1 UDB તમે કહી શકો કે ઈશ્વર જે બાબતોને ધિક્કારે છે તેવી બાબત કરનાર લોકોને તેમણે શિક્ષા કરવી જોઈએ. પરંતુ જ્યારે તમે એમ કહો છો ત્યારે ખરેખર તમે એવું કહી રહ્યા છો કે ઈશ્વરે તમને પણ શિક્ષા કરવી જોઈએ, કેમ કે તમે પણ એવા જ પ્રકારનું જીવન જીવ્યા છો. તમે તેઓએ કરી હતી એ જ બાબતો કરી છે. BSB BSB: You, therefore, have no excuse, you who pass judgment on another. For on whatever grounds you judge the other, you are condemning yourself, because you who pass judgment do the same things.
2 UDB આપણે સારી રીતે જાણીએ છીએ કે જે લોકો આવાં દુષ્ટ કૃત્યો કરે છે તેઓનો ન્યાયચુકાદો ઈશ્વર સત્યતાથી કરશે. BSB BSB: And we know that God’s judgment against those who do such things is based on truth.
3 UDB તેથી તમે જેઓ કહો છો કે દુષ્ટ કામો કરનારને ઈશ્વરે શિક્ષા કરવી જોઈએ, તેઓ પોતે જ દુષ્ટ કામો કરો છો તો તમારે ખરેખર એવું ન વિચારવું જોઈએ કે, જ્યારે ઈશ્વર તમને શિક્ષા કરવાની શરૂઆત કરે ત્યારે તમે છટકી શકશો! BSB BSB: So when you, O man, pass judgment on others, yet do the same things, do you think you will escape God’s judgment?
4 UDB અને તમારે એમ ન કહેવું જોઈએ કે, "ઈશ્વર મારા પ્રત્યે ધીરજ અને સહનશીલતાથી વર્તી રહ્યા છે, તેથી મારે મારાં પાપથી પાછા ફરવાની જરૂર નથી." તમારે સમજવાની જરૂર છે કે તમે તમારાં પાપોનો પસ્તાવો કરો માટે ઈશ્વર ધીરજથી તમારી રાહ જોઈ રહ્યા છે. BSB BSB: Or do you disregard the riches of His kindness, tolerance, and patience, not realizing that God’s kindness leads you to repentance?
5 UDB પરંતુ તેને બદલે, જો તમે જીદ્દી બનો અને પાપ કરવાનું બંધ ન કરો તો, ઈશ્વર તમને વધુ ભારે શિક્ષા કરશે. જ્યારે તેઓ પોતાનો કોપ દર્શાવશે અને સર્વ લોકોનો સત્યતાથી ન્યાય કરશે ત્યારે એમ થશે. BSB BSB: But because of your hard and unrepentant heart, you are storing up wrath against yourself for the day of wrath, when God’s righteous judgment will be revealed.
7 UDB ખાસ કરીને, કેટલાક લોકો સારાં કામ કરવાનું ચાલુ રાખે છે, કારણ કે ઈશ્વર તેઓને માન આપે તેવું તેઓ ઇચ્છે છે, અને તેઓ સદાકાળ ઈશ્વરની સાથે રહેવા ચાહે છે. ઈશ્વર તેઓને તે જ પ્રમાણે બદલો આપશે. BSB BSB: To those who by perseverance in doing good seek glory, honor, and immortality, He will give eternal life.
8 UDB પરંતુ કેટલાક લોકો સ્વાર્થી રીતે વર્તે છે અને ઈશ્વર જેને સાચું કહે છે તેનો તેઓ ઇનકાર કરે છે, અને ઈશ્વર જેને ખરાબ ગણે છે તે બાબતો તેઓ કરે છે. ઈશ્વર ઘણા કોપાયમાન થશે અને તેઓને ભારે શિક્ષા કરશે. BSB BSB: But for those who are self-seeking and who reject the truth and follow wickedness, there will be wrath and anger.
9 UDB જેઓ આદત મુજબ દુષ્ટ કાર્યો કરવા ટેવાયેલા છે તેઓને ઈશ્વર ભારે શિક્ષા અને મુસીબતોમાં લાવશે. યહૂદીઓ જેઓએ ઈશ્વરના સંદેશનો નકાર કર્યો તેઓના સંબંધમાં તો એવું બનશે જ, કારણ કે તેમના ખાસ લોકો થવાનો લહાવો ઈશ્વરે તેઓને આપ્યો, પરંતુ બિનયહૂદીઓના સંબંધમાં પણ એવું બનશે. BSB BSB: There will be trouble and distress for every human being who does evil, first for the Jew, then for the Greek;
10 UDB પરંતુ જેઓ સારાં કાર્યો કરવા ટેવાયેલા છે તેઓ દરેકની ઈશ્વર પ્રશંસા કરશે, માન આપશે અને શાંતિનો આત્મા આપશે. યહૂદીઓ કે જેઓને તેમણે પોતાના ખાસ લોકો થવા પસંદ કર્યા તેઓના સંબંધમાં તો ઈશ્વર એમ કરશે જ, પણ બિનયહૂદીઓના સંબંધમાં પણ ઈશ્વર એમ કરશે. BSB BSB: but glory, honor, and peace for everyone who does good, first for the Jew, then for the Greek.
