1 UDB એફેસસ શહેરમાં જે વિશ્વાસીઓનો સમુદાય છે તેના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીઓની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે: BSB BSB: “To the angel of the church in Ephesus write: These are the words of Him who holds the seven stars in His right hand and walks among the seven golden lampstands.
2 UDB 'તેં જે કર્યું છે તે હું જાણું છુ. હું જાણું છું કે તું મારા માટે સખત પરિશ્રમ કરે છે. જ્યારે તું મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ત્યારે તું ધીરજવાન છે તે હું જાણું છું. હું એ પણ જાણું છું કે જેઓ દુષ્ટ છે તેવા માણસોને તું સહન કરી શકતો નથી, અને તેઓના વિશ્વાસ સંબંધી તું તેઓને પ્રશ્ન કરે છે, અને જેઓ પ્રેરિત હોવાનો દાવો કરે છે પણ એવા નથી તેઓને તું જાણે છે. BSB BSB: I know your deeds, your labor, and your perseverance. I know that you cannot tolerate those who are evil, and you have tested and exposed as liars those who falsely claim to be apostles.
3 UDB મારા પર વિશ્વાસ કરવાને લીધે તું ધીરજથી દુ:ખ સહન કરે છે અને તું મારી પાછળ ચાલે છે તેને લીધે જ્યારે લોકોએ તને દુઃખી કર્યો તે છતાં તેં સતત મારી સેવા કરવાનું ચાલુ રાખ્યું, તે હું જાણું છું. જ્યારે મુશ્કેલ હતું ત્યારે પણ તેં મારી સેવા ચાલુ રાખી અને મારાં વચનોને પકડી રાખ્યાં છે. તે તારા માટે મુશ્કેલ હતું તોપણ તેં છોડી દીધું નહીં કે બંધ કરી દીધું નહીં. BSB BSB: Without growing weary, you have persevered and endured many things for the sake of My name.
4 UDB તોપણ, તેં કઈક ખોટું કર્યું છે: તું પ્રથમ વાર વિશ્વાસમાં આવ્યો ત્યારે જેવો પ્રેમ કરતો હતો તેવો પ્રેમ હવે તું મારા પર અને એકબીજા પર કરતો નથી. તને મારા પર શરૂઆતમાં જેવો પ્રેમ હતો તેવો પ્રેમ હવે નથી. BSB BSB: But I have this against you: You have abandoned your first love.
5 UDB તેથી હું તને કહું છું કે, તું મને કેવો પ્રેમ કરતો હતો તે યાદ કર. પ્રથમના જેવો પ્રેમ મને ફરીથી કર. જો તું તેમ નહિ કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને દૂર કરીશ કે જેથી તમે મારા લોક તરીકે ન રહો. BSB BSB: Therefore, keep in mind how far you have fallen. Repent and perform the deeds you did at first. But if you do not repent, I will come to you and remove your lampstand from its place.
6 UDB પણ તું એક બાબત ઘણી સારી કરે છે: નીકોલાયતીઓ, જેઓ કહે છે કે, તમે મૂર્તિપૂજા અને અનૈતિક કામ કરી શકો છો-- તેઓ જે કરે છે તેનો જેમ હું તિરસ્કાર કરું છું તેમ તમે પણ તેનો તિરસ્કાર કરો છો. BSB BSB: But you have this to your credit: You hate the works of the Nicolaitans, which I also hate.
7 UDB દરેક જણ જે મારો સંદેશ સમજવા ચાહે છે તેઓ, તમ એકઠા મળેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. સંદેશ તો આ છે: તમે જેઓ વિજયવંત છો તેઓને હું જે વૃક્ષ ઈશ્વરના બાગમાં છે અને જે અનંતજીવન આપે છે તેનું ફળ ખાવાને માટે આપીશ.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches. To the one who overcomes, I will grant the right to eat from the tree of life in the Paradise of God.
