1 UDB "સાર્દિસ શહેરમાં એકઠા મળતા વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ. 'હું આ વાતો તને કહી રહ્યો છું. મારી પાસે ઈશ્વરના સાત આત્મા અને સાત તારા છે. તેં જે જે કર્યું છે તે હું જાણું છું. તું જીવતો જણાય છે પણ મરેલો છે. BSB BSB: “To the angel of the church in Sardis write: These are the words of the One who holds the seven spirits of God and the seven stars. I know your deeds; you have a reputation for being alive, yet you are dead.
2 UDB સાવધ થા! મારે સારુ વધુ કામ કર, નહીં તો તેં અગાઉ જે કર્યું છે તે વ્યર્થ જશે. તારે આ પ્રમાણે કરવું જોઈએ, કારણ કે તેં હજુ કાર્ય સંપૂર્ણ કર્યું નથી તે ઈશ્વર જાણે છે. BSB BSB: Wake up and strengthen what remains, which is about to die; for I have found your deeds incomplete in the sight of My God.
3 UDB તેથી, ઈશ્વરનો જે સંદેશ અને સત્ય તને સાંભળવાથી પ્રાપ્ત થયું તેને સતત યાદ રાખ. હમેશા તેને આધીન થા અને તારી પાપી વર્તણૂકથી પાછો ફર. જો તું તે પ્રમાણે નહિ કરે તો, જેમ ચોર આવે છે તેમ જ્યારે તું ધારતો નહિ હોય ત્યારે હું તારી પાસે આવીશ. તને કદી જાણ નહીં થાય કે હું ક્યારે તારો ન્યાય કરવા આવીશ. BSB BSB: Remember, then, what you have received and heard. Keep it and repent. If you do not wake up, I will come like a thief, and you will not know the hour when I will come upon you.
4 UDB તોપણ, સાર્દિસ શહેરમાં તારી પાસે થોડા વિશ્વાસીઓ છે જેઓ ખોટું કરતા નથી. જેઓએ પોતાનાં વસ્ત્રો મલિન કર્યાં નથી તેમના જેવા તેઓ છે. પરિણામે, તેઓ મારી સાથે રહેવા યોગ્ય હોઈને તેઓ મારી સાથે રહેશે અને તેઓ શુદ્ધ શ્વેત વસ્ત્રો ધારણ કરનારની માફક દરેક રીતે શુદ્ધ થશે. BSB BSB: But you do have a few people in Sardis who have not soiled their garments, and because they are worthy, they will walk with Me in white.
5 UDB જેઓ શેતાન પર વિજય પ્રાપ્ત કરે તેઓને હું તેવાં જ શ્વેત વસ્ત્રો પહેરાવીશ. જીવનનું પુસ્તક કે જેમાં જેઓની પાસે અનંતજીવન છે તેઓનાં નામ છે તેમાંથી હું તેનું નામ કદી ભૂંસી નાંખીશ નહીં. પણ તેને બદલે, હું મારા પિતા અને તેમના સ્વર્ગદૂતો સમક્ષ તેઓનો સ્વીકાર કરીશ કે તેઓ મારા છે. BSB BSB: Like them, he who overcomes will be dressed in white. And I will never blot out his name from the Book of Life, but I will confess his name before My Father and His angels.
6 UDB જેઓ સમજવા માંગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના જૂથને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches.
7 UDB "ફિલાડેલ્ફિઆ શહેરના એકઠા મળેલા વિશ્વાસીઓના સમુદાયના સ્વર્ગદૂતને આ સંદેશ લખ: હું આ વાતો તને કહું છું. હું પવિત્ર અને સત્ય છું. જેમ દાઉદ રાજાને પ્રાચીન યરુશાલેમ શહેરમાં લોકોને દાખલ થવા દેવાનો અધિકાર હતો, તેમ જ મારા રાજ્યમાં લોકોને દાખલ થવા દેવાનો અધિકાર મને છે. જે દ્વાર ઉઘાડે છે તે હું છું, કે જેથી કોઈ તેને બંધ કરી શકે નહિ, અને જે દ્વાર બંધ કરે છે તે હું છું, કે જેથી કોઈ તેને ઉઘાડી શકે નહિ. BSB BSB: To the angel of the church in Philadelphia write: These are the words of the One who is holy and true, who holds the key of David. What He opens no one can shut, and what He shuts no one can open.