11 UDB ઈશ્વર સત્યતાથી એમ કરશે કારણ કે કોઈ કેટલું મહત્વનું છે તે પર તેઓ ધ્યાન આપતા નથી. BSB BSB: For God does not show favoritism.
12 UDB ઈશ્વરે મૂસાને આપ્યા તેવા નિયમો જો કે બિનયહૂદીઓની પાસે નથી અને છતાં નિયમ વગર તેઓ પાપ કરે છે તો ઈશ્વર સર્વકાળને માટે તેઓનો નાશ કરશે. અને તેઓ સર્વ યહૂદીઓ કે જેમણે તેમના નિયમનો અનાદર કર્યો તેઓને પણ શિક્ષા કરશે, કેમ કે તેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે તેમનો ન્યાય કરશે. BSB BSB: All who sin apart from the law will also perish apart from the law, and all who sin under the law will be judged by the law.
13 UDB ઈશ્વર તેઓનો ન્યાય કરે તે યોગ્ય છે કારણ કે કેવળ ઈશ્વરનો નિયમ જાણનારાને તેઓ ન્યાયી ઠરાવતા નથી, પરંતુ જેઓ ઈશ્વરના નિયમને પાળે છે તેઓને જ ઈશ્વર ન્યાયી ઠરાવે છે. BSB BSB: For it is not the hearers of the law who are righteous before God, but it is the doers of the law who will be declared righteous.
15 UDB તેઓ બતાવે છે કે ઈશ્વર તેમના નિયમમાં જે આજ્ઞાઓ આપે છે તે તેઓ તેમના પોતાના મનોમાં જાણે છે, કારણ કે દરેક વ્યક્તિ તેના પોતાના અંત:કરણમાં યા તો ખરાબ વર્તનને માટે પોતાને દોષિત ઠરાવે છે, અથવા તો પોતાનો બચાવ કરે છે. BSB BSB: So they show that the work of the law is written on their hearts, their consciences also bearing witness, and their thoughts either accusing or defending them
16 UDB જ્યારે ઈશ્વર લોકોનો તેમણે ગુપ્તમાં કરેલાં કામો અને વિચારો પ્રમાણે ન્યાય કરશે ત્યારે તેઓને શિક્ષા કરશે. ઈસુ ખ્રિસ્તને તેઓનો ન્યાય કરવાનો અધિકાર આપવા દ્વારા તેઓનો ન્યાય કરશે. જ્યારે હું લોકોને શુભ સંદેશ પ્રગટ કરું છું ત્યારે તેઓને આ જ બાબત જણાવું છું. BSB BSB: on the day when God will judge men’s secrets through Christ Jesus, as proclaimed by my gospel.
17 UDB હવે તમને યહૂદીઓમાંના દરેકને જેમને હું આ પત્ર લખું છું, તેઓને મારે કંઈક કહેવાનું છે: તમે વિશ્વાસ કરો છો કે ઈશ્વરે મૂસાને જે નિયમશાસ્ત્ર આપ્યું તે તમે જાણો છો તે કારણે ઈશ્વર તમારો બચાવ કરશે. તમે અભિમાન કરો છો કે તમે ઈશ્વરના છો. BSB BSB: Now you, if you call yourself a Jew; if you rely on the law and boast in God;
18 UDB ઈશ્વર શું ઇચ્છે છે તે તમે જાણો છો. તમે નિયમશાસ્ત્ર શીખેલા છો તેથી તમે પારખી શકો છો કે કઈ બાબતો યોગ્ય છે અને તે કરવાનું પસંદ કરવું તમે જાણો છો. BSB BSB: if you know His will and approve of what is superior because you are instructed by the law;
19 UDB તમને ખાતરી છે કે બિનયહૂદીઓને ઈશ્વરનું સત્ય દર્શાવવા તમે સમર્થ છો, અને જેઓ ઈશ્વર સંબંધી કંઈ જાણતા નથી તેઓને શીખવી શકો છો. BSB BSB: if you are convinced that you are a guide for the blind, a light for those in darkness,
20 UDB તમને ખાતરી છે કે જેઓ ઈશ્વર વિષે મૂર્ખતાપૂર્ણ વાતો માને છે અને જેઓ બાળકો જેવા છે કારણ કે તેઓ ઈશ્વર સંબંધી કશું જ જાણતા નથી, તેઓને તમે શીખવી શકો તેમ છો. તમને આ બધી બાબતો વિષે ખાતરી છે, કારણ કે તમારી પાસે નિયમશાસ્ત્ર છે જે તમને ઈશ્વર વિષે ખરેખર શીખવે છે. BSB BSB: an instructor of the foolish, a teacher of infants, because you have in the law the embodiment of knowledge and truth—
21 UDB તમે યહૂદી હોવાને કારણે દાવો કરો છો કે તમારી પાસે આ બધા લાભ છે, છતાં એ ઘૃણાસ્પદ છે કે તમે બીજાને શીખવો છો પરંતુ તમે પોતે નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી! તમે ઉપદેશ કરો છો કે લોકોએ ચોરી ન કરવી જોઈએ, પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે પોતે વસ્તુઓની ચોરી કરો છો! BSB BSB: you, then, who teach others, do you not teach yourself? You who preach against stealing, do you steal?
