BSB: I prefer to appeal on the basis of love. For I, Paul, am now aged, and a prisoner of Christ Jesus as well.
10 UDB હું તને વિનંતી કરું છું કે તું ઓનેસીમસ માટે કંઇક કરે. કેમ કે અહીં જેલમાં મેં તેને ખ્રિસ્ત વિષે જણાવ્યું છે તેથી હાલ તે મારા દીકરા જેવો છે. BSB BSB: I appeal to you for my child Onesimus, whose father I became while I was in chains.
11 UDB તેના નામનો અર્થ જેમ તું જાણે છે તેમ "ઉપયોગી" એવો થાય છે, તેમ છતાં, તે ભૂતકાળમાં તારા માટે બિનઉપયોગી હતો. પરંતુ હવે તે તારા અને મારા એમ આપણા બંને માટે ઉપયોગી છે! BSB BSB: Formerly he was useless to you, but now he has become useful both to you and to me.
12 UDB જો કે તે મને ખૂબ વહાલો છે તે છતાં, હું તેને તારી પાસે પાછો મોકલું છું. BSB BSB: I am sending back to you him who is my very heart.
13 UDB હું તેને મારી પાસે રાખવાની ઇચ્છા રાખતો હતો, કે જેથી તે તારા બદલામાં મારી સેવા કરે. મને તેની જરૂર છે કારણ કે ખ્રિસ્ત વિશેના મારા સંદેશાઓને લીધે હું જેલમાં છું. BSB BSB: I would have liked to keep him with me, so that on your behalf he could minister to me in my chains for the gospel.
14 UDB જો કે, તેને અહીં મારી સાથે રાખવા સંબંધી મેં તને હજુ સુધી પૂછ્યું નથી અને તેં મને પરવાનગી આપી નથી તેને લીધે, મેં તેને અહીં ન રાખવાનું નક્કી કર્યું છે. મેં નક્કી કર્યું છે કે જો તું ખરેખર મારી મદદ કરવા ચાહતો હોય તો જ તારે મારી મદદ કરવી. BSB BSB: But I did not want to do anything without your consent, so that your goodness will not be out of compulsion, but by your own free will.
17 UDB માટે જો તું એવો વિશ્વાસ કરે છે કે તું અને હું સાથે મળીને ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છીએ તો, તું જેમ મારો સ્વીકાર કરે તેમ તેનો પણ સ્વીકાર કરજે. BSB BSB: So if you consider me a partner, receive him as you would receive me.
18 UDB જો તેણે તને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યું હોય, કે તેનું તારી સાથે કોઈ દેવું હોય તો, હું તેની જવાબદારી લઉં છું. BSB BSB: But if he has wronged you in any way or owes you anything, charge it to my account.
19 UDB હું પાઉલ, હવે મારા પોતાને હાથે લખું છું: તેનું જે દેવું હશે તે હું ભરપાઈ કરીશ. હું તને કહી શકું છું કે ઓનેસીમસ તારો ઋણી હોય તેના કરતાં તું મારો વધારે ઋણી છે, કારણ કે મેં તને જે જણાવ્યું છે તેણે તારા જીવનને બચાવ્યું છે. BSB BSB: I, Paul, write this with my own hand. I will repay it—not to mention that you owe me your very self.
20 UDB મારા ભાઈ, પ્રભુને લીધે મને તારી પાસેથી ખરેખર આટલો ફાયદો પામવા દે. આપણે બંને ખ્રિસ્ત સાથે જોડાએલા છીએ તેને લીધે, મારા હૃદયને આનંદિત કર. BSB BSB: Yes, brother, let me have some benefit from you in the Lord. Refresh my heart in Christ.
21 UDB મેં તને આ પત્ર લખ્યો છે કારણ કે, મને ખાતરી છે કે હું તને જે કરવાનું કહું છું તે પ્રમાણે તું કરશે. હકીકતમાં તો, હું જાણું છું કે હું તને જે કહું છું તેના કરતાં પણ તું વિશેષ કરશે. BSB BSB: Confident of your obedience, I write to you, knowing that you will do even more than I ask.
22 UDB વિશેષમાં, મારા માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે, કારણ કે હું ખાતરીપૂર્વક આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓના પરિણામે, હું જેલમાંથી મુક્ત થઈશ અને તમારા સર્વની પાસે આવીશ. BSB BSB: In the meantime, prepare a guest room for me, because I hope that through your prayers I will be restored to you.
23 UDB એપાફ્રાસ, કે જે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાવાને લીધે મારી સાથે જેલમાં સહન કરી રહ્યો છે, તે તમને શુભેચ્છા પાઠવે છે. BSB BSB: Epaphras, my fellow prisoner in Christ Jesus, sends you greetings,
24 UDB માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, જેઓ મારા બીજા સહકાર્યકર્તાઓ છે તેઓ પણ તને શુભેચ્છા પાઠવે છે. BSB BSB: as do Mark, Aristarchus, Demas, and Luke, my fellow workers.
25 UDB હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે હંમેશા કૃપા રાખે. BSB BSB: The grace of the Lord Jesus Christ be with your spirit.
Select verses for actions: Enter goes to them and Escape comes back.