8 UDB તેં જે કર્યું છે તે સર્વ હું જાણું છું. સાવચેત થા અને જાણ કે મેં તારી આગળ એક દ્વાર ઉઘાડ્યું છે કે જેને કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે જો કે તારામાં થોડી શક્તિ છે તો પણ હું જે કહું છું તે તું પાળે છે અને મારા પરના તારા વિશ્વાસનો તેં નકાર કર્યો નથી BSB BSB: I know your deeds. Behold, I have placed before you an open door, which no one can shut. I know that you have only a little strength, yet you have kept My word and have not denied My name.
9 UDB સાવધ રહે! મને ખબર છે કે, તારા લોકોમાંના કેટલાક શેતાનના અનુયાયીઓ સાથે એકઠા મળે છે. તેઓ યહૂદીઓ હોવાનો દાવો કરે છે, પણ હું જાણું છું કે તેઓ ખરા યહૂદીઓ નથી. તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને નમ્રતાથી તારા પગે પડશે અને હું તારા પર પ્રેમ રાખું છું એવું તેઓ જાણશે. BSB BSB: As for those who belong to the synagogue of Satan, who claim to be Jews but are liars instead, I will make them come and bow down at your feet, and they will know that I love you.
10 UDB જ્યારે મેં ધીરજથી સહન કરવાની આજ્ઞા તને આપી ત્યારે તેં મારી આજ્ઞાનું પાલન કર્યું છે તે કારણે, જેઓ તને મારા પ્રત્યે અનાજ્ઞાંકિત બનાવવા પ્રયત્ન કરે છે તેઓનાથી હું તને બચાવીશ. તેઓ ટૂંક સમયમાં આખી દુનિયામાં બધાની સાથે એ પ્રમાણે કરશે. BSB BSB: Because you have kept My command to persevere, I will also keep you from the hour of testing that is about to come upon the whole world, to test those who dwell on the earth.
11 UDB હું ટૂંક સમયમાં આવું છું. તેથી મેં તને જે કહ્યું છે તે કરવાનું ચાલુ રાખ, કે જેથી ઈશ્વરે તારા માટે રાખી મૂકેલો તારો બદલો કોઈ લઈ લે નહીં. BSB BSB: I am coming soon. Hold fast to what you have, so that no one will take your crown.
12 UDB જેઓ શેતાનને હરાવે છે તેઓનું હું રક્ષણ કરીશ. તેઓ મારા ઈશ્વરના ભક્તિસ્થાનના સ્તંભ જેવા મજબૂત થશે, અને તેઓ ત્યાં સદાકાળ રહેશે. તેઓ ઈશ્વરના છે તેવું દર્શાવવા માટે, હું તેઓને મારા ઈશ્વરના નામથી મુદ્રાંકિત કરીશ. હું તેઓને નવું યરુશાલેમ, જે મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવશે તે મારા ઈશ્વરના નગરના નામથી પણ મુદ્રાંકિત કરીશ. તેઓ મારા છે તેવું દર્શાવવા માટે હું તેઓને મારા નવા નામથી પણ મુદ્રાંકિત કરીશ. BSB BSB: The one who overcomes I will make a pillar in the temple of My God, and he will never again leave it. Upon him I will write the name of My God, and the name of the city of My God (the new Jerusalem that comes down out of heaven from My God), and My new name.