8 UDB સ્મર્ના શહેરમાં વિશ્વાસીઓનો જે સમુદાય છે તેના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: 'હું આ વાતો તને કહું છું. જેણે સર્વ બાબતોનો આરંભ કર્યો તે હું પ્રથમ છું, અને જે સર્વ બાબતોનો અંત લાવનાર છે તે હું છેલ્લો છું. હું મરણ પામ્યો હતો અને પાછો જીવતો થયો છું. BSB BSB: To the angel of the church in Smyrna write: These are the words of the First and the Last, who died and returned to life.
9 UDB તેં જે સહન કર્યું છે તે હું જાણું છું. હું જાણું છું કે તું કેટલો ગરીબ છે અને તારે જેની જરૂર છે તેની તને અછત છે (પણ અનંતકાળની જે બાબતો છે તેઓમાં તું ખરેખર ધનવાન છે અને તે તારી પાસેથી લઈ લેવાશે નહિ). તું ખ્રિસ્તને અનુસરે છે તેને લીધે લોકો તને શાપ આપે છે અને તારા વિષે દુષ્ટ વાતો કહે છે તે કેવું ભયંકર છે તે તું જાણે છે. યહૂદીઓ કે (જેઓ ખરા યહૂદીઓ નથી) જેઓ તને શાપ દે છે અને તારા વિષે દુષ્ટ વાતો કરે છે, તેઓ શેતાનની સભાના છે, ઈશ્વરના લોકોની સભાના નથી. BSB BSB: I know your affliction and your poverty—though you are rich! And I am aware of the slander of those who falsely claim to be Jews, but are in fact a synagogue of Satan.
10 UDB તારે જે જે સહન કરવું પડશે તેથી બીશ નહિ. સત્ય એ છે કે શેતાન તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે, એવી મુસીબતભરી જગ્યામાં નાખશે કે જ્યાં તારી કસોટી કરવામાં આવશે કે તારો વિશ્વાસ કેવો છે. થોડા સમયને માટે તારે સહન કરવું પડશે. તું મારા પર વિશ્વાસ રાખે છે તેના કારણે તેઓ તને મારી નાખે તોપણ, મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખજે. અને હું તારા માથા પર જીવનનો મુગટ મૂકીશ જે દર્શાવશે કે તું વિજય પામ્યો છે અને તને અનંતજીવન છે. BSB BSB: Do not fear what you are about to suffer. Behold, the devil is about to throw some of you into prison to test you, and you will suffer tribulation for ten days. Be faithful even unto death, and I will give you the crown of life.
11 UDB એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા શો સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. સર્વ જેઓ જીત પામે છે તેઓ બીજી વખત કદી મરણ પામશે નહિ.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches. The one who overcomes will not be harmed by the second death.
12 UDB "પેર્ગામમ શહેરના વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: 'હું આ વાતો તને કહું છું. જેની પાસે બેધારી તીક્ષ્ણ તરવાર છે હું તે છું. BSB BSB: To the angel of the church in Pergamum write: These are the words of the One who holds the sharp, double-edged sword.
13 UDB હું જાણું છું કે જ્યાં શેતાનનું બળ ભારે છે અને જે દરેક જગ્યામાં તેની અસર વર્તાય છે ત્યાં તું રહે છે. જ્યારે મારા વિશ્વાસુ સેવક અંતિપાસને કે જેણે લોકોને હું કોણ છું અને મેં શું કર્યું છે તે વિષે સતત કહેવાનું ચાલુ રાખ્યું હતું, તેને મારી નાખ્યો તો પણ તારો વિશ્વાસ દ્રઢ છે, અને મને જે ગમે છે અને મારા માટે જે મહત્વનું છે તેને તું વળગી રહે છે તે હું જાણું છું. BSB BSB: I know where you live, where the throne of Satan sits, yet you hold fast to My name. You did not deny your faith in Me, even in the days of My faithful witness Antipas, who was killed among you where Satan dwells.
