1 ULB હવે બાશા વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પાસે યહોવાહનું વચન આવ્યું, BSB BSB: Then the word of the LORD came to Jehu son of Hanani against Baasha, saying:
2 ULB "મેં તને ધૂળમાંથી ઉઠાવીને ઊંચો કર્યો અને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી તરીકે નીમ્યો. તો પણ તું યરોબામને પગલે ચાલ્યો અને મારા લોકો ઇઝરાયલીઓ પાસે પાપ કરાવીને તેમણે મને રોષ ચઢાવ્યો છે. BSB BSB: “Even though I lifted you out of the dust and made you ruler over My people Israel, you have walked in the way of Jeroboam and have caused My people Israel to sin and to provoke Me to anger by their sins.
3 ULB જો, હું બાશા અને તારા કુટુંબને નષ્ટ કરી નાખીશ અને હું તારા કુટુંબને નબાટના પુત્ર યરોબામના કુટુંબના જેવું છિન્નભિન્ન કરી નાખીશ. BSB BSB: So now I will consume Baasha and his house, and I will make your house like that of Jeroboam son of Nebat:
4 ULB બાશાના કુટુંબનાં જે માણસો નગરમાં મૃત્યુ પામશે તેઓને કૂતરાં ખાઈ જશે અને જેઓ ખેતરમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાઈ જશે." BSB BSB: Anyone belonging to Baasha who dies in the city will be eaten by dogs, and anyone who dies in the field will be eaten by the birds of the air.”
5 ULB બાશાનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેનું પરાક્રમ તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? BSB BSB: As for the rest of the acts of Baasha, along with his accomplishments and might, are they not written in the Book of the Chronicles of the Kings of Israel?
6 ULB બાશા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તિર્સામાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેના પુત્ર એલાએ તેની જગ્યાએ રાજ કર્યું. BSB BSB: And Baasha rested with his fathers and was buried in Tirzah, and his son Elah reigned in his place.
7 ULB બાશા અને તેના કુટુંબની વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક દ્વારા યહોવાહનું વચન આવ્યું. ત્યાર બાદ બાશાએ અને તેના કુટુંબે યહોવાહની દ્રષ્ટિમાં જે સઘળો દુરાચાર કર્યો અને યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથોના કામથી તેમને રોષ ચઢાવ્યો તેને લીધે તે યરોબામના કુટુંબની જેમ તેઓનો પણ નાશ કરશે. BSB BSB: Moreover, the word of the LORD came through the prophet Jehu son of Hanani against Baasha and his house, because of all the evil he had done in the sight of the LORD, provoking Him to anger with the work of his hands and becoming like the house of Jeroboam, and also because Baasha had struck down the house of Jeroboam.
8 ULB યહૂદિયાના રાજા આસાના છવ્વીસમા વર્ષે બાશાનો પુત્ર એલા તિર્સામાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો; તેણે બે વર્ષ રાજ કર્યુ. BSB BSB: In the twenty-sixth year of Asa’s reign over Judah, Elah son of Baasha became king of Israel, and he reigned in Tirzah two years.
9 ULB તેના એક ચાકર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિર્સામાં હતો. તિર્સામાં તેના મહેલનો એક કારભારી આર્સાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો. BSB BSB: However, while Elah was in Tirzah getting drunk in the house of Arza the steward of his household there, Elah’s servant Zimri, the commander of half his chariots, conspired against him.
10 ULB ઝિમ્રી ત્યાં ગયો અને એલાને ત્યાં મારી નાખ્યો. યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે તે તેની જગ્યાએ રાજા બન્યો. BSB BSB: So in the twenty-seventh year of Asa’s reign over Judah, Zimri went in, struck Elah down, and killed him. And Zimri reigned in his place.
11 ULB જયારે ઝિમ્રી રાજ કરવા લાગ્યો અને તે રાજ્યાસન પર બેઠો ત્યારે એમ થયું કે તેણે બાશાના કુટુંબના સર્વ લોકોને મારી નાખ્યા. તેણે તેના કુટુંબમાંથી, કે તેના મિત્રોનાં કુટુંબોમાંથી એકેય નર બાળકને જીવિત રહેવા દીધો નહિ. BSB BSB: As soon as Zimri began to reign and was seated on the throne, he struck down the entire household of Baasha. He did not leave a single male, whether a kinsman or friend.
12 ULB આમ, જે પ્રમાણે યહોવાહ પોતાનું વચન પ્રબોધક યેહૂની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના કુટુંબોના સર્વ લોકોનો નાશ કર્યો. BSB BSB: So Zimri destroyed the entire household of Baasha, according to the word that the LORD had spoken against Baasha through Jehu the prophet.
13 ULB કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યાં હતાં અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાહને રોષ ચઢાવ્યો હતો. BSB BSB: This happened because of all the sins Baasha and his son Elah had committed and had caused Israel to commit, provoking the LORD, the God of Israel, to anger with their worthless idols.
14 ULB એલાનાં બાકીનાં સર્વ કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું? BSB BSB: As for the rest of the acts of Elah, along with all his accomplishments, are they not written in the Book of the Chronicles of the Kings of Israel?
