1 UDB હું પાઉલ, ખ્રિસ્ત ઈસુનો સેવક, રોમ શહેરના તમ સર્વ વિશ્વાસીઓને આ પત્ર લખી રહ્યો છું. ઈશ્વરે મને પ્રેરિત થવા પસંદ કર્યો, અને તેમના તરફથી આવેલ શુભ સંદેશ પ્રગટ કરવા મને નિયુક્ત કર્યો. BSB BSB: Paul, a servant of Christ Jesus, called to be an apostle, and set apart for the gospel of God—
2 UDB ઈસુ પૃથ્વી પર આવ્યા તેના ઘણા સમય અગાઉ, ઈશ્વરે વચન આપ્યું હતું કે તેમના પ્રબોધકોએ પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓ આ શુભ સમાચાર પ્રગટ કરશે. BSB BSB: the gospel He promised beforehand through His prophets in the Holy Scriptures,
4 UDB તે ઈસુના ઈશ્વરીય સ્વભાવને જોતાં, એ સામર્થ્યપૂર્વક દર્શાવવામાં આવ્યું કે તેઓ ઈશ્વરના દીકરા છે. તેમના મૃત્યુ પામ્યા પછી પવિત્ર આત્મા મારફતે તેમને સજીવન કરવા દ્વારા ઈશ્વરે આ દર્શાવ્યું. તેઓ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ છે. BSB BSB: and who through the Spirit of holiness was declared with power to be the Son of God by His resurrection from the dead: Jesus Christ our Lord.
5 UDB તેમણે અમારા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે અને અમને પ્રેરિતો ઠરાવ્યા છે. સર્વ લોકજાતિઓમાંના ઘણા લોકો તેમના પર વિશ્વાસ કરે અને તેમને આધીન થાય માટે તેમણે આ પ્રમાણે કર્યું. BSB BSB: Through Him and on behalf of His name, we received grace and apostleship to call all those among the Gentiles to the obedience that comes from faith.
6 UDB તમે જે વિશ્વાસીઓ રોમમાં રહો છો, તેઓનો સમાવેશ, જેઓને ઈશ્વરે ઈસુ ખ્રિસ્તના થવા પસંદ કર્યા છે તેઓમાં કરવામાં આવ્યો છે. BSB BSB: And you also are among those who are called to belong to Jesus Christ.
7 UDB રોમમાં રહેનારા તમ સર્વ કે જેઓને ઈશ્વર ચાહે છે, અને જેઓને તેમણે પોતાના લોકો થવા પસંદ કર્યા છે, તેઓને હું આ પત્ર લખું છું. હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ તેમની ભલાઈ તમારા પ્રત્યે દર્શાવતા રહે અને તમને શાંતિ આપે. BSB BSB: To all in Rome who are loved by God and called to be saints: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ.
8 UDB આ પત્રની શરૂઆત કરતાં, રોમના વિશ્વાસીઓ તમારે માટે હું પ્રભુનો આભાર માનું છું. ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેથી હું એમ કરી શકું છું. હું તેમનો આભાર માનું છું કારણ કે સમગ્ર રોમન સામ્રાજ્યના લોકો તમે કેવી રીતે પ્રભુમાં વિશ્વાસ કરો છો તેની વાત કરે છે. BSB BSB: First, I thank my God through Jesus Christ for all of you, because your faith is being proclaimed all over the world.
9 UDB ઈશ્વર, કે જેમની હું ભક્તિપૂર્વક સેવા કરું છું અને તેમના દીકરા વિષેનો શુભ સંદેશ પ્રગટ કરું છું તેઓ જાણે છે કે જ્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું ત્યારે તમને યાદ કરું છું. BSB BSB: God, whom I serve with my spirit in preaching the gospel of His Son, is my witness how constantly I remember you
10 UDB હું ખાસ કરીને ઈશ્વર પાસે માગું છું કે હું તમારી મુલાકાત કરું એવી જો ઈશ્વરની ઇચ્છા હોય તો, કોઈ પણ રીતે હું તે પ્રમાણે કરી શકું. BSB BSB: in my prayers at all times, asking that now at last by God’s will I may succeed in coming to you.
11 UDB હું આ પ્રાર્થના કરું છું કેમ કે હું તમને મળવાની ઇચ્છા રાખું છું, કે જેથી તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો અને તેમને વધુ અને વધુ માન આપી શકો. BSB BSB: For I long to see you so that I may impart to you some spiritual gift to strengthen you,
12 UDB મારા કહેવાનો અર્થ એ છે કે, આપણે ઈસુ પર કેવી રીતે વિશ્વાસ રાખીએ છીએ તે જણાવીને એકબીજાને ઉત્તેજન પમાડીએ. BSB BSB: that is, that you and I may be mutually encouraged by each other’s faith.