14 UDB તોપણ હું કેટલીક બાબતો જોઉં છું કે જે તારી સાક્ષીને નુકસાન પહોંચાડે છે અને તારી આધીનતાને નબળી પાડે છે. લાંબા સમય અગાઉ બલામે જે શીખવ્યું તે તમારા સભ્યોને શીખવવા તમે પરવાનગી આપો છો. તેણે બાલાકને મૂર્તિઓને ચઢાવેલો ખોરાક(નૈવેદ્ય) ખાવા શીખવ્યું અને ઈશ્વરના લોકોમાં જાતીય અનૈતિકતાની છૂટ આપવામાં આવી હતી. BSB BSB: But I have a few things against you, because some of you hold to the teaching of Balaam, who taught Balak to place a stumbling block before the Israelites so they would eat food sacrificed to idols and commit sexual immorality.
15 UDB એ જ પ્રમાણે તમે તમારા કેટલાક સભ્યોને નીકોલાયતીઓ જે શીખવે છે તે પ્રમાણે વ્યવહાર કરવાની છૂટ આપો છો કે જાતીય અનૈતિકતા કે જે ખરેખર તો મંજૂર નથી, તેની હવે છૂટ છે. BSB BSB: In the same way, some of you also hold to the teaching of the Nicolaitans.
16 UDB આમ કરવાનું બંધ કરો અને તમારી દિશા બદલી નાખો, નહિતર હું રાહ જોઇશ નહિ, પણ અચાનક હું તમારી પાસે આવીશ અને મારા મુખમાંથી બોલાતાં ઈશ્વરનાં વચનોથી તેઓની વિરુદ્ધ લડીશ. BSB BSB: Therefore repent! Otherwise I will come to you shortly and wage war against them with the sword of My mouth.
17 UDB ઈશ્વરનો આત્મા વિશ્વાસીઓના સમુદાયને જે સંદેશ જણાવે છે તે ધ્યાનથી સાંભળો. જે જીતે છે તેને હું ગુપ્ત માન્ના આપીશ, જે તમારું પોષણ કરશે અને તમને દ્રઢ કરશે. હું તેને એક સફેદ પથ્થર પણ આપીશ, જેના પર હું તેનું નવું નામ લખીશ, અને જે નામ હું તેને આપીશ તે ફક્ત તે જ જાણશે.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches. To the one who overcomes, I will give the hidden manna. I will also give him a white stone inscribed with a new name, known only to the one who receives it.
18 UDB "થુઆતૈરા શહેરના વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: 'હું, ઈશ્વરનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી ચમકે છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહું છું. BSB BSB: To the angel of the church in Thyatira write: These are the words of the Son of God, whose eyes are like a blazing fire and whose feet are like polished bronze.
19 UDB તું જે સર્વ સારી બાબતો કરે છે તે હું જાણું છું. હું જાણું છું કે તું મારા પર અને એકબીજા પર પ્રેમ કરે છે અને મારામાં ભરોસો મૂકે છે. હું જાણું છું કે તું બીજાઓની સેવા કરે છે અને તેં ધીરજથી ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. હું જાણું છું કે હાલમાં તું આ બાબતો અગાઉના કરતાં પણ વધુ પ્રમાણમાં કરી રહ્યો છે. BSB BSB: I know your deeds—your love, your faith, your service, your perseverance—and your latest deeds are greater than your first.
20 UDB તોપણ તેં કંઇક ખોટું કર્યું છે: તું ઘણા સમય અગાઉ થઈ ગએલી દુષ્ટ રાણી ઇઝેબેલના જેવી સ્ત્રી કે જે તારા લોકો મધ્યે છે તેને સહન કરે છે. તે કહે છે કે તે પ્રબોધિકા છે. તોપણ, તે જે શીખવે છે તે દ્વારા તે મારા સેવકોને છેતરે છે. તે તેઓને જાતીય અનૈતિકતા આચરવા અને મૂર્તિઓને અર્પણ કરેલો ખોરાક ખાવા પ્રેરે છે. BSB BSB: But I have this against you: You tolerate that woman Jezebel, who calls herself a prophetess. By her teaching she misleads My servants to be sexually immoral and to eat food sacrificed to idols.
