2 ULB સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; BSB BSB: with all humility and gentleness, with patience, bearing with one another in love,
5 ULB એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, BSB BSB: one Lord, one faith, one baptism;
6 ULB એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે. BSB BSB: one God and Father of all, who is over all and through all and in all.
7 ULB આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. BSB BSB: Now to each one of us grace has been given according to the measure of the gift of Christ.
8 ULB એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં. BSB BSB: This is why it says: “When He ascended on high, He led captives away, and gave gifts to men.”
9 ULB તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા. BSB BSB: What does “He ascended” mean, except that He also descended to the lower parts of the earth?
10 ULB જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં. BSB BSB: He who descended is the very One who ascended above all the heavens, in order to fill all things.
11 ULB વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ, BSB BSB: And it was He who gave some to be apostles, some to be prophets, some to be evangelists, and some to be pastors and teachers,
12 ULB તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા; BSB BSB: to equip the saints for works of ministry and to build up the body of Christ,
13 ULB ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. BSB BSB: until we all reach unity in the faith and in the knowledge of the Son of God, as we mature to the full measure of the stature of Christ.
14 ULB જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ. BSB BSB: Then we will no longer be infants, tossed about by the waves and carried around by every wind of teaching and by the clever cunning of men in their deceitful scheming.
15 ULB પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. BSB BSB: Instead, speaking the truth in love, we will in all things grow up into Christ Himself, who is the head.
16 ULB એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે. BSB BSB: From Him the whole body, fitted and held together by every supporting ligament, grows and builds itself up in love through the work of each individual part.
17 ULB એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો; BSB BSB: So I tell you this, and insist on it in the Lord, that you must no longer walk as the Gentiles do, in the futility of their thinking.
18 ULB તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે. BSB BSB: They are darkened in their understanding and alienated from the life of God because of the ignorance that is in them due to the hardness of their hearts.
19 ULB તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા. BSB BSB: Having lost all sense of shame, they have given themselves over to sensuality for the practice of every kind of impurity, with a craving for more.
20 ULB પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી, BSB BSB: But this is not the way you came to know Christ.
21 ULB જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો, BSB BSB: Surely you heard of Him and were taught in Him—in keeping with the truth that is in Jesus—
22 ULB તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો. BSB BSB: to put off your former way of life, your old self, which is being corrupted by its deceitful desires;
23 ULB અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો. BSB BSB: to be renewed in the spirit of your minds;
24 ULB અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો. BSB BSB: and to put on the new self, created to be like God in true righteousness and holiness.
25 ULB એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ. BSB BSB: Therefore each of you must put off falsehood and speak truthfully to his neighbor, for we are all members of one another.
26 ULB ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો; BSB BSB: “Be angry, yet do not sin.” Do not let the sun set upon your anger,
27 ULB અને શેતાનને સ્થાન આપો નહિ. BSB BSB: and do not give the devil a foothold.
28 ULB ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય. BSB BSB: He who has been stealing must steal no longer, but must work, doing good with his own hands, that he may have something to share with the one in need.
29 ULB તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય. BSB BSB: Let no unwholesome talk come out of your mouths, but only what is helpful for building up the one in need and bringing grace to those who listen.
30 ULB ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો. BSB BSB: And do not grieve the Holy Spirit of God, in whom you were sealed for the day of redemption.
31 ULB સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો. BSB BSB: Get rid of all bitterness, rage and anger, outcry and slander, along with every form of malice.
32 ULB તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો. BSB BSB: Be kind and tenderhearted to one another, forgiving each other just as in Christ God forgave you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.