1 ULB વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ. BSB BSB: James, a servant of God and of the Lord Jesus Christ, To the twelve tribes of the Dispersion: Greetings.
2 ULB મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; BSB BSB: Consider it pure joy, my brothers, when you encounter trials of many kinds,
3 ULB કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. BSB BSB: because you know that the testing of your faith develops perseverance.
4 ULB તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. BSB BSB: Allow perseverance to finish its work, so that you may be mature and complete, not lacking anything.
6 ULB પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. BSB BSB: But he must ask in faith, without doubting, because he who doubts is like a wave of the sea, blown and tossed by the wind.
7 ULB એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. BSB BSB: That man should not expect to receive anything from the Lord.
8 ULB આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. BSB BSB: He is a double-minded man, unstable in all his ways.
9 ULB જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; BSB BSB: The brother in humble circumstances should exult in his high position.
10 ULB જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. BSB BSB: But the one who is rich should exult in his low position, because he will pass away like a flower of the field.
11 ULB કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે. BSB BSB: For the sun rises with scorching heat and withers the plant; its flower falls and its beauty is lost. So too, the rich man will fade away in the midst of his pursuits.
12 ULB જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે. BSB BSB: Blessed is the man who perseveres under trial, because when he has stood the test, he will receive the crown of life that God has promised to those who love Him.
14 ULB પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. BSB BSB: But each one is tempted when by his own evil desires he is lured away and enticed.
15 ULB પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. BSB BSB: Then after desire has conceived, it gives birth to sin; and sin, when it is full-grown, gives birth to death.
16 ULB મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ. BSB BSB: Do not be deceived, my beloved brothers.
17 ULB દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. BSB BSB: Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, with whom there is no change or shifting shadow.
18 ULB તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ. BSB BSB: He chose to give us birth through the word of truth, that we would be a kind of firstfruits of His creation.
19 ULB મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; BSB BSB: My beloved brothers, understand this: Everyone should be quick to listen, slow to speak, and slow to anger,
20 ULB કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણા કામ કરતું નથી. BSB BSB: for man’s anger does not bring about the righteousness that God desires.
21 ULB માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. BSB BSB: Therefore, get rid of all moral filth and every expression of evil, and humbly accept the word planted in you, which can save your souls.
22 ULB તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. BSB BSB: Be doers of the word, and not hearers only. Otherwise, you are deceiving yourselves.
23 ULB કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. BSB BSB: For anyone who hears the word but does not carry it out is like a man who looks at his face in a mirror,
24 ULB કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. BSB BSB: and after observing himself goes away and immediately forgets what he looks like.
25 ULB પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે. BSB BSB: But the one who looks intently into the perfect law of freedom, and continues to do so—not being a forgetful hearer, but an effective doer—he will be blessed in what he does.
26 ULB જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે. BSB BSB: If anyone considers himself religious and yet does not bridle his tongue, he deceives his heart and his religion is worthless.
27 ULB વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે. BSB BSB: Pure and undefiled religion before our God and Father is this: to care for orphans and widows in their distress, and to keep oneself from being polluted by the world.
Select verses for actions: Enter goes to them and Escape comes back.