21 UDB જો કે, મેં તેને તેની જાતીય અનૈતિકતાથી પાછી ફરવા સમય આપ્યો, પણ તે અટકવા માગતી નથી. BSB BSB: Even though I have given her time to repent of her immorality, she is unwilling.
22 UDB પરિણામે, હું તેને ઘણી રોગગ્રસ્ત કરીશ. જેઓ તેની માફક અનૈતિક કૃત્યો કરે છે તેઓ તે જે કરે છે તે કરવાનું બંધ નહિ કરે તો તેઓના ઉપર પણ ભારે વિપત્તિ લાવીશ. BSB BSB: Behold, I will cast her onto a bed of sickness, and those who commit adultery with her will suffer great tribulation unless they repent of her deeds.
23 UDB કેટલાક, તે જે શીખવે છે તેનો સ્વીકાર કરીને તેનાં બાળકો જેવા થયા છે, અને હું તેમને જરૂર મારી નાખીશ. ત્યારે વિશ્વાસીઓના સમુદાયના સર્વ જાણશે કે, દરેક જણ જે વિચારે છે અને ઇચ્છા રાખે છે તેમને પારખનાર હું છું. હું તમને દરેકને તમે જે કર્યું છે તે પ્રમાણે બદલો આપીશ. BSB BSB: Then I will strike her children dead, and all the churches will know that I am the One who searches minds and hearts, and I will repay each of you according to your deeds.
24 UDB પણ, થુઆતૈરા શહેરના બાકી રહેલા વિશ્વાસીઓના સંબંધમાં મારે કેટલીક સારી બાબતો કહેવાની છે. એ સારું છે કે તમે ખોટી બાબતોને સ્વીકારતા નથી. તે શિક્ષકો જેને 'ગુપ્ત આચરણો' કહે છે કે જે શેતાને તેમને શીખવ્યાં છે, તેનો તમે નકાર કરો છો તે સારી બાબત છે. બીજી કોઈ આજ્ઞાઓ આપીને હું તમારો બોજો વધારીશ નહિ. BSB BSB: But I say to the rest of you in Thyatira, who do not hold to her teaching and have not learned the so-called deep things of Satan: I will place no further burden upon you
25 UDB માત્ર, હું આવું ત્યાં સુધી દ્રઢ રહીને મને આધીન રહો. BSB BSB: than to hold fast to what you have until I come.
26 UDB જેઓ શેતાનને જીતે છે અને મરણ પર્યંત મેં જે શીખવ્યું તેને અનુસરવાનું ચાલુ રાખે છે, તેઓને હું સર્વ લોકો પરનો મારો અધિકાર આપીશ. BSB BSB: And to the one who overcomes and continues in My work until the end, I will give authority over the nations.
27 UDB જાણે લોખંડના દંડથી પ્રહાર કરતા હોય તેમ તેઓ તેમના પર અધિકાર ચલાવશે. લોકો જેમ માટીના વાસણને તોડી નાખે છે તેમ તેઓ દુષ્ટતા કરનારાઓનો નાશ કરશે. BSB BSB: He will rule them with an iron scepter and shatter them like pottery—just as I have received authority from My Father.
28 UDB જેમ મારા પિતાએ મને અધિકાર આપ્યો છે તેમ હું તેમને આ બાબતો કરવાનો અધિકાર આપીશ. જેઓ શેતાનને જીતે છે તે સર્વને હું પ્રભાતનો તારો આપીશ. BSB BSB: And I will give him the morning star.
29 UDB જેઓ સમજવા માગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches.
Select verses for actions: Enter goes to them and Escape comes back.