3 UDB ઈશ્વરનો દીકરો ઈશ્વરના મહિમાવાન સામર્થ્યનું તેજ છે. તેમણે ઈશ્વર ખરેખર કેવા છે તે ચોક્કસ રીતે દર્શાવ્યું છે. જે સર્વ બાબતો અસ્તિત્વ ધરાવે છે તેમને દીકરો પરાક્રમી આદેશો આપીને ટકાવી રાખે છે. તેમણે સર્વ પાપોની માફીને માટે કાર્ય પૂર્ણ કર્યા પછી, તેઓ સ્વર્ગમાં ચઢીને ઈશ્વર પિતાને જમણે હાથે, જ્યાં તેઓ તેમની સાથે રાજ કરે છે ત્યાં સર્વોચ્ચ માનની જગ્યાએ બિરાજમાન છે. BSB BSB: The Son is the radiance of God’s glory and the exact representation of His nature, upholding all things by His powerful word. After He had provided purification for sins, He sat down at the right hand of the Majesty on high.
4 UDB ઈશ્વરે પોતાના દીકરાને દૂતો કરતાં અતિ ઘણો મહત્વપૂર્ણ બનાવ્યો છે કે તેમની પાસે દૂતો કરતાં ઘણો વધારે મહિમા અને અધિકાર છે. BSB BSB: So He became as far superior to the angels as the name He has inherited is excellent beyond theirs.
5 UDB ઈશ્વરે પોતાના પુત્રને જે કહ્યું તેવું કોઈ દૂતને કદી કહ્યું હોય એવું શાસ્ત્રમાં કોઈએ નોધ્યું નથી: "તું મારો પુત્ર છે! આજે મેં સર્વને જાહેર કર્યું છે કે હું તારો પિતા છું!" અને બીજા એક શાસ્ત્રભાગમાં પોતાના પુત્ર વિષે તેમણે જે જણાવ્યું તે તેમણે કોઈ દૂત વિષે કદી કહ્યું નથી કે: "હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે." BSB BSB: For to which of the angels did God ever say: “You are My Son; today I have become Your Father”? Or again: “I will be His Father, and He will be My Son”?
6 UDB જ્યારે ઈશ્વર પોતાના માનયોગ્ય પુત્રને, પોતાના એકનાએક પુત્રને જગતમાં લાવ્યા ત્યારે તેમણે આજ્ઞા કરી: "મારા સર્વ દૂતો તેનું ભજન કરો." BSB BSB: And again, when God brings His firstborn into the world, He says: “Let all God’s angels worship Him.”
7 UDB અને શાસ્ત્રવચનમાં દૂતો વિષે લખવામાં આવ્યું છે: "ઈશ્વરે પોતાના દૂતોને આત્મા સ્વરૂપ બનાવ્યા છે, અને તેમના સેવકો જેઓ તેમની સેવા કરે છે તેઓને અગ્નિની જ્વાળા જેવા બનાવ્યા છે." BSB BSB: Now about the angels He says: “He makes His angels winds, His servants flames of fire.”
8 UDB પણ શાસ્ત્રવચનમાં ઈશ્વરપુત્ર વિષે એ પણ લખવામાં આવ્યું છે: "તમે ઈશ્વર છો જેઓ સર્વકાળ રાજ કરશો, અને તમે ન્યાયીપણે તમારા રાજ્ય પર રાજ્ય ચલાવશો. BSB BSB: But about the Son He says: “Your throne, O God, endures forever and ever, and justice is the scepter of Your kingdom.
9 UDB તમે લોકોના ન્યાયી કૃત્યો પર પ્રેમ રાખ્યો છે અને લોકોના પાપી કૃત્યોને ધિક્કાર્યા છે. તેથી ઈશ્વરપિતા, જેમનું તમે ભજન કરો છો, તેમણે તમને સર્વ કરતાં વધુ આનંદિત કર્યા છે." BSB BSB: You have loved righteousness and hated wickedness; therefore God, Your God, has anointed You above Your companions with the oil of joy.”
10 UDB વળી, આપણે એ પણ જાણીએ છીએ કે તેમનો દીકરો દૂતો કરતાં ચઢિયાતો છે કારણ કે, શાસ્ત્રવચનમાં ઈશ્વરપુત્ર વિષે લખવામાં આવ્યું છે કે, "પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીને ઉત્પન્ન કરી. વળી તમે બાકીનું વિશ્વ, તારાઓ અને આકાશમાં જે બધું છે તેનું પણ સર્જન કર્યું. BSB BSB: And: “In the beginning, O Lord, You laid the foundations of the earth, and the heavens are the work of Your hands.
11 UDB એ સર્વ બાબતો લાંબો સમય ટકશે નહીં, પણ તમે હંમેશા માટે રહેશો. જેમ વસ્ત્રો જીર્ણ થઈ જાય તેમ તેઓ નાશ પામશે. BSB BSB: They will perish, but You remain; they will all wear out like a garment.
12 UDB જૂનાં વસ્ત્રોની માફક તમે તેમને વાળી લેશો. પછી જેમ કોઈ નવા વસ્ત્રો ધારણ કરે તેમ, વિશ્વમાં બધી બાબતોને નવી બનાવશો. પરંતુ તમે એકસમાન જ રહેશો, અને તમે સદાકાળ જીવશો!" BSB BSB: You will roll them up like a robe; like a garment they will be changed; but You remain the same, and Your years will never end.”
13 UDB ઈશ્વરે તેમના પુત્રને જે કહ્યું તેવું તેમણે કદી કોઈ દૂતને કહ્યું નથી: "તમે તેમના પર રાજ કરો માટે, તમારા સર્વ શત્રુઓનો પરાજય ન કરું ત્યાં સુધી મારી સાથે સૌથી મહત્વના સ્થાને બેસીને મારી સાથે રાજ કરો!" BSB BSB: Yet to which of the angels did God ever say: “Sit at My right hand until I make Your enemies a footstool for Your feet”?
14 UDB દૂતો કેવળ એવા આત્માઓ છે જેઓને ઈશ્વર પોતાના વચન મુજબ બહુ જલદી સંપૂર્ણપણે બચાવશે તેઓને વિશ્વાસીઓની કાળજી અને સંભાળ લેવા ઈશ્વરે મોકલી દીધા છે. BSB BSB: Are not the angels ministering spirits sent to serve those who will inherit salvation?
Select verses for actions: Enter goes to them and Escape comes back.