15 ULB યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે ઝિમ્રીએ તિર્સામાં ફક્ત સાત દિવસ રાજ કર્યુ. હવે તે વખતે ઇઝરાયલી સૈન્યએ પલિસ્તીઓના ગિબ્બથોનના શહેર તરફ છાવણી નાખી. BSB BSB: In the twenty-seventh year of Asa’s reign over Judah, Zimri reigned in Tirzah for seven days. Now the troops were encamped against Gibbethon of the Philistines,
16 ULB જ્યારે સેનાને ખબર પડી કે "ઝિમ્રીએ રાજા વિરુદ્ધ બંડ કરી તેનું ખૂન કર્યુ છે." ત્યારે તે દિવસે છાવણીમાં તેઓએ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલ પર નવા રાજા તરીકે જાહેર કર્યો. BSB BSB: and the people in the camp heard that Zimri had conspired against the king and struck him down. So there in the camp that very day, all Israel proclaimed Omri, the commander of the army, king over Israel.
17 ULB ઓમ્રીએ અને આખી ઇઝરાયલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાને ઘેરો ઘાલ્યો. BSB BSB: Then Omri and all the Israelites marched up from Gibbethon and besieged Tirzah.
18 ULB જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો. BSB BSB: When Zimri saw that the city was captured, he entered the citadel of the royal palace and burned it down upon himself. So he died
19 ULB યરોબામના માર્ગમાં તથા ઇઝરાયલની પાસે તેણે જે પાપ કરાવ્યું હતું તેમાં ચાલવાથી અને યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કરીને તેણે જે જે પાપો કર્યા તેને લીધે આ બન્યું હતું. BSB BSB: because of the sins he had committed, doing evil in the sight of the LORD and following the example of Jeroboam and the sin he had committed and had caused Israel to commit.
20 ULB ઝિમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે કરેલો રાજદ્રોહ તે સર્વ વિષે ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું? BSB BSB: As for the rest of the acts of Zimri and the treason he committed, are they not written in the Book of the Chronicles of the Kings of Israel?
21 ULB ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો. BSB BSB: At that time the people of Israel were divided: Half of the people supported Tibni son of Ginath as king, and half supported Omri.
22 ULB પણ જે લોકો ઓમ્રીને અનુસરતા હતા, તેઓ ગિનાથના દીકરા તિબ્નીને અનુસરનારા લોકો કરતાં વધુ બળવાન હતા. તેથી તિબ્નીને મારી નાખવામાં આવ્યો અને ઓમ્રી રાજા થયો. BSB BSB: But the followers of Omri proved stronger than those of Tibni son of Ginath. So Tibni died and Omri became king.
23 ULB યહૂદિયાના રાજા આસાના એકત્રીસમા વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે છ વર્ષ તિર્સામાં રાજ કર્યું. BSB BSB: In the thirty-first year of Asa’s reign over Judah, Omri became king of Israel, and he reigned twelve years, six of them in Tirzah.
24 ULB તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરુન પાડયું. BSB BSB: He bought the hill of Samaria from Shemer for two talents of silver and built a city there, calling it Samaria after the name of Shemer, who had owned the hill.
25 ULB ઓમ્રીએ યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વિશેષ દુરાચારો કર્યા. BSB BSB: But Omri did evil in the sight of the LORD and acted more wickedly than all who were before him.
26 ULB તે નબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયલ પાસે પણ પાપ કરાવ્યાં તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યાં. BSB BSB: For he walked in all the ways of Jeroboam son of Nebat and in his sins, which he caused Israel to commit, provoking the LORD, the God of Israel, to anger with their worthless idols.
27 ULB ઓમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેણે જે પરાક્રમો બતાવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું? BSB BSB: As for the rest of the acts of Omri, along with his accomplishments and the might he exercised, are they not written in the Book of the Chronicles of the Kings of Israel?
28 ULB પછી ઓમ્રી તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને સમરુનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો. BSB BSB: And Omri rested with his fathers and was buried in Samaria, and his son Ahab reigned in his place.
30 ULB ઓમ્રીના પુત્ર આહાબે યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વધારે દુરાચારો કર્યા. BSB BSB: However, Ahab son of Omri did evil in the sight of the LORD, more than all who were before him.
31 ULB એમ થયું કે, નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બઆલ દેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા. BSB BSB: And as if it were not enough for him to walk in the sins of Jeroboam son of Nebat, he even married Jezebel the daughter of Ethbaal king of the Sidonians, and he then proceeded to serve and worship Baal.
32 ULB તેણે સમરુનમાં બાલ દેવનું જે ભક્તિસ્થાન બાંધ્યું હતું તેમાં તેણે બઆલને માટે વેદી બનાવી. BSB BSB: First, Ahab set up an altar for Baal in the temple of Baal that he had built in Samaria.
33 ULB આહાબે અશેરાની પણ એક મૂર્તિ બનાવડાવી અને તેણે બીજા ઇઝરાયલી રાજાઓ કરતાં પણ વિશેષ દુષ્ટતા કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો. BSB BSB: Then he set up an Asherah pole. Thus Ahab did more to provoke the LORD, the God of Israel, to anger than all the kings of Israel before him.
34 ULB તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું. BSB BSB: In Ahab’s days, Hiel the Bethelite rebuilt Jericho. At the cost of Abiram his firstborn he laid its foundation, and at the cost of Segub his youngest he set up its gates, according to the word that the LORD had spoken through Joshua son of Nun.
Select verses for actions: Enter goes to them and Escape comes back.