1 ULB જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે. BSB BSB: As dead flies bring a stench to the perfumer’s oil, so a little folly outweighs wisdom and honor.
2 ULB બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે. BSB BSB: A wise man’s heart inclines to the right, but the heart of a fool to the left.
3 ULB વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું. BSB BSB: Even as the fool walks along the road, his sense is lacking, and he shows everyone that he is a fool.
4 ULB જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે. BSB BSB: If the ruler’s temper flares against you, do not abandon your post, for calmness lays great offenses to rest.
5 ULB મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ; BSB BSB: There is an evil I have seen under the sun—an error that proceeds from the ruler:
6 ULB મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે. BSB BSB: Folly is appointed to great heights, but the rich sit in lowly positions.
7 ULB મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. BSB BSB: I have seen slaves on horseback, while princes go on foot like slaves.
8 ULB જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે. BSB BSB: He who digs a pit may fall into it, and he who breaches a wall may be bitten by a snake.
9 ULB જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે. BSB BSB: The one who quarries stones may be injured by them, and he who splits logs endangers himself.
10 ULB જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે. BSB BSB: If the axe is dull and the blade unsharpened, more strength must be exerted, but skill produces success.
11 ULB જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે. BSB BSB: If the snake bites before it is charmed, there is no profit for the charmer.
12 ULB જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે. BSB BSB: The words of a wise man’s mouth are gracious, but the lips of a fool consume him.
13 ULB તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે. BSB BSB: The beginning of his talk is folly, and the end of his speech is evil madness.
14 ULB વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે? BSB BSB: Yet the fool multiplies words. No one knows what is coming, and who can tell him what will come after him?
15 ULB મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી. BSB BSB: The toil of a fool wearies him, for he does not know the way to the city.
16 ULB જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે! BSB BSB: Woe to you, O land whose king is a youth, and whose princes feast in the morning.
17 ULB તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે! BSB BSB: Blessed are you, O land whose king is a son of nobles, and whose princes feast at the proper time—for strength and not for drunkenness.
18 ULB આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે. BSB BSB: Through laziness the roof caves in, and in the hands of the idle, the house leaks.
19 ULB ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે. BSB BSB: A feast is prepared for laughter, and wine makes life merry, but money is the answer for everything.
20 ULB રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે. BSB BSB: Do not curse the king even in your thoughts, or curse the rich even in your bedroom, for a bird of the air may carry your words, and a winged creature may report your speech.
Select verses for actions: Enter goes to them and Escape comes back.