1 UDB આ બાબતો બન્યા પછી મેં, યોહાને દર્શનમાં, સ્વર્ગમાં એક દ્વાર ઊઘડેલું જોયું. એક વ્યક્તિ જેમણે અગાઉ મારી સાથે વાત કરી હતી, જેમની વાણી મોટા રણશિંગડાના અવાજ જેવી હતી, તેમણે મને કહ્યું, "અહીં ઉપર આવ! હું તને હવે પછી બનનાર ઘટનાઓ બતાવીશ." BSB BSB: After this I looked and saw a door standing open in heaven. And the voice I had previously heard speak to me like a trumpet was saying, “Come up here, and I will show you what must happen after these things.”
2 UDB તરત જ મેં અનુભવ્યું કે ઈશ્વરનો આત્મા મને ખાસ રીતે નિયંત્રિત કરી રહ્યો હતો. સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને તે રાજ્યાસન ઉપર એક જણ બેઠેલા હતા અને રાજ કરતા હતા. BSB BSB: At once I was in the Spirit, and I saw a throne standing in heaven, with someone seated on it.
3 UDB તેમનો દેખાવ તેજસ્વી યાસપિસ અને તેજસ્વી લાલ અકીક મણિ જેવો હતો. રાજ્યાસનની આસપાસ મેઘધનુષ હતું જે તેજસ્વી લીલમના જેવું પ્રકાશિત હતું. BSB BSB: The One seated there looked like jasper and carnelian, and a rainbow that gleamed like an emerald encircled the throne.
4 UDB રાજ્યાસનની આસપાસ બીજાં ચોવીસ આસનો હતાં. તેના ઉપર ચોવીસ વડીલો બેઠા હતા. તેઓએ એકદમ સફેદ વસ્ત્રો પહેરેલાં હતાં અને તેમના માથા પર સોનાના મુગટો હતા. BSB BSB: Surrounding the throne were twenty-four other thrones, and on these thrones sat twenty-four elders dressed in white, with golden crowns on their heads.
5 UDB રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ અને ગર્જનાઓ નીકળતી હતી. રાજ્યાસનની આગળ સાત જ્યોતિઓ સળગતી હતી, જે ઈશ્વરના સાત આત્મા સૂચવે છે. BSB BSB: From the throne came flashes of lightning, rumblings, and peals of thunder. Before the throne burned seven torches of fire. These are the seven spirits of God.
6 UDB રાજ્યાસનની આગળ કાચના જેવો સમુદ્ર હતો. તે સ્ફટિકના જેવો ચળકતો હતો. રાજ્યાસનની ચારેબાજુએ એક એક જીવંત પ્રાણી હતું. દરેક પ્રાણી આગળ અને પાછળ આંખોથી ભરપૂર હતું. BSB BSB: And before the throne was something like a sea of glass, as clear as crystal. In the center, around the throne, were four living creatures, covered with eyes in front and back.
7 UDB પ્રથમ જીવંત પ્રાણી સિંહના જેવું હતું. બીજું જીવંત પ્રાણી બળદના જેવું હતું. ત્રીજા જીવંત પ્રાણીનો ચહેરો માણસના ચહેરા જેવો હતો. ચોથું જીવંત પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. તે ચારે પ્રાણીઓમાંના દરેકને છ પાંખો હતી. આ પાંખો ઉપર અને નીચે આંખોથી ભરપૂર હતી. તેઓ રાતદિવસ સતત કહેતા હતા કે: "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે પ્રભુ ઈશ્વર, જેઓ સર્વ પર રાજ કરે છે. તેઓ સદા સર્વકાળથી છે, જેઓ હાલ અસ્તિત્વ ધરાવે છે, અને જેઓ સર્વકાળ સુધી રહેશે." BSB BSB: The first living creature was like a lion, the second like a calf, the third had a face like a man, and the fourth was like an eagle in flight.
9 UDB જીવંત પ્રાણીઓ, રાજ્યાસન પર જે બેઠેલા છે અને સર્વકાળ જીવંત છે તેમને સ્તુતિ, માન અને આભારસ્તુતિ અર્પે છે. જ્યારે તેઓ એ પ્રમાણે કરે છે ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડે છે. જેઓ સદા સર્વકાળ જીવે છે તેમની તેઓ સ્તુતિ કરે છે. તેઓ તેમના મુગટો રાજ્યાસન આગળ મૂકે છે, અને કહે છે: BSB BSB: And whenever the living creatures give glory, honor, and thanks to the One seated on the throne, who lives forever and ever,
11 UDB "ઓ અમારા પ્રભુ અને ઈશ્વર, તમે સર્વ લોકોની સ્તુતિને યોગ્ય છો; તમે સર્વ લોકોના માનને યોગ્ય છો; અને સર્વ લોકો, તમે સર્વસમર્થ છો તે કબૂલ કરે તેને યોગ્ય છો. કેમ કે તમે જ સર્વ બાબતોના ઉત્પન્નકર્તા છો. વળી, તમે ઇચ્છ્યું કે તેઓ અસ્તિત્વ ધરાવવા જોઈએ તે કારણથી તમે તેઓને ઉત્પન્ન કર્યા, અને આથી તેઓ અસ્તિત્વ ધરાવે છે." BSB BSB: “Worthy are You, our Lord and God, to receive glory and honor and power, for You created all things; by Your will they exist and were created.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.