13 UDB દરેક જે સમજવા માગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches.
14 UDB "લાઓદિકિયા શહેરમાં વિશ્વાસીઓનો જે સમુદાય એકઠો મળેલો છે તેના સ્વર્ગદૂતને લખ: 'હું આ બાબતો તને જણાવું છું.હું ઈશ્વરના બધા આશાવચનોની ખાતરી આપું છું. હું ઈશ્વર વિષેની વિશ્વાસયોગ્ય અને ચોક્સાઈપૂર્વકની સાક્ષી આપું છું. જેના દ્વારા ઈશ્વરે બધી બાબતો ઉત્પન્ન કરી છે તે હું છું. BSB BSB: To the angel of the church in Laodicea write: These are the words of the Amen, the faithful and true Witness, the Originator of God’s creation.
15 UDB તેં જે કર્યું છે તે બધું જ હું જાણું છું: તું મારા પર વિશ્વાસ કરે છે તે બાબતનો તું નકાર કરતો નથી, પણ તું મને વધારે પ્રેમ કરતો નથી. તું એવા પાણી જેવો છે કે જે ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી. હું ઇચ્છું છું કે તું ઠંડો કે ગરમ થા! BSB BSB: I know your deeds; you are neither cold nor hot. How I wish you were one or the other!
16 UDB કેમકે તું ગરમ કે ઠંડો નથી માટે, જેમ હું મારા મોંમાંથી હૂંફાળું પાણી થૂંકી કાઢું તેમ, હું તારો નકાર કરીશ. BSB BSB: So because you are lukewarm—neither hot nor cold—I am about to vomit you out of My mouth!
17 UDB તું કહે છે, 'હું શ્રીમંત છું અને મેં ઘણી સંપત્તિ મેળવી છે. મને કશાની ખોટ નથી!' પણ તું જાણતો નથી કે તું ઘણા પ્રકારે કંગાળ છે. તું એવા લોકોના જેવો છે જેઓ કંગાળ, દયાજનક, ગરીબ, અંધ, અને નિર્વસ્ત્ર છે. BSB BSB: You say, ‘I am rich; I have grown wealthy and need nothing.’ But you do not realize that you are wretched, pitiful, poor, blind, and naked.
18 UDB હું તને સલાહ આપું છું કે તને જેની જરૂર છે તે તું મારી પાસેથી મેળવ, જાણે કે તું મારી પાસેથી શુદ્ધ સોનું વેચાતું લેતો હોય તેમ, કે જેથી તું ખરેખર શ્રીમંત બને. જાણે કે તું મારી પાસેથી સફેદ વસ્ત્રો ખરીદતો હોય તેમ હું તને ન્યાયી બનાવું તેવું થવા દે કે જેથી તું નિર્વસ્ત્ર કે શરમજનક રહેવાને બદલે કપડા પહેરે. જાણે કે તું મારી પાસેથી તારી નબળી આંખોમાં નાંખવા માટે અંજન વેચાતું લેતો હોય તેમ હું તને સત્ય સમજાવું તેવું થવા દે. BSB BSB: I counsel you to buy from Me gold refined by fire so that you may become rich, white garments so that you may be clothed and your shameful nakedness not exposed, and salve to anoint your eyes so that you may see.
19 UDB હું જેઓ પર પ્રેમ રાખું છું, તેઓને ઠપકો આપું છું અને સુધારું છું, માટે તારા પાપી વર્તનથી તારા પૂરા હૃદયપૂર્વક પાછો ફર. BSB BSB: Those I love I rebuke and discipline. Therefore be earnest and repent.
20 UDB હું અહીં છું! હું દરેકને બોલાવું છું, અને હું તમારા દરવાજા પાસે ઊભો રહીને રાહ જોઉં છું અને દરવાજો ખટખટાવું છું. જો તમે મારી વાણી સાંભળીને દરવાજો ખોલશો તો, હું અંદર આવીશ અને મિત્રો તરીકે આપણે સાથે જમીશું. BSB BSB: Behold, I stand at the door and knock. If anyone hears My voice and opens the door, I will come in and dine with him, and he with Me.
22 UDB જેઓ સમજવા માંગે છે તેમણે, એકઠા થયેલા વિશ્વાસીઓના સમુદાયને ઈશ્વરનો આત્મા જે સંદેશ કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ.'" BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.