1 ULB હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો. BSB BSB: Return, O Israel, to the LORD your God, for you have stumbled by your iniquity.
2 ULB તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. તેમને કહો, "અમારાં પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ. BSB BSB: Bring your confessions and return to the LORD. Say to Him: “Take away all our iniquity and receive us graciously, that we may present the fruit of our lips.
3 ULB આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, 'કે તમે અમારા દેવો છો,' કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે." BSB BSB: Assyria will not save us, nor will we ride on horses. We will never again say, ‘Our gods!’ to the work of our own hands. For in You the fatherless find compassion.”
4 ULB "તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે. BSB BSB: I will heal their apostasy; I will freely love them, for My anger has turned away from them.
5 ULB હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે. BSB BSB: I will be like the dew to Israel; he will blossom like the lily and take root like the cedars of Lebanon.
6 ULB તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે. BSB BSB: His shoots will sprout, and his splendor will be like the olive tree, his fragrance like the cedars of Lebanon.
7 ULB તેના છાયામાં રહેનારા લોકો પાછા ફરશે; તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે, દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે. BSB BSB: They will return and dwell in his shade; they will grow grain and blossom like the vine. His renown will be like the wine of Lebanon.
8 ULB એફ્રાઇમ કહેશે,.'મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; મારી પાસેથી જ તને ફળ મળે છે." BSB BSB: O Ephraim, what have I to do anymore with idols? It is I who answer and watch over him. I am like a flourishing cypress; your fruit comes from Me.
9 ULB કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે. BSB BSB: Whoever is wise, let him understand these things; whoever is discerning, let him know them. For the ways of the LORD are right, and the righteous walk in them but the rebellious stumble in them.