1 UDB મેં જોયું કે હલવાને ઓળિયાની સાત મુદ્રાઓમાંથી પહેલી મુદ્રાને તોડી. પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મોટી ગર્જના જેવા અવાજે કહ્યું, "આવ!" BSB BSB: Then I watched as the Lamb opened one of the seven seals, and I heard one of the four living creatures say in a voice like thunder, “Come!”
2 UDB અને એક સફેદ ઘોડો દેખાયો. તેના ઉપર કોઈક સવાર થયેલો હતો, અને તેની પાસે ધનુષ્ય અને બાણ હતા. તે દુષ્ટતા પર વિજય પામનાર છે તે દર્શાવવા ઈશ્વરે પાંદડાથી બનાવેલો મુગટ તેના માથા પર પહેરવા માટે આપ્યો. તે બહાર જઈને યુદ્ધ કરવા અને જીતવા માટે નીકળ્યો. BSB BSB: So I looked and saw a white horse, and its rider held a bow. And he was given a crown, and he rode out to overcome and conquer.
3 UDB પછી જે હલવાન જેવું દેખાતું હતું તેણે બીજી મુદ્રા તોડી, અને મેં બીજા જીવંત પ્રાણીને કહેતાં સાંભળ્યું, "આવ!" BSB BSB: And when the Lamb opened the second seal, I heard the second living creature say, “Come!”
4 UDB જ્યારે તેણે તે કહ્યું, ત્યારે એક લાલ ઘોડો દેખાયો. તેના ઉપર પણ કોઈક સવાર થયેલો હતો, અને ઈશ્વરે તેને લોકો વધુ સમય શાંતિથી ન જીવી શકે, પણ એકબીજાને મારી નાખે તેમ કરવાની સત્તા આપેલી હતી. તે હેતુથી તેણે મોટી તરવાર ધારણ કરેલી હતી. BSB BSB: Then another horse went forth. It was bright red, and its rider was granted permission to take away peace from the earth and to make men slay one another. And he was given a great sword.
5 UDB પછી હલવાને ત્રીજી મુદ્રા તોડી, અને મેં ત્રીજા જીવંત પ્રાણીને કહેતા સાંભળ્યું કે, "આવ!" આ વખતે, એક કાળો ઘોડો દેખાયો. તેના ઉપર કોઈક સવાર થએલો હતો, અને તેના હાથમાં ત્રાજવાં હતાં. BSB BSB: And when the Lamb opened the third seal, I heard the third living creature say, “Come!” Then I looked and saw a black horse, and its rider held in his hand a pair of scales.
6 UDB પછી મેં એવો અવાજ સાંભળ્યો કે જે ચાર જીવંત પ્રાણીઓની મધ્યેથી આવતો હોય તેવું લાગતું હતું. તેણે ઘોડા ઉપર બેઠેલી વ્યક્તિને કહ્યું, "એમ થવા દે કે એક કિલો ઘઉં એટલા મોંઘા થાય કે કોઈ માણસ આખો દિવસ કામ કરીને પણ તેને ખરીદવાના પૂરતાં નાણાં કમાઈ શકે નહીં. તેમ જ એવું થવા દે કે ત્રણ કિલો જવ પણ તે જ ભાવે વેચાય. પણ જૈતૂન તેલ કે દ્રાક્ષારસનો પુરવઠો ઘટાડીશ નહીં." BSB BSB: And I heard what sounded like a voice from among the four living creatures, saying, “A quart of wheat for a denarius, and three quarts of barley for a denarius, and do not harm the oil and wine.”
7 UDB પછી હલવાને ચોથી મુદ્રા તોડી, અને મેં ચોથા પ્રાણીને કહેતાં સાંભળ્યું, "આવ!" BSB BSB: And when the Lamb opened the fourth seal, I heard the voice of the fourth living creature say, “Come!”
8 UDB આ વખતે મેં એક ફિક્કા રંગનો ઘોડો જોયો.તેના પર કોઈ બેઠેલો હતો; તેનું નામ "મરણકારક" એવું હતું. તેની પાછળ પાછળ કોઈ બીજું ચાલતું હતું, તે વ્યક્તિનું નામ "જ્યાં મરણ પામેલા જાય છે તે જગા" હતું. ઈશ્વરે આ બન્ને વ્યક્તિઓને પૃથ્વીના ચોથા ભાગના લોકોને મારી નાખવાનો અધિકાર આપ્યો. તેઓ તેમને હથિયારોથી, દુકાળથી, બીમારીથી કે જંગલી પ્રાણીઓથી મારી નાખી શકે. BSB BSB: Then I looked and saw a pale green horse. Its rider’s name was Death, and Hades followed close behind. And they were given authority over a fourth of the earth, to kill by sword, by famine, by plague, and by the beasts of the earth.