22 UDB તમે એવી આજ્ઞા કરો છો કે જેઓ સાથે લગ્ન કર્યાં ન હોય તેઓની સાથે જાતીય સંબંધ કરવો નહીં, પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે પોતે વ્યભિચાર કરો છો! તમે બીજાઓને આજ્ઞા કરો છો કે મૂર્તિપૂજા ન કરવી, પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે એવી ઘૃણાસ્પદ બાબતોને ટાળતા નથી. BSB BSB: You who forbid adultery, do you commit adultery? You who abhor idols, do you rob temples?
23 UDB તમે જેઓ અભિમાનપૂર્વક કહો છો, "અમારી પાસે નિયમો છે." પરંતુ એ ઘૃણાસ્પદ છે કે તમે એ જ નિયમોનો અનાદર કરો છો! પરિણામે તમે ઈશ્વરનું અપમાન કરો છો. BSB BSB: You who boast in the law, do you dishonor God by breaking the law?
24 UDB એ તો શાસ્ત્ર જે કહે છે તેના જેવું છે કે, "તમે યહૂદીઓ જે દુષ્ટ બાબતો કરો છો તેના કારણે બિનયહૂદીઓ ઈશ્વરના સંબધમાં અપમાનજનક વાતો કરે છે. BSB BSB: As it is written: “God’s name is blasphemed among the Gentiles because of you.”
25 UDB તમારામાંનો કોઈ જેની સુન્નત થઇ છે કે જે દ્વારા તે દર્શાવે છે કે તે ઈશ્વરનો છે, તે જો મૂસાનું નિયમશાસ્ત્ર પાળે તો તેને લાભ થઈ શકે. પરંતુ જો તમે સુન્નત પામેલા લોકો નિયમશાસ્ત્રનો અનાદર કરો તો, જેઓ સુન્નત પામ્યા નથી તેઓના કરતાં ઈશ્વર તમને સારા નહીં ગણે. BSB BSB: Circumcision has value if you observe the law, but if you break the law, your circumcision has become uncircumcision.
26 UDB આનો અર્થ એ છે કે બિનયહૂદીઓ જેઓ સુન્નત પામ્યા નથી, તેઓ જો નિયમશાસ્ત્રમાં ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તે પાળે તો તેઓ તેમના લોકો થઈ શકે છે. BSB BSB: If a man who is not circumcised keeps the requirements of the law, will not his uncircumcision be regarded as circumcision?
27 UDB આ લોકો કે જેઓ સુન્નત પામ્યા નથી તો પણ ઈશ્વરના નિયમો પાળે છે તેઓ, ઈશ્વર જ્યારે તમને શિક્ષા કરશે ત્યારે જાહેર કરશે કે ઈશ્વર સાચા છે, કારણ કે તમે સુન્નત પામ્યા છો અને છતાં નિયમ ભંગ કરો છો. BSB BSB: The one who is physically uncircumcised yet keeps the law will condemn you who, even though you have the written code and circumcision, are a lawbreaker.
28 UDB જેઓ ઈશ્વરના વિધિઓ પાળે છે તેઓ ખરા યહૂદીઓ છે એમ નથી, અને જેઓ પોતાના શરીરોમાં સુન્નત પામે છે તેઓનો ઈશ્વર સ્વીકાર કરે છે એમ નથી. BSB BSB: A man is not a Jew because he is one outwardly, nor is circumcision only outward and physical.
29 UDB પરંતુ તેથી વિરુદ્ધ, આપણે કે જેઓને ઈશ્વરે આંતરિક રીતે બદલ્યા છે તેઓ ખરા યહૂદીઓ છીએ. ઈશ્વરે આપણો સ્વીકાર કર્યો છે અને ઈશ્વરના આત્માએ આપણો સ્વભાવ બદલ્યો છે તે એટલા માટે નહીં કે આપણે નિયમના વિધિઓ પાળ્યા છે. જો કે બીજા લોકો આપણી પ્રશંસા ના કરે તો પણ ઈશ્વર આપણી પ્રશંસા કરશે. BSB BSB: No, a man is a Jew because he is one inwardly, and circumcision is a matter of the heart, by the Spirit, not by the written code. Such a man’s praise does not come from men, but from God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.