13 UDB મારા સાથી વિશ્વાસીઓ, મેં ઘણી વખત તમારી મુલાકાત કરવાનું આયોજન કર્યું. તમે તે જાણો એવું હું જરૂર ઇચ્છું છું. પણ હું તમારી પાસે આવી શક્યો નથી કારણ કે કોઈક બાબતે મને રોક્યો છે. મારા આવવાનો હેતુ એ હતો કે જેમ ઘણી જગ્યાઓમાં બિનયહૂદીઓમાં થાય છે તેમ તમારી મધ્યે પણ વધુ લોકો ઈસુ પર વિશ્વાસ કરે. BSB BSB: I do not want you to be unaware, brothers, how often I planned to come to you (but have been prevented from visiting until now), in order that I might have a harvest among you, just as I have had among the other Gentiles.
14 UDB સર્વ બિનયહૂદીઓ, જેઓ ગ્રીક બોલે છે અને જેઓ ગ્રીક નથી બોલતા તેઓ, જેઓ જ્ઞાની છે અને જેઓ જ્ઞાની નથી તેઓને શુભ સંદેશ પ્રગટ કરવા હું તેઓનો ઋણી છું એમ મને લાગે છે. BSB BSB: I am obligated both to Greeks and non-Greeks, both to the wise and the foolish.
15 UDB તેથી, મારી જે આતુર ઇચ્છા છે તે એ કે તમે જેઓ રોમમાં રહો છો તેઓને પણ હું શુભ સંદેશ પ્રગટ કરું. BSB BSB: That is why I am so eager to preach the gospel also to you who are in Rome.
17 UDB આ શુભ સંદેશ દ્વારા ઈશ્વર પ્રગટ કરે છે કે તેઓ કેવી રીતે લોકોનું પોતાની સાથે સમાધાન કરાવે છે. એ તો લાંબા સમય અગાઉ પ્રબોધકે શાસ્ત્રમાં જે લખ્યું તેના જેવું છે: "ઈશ્વર સાથે જેઓનું સમાધાન થયું છે તેઓ જીવશે કારણ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો છે." BSB BSB: For the gospel reveals the righteousness of God that comes by faith from start to finish, just as it is written: “The righteous will live by faith.”
21 UDB જો કે બિનયહૂદીઓએ ઈશ્વર કેવા છે તે જાણ્યું છતાં, તેઓએ ઈશ્વર તરીકે તેમને મહિમા આપ્યો નહીં તેમ જ તેમણે જે કર્યું છે તે માટે તેમનો આભાર પણ માન્યો નહીં. પરંતુ તેથી ઊલટું, તેમના સબંધી તેઓએ મૂર્ખતાભર્યા તર્ક કર્યા, અને ઈશ્વર જે ઇચ્છતા હતા કે લોકો તેમના સંબંધી જાણે તે સમજવામાં તેઓ અસમર્થ બન્યા. BSB BSB: For although they knew God, they neither glorified Him as God nor gave thanks to Him, but they became futile in their thinking and darkened in their foolish hearts.
22 UDB જો કે તેઓ દાવો કરતા હતા કે તેઓ બુદ્ધિમાન છે તો પણ તેઓ મૂર્ખ બન્યા, BSB BSB: Although they claimed to be wise, they became fools,
23 UDB અને તેઓએ ઈશ્વર અમર્ત્ય અને મહિમાવાન છે તેમ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેને બદલે તેઓએ નાશવંત લોકોના આકારની મૂર્તિઓ બનાવીને તેમનું ભજન કર્યું, અને પછી તેઓએ પક્ષીઓ અને ચોપગાં પશુઓના આકારની અને છેવટે પેટે ચાલનારાં પશુઓની મૂર્તિઓ બનાવી. BSB BSB: and exchanged the glory of the immortal God for images of mortal man and birds and animals and reptiles.
24 UDB તેથી ઈશ્વરે બિનયહૂદીઓને તેમની પ્રબળ ઇચ્છાઓ પ્રમાણે અનૈતિક જાતીય કૃત્યો, જેમ તેઓ સમજતા હતા કે તેમણે તે કરવાં જોઈએ, તે કરવા દીધાં, કારણ કે તે કરવાની તેમની આતુર ઇચ્છા હતી. પરિણામે, પોતાનાં જાતીય કૃત્યો વડે તેઓએ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવાનું શરુ કર્યું. BSB BSB: Therefore God gave them over in the desires of their hearts to impurity for the dishonoring of their bodies with one another.
