1 ULB ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો. BSB BSB: Continue in brotherly love.
2 ULB પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે. BSB BSB: Do not neglect to show hospitality to strangers, for by so doing some people have entertained angels without knowing it.
3 ULB બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો. BSB BSB: Remember those in prison as if you were bound with them, and those who are mistreated as if you were suffering with them.
5 ULB દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’” BSB BSB: Keep your lives free from the love of money and be content with what you have, for God has said: “Never will I leave you, never will I forsake you.”
6 ULB તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે? BSB BSB: So we say with confidence: “The Lord is my helper; I will not be afraid. What can man do to me?”
7 ULB જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો. BSB BSB: Remember your leaders who spoke the word of God to you. Consider the outcome of their way of life and imitate their faith.
8 ULB ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. BSB BSB: Jesus Christ is the same yesterday and today and forever.
9 ULB તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી. BSB BSB: Do not be carried away by all kinds of strange teachings, for it is good for the heart to be strengthened by grace and not by foods of no value to those devoted to them.
10 ULB આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી. BSB BSB: We have an altar from which those who serve at the tabernacle have no right to eat.
11 ULB કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે. BSB BSB: Although the high priest brings the blood of animals into the Holy Place as a sacrifice for sin, the bodies are burned outside the camp.
13 ULB તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ. BSB BSB: Therefore let us go to Him outside the camp, bearing the disgrace He bore.
14 ULB કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ. BSB BSB: For here we do not have a permanent city, but we are looking for the city that is to come.
15 ULB માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. BSB BSB: Through Jesus, therefore, let us continually offer to God a sacrifice of praise, the fruit of lips that confess His name.
16 ULB ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે. BSB BSB: And do not neglect to do good and to share with others, for with such sacrifices God is pleased.
17 ULB તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે. BSB BSB: Obey your leaders and submit to them, for they watch over your souls as those who must give an account. To this end, allow them to lead with joy and not with grief, for that would be of no advantage to you.
18 ULB તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ. BSB BSB: Pray for us; we are convinced that we have a clear conscience and desire to live honorably in every way.
19 ULB તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું. BSB BSB: And I especially urge you to pray that I may be restored to you soon.
20 ULB હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, BSB BSB: Now may the God of peace, who through the blood of the eternal covenant brought back from the dead our Lord Jesus, that great Shepherd of the sheep,
21 ULB તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન. BSB BSB: equip you with every good thing to do His will. And may He accomplish in us what is pleasing in His sight through Jesus Christ, to whom be glory forever and ever. Amen.
22 ULB ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે. BSB BSB: I urge you, brothers, to bear with my word of exhortation, for I have only written to you briefly.
23 ULB તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ. BSB BSB: Be aware that our brother Timothy has been released. If he arrives soon, I will come with him to see you.
24 ULB તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે. BSB BSB: Greet all your leaders and all the saints. Those from Italy send you greetings.
25 ULB તમ સર્વ ઉપર કૃપા હો. આમીન. BSB BSB: Grace be with all of you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.