9 UDB પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, અને મેં સ્વર્ગમાં યજ્ઞવેદીની નીચે ઈશ્વરના સેવકોને જોયા, જેઓને ઈશ્વરના સંદેશને લીધે બીજાઓએ મારી નાખ્યા હતા, તે સંદેશ કે જેના વિષે ઈશ્વરે પોતે સાક્ષી આપી હતી. BSB BSB: And when the Lamb opened the fifth seal, I saw under the altar the souls of those who had been slain for the word of God and for the testimony they had upheld.
10 UDB તેઓએ મોટેથી બૂમ પાડતાં કહ્યું, "સર્વોપરી પ્રભુ, તમે પવિત્ર અને સત્ય છો. જેઓએ અમને મારી નાખ્યા છે તેઓને દોષિત ઠરાવવા અને તમારી સમક્ષ શિક્ષા કરવામાં કેટલો સમય બાકી છે?" BSB BSB: And they cried out in a loud voice, “How long, O Lord, holy and true, until You judge those who dwell upon the earth and avenge our blood?”
11 UDB પછી ઈશ્વરે તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભા આપ્યા, અને તેમને થોડો વધુ સમય ધીરજ રાખવા કહ્યું. જેઓએ તેઓની સાથે જ પ્રભુની સેવા કરી હતી એટલે કે જેઓ ખ્રિસ્તમાં તેમના ભાઈઓ અને બહેનો હતાં તેઓને, જેમ તેમના વિશ્વાસને લીધે તેઓને મારી નાખવામાં આવ્યા હતા તેમ જ પણ મારી નાખવામાં આવે ત્યાં સુધી તેઓએ ધીરજ રાખવાની હતી. BSB BSB: Then each of them was given a white robe and told to rest a little while longer until the full number of their fellow servants, their brothers, were killed, just as they had been killed.
12 UDB પછી મેં હલવાનને છઠ્ઠી મુદ્રા તોડતાં જોયું, અને પૃથ્વી પર ધરતીકંપ થયો. સૂર્ય કાળા ઊનમાંથી બનાવેલા કાપડના જેવો કાળો થઈ ગયો. આખો ચંદ્ર લોહીના જેવો લાલ થઈ ગયો. BSB BSB: And I watched as the Lamb opened the sixth seal, and there was a great earthquake, and the sun became black like sackcloth of goat hair, and the whole moon turned blood red,
13 UDB જ્યારે ભારે પવનથી અંજીરી હાલી ઊઠે અને કાચાં અંજીર જમીન પર તૂટી પડે તેમ, મોટી સંખ્યામાં તારાઓ જમીન પર પડ્યા. BSB BSB: and the stars of the sky fell to the earth like unripe figs dropping from a tree shaken by a great wind.
14 UDB જેમ જૂનું ઓળિયું વચ્ચેથી ફાટી ગયું હોય અને તેના બે ટુકડા વાળી લેવામાં આવે તેમ આકાશને બે બાજુએથી સંકેલી લેવામાં આવ્યું. દરેક પર્વત અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામાં આવ્યો. BSB BSB: The sky receded like a scroll being rolled up, and every mountain and island was moved from its place.
15 UDB પરિણામે, પૃથ્વીના સર્વ લોકો, રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, ધનવાન લોકો, સત્તાધીશો, ગુલામ તથા સ્વતંત્ર સહિત બધા ગુફાઓમાં અને પર્વતોના ખડકોની ઓથે સંતાઈ ગયા. BSB BSB: Then the kings of the earth, the nobles, the commanders, the rich, the mighty, and every slave and free man hid in the caves and among the rocks of the mountains.
16 UDB તેઓએ પહાડોને તથા ખડકોને પોકાર્યું, "અમારા પર પડો અને અમને છુપાવી દો કે જેથી રાજ્યાસન પર જે બેઠેલા છે તે અમને જોઈ ન શકે અને હલવાન અમને શિક્ષા કરી ન શકે! BSB BSB: And they said to the mountains and the rocks, “Fall on us and hide us from the face of the One seated on the throne, and from the wrath of the Lamb.
17 UDB જ્યારે તેઓ અમને શિક્ષા કરશે તેનો આ અતિ ભયંકર દિવસ છે. બચી રહેવા માટે કોઈ સમર્થ નહિ હોય!" BSB BSB: For the great day of Their wrath has come, and who is able to withstand it?”
Select verses for actions: Enter goes to them and Escape comes back.