26 UDB તેથી ઈશ્વરે બિનયહૂદીઓને શરમજનક જાતીય કૃત્યો કે જેની તેઓને પ્રબળ વાસના હતી, તે પ્રમાણે કરવા દીધું. પરિણામે ઘણી સ્ત્રીઓએ અન્ય સ્ત્રીઓ સાથે સહશયન કરવાનું શરુ કર્યું જે કુદરત વિરુદ્ધનું છે. BSB BSB: For this reason God gave them over to dishonorable passions. Even their women exchanged natural relations for unnatural ones.
27 UDB તે જ પ્રમાણે ઘણા પુરુષોએ પણ સ્ત્રીઓ સાથેના સ્વાભવિક વ્યવહારનો ત્યાગ કર્યો. સ્વાભાવિક વ્યવહારને બદલે, તેઓએ અરસપરસ પ્રબળ જાતીય વ્યવહાર સ્થાપિત કર્યો. તેઓએ અન્ય પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો, જે શરમજનક બાબત હતી. પરિણામે, ઈશ્વરે તેમનાં શરીરોમાં બીમારીઓ દ્વારા તેમને શિક્ષા કરી, કે જે આ પ્રકારનાં પાપનું સીધું પરિણામ છે. BSB BSB: Likewise, the men abandoned natural relations with women and burned with lust for one another. Men committed indecent acts with other men and received in themselves the due penalty for their error.
28 UDB એથી વિશેષ, તેઓએ વિચાર્યું કે, ઈશ્વરને જાણવા તે યથાયોગ્ય નથી તેથી, ઈશ્વરે તેઓને તેમના નકામા વિચારોને સ્વાધીન કર્યા. પરિણામે, કોઈએ ન કરવાં જોઈએ તેવાં દુષ્ટ કામો કરવાનું તેઓએ શરુ કર્યું. BSB BSB: Furthermore, since they did not see fit to acknowledge God, He gave them up to a depraved mind, to do what ought not to be done.
29 UDB તેઓ સર્વ પ્રકારનાં અન્યાયી કૃત્યો કરવાની અને બીજાઓનું ખરાબ કરવાની તેમજ બીજાઓની વસ્તુઓ પડાવી લેવાની અને વિવિધ રીતે બીજાઓને નુકસાન પહોંચાડવાની પ્રબળ ઇચ્છા રાખે છે. ઘણા લોકો બીજાઓની સતત અદેખાઈ કરે છે અને લોકોની હત્યા કરવાની અને લોકો વચ્ચે વિવાદ તથા તકરારો ઊભી કરવાની ઈચ્છા કરે છે તેમ જ બીજાઓને છેતરે છે તથા બીજાઓ વિષે તિરસ્કારભરી વાતો કરે છે. BSB BSB: They have become filled with every kind of wickedness, evil, greed, and depravity. They are full of envy, murder, strife, deceit, and malice. They are gossips,
30 UDB ઘણા લોકો બીજાઓ વિષે દુષ્ટ વાતો કહે છે અને તેઓની નિંદા કરે છે. ઘણા લોકો ઈશ્વર પ્રત્યે ખાસ તિરસ્કારભરી રીતે વર્તે છે અને બીજાઓ સાથે હિંસક રીતે વ્યવહાર કરે છે અને બીજાઓ સાથે નફરતભર્યો વ્યવહાર કરે છે, પોતા વિષે અભિમાન કરે છે અને દુષ્ટ બાબતો કરવાના નવા રસ્તા શોધી કાઢે છે. ઘણાં બાળકો પોતાના માતાપિતાની અવજ્ઞા કરે છે. BSB BSB: slanderers, God-haters, insolent, arrogant, and boastful. They invent new forms of evil; they disobey their parents.
31 UDB ઘણા લોકો મૂર્ખતાપૂર્ણ રીતે વર્તીને ઈશ્વરનું અપમાન કરે છે અને તેઓએ લોકોને જે કરવાનું વચન આપ્યું હતું તે પ્રમાણે કરતા નથી, અને તેઓ તેમના પોતાના કુટુંબના સભ્યોને પણ પ્રેમ કરતા નથી અને બીજાઓ પ્રત્યે દયાભાવથી વર્તતા નથી. BSB BSB: They are senseless, faithless, heartless, merciless.
32 UDB આવાં કામો કરનારા મરણને યોગ્ય છે એવું ઈશ્વરે જાહેર કર્યું છે તે જાણ્યા છતાં, તેઓ આવી દુષ્ટ બાબતો તો કરે છે, તે ઉપરાંત બીજાઓ જેઓ આવી બાબતો કરે છે તેઓને સમર્થન પણ આપે છે. BSB BSB: Although they know God’s righteous decree that those who do such things are worthy of death, they not only continue to do these things, but also approve of those who practice them.
Select verses for actions: Enter goes to them and